હિન્દુ મરણ
કચ્છ વાગડ લોહાણા
ગામ ખારોઇ હાલે ડોમ્બિવલીના અ. નિ. ઠાકરશી સાકરચંદ રામાણી તથા અ. નિ. દીવાળીબેન રામાણીના પુત્ર વિનોદભાઈ (ઉં.વ. ૬૧ ) તે અ. નિ. મણિલાલભાઈ, પ્રાણલાલભાઈ, દિનેશભાઇ, જગદીશભાઈ તથા પંકજભાઈના ભાઈ, તા. ૬-૧૦-૨૩ના અક્ષરનિવાસી થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૮-૧૦-૨૩ના શ્રી સ્વામિનારાયણ મંદિર રાજાજી રોડ, રેલવે સ્ટેશનની બાજુમાં, ડોમ્બિવલી પૂર્વ, ૪.૩૦ થી ૬.૦૦. લૌકિક વ્યવહાર બંધ છે.
સૌરાષ્ટ્ર લેઉવા પટેલ
ગામ કેશોદ, હાલ બોરીવલી, સ્વ. કુંવરબેન પીપલીયા (ઉં.વ. ૮૨) તા. ૫/૧૦/૨૩ના રામચરણ પામ્યા છે. તે સ્વ. કાંતીલાલના ધર્મપત્ની. તે કમલેશ, જયેન્દ્ર, હિતેશ, અ.સૌ. શારદાબેન, અ.સૌ. જોષનાબેનના માતુશ્રી. તે ઉષાબેન, મીતાબેન, કાજલબેનના સાસુ. તે ધરા, જય, સોનુ, ધ્રુવ, શ્રેયા અને માહીના દાદી. પ્રાર્થનાસભા ૮/૧૦/૨૩ રવિવારે ૪ થી ૬, સ્થળ: સૌરાષ્ટ્ર પટેલ સમાજ, બીજે માળે, હનુમાન ટેકરી, દહિસર (ઈસ્ટ).
આતરસુંબા દશા શ્રીમાળી વણિક
મૂળ ગામ આતરસુંબા, હાલ કાંદીવલી (ઠાકુર વિલેજ) (ઉં.વ. ૭૧) અ.સૌ. મંજુલાબેન પ્રતાપકુમાર શાહ તા. ૫/૧૦/૨૩ના ગુરુવારે શ્રીજીશરણ પામેલ છે. કમળાબેન ચંદુલાલ પરીખના પુત્રી. પ્રતાપકુમાર શાંતિલાલ શાહના પત્ની. કુનાલ અને ભાવિકાના માતૃશ્રી. નિકિતા અને પ્રશાંતના સાસુ. વ્યાનના દાદી. ડિયા, સામિયાના નાની. પ્રાર્થનાસભા તા. ૯/૧૦/૨૩ સોમવારના ૫.૦૦ થી ૭.૦૦. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, પારેખ લેન કોર્નર, એસ.વી. રોડ, કાંદીવલી વેસ્ટ.
લુહાર સુથાર
ગામ શોભાવડલા, હાલ બોરીવલી તેજસ અનિલભાઈ ડોડીયા (ઉં.વ. ૨૭) તા. ૫/૧૦/૨૩ના ગુરુવારે શ્રીરામશરણ પામેલ છે. તે નીતા અનિલભાઈ ત્રિભોવનભાઇ ડોડીયાના સુપુત્ર તેમજ વર્ષા નરેન્દ્રભાઈ ડોડીયા, દિપકભાઈ ત્રિભોવનભાઇ ડોડીયાના નાનાભાઈનો પુત્ર તથા કિશોરભાઈ શાંતિભાઈ પરમારનો ભાણેજ. પ્રાર્થનાસભા તા. ૯/૧૦/૨૩ના સોમવાર ૫ થી ૭. સ્થળ: લુહાર સુથાર વેલ્ફરે સેંટર, કાર્ટર રોડ નં. ૩, અંબાજી મંદિરની બાજુમાં, બોરીવલી (ઈસ્ટ).
પરજીયા સોની
મહુવા, હાલ દહિસર હર્ષાબેન કાગદડા (સોની) (ઉં.વ. ૭૬) તે ૨/૧૦/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે અરવિંદભાઈ પ્રાણજીવનદાસ કાગદડાના ધર્મપત્ની. અમિતાબેન સુનિલભાઈ તથા વિપુલભાઈના માતુશ્રી. નિશા તથા કમલેશકુમાર રતિલાલ થડેશ્ર્વરના સાસુ. હંસાબેન મનસુખલાલ સુરુના ભાભી. તે હર્ષના દાદી. પિયરપક્ષે (ગામ લાઠી) સ્વ. જગજીવનદાસ સુરુના દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી વણિક
અમરેલી, હાલ બોરીવલી સ્વ. હંસાબેન વસંતરાય પારેખના પુત્ર રાજેશ (ઉં.વ. ૬૧) ૬/૧૦/૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે ધારિણીના પતિ. આયુષીના પિતા. તે સ્વ. રસિકલાલ, સ્વ. કાંતીલાલ તથા વિલાસબેન મહેન્દ્ર ટીમ્બડીયાના ભત્રીજા. તે પંકજ તથા પિયુષના ભાઈ. રાજકોટ નિવાસી સ્વ. નલીનીબેન નવનીતલાલ શાહના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
કપોળ
નોંઘણવદરવાળા, હાલ મુંબઈ સ્વ. ગીરજાબેન છોટાલાલ સંઘવીના પુત્ર હર્ષદરાય (ઉં.વ. ૮૬) તા. ૬/૧૦/૨૩ શુક્રવારે શ્રીજીચરણ પામ્યા છે. તે ગીતા (શાન્તુબેન)ના પતિ. તે રમેશભાઈના મોટાભાઈ. તે હેમલ પ્રશાંતના પિતાશ્રી. સ્વ. કમળાબેન પ્રતાપરાય અમૃતલાલ કાણકિયા ધાંધલીવાળા હાલ મુંબઈના જમાઈ. સર્વ લૌકિક પ્રથા બંધ છે.
કપોળ
ભાડ વાંકિયાવાળા સ્વ. વૃજલાલ નરસિદાસ મોદીના પુત્ર રાજુભાઈ (ઉં.વ. ૬૬), હાલ મુંબઈ, તેઓ જ્યોતિના પતિ. ભાવિશા સમીર મહેતા તથા હિરલ અંકિત મોદીના પિતા. શરદ- અશોક તથા અ. સૌ. મધુબેન પંકજ મહેતાના ભાઈ. અમરેલીવાળા સ્વ. ચીમનલાલ ગીરધરલાલ ગાંધીના જમાઇ તથા અમરેલીવાળા સ્વ. કરસનદાસ હીરજીભાઈ કાનકિયાના ભાણેજ – તા. ૫-૧૦-૨૩ ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
નાઘેર દશા શ્રીમાળી વણીક
ઊના, હાલ વાશી નવી મુંબઈ, જસવંતરાય શાહ (ઉં.વ. ૭૯), તા. ૬-૧૦-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ત્રિવેણીબેન, સ્વ. અમૃતલાલ જેચંદ શાહના સુપુત્ર. તે ભારતીબેનના પતિ. ભાવેશ, જીગ્ના સંદિપકુમાર, અમિષા કેતનકુમારના પિતાશ્રી. જૈમિનના નાના. તે સ્વ. રસિકભાઈ, મનસુખભાઈ, સ્વ. ધીરજલાલ, તે સ્વ. પ્રભાવંતી વિઠ્ઠલદાસ, સ્વ. ધીરજવંતી ભાયચંદ, ધૈર્યબાળા પ્રવીણચંદ્રના ભાઈ. સ્વ. મૂળજીભાઈ કપૂરચંદ શાહ (મેદરડા)ના જમાઈ. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
નવગામ ભાટીયા
ગામ વાંકાનેર હાલ ઘાટકોપર ગોરધનદાસ જમનાદાસ ઉદ્દેશી (ઉં.વ. ૮૩), તે ઉર્મીલાબેનના પતિ. સ્વ. કરસનદાસભાઈ, સ્વ. જયસિંહભાઈ, સ્વ. રેખાબેન આશર, સ્વ. શાંતીબેન વેદ અને કાશીબેન વેદના ભાઈ. તે ગોંડલવાળા સ્વ. વૃંદાવનદાસ કાનજી સંપટના જમાઈ. તે કમલેશ, જીતેન્દ્ર અને જયકુમારના પિતા. તે રૂપલ, મનીષા અને જાગૃતિના સસરા. તે વિશાલ અને આદિત્યના દાદા, શનિવાર, તા. ૭-૧૦-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કંઠી ભાટિયા
અ. સૌ. ઇન્દુમતિ આસર (ઉં. વ. ૬૧) હાલ મુંબઇ દેવેન્દ્ર આસરના ધર્મપત્ની. સ્વ. રણછોડદાસ આસર તથા સ્વ. રાધાબેન આસરના પુત્રવધૂ. શ્રેયસ આસરના માતુશ્રી. અ. સૌ. શીતલ શ્રેયસ આસરના સાસુ. નિશીત અને નિશીતાના દાદી. સ્વ. ચંદ્રકાન્ત કાનજી નેગાંધી અને સ્વ. ઉર્મિલા ચંદ્રકાન્ત નેગાંધીની સુપુત્રી. તા. ૬-૧૦-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનુ ટેલીફોનિક બેસણું તા ૮-૧૦-૨૩ના ૪થી ૫. લૌકિક ક્રિયા બંધ છે.