મરણ નોંધ

હિન્દુ મરણ

ગામ દમણ અને હાલ બોરીવલી ચીકુવાડી દિનેશ મગનલાલ મિસ્ત્રી ૩૧મી મે ૨૦૨૪ના પ્રભુચરણે ગયા છે. તે રશ્મિબેનના પતિ. ચિરંજીવ ચિરાગ અને જીગરના પિતા. શીતલ અને ચૈતાલીના સસરા. ચિરંજીવ ક્રિષ્ના, યોહાન આર્યન અને શારવીનના દાદા. નવીન, ભુપેન્દ્ર, પદ્મા, ઇન્દિરા, ઉર્મિલાના ભાઈ. સાદડી તા. ૭ જૂન રોજે ૦૪ થી ૦૭. લૌકિક વ્યવહાર બંધ છે. યુટોપિયા ગાર્ડન ગ્રોવ ફેઝ ૨ બેન્ક્વેટ હોલ, ચીકુવાડી બોરીવલી, મુંબઈ ૪૦૦૦૯૨.

હાલાઈ લોહાણા
સ્વ. સરસ્વતીબેન અને સ્વ. રામજીભાઈ આડઠક્કરના પુત્ર સ્વ. રણછોડદાસ આડઠક્કર (ઉં. વ. ૮૫) રાજકોટવાળા હાલ વસઈ ૩-૬-૨૪ ને સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. જ્યોતીબેનના પતિ. તે ગોરધનદાસ, કરશનદાસ, રમણીકભાઈ, રમાબેન, પ્રભાબેનના ભાઈ. સરસ્વતીબેન અને જમનાદાસ સોઢાના જમાઈની પ્રાર્થનાસભા/ બેસણું ૬-૬-૨૪ ને ગુરુવારના રાખેલ છે. સ્થળ: એ-૧૦૪, હર્ષીતા એપાર્ટમેન્ટ, ક્રીષ્ના ટાઉનશીપ, વસઈ વેસ્ટ.

કપોળ વૈષ્ણવ
ઉમેજવાળા હાલ મુંબઈ સ્વ. અંબાબેન ભાઈચંદ મહેતાના પુત્ર શરદકુમાર (ઉં. વ. ૭૫) દેવયાનીબેનના પતિ. ચિરાગ અને કામિયાના પિતા. સ્વ. ઈશ્ર્વરભાઈ, સ્વ. રમેશભાઈ, સ્વ. અશ્ર્વિનભાઈ, સ્વ. અરૂણાબેન અરવિંદભાઈ મહેતાના ભાઈ. સ્વ. મંગળદાસ હરિલાલ સંઘવીના જમાઈ શ્રીજીચરણ પામ્યા છે. સર્વ લૌકિક પ્રથા બંધ છે.

ગામડીયા દરજી
સ્વ. વિજયાબેન વિઠ્ઠલદાસના પુત્ર મનસુખલાલ વિઠ્ઠલદાસ વાપીવાલા (વાપી નિવાસી) ૨૬-૫-૨૪ના અવસાન પામેલ છે. પુષ્પાબેનના પતિ. પ્રશાંત, કવિતાના પિતા. સુનિલકુમાર, નીમીષાના સસરા. ક્રિશા, નિષ્ઠાના નાના. રાધિકા, વિહાનના દાદા. હરકિશનભાઈ, પ્રેમિલાબેન અને ભાનુબેનના ભાઈ. દેવીકાબેનના દિયર, ઉમિયાબેન નાનુભાઈના જમાઈ. પ્રાર્થનાસભા હોલ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન, શ્રાવક સંઘ પારેખ લેન કોર્નર, એસ. વી. રોડ, કાંદિવલી (વે). તા. ૬-૬-૨૪ સમય: ૩ થી ૫.

સંબંધિત લેખો

કપોળ
ચલાલાવાળા સ્વ. અનંતરાય હીરાલાલ સંઘવીના ધર્મપત્ની ગં.સ્વ. શર્મિષ્ટાબેન (ઉં.વ. ૭૩) તે ધંધુકા મુકામે તા. ૩/૬/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે વૈભવ, શિરીષ, યોગેશના માતુશ્રી. શિલ્પા, જલ્પા તથા જીજ્ઞાના સાસુ. સ્વ. ચીમનલાલ, સ્વ. લલિતભાઈ, કિશોરભાઈ, ગં.સ્વ. કાંતાબેન, મંગળાબેન, જશુમતીબેન, સરલાબેન તથા રંજનબેનના ભાભી. હસ્તી, દીપ, દિયા, વિશ્ર્વાના દાદી. લૌકિક પ્રથા બંધ છે.

બાજ ખેડાવાળ બ્રાહ્મણ
કાંદિવલી નિવાસી ડો. નરેન્દ્રભાઈ અંબાલાલ ભટ્ટ (બચુભાઈ) (ઉં.વ. ૯૩) તે ૩/૬/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે અનસૂયાબેનના પતિ. અચ્યુત, આસુતોસ, અપૂર્વના પિતા. અમી તથા રત્નાના સસરા. રુહી તથા વિહાનના દાદા. દિલીપભાઈ, સ્વ. જયાબેન ઠાકર તથા ભારતીબેન ઠાકરના ભાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

મોઢ વણિક
ગામ લીમડી હાલ ઘાટકોપર ગં.સ્વ. જસુમતિબેન પ્રિતમલાલ પરીખ (ઉં.વ. ૯૩), ૧/૬/૨૪ શનિવારના શ્રીજીચરણ પામ્યા છે. તે હર્ષવદનભાઈ, શ્રીકાંતભાઈ, રાજેશભાઇના માતુશ્રી. દિપ્તીબેન, કીર્તિબેન, તૃપ્તિબેનના સાસુ. ધ્રુતી, નિરમી, ભાવિન, યશના દાદીબા. સ્વ. હીરાલક્ષ્મી નવલલાલ પોરેચાના દીકરી. લૌકિક વ્યવ્હાર બંધ છે.

હાલાઈ લોહાણા
બાકોડીવાળા હાલ વિરાર સ્વ. ચુનિલાલ હંસરાજ મોદી તે સ્વ. ચંપાબેનના પતિ. પરેશભાઈ, હંસાબેન- નિર્મલાબેન- શીલાબેન- દેવક્ધયાબેન- ઉષાબેન, સ્વ. તૃપ્તીબેનના પિતા. શ્રી સ્વ. મેઘજીભાઈ ભાયાણી ભોગાતવાળાના જમાઈ. પરસોત્તમભાઈ, ધરમશીભાઈ, સ્વ. જેઠાલાલ, સ્વ. રડીયાતબેન, ગં. સ્વ. વિજયાબેન, ગં. સ્વ. ઈન્દુબેનના ભાઈ. નીલ, જીલના દાદા ૧-૬-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૬-૬-૨૪, ગુરુવારના સમય ૫ થી ૭. સ્થળ: ૪૦૧ અક્ષર એપાર્ટમેન્ટ, રામ મંદિર પાછળ, એમ. બી. ઈસ્ટેટ રોડ, વિરાર (વે.).

કચ્છી લોહાણા
ગં. સ્વ. લીલાવંતીબહેન, કાનજી માવજીભાઈ પલણ (ઠોડા) ગામ કચ્છ અંજાર, હાલે મુલુન્ડના નાના પુજ્ઞ પ્રકાશ (ઉં. વ. ૫૮) ૩-૬-૨૪ને સોમવારે શ્રીરામશરણ પામેલ છે. તે આર્યનના પિતા. પ્રજ્ઞાના પતિ. ભરત, શોભના ભાવેશ ઠક્કર, ભાવના રામનિવાસ પરાશરના ભાઈ. રશ્મિબેનના દિયર. તે શશીકાંતભાઈ, અશ્ર્વિનભાઈ, દિના ડુંગરશી મંગલજી ઠક્કર (રૂપારેલ) બાકુંડા (વેસ્ટ બંગાળ) અને નિર્મળાબેન મનસુખલાલ મજેઠિયાના બનેવીની પ્રાર્થનાસભા ૫-૬-૨૪, બુધવારે ૫.૩૦ થી ૭. સ્થળ: ગોપુરમ હોલ, પુરુષોત્તમ ખેરાજ એસ્ટેટ, રાજેન્દ્ર પ્રસાદ રોડ, જ્ઞાન સરિતા સ્કૂલની બાજુમાં, મુલુંડ (વે). લૌકિક વ્યવહાર બંધ છે.

ખંભાત દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
ગં. સ્વ. ઈન્દુબેન શાહ (ઉં. વ. ૮૬) તે સ્વ. રતીલાલ માણેકલાલ શાહના પત્ની. તે સ્વ. જગમોહનદાસ પરસોત્તમદાસ શાહ, સ્વ. શાંતિલાલ પરસોત્તમદાસ શાહ, સ્વ. રમણલાલ પરસોત્તમદાસ શાહ, સ્વ. કપિલાબેન રતીલાલ શાહ, સ્વ. અરવિંદાબેન પ્રભુલાલ ગાંધીના બહેન. તે ગૌરાંગ રમણલાલ શાહના ફોઈ. જતીન પ્રભુલાલ ગાંધીના માસી ૧૩-૫-૨૪, સોમવારના ખંભાત મુકામે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વહેવાર બંધ રાખેલ છે. રહે. ફલેટ નં. બી/૧૦૫, ગોપાલભુવન, આઝાદ રોડ, અંધેરી (પૂર્વ).

ગણદેવી વિશા લાડ વણિક
સ્વ. જ્યોતીબેન નલીનભાઈ કાપડિયાના પુત્ર દેવેનભાઈ (ઉં. વ. ૫૩) તે નિમિષાબેનના પતિ. યશના પિતા. અનુજા- ઈલેશ, અવની- કેતન, મલ્લિકા-કુણાલ, સ્વ. નીનાબેન, પુનિતા, સરિતા, બેલાના ભાઈ. તે પૂર્ણિમાબેન રજનીકાંતભાઈ દેસાઈના જમાઈ ૩-૬-૨૪ના રોજ અક્ષરધામ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button