હિન્દુ મરણ
ઈડર ઔદિચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ
ગામ બડોલી હાલ બોરીવલી નિવાસી સૂર્યકાંત ત્રિભોવનદાસ ઠાકર (ઉં.વ. ૭૬) તે સ્વ. પુરષોત્તમ દામોદર જપીના જમાઈ. કુમુદબેન ઠાકરના પતિ. સ્વ. વિષ્ણુપ્રસાદ ઠાકર તથા સુભાષ ઠાકરના ભાઈ. તા. ૪-૬-૨૪ મંગળવારના દેવલોક પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
પોરબંદર નિવાસી હાલ મુંબઈ વિનોદભાઈ જેસીંગભાઇ ઠક્કર (ચોલેરા) (ઉં.વ. ૭૫) તે ૪/૬/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. સ્વ. જયાબેન જેસીંગભાઇ ચોલેરાના પુત્ર. સ્વ. વિભાબેનના પતિ. ભારતી (અમિષા) અમિત જસાણી તથા રિતેશના પિતા. સ્વ. જ્યોત્સ્નાબેન નાણાંવટી, સ્વ. નયનાબેન પંચમતીયા, સુરેશભાઈ, સ્વ. મુકેશભાઈ, ભરતભાઈના ભાઈ. સ્વ. લીલાબેન રામદાસભાઈ અઢિયા દહાણુવાળાના જમાઈ. પ્રાર્થનાસભા ૬/૬/૨૪ના ૫ થી ૬, મોદીપાર્ક, વીના ક્લાસિક, ઈરાનીવાડી ૩, કાંદિવલી વેસ્ટ.
લુહાર સુથાર
ગામ નાગેશ્રીવાળા હાલ બોરીવલી અ.સૌ. જયાબેન તથા બાબુભાઇ રામજીભાઈ કવાના પુત્ર પ્રદીપભાઈ કવા (ઉં.વ. ૫૨) તે ૪/૬/૨૪ના રામશરણ પામેલ છે. જયશ્રીબેનના પતિ. દિનેશભાઇ તથા નીતાબેન રાજેશભાઈ મકવાણાના ભાઈ. ટીમ્બીવાળા શાંતાબેન ધનસુખભાઇ મકવાણાના જમાઈ. ગં.સ્વ. મંજુલાબેન ભુપતભાઇના ભત્રીજા. પ્રાર્થનાસભા ૬/૬/૨૪ના ૫ થી ૭. લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, અંબામાતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.
હાલાઇ લોહાણા
દેવળીયા નિવાસી હાલ અંધેરી રસિકલાલ વાલજી સિમરીયા (ઠક્કર) (ઉં.વ. ૮૬) તે ૨/૬/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે વિમલબેનના પતિ. વિજયભાઈ, મનીષભાઈ, દર્શનાબેનના પિતા. કાંતિભાઈ, સ્વ. નીતિનભાઈ, અનિલભાઈ, સ્વ. નિર્મળાબેન ઠકરાર, કલ્પનાબેન દત્તાણી, ગં.સ્વ. રંજનબેન કાપડિયાના મોટાભાઈ. જાલનાવાળા રસિકલાલ રતિલાલ પાંધીના બનેવી. અનીશ, કરિશ્માના નાના. ઉન્નતિ, ખુશી, માનવ, યશના દાદા. બંને પક્ષની પ્રાર્થનાસભા ૬/૬/૨૪ના ૫ થી ૬.૩૦. કાંદિવલી લોહાણા મહાજનાવાડી, એસ. વિ. રોડ, શંકર મંદિર પાસે, કાંદિવલી વેસ્ટ.
લુહાર સુથાર
મૂળગામ વંડાપિયાવા હાલ કાંદિવલી ગોકુલદાસ બેચરદાસ મકવાણા (ઉં.વ. ૭૨) ૩/૬/૨૪ના રામશરણ પામેલ છે. તે આશાબેનના પતિ. મિલીન તથા ધારાના પિતા. જયના તથા પ્રતીકકુમાર ઝાટકીયાના સસરા. સ્વ. ધીરુભાઈ, સ્વ. રજનીકાંતભાઈ, સ્વ. જયાબેન ડોડીયા, સ્વ. ચંદ્રિકાબેન પીઠવા, સ્વ. મીનાબેન પટેલ, લતાબેન પરમાર, રીટાબેન સિધ્ધપુરાના ભાઈ. સાસરાપક્ષે ખાખબાઇવાળા સ્વ. મંજુલાબેન તથા સ્વ. કાંતિભાઈ ત્રિકમભાઇ પરમારના જમાઈ. પ્રાર્થનાસભા ૭/૬/૨૪ના ૫ થી ૭. લુહાર સુથાર વાડી, કાર્ટર રોડ ૩, અંબા માતા મન્દિર પાસે, બોરીવલી ઈસ્ટ.
હાલાઇ લોહાણા
મૂળ ધોરાજી હાલ કાંદિવલી સ્વ. શાંતાબેન મગનલાલ દત્તાણીના પુત્ર નરેન્દ્રભાઈ દત્તાણી (ઉં.વ. ૬૯) તે નયનાબેનના પતિ. અમિત, હેતલ તથા અવનીના પિતા. જશુબેન વીરેન્દ્ર કારિયા, નીરુબેન મનસુખલાલ રાડિયા, સ્વ. ભરતભાઈ, પ્રકાશભાઈના ભાઈ. સાસરાપક્ષે રાજકોટવાળા સ્વ. મંગળાબેન હરિલાલ વલ્લભજી રાજાના જમાઈ. ૪/૬/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. બંનેપક્ષની પ્રાર્થનાસભા ૬/૬/૨૪ના ૯ થી ૧૧. શ્રી હાલાઇ લોહાણા મહાજનવાડી, બીજે માળે, એસ. વિ રોડ, શંકર મંદિર પાસે, કાંદિવલી વેસ્ટ. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
હાલાઈ લોહાણા
મૂળ ગામ ઓખા કલ્યાણપુર હાલ થાણા નિવાસી ગં.સ્વ. ચંપાબેન ગોકાણી (ઉં.વ. ૯૭) તે સ્વ. જયંતીલાલ ગોકાણીના ધર્મપત્ની. સ્વ. રાધાબેન જીવરાજ દેવજી ગોકાણીના પુત્રવધૂ. પ્રવીણભાઈ, જીતેન્દ્રભાઈ, નલીનીબેન, દેવયાની બેનના માતૃશ્રી. શોભાબેન, સ્વ. મીનાબેનના સાસુ. ધીરેન, પ્રિયા અને દર્શનના દાદી. સ્વ. સંતોકબેન, સ્વ. હેમરાજ જાદવજી માણેકના પુત્રી. સોમવાર, તા. ૩-૬-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થના સભા ગુરૂવાર, તા. ૬:૬-૨૪ના ૪:૩૦ થી ૬. શ્રી થાણા હલાઈ લોહાણા મહાજન વાડી રઘુવંશી હોલ ખારકરાળી થાણા (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
શિહોર નિવાસી ગુણવંતરાય મનસુખલાલ દવે (ઉં.વ. ૮૯) તે સ્વ. હંસાબેનના પતિ. શરદભાઈ, સાધનાબેન ભવનેશ, રાજેશભાઈના પિતા. મનીષા, જીતેશકુમાર, મીનાબેન, હર્ષાબેનના સસરા. ગં.સ્વ. મંજુલાબેન ગીરધરલાલ જાનીના નાનાભાઈ. સ્વ. હરીલાલ જયાનંદ મહેતાના જમાઈ. હિમાની, ઉન્નતિ, જયમીન, તપસ, રિદ્ધિ, અંજલિના દાદા. તે ૩/૬/૨૪ના કૈલાશવાસી થયેલ છે. બેસણું ૬/૬/૨૪ના ૪.૩૦ થી ૬.૩૦. શ્રીયશ હોસ્પિટલ, પહેલે માળે, ક્રિકેટ ગ્રાઉન્ડ અમદાવાદ રોડ, શિહોર રાખેલ છે.
કચ્છી લોહાણા વૈષ્ણવ
શ્રીમતી નિલિમાબેન હરીયાણી, તે હરીશ શંભુલાલ હરીયાણીના ધર્મપત્ની. ચિ. દેવાંગ-હરીશ હરીયાણી, શ્રીમતી અદિતી સમીર ગનાત્રા, શ્રીમતી મેઘાવી વિક્રમ વોરાના માતુશ્રી. શ્રીમતી રીચા હરીયાણીના સાસુજી, તા. ૪-૬-૨૪ મંગળવારના શ્રી રામચરણ પામ્યા છે, પ્રાર્થનાસભા તા. ૬-૬-૨૪ના ભારતીય વિદ્યા ભવન, ચૌપાટી ખાતે ૫ થી ૭.
કચ્છી લોહાણા
સ્વ. મૈયાબેન મનજી રણછોડદાસ આઈયાના પુત્ર વિનોદભાઈ (સુભાષભાઈ) (ઉં. વ. ૭૬) ગામ મોટી વિરાણી, તાલુકા નખત્રાણા, કચ્છ હાલે મુલુંડ તે જયશ્રીબેનના પતિ. તે સ્વ. લક્ષ્મીબેન કુંવરજીભાઈ અનમ ખોભડીવાળાના જમાઈ. તે શીલ્પાબેન હીતેશભાઈ સૌમૈયા, સેજલબેન નિમેષભાઈ મજેઠીયા, એકતા, અમીષા અને હેમલનાં પિતાશ્રી. તે ગં. સ્વ. જવેરબેન જમનાદાસ સચદે, સ્વ. મોતીલાલ, ગં. સ્વ. પ્રભાબેન ધનજીભાઈ ચંદે, નવીનભાઈ, સ્વ. સરલાબેન તરૂણભાઈ જોબનપુત્રાના ભાઈ. તે અતીરીયા, શિવમ્ અને ધીરના નાના તે ૪-૬-૨૪, મંગળવારના રામશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ૬-૬-૨૪, ગુરુવારના ૫-૩૦ થી ૭. સ્થળ: કાલીદાસ મેરેજ હોલ, પી. કે. રોડ, મુલુંડ (પ.). લૌકિક વહેવાર બંધ છે.
ઘોઘારી લોહાણા
હાલ મલાડ સ્વ. લલીતાબેન જગજીવનદાસ ઠક્કર (ગઢીયા)ના પુત્ર ચંદ્રકાંતભાઈ (ચીમનભાઈ) (ઉં. વ. ૬૫) તે કાશ્મીરાબેનના પતિ. સાગરભાઈ તથા અમિતાબેનના પિતાશ્રી. સ્વ. દિલીપભાઈ, કિશોરભાઈ, કીર્તિબેન, સ્વ. કૈલાશબેનના મોટાભાઈ. સ્વ. લક્ષ્મીદાસ ગોરધનદાસ રાયવડેરાના જમાઈ. શીતલ, તન્મય, કૃણાલ, અક્ષય, પારસના કાકામંગળવાર, ૪-૬-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. (પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)
દશા સોરઠિયા વણિક
બાબરા નિવાસી હાલ વિલેપાર્લા સ્વ. ચંદ્રિકાબેન બાબુલાલ સુંદરજી મલકાણના પુત્ર મુકેશ (ઉં. વ. ૬૬) ૩-૬-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. ડોલીના પતિ. સ્વ. હરેશભાઈ, રાજેશભાઈ, સ્વ. હંસાબેન સુરેશભાઈ ઝવેરી, સ્વ. મિનાક્ષીબેન મહેન્દ્રભાઈ શાહના ભાઈ. બીજલ રાહુલ સાંગાણી કાજલ, આયુષના પિતા ને જીનલના કાકા. સ્વ. રતિલાલ મકનજી માંડવિયાના જમાઈ. લૌકિક પ્રથા અને વ્યવહાર બંધ રાખેલ છે.
વૈજાપુર ભાટિયા
વિજય (ઉં. વ. ૭૩) તે સ્વ. ઈન્દુમતી ભગવાનદાસ મનોરદાસ પાલેજાના પુત્ર. તે વર્ષા (રેખા)ના પતિ. કિન્નરી મિત્તેશ સંપટ તથા તરલ (રિંકુ)ના પિતા. તે અનિલ, સ્વ. લલિત, દમયંતી(હેમા) ધીરુભાઈ કાપડિયા, દેવેન, અતુલ તથા સ્વ. પરેશના ભાઈ. તે સ્વ. વાસંતી દામોદર જેઠાભાઈ સંપટ (ગુંદિયલિવાલા)ના જમાઈ ૪-૬-૨૪ને મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૬-૬-૨૪ને ગુરુવારના ૫ થી ૬.૩૦ લુહાર સુથાર વાડી, કાર્ટર રોડ નં. ૩ બોરીવલી (ઈસ્ટ). પ્રાર્થનાસભા પછી લૌકિક વ્યવહાર બંધ છે.
ખંભાતી દશા પોરવાડ
નયનભાઈ મોદી (ઉં. વ. ૬૯) મંગળવાર ૪-૬-૨૪નાં અવસાન પામેલ છે. સ્વ. હીરાબેન અને સ્વ. જયંતિલાલ મોદીનાં પુત્ર. સ્ટેલા મોદીનાં પતિ. મનનનાં પિતા. સોનમનાં સસરા. નિર્વાણનાં દાદા. ગં. સ્વ. લતાબેન પરીખ અને સ્વ. જસવંતલાલ પરીખનાં જમાઈ. ફાલ્ગુની સંજયભાઈ દેસાઈનાં ભાઈ. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ છે.
મચ્છુકઠીયા સઈ સુથાર જ્ઞાતિ
મૂળ ગામ મોરબી હાલ અંધેરી, શોભનાબેન ચૌહાણ (ઉં. વ. ૭૨) તે સ્વ. ત્રિભુવનદાસભાઈ ચૌહાણ તથા સ્વ. વીણાબેનના પુત્રવધુ. તે નિતીનભાઈ (બાલુભાઈ) ચૌહાણના પત્ની. તે મીનાક્ષીબેન ગોપાલભાઈ, રજનીબેન શશીકાંતભાઈ, ચેતનભાઈ ત્રિભુવનદાસના ભાભી. તે બીરેન, સચિનના માતુશ્રી. તે દીપિકા, ચેતનાના સાસુ. તે ખીમજીભાઈ નરસિભાઈ ગોહિલ (અમદાવાદ)ના દીકરી. ૨-૬-૨૪ રવિવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૬-૬-૨૪ ગુરુવારના ૪ થી ૬. લૌકિક પ્રથા બંધ છે. ઠે: ગોએનકા હોલ, ૮૭ જે.બી. નગર, પિરામલ ગાર્ડનની બાજુમાં, અંધેરી (ઈસ્ટ).