મરણ નોંધ

હિન્દુ મરણ

છ ગામ પાટીદાર
ભાદરણ નિવાસી હાલ-મુંબઈ-માટુંગા રહેતાં સ્વ. શ્રીકાંતભાઈ ચતુરભાઈ પટેલના પત્ની હંસાબેન પટેલ (ઉં. વ. ૯૫) તે ડૉ. હિમાંશુના માતા. જેમીનીના સાસુ તથા મોહિત-શોમાના દાદી ૬-૬-૨૪ના ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે.

ઔ.સ.ઝ. સાડાચારસો બ્રાહ્મણ
મુંબઈ, પુષ્પકાંત મહેતા (ઉં. વ. ૬૨) બરવાળા હાલ વિરારનો ૨-૬-૨૪ના કૈલાશવાસ થયેલ છે. તે સ્વ. રવિશંકર લાલશંકર મહેતાના પુત્ર. સોનલબેનના પતિ. દિવ્યાંગ, માનસી શાહિદ સૈયદના પિતા. ભાલચંદ્રભાઈ, પ્રિયવંદા વિજય શાહના ભાઈ. જતીન, દર્શના રીતેશ શાહના કાકા. કુંજ, દેવાંશી, નિધિના દાદા. પ્રાર્થનાસભા ૯-૬-૨૪ રવિવાર ૪થી ૬ રાખેલ છે. સાસરાપક્ષની સાદડી પણ સાથે રાખેલ છે. પ્રાર્થનાસ્થળ પદ્માવતી હોલ, બોલિંજ, અગાશી રોડ, વિરાર વેસ્ટ.

સોરઠિયા બ્રહ્મક્ષત્રિય
જામનગર નિવાસી હાલ મુંબઈ માટુંગા જીતેન્દ્ર મર્થક (ઉં. વ. ૭૩) ૫-૬-૨૪ બુધવારે શ્રીજીચરણ પામેલ છે. તે હેમાબેનના પતિ. કુંજના પિતાશ્રી. નિધિના સસરા. દયાબેન તથા વિઠ્ઠલદાસના પુત્ર. પ્રવિણાબેન તથા મંગલદાસ દામાણીના જમાઈ. સ્વ. કાંતીભાઈ, કિશોરભાઈ, કિરણભાઈ, અશોકભાઈ, રોહિતભાઈ, સ્વ. જયાબેન, સ્વ. રંજનબેન તથા હર્ષદાબેનના ભાઈ. પ્રાર્થનાસભા ૯-૬-૨૪ રવિવારે ૫ થી ૭. સ્થળ: શ્રી રવજી જીવરાજ ચાંગડાઈવાલા બેન્કવેટ, એસ.એન.ડી.ટી. વુમન્સ યુનિવર્સિટી, રફી અહમદ કીડવાઈ રોડ, માટુંગા ૧૯, કિંગ સર્કલ. ચક્ષુદાન કરેલ છે.

કપોળ
ફોર્ટ સોનગઢ નિવાસી હાલ ઘાટકોપર પ્રતાપભાઇ અમૃતલાલ (નારણદાસ) મહેતાના ધર્મપત્ની વત્સલાબેન (ઉં. વ. ૮૦) તા. ૬-૬-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે અ. સૌ. વૈશાલી જય મધુરીયા તથા અ. સૌ. રૂપાલી કેતન ભુવાના માતુશ્રી. સ્વ. મુકતાબેન મનુભાઇ કોઠારીના પુત્રી. અરૂણા-કીર્તિ, કિરણ-સ્વ. પ્રકાશ અને દક્ષા-કમલેશના બહેન. જીત-ધ્વનિ, શ્રુતિ, દ્રિષ્ટી અને આર્યાના નાની. સ્વ. રક્ષાબેન જીતુભાઇ સંઘવીના ભાભી. સર્વ પક્ષીય પ્રાર્થનાસભા શનિવાર, તા. ૮-૬-૨૪ના ૫થી ૭. ઠે. બાલ્કનજી બારી, રાજાવાડી રોડ નંબર-૩, ઘાટકોપર (ઇસ્ટ), લૌકિક પ્રથા બંધ છે.

કપોળ
મુકુંદ ઝવેરીલાલ દેસાઇ (ઉં. વ. ૮૨) તા. ૩૦-૫-૨૪ના બેંગલોર મુકામે શ્રીજીચરણ પામ્યા છે. તે ગીતાબેનના પતિ. માલવી અને જયદેવના પિતા. અજય ગુપ્તા અને રાધિકા દેસાઇના સસરા. માધુરીબેન-જયંતભાઇ ચિનાઇ. સ્વ. જયોતિબેન-સ્વ. રમેશભાઇ, કિશોરભાઇ, સ્વ. ઇલાબેન દેસાઇના ભાઇ. અનંતરાય પ્રતાપરાય મહેતાના જમાઇ. ભક્તિ, વેદાંત, મલ્લિકા, જયરાજના દાદા-નાના. પ્રાર્થનાસભા તા. ૯-૬-૨૪ના રવિવારે ૪.૩૦થી ૬.૩૦. ઠે. બેન્કવેટ હોલ, ઝીઓન એ-વિંગ, અજમેરા આયલેન્ડ, આઇમેકસ થિયેટરની નજીક, ભક્તિ પાર્ક, વડાલા (ઇસ્ટ).

ત્રિવેદી મેવાડા બારિશી બ્રાહ્મણ
સૌ. શાંતાબેન દામોદરભાઇ જોશીના પુત્ર. નયનભાઇના ધર્મપત્ની સૌ. આશાબેન (ઉં.વ. ૫૯) ગામ લિંભોઇ (મોડાસા) હાલે મુલુંડ હિરેનભાઇ અને હેમિનાબેનના માતુશ્રી. મિત્તલબેન, પ્રયાગકુમારના સાસુ. માહી અને જાગવીના દાદી. હરકિશનદાસ, ગૌતમભાઇ, ગં. સ્વ. કૈલાસબેન મૂળશંકરભાઇ ત્રિવેદી. સ્વ. જસવંતભાઇના ભાભી. કમળાબેન, ચેતનાબેન, ગં. સ્વ. ઉમાબેનના દેરાણી. ગં. સ્વ. વસંતબેન ચત્રભુજભાઇ ગઢીયા (કચ્છ-કોટડી મહાદેવપુરી)ની પુત્રી ગુરુવાર, તા. ૬-૬-૨૪ના રામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર, તા. ૮-૬-૨૪ના સારસ્વત વાડી, ઝવેર રોડ, મુલુંડ (વેસ્ટ). ૫.૩૦થી ૭. લૌકિક વ્યવહાર બંધ છે.

દશા સોરઠીયા વણિક
ભાવનગર ઠળિયા નિવાસી હાલ મલાડ સ્વ.મનુભાઈ (મનહરલાલ) શાંતિલાલ મહેતાના ધર્મપત્ની ગં.સ્વ.અનસૂયાબેન (ઉં. વ. ૭૪) તે ૬/૬/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. અરવિંદભાઈ, રાજેશભાઈ, કલ્પેશભાઈ, ઇલાબેન સાંગાણી તથા સ્મિતાબેન નાગડાના માતુશ્રી. પિયરપક્ષે જસદણવાળા સ્વ.ધીરજબેન તથા સ્વ. કપૂરચંદ જીવરાજ ધાબળિયાના દીકરી. હર્ષા કેતનકુમાર વખારિયાના મામી. કપિલા, મીનલ, અમિષા, જયેશકુમાર સાંગાણી તથા ગીરીશકુમાર નાગડાના સાસુ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

વેજલપુર એકડા ખડાયતા
મૂળ ગામ જરોદવાળા હાલ દહિસર સ્વ.કાંતિલાલ મણિલાલ શાહના ધર્મપત્ની ગં. સ્વ.ચંદ્રકાંતાબેન શાહ (ઉં. વ. ૯૦) તે ૩૧/૫/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે રાજેશ, ભાવના, ચેતનાના માતુશ્રી. મીના, નિગમકુમાર પરીખ, દિપકકુમાર શાહના સાસુ. શ્રુતિ રૂપક શાહના દાદીસાસુ. પિયરપક્ષે કંડાચવાળા સ્વ.અશ્ર્વિનકુમાર વાડીલાલ શાહ, શાંતાબેન હસમુખલાલ શાહ તથા સૂર્યાબેન ગોવિંદલાલ શાહના બહેન. પ્રાર્થનાસભા ૯/૬/૨૪ના ૪ થી ૬. મંડપેશ્ર્વર સિવિક ફેડ્રેશન, (એમ. સી એફ ક્લબ),પહેલે માળે, પ્રેમનગર, બોરીવલી વેસ્ટ.

ઘોઘારી દશા દિશાવાળ વણિક
ઘોઘા ભાવનગરવાળા હાલ બોરીવલી કંચનલાલ નારણદાસ શાહ (ઉં. વ. ૯૪) તે ૫/૬/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે નિરંજનાબેનના પતિ. હિના, ભાવના, દિપક તથા મનીષાના પિતા. મધુભાઈ બાવીશી, જીતુભાઇ પારેખ, સીમા તથા નિલેશભાઈ શાહના સસરા. પ્રીતના દાદા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

લુહાર સુથાર
ગામ મહુવા નિવાસી હાલ બોરીવલી ગં.સ્વ.લાભુબેન પરમાર (ઉં. વ. ૮૪) તે સ્વ કાંતિભાઈ વાલજીભાઇ પરમારના ધર્મપત્ની. ડેડકડીવાળા સ્વ. છગનભાઇ ખોડાભાઈ ચિત્રોડાના પુત્રી. ભારતીબેન સુરેશભાઈ રાઠોડના માતુશ્રી. મોહિકાબેન મેઘભાઈના નાની. જેન્તીભાઇ, અરવિંદભાઈ, ધીરુભાઈ, બટુકભાઈ, રમેશભાઈના કાકી. તે તા. ૬/૬/૨૪ના અક્ષરનિવાસી થયેલ છે. પ્રાર્થનાસભા ૮/૬/૨૪ના ૫ થી ૭. મુક્તિધામ સ્મશાન હોલ, સહારા રોડ, પારસીવાળા, અંધેરી ઈસ્ટ.

ગુર્જર સુતાર
કૃષ્ણકાંત ભાઈ રામજીભાઇ કરગથરા (ઉં. વ. ૭૧) મુળ ગામ બાટવાં- જુનાગઢ, હાલ કાંદીવલી તા. ૬/૬/૨૪ને ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. તે ભાવનાબેનના પતિ. વેણીબેન રામજી ભાઈના મોટાપુત્ર. અલકા, મયુરી, બિનલ અને દિવ્યેશના પિતાજી. હરિભાઈ અને સ્વ.વલ્લભભાઈના મોટાભાઈ. સ્વ.જમનાબેન મનસુખલાલ પંચાસરાના ભાઈ. કમળાબેન નાનજીભાઈ બકરાણીયાના જમાઈ. પ્રાર્થનાસભા શનિવાર ૮/૬/૨૪ના ૫થી ૭. ઠે. શ્રી ગુર્જર સુતાર વિશ્ર્વકર્મા બાગ, બીજે માળે, ૩૬-૩૭ બજાજ રોડ,વિલેપાર્લે પશ્ર્ચિમ.

સુરત વીસા ઓસવાલ મૂ. પૂ. જ્ઞાતિ
સુરત નિવાસી, હાલ મુંબઈ, સ્વ.ભગુભાઈ હિરાભાઈ મલજીના સુપુત્ર, સ્વ.શશીકાંતભાઈ (ઉં. વ. ૮૪), તા. ૬-૬-૪ના અરિહંતશરણ પામેલ છે. તે કૌશિકાબેનના પતિ. અનુજભાઈના પિતા. પ્રાર્થનાસભા શનિવાર તા. ૮-૬-૨૪ ૪ થી૬. સ્થળ: વનિતા વિશ્રામ હોલ, પ્રાર્થનાસમાજ, સર. એચ. એન. હોસ્પિટલની બાજુમાં, મુંબઈ – ૪.

કચ્છી લોહાણા
સ્વ. વેલબાઈ કરસનદાસ રણછોડદાસ સોમૈયા (ભગત)ના વચેટ પુત્ર. સ્વ. હંસરાજભાઈ, (ઉં. વ. ૮૫) તે સ્વ.મંજુલાબેનના પતિ તા. ૬-૬-૨૦૨૪ ગુરૂવારે શ્રીરામશરણ પામેલ છે. સ્વ. કાશીબેન કરસનદાસ મનજી અનમ (આટાવાળા)ના નાના જમાઈ. રોહિત, અભયના પિતાશ્રી. સ્મિતા, ભાવનાના સસરા, સ્વ. શામજીભાઈ, સ્વ. લક્ષ્મીકાંતભાઈના ભાઈ, પ્રાર્થનાસભા રાખેલ નથી, લોકિક વ્યવહાર બંધ છે.

ઇડર ઔદિચ્ય ૪૫ બ્રાહ્મણ
સ્વ. મુરલીધર જેઠાલાલ ઠાકર (ઉં. વ. ૮૯) ગામ બ્રહ્મપુરી હાલ મુલુન્ડ તા. ૬/૦૬/૨૪ના દેવલોક પામ્યા છે. ઇન્દુમતિબેનના પતિ. રશ્મિ નૈલેશ ભટ્ટ, મનીષ, હિમાંશુ, સંદીપના પિતાશ્રી. માલવી, લીના, ચિત્રાના સસરા. નિહાર, દક્ષ, ઈશાન, પ્રીતના દાદા. કિશોર જેઠાલાલ ઠાકર, જયાબેન ગુણવંત વ્યાસ, જ્યોશના હરેશ મહેતાના ભાઈ. બડોલી નિવાસી સ્વ.મહાશંકર જાનીના જમાઈ, પ્રાર્થનાસભા અને લૌકિક પ્રથા બંધ છે.

નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ
રાજુલા નિવાસી હાલ દહિસર સ્વ.શિવકુવરબેન કરુણાશંકર ઉપાધ્યાય (ઉં. વ. ૮૧) તા. ૫/૦/૨૦૨૪ને બુધવાર કૈલાશવાસી થયેલ છે. સ્વ. અતુલ, સ્વ.યોગેશ તથા યતીન, પુત્રી સ્વ. કિરણ, જ્યોતિબેન જગદીશ ઓઝાનાં માતા. ગામ સિમ્બર મણીબેન શાંતિલાલ રાજગોરનાં પુત્રી પ્રાર્થનાસભા તા.૮/૬/૨૪ને શનિવાર ૪ થી ૬. શ્રી કચ્છી કડવા પાટીદાર વાડી, રતનનગર, દહિસર (ઈસ્ટ), ઉત્તરક્રિયા તીર્થ સ્થાને રાખેલ છે.

વિશા મેવાડા વૈષ્ણવ વણિક
મૂળ ગામ લુણાવાડા, હાલ બોરીવલી, સ્વ. નલિની બેન તથા સ્વ. રામાનંદ ગોરધનદાસ શાહના પુત્ર દિપક શાહ (ઉં. વ. ૬૮) તે બીનાબેનના પતિ. વિરાજ તથા શિખા રાહુલ ગોકાણીના પિતા. સ્વ. કુસુમબેન તથા સ્વ. લક્ષ્મીકાંત પ્રેમચંદ વૈદ્યના જમાઈ. ગં. સ્વ. હર્ષદા પ્રફુલ્લ શાહના ભાઈ તા. ૬.૬.૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તથા સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કચ્છી રાજગોર
મુળ ગુંદિયાળી હાલે મુલુંડ મુંબઈ ગં.સ્વ.જયાબેન મનહરલાલના નાના સુપુત્ર સંજય (ઉં. વ. ૪૯). તા.૫-૬-૨૪ બુધવારના દેવલોક ગમન થયેલ છે. તે સ્વ. નાનબાઈ લાલજી ગોરના દોહિત્રા. તે સ્વ.ધનજી અખઈના પૌત્ર. તે પ્રતિમાબેન ઉમેશના દીયર. હર્ષના કાકા. તે ગં. સ્વ.ગોદાવરીબેન નાનાલાલભાઈ, હેમલતાબેન મંગળદાસભાઈ, ગં.સ્વ.ભારતીબેન મહેન્દ્રભાઈ, ગં.સ્વ.સરલાબેન શશીકાંતભાઈ, ગં.સ્વ.માલતીબેન જીતેન્દ્રભાઈ, ગં.સ્વ. જયલક્ષ્મીબેન (જીજીબેન) રમેશચંદ્ર ઉગાણીના ભત્રીજા. તેની પ્રાર્થનાસભા તા. ૮-૬-૨૪ના ૫ થી ૭ના સમયે શ્રી કચ્છી રાજગોર મિત્ર મંડળ, ૬/લવ કુશ, બીજા માળે, એમ.જી.રોડ, પાંચ રાસ્તા, કીર્તિ મહેલ હોટેલની ઉપર, મુલુંડ (પશ્ર્ચિમ) ખાતે રાખેલ છે. લૌકિક વ્યાવહાર બંધ છે.

દશા ગુર્જર વૈષ્ણવ વણિક
મુંબઈ નિવાસી, હાલ મુલુંડ શૈલેષભાઈ વાડીલાલ લાદીવાલા, (ઉં. વ. ૭૩) ૫.૬.૨૪ના શ્રીજીશરણ પામ્યા છે. તે દક્ષાબેનના પતિ. રિતેશ, ભાવેશના પિતા. અલ્પા, વૈશાલીના સસરા. વ્યોમ, આરીયાના દાદા. સ્વ. શોભનાબેન, સ્વ.કિશોરીબેન, પૂર્ણિમાબેન, ભરતભાઈના ભાઈ. પ્રાર્થનાસભા ૯.૬.૨૪, ૫થી ૭. ગોપુરમ બેન્ક્વેટ હોલ, પુરષોત્તમ ખેરાજ એસ્ટેટ, ડૉ. આર. પી. રોડ, જ્ઞાન સરિતા સ્કૂલ પાસે, મુલુંડ પશ્ર્ચિમ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?