હિન્દુ મરણ
મીતા દીલીપભાઇ ઠક્કર (ઉં. વ. ૪૦), તે નીલાબેન તથા દિલીપભાઇ ઠક્કરની સુપુત્રી અને અ. સૌ. પ્રીતીબેન જયકુમાર ઠક્કર તથા ચિ. વિરેનભાઇના બેન શુક્રવાર તા. ૬-૧૦-૨૩ના મુંબઇ મુકામે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કોળી પટેલ
ગામ ખરસાડ ઓરી ફળિયા હાલ મુંબઇ (ફોર્ટ) રાજુભાઇ નારણદાસ પટેલ (ઉં.વ. ૬૧) ઇલાબેનના પતિ. અનિષા, અર્પિતાના પિતા. સ્વ. લક્ષ્મીબેન તથા સ્વ. ભગુભાઇ, હરિલાલ, રમેશના ભાઇ. ડયુરેશ તથા આશિષના સસરા. મોર્ય, પ્રથમ, મેધાન્શના નાના. ગુરુવાર, તા. ૨૮-૯-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તેમની પુચ્છપાણી સોમવાર, તા. ૯-૧૦-૨૩ના રોજ ૩થી ૪. તેમના નિવાસસ્થાને રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. ૨૫-એ, મારૂતિ લેન, બીજે માળે, ફોર્ટ, મુંબઇ -૪૦૦૦૦૧.
કચ્છી ભાટીયા
મધુરી સુંદરદાસ ઝવેરી (ઉં. વ. ૯૨) ગુણવંતી ઇબજી ઝવેરીના પુત્રવધૂ. સાકરબાઇ માવજી બજરીયાના પુત્રી. પંકજ અને જયશ્રી, નૂતન (મીતા) અને મધુરસિંહ, સપના અને ભારતેંદુના માતુશ્રી. સ્વ. પ્રાગજીભાઇ, મનુભા, જનકસિંહ, જયાબેન, ભાનુબેન અને નયનાબેનના બેન. કેતકી, સિદ્ધાર્થ, દિપીકા સમીર, વૈશાલી, પ્રીતી નિશાંત, તેજસ્વીની ધવલના દાદી-નાની. સોમવાર, તા. ૨-૧૦-૨૩ના મસ્કત ખાતે શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી દશાશ્રીમાળી વણિક
દિહોર, હાલ કાંદિવલી ગીતાબેન તેઓ મહેન્દ્રભાઈ નંદલાલ સરવૈયાના ધર્મપત્ની (ઉં.વ. ૬૮) તેઓ ૫/૧૦/૨૩ ગુરુવારના અક્ષરનિવાસી થયેલ છે. તે રિતેશ, અલ્પા શાહ, પૂજા ગોરડીઆના માતુશ્રી. અ. સૌ. કોમલ, રાકેશકુમાર, પ્રિયાંકકુમારના સાસુજી. ધ્રુવી, હર્ષના દાદી. યશ, હર્ષલ, પાર્થ, પર્લના નાનીજી તેમજ પિયર પક્ષે સ્વ. ઇન્દુમતી ગંગાદાસ શેઠના દીકરી. બંને પક્ષની પ્રાર્થનાસભા: તા. ૭/૧૦/૨૩: ૫ થી ૭. લોહાણા બાલઆશ્રમ બેંકવેટ હોલ, મથુરાદાસ એક્સટેન્શન રોડ, અતુલ ટાવરની પાસે, કાંદિવલી વેસ્ટ.
દશા સોરઠીયા વાણિયા
બગસરા, હાલ નાસિક સ્વ. ગુણવંતીબેન ધોળકિયા (ઉં. વ. ૮૬) તા. ૨/૧૦/૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. મનસુખલાલ શામજી ધોળકિયાના ધર્મપત્ની. આશિષ, બીજલબેનના માતૃશ્રી. સ્વ. શારદાબેન વલ્લભદાસ ધ્રુવના દીકરી. વિકીકુમાર બાબરીયા, ડોલીબેનના સાસુ. ગં. સ્વ. નિર્મલાબેન મોતીલાલ બાબરીયા, સ્વ. રેખાબેન પ્રકાશભાઈ દેવાનીના વેવાણ, તે સાક્ષી, પરમ, પલક, ધૃતિના દાદી, લૌકિક વ્યવહાર બંધ છે. આશિષ એમ. ધોળકિયા, બી/૫, ભોજાની પાર્ક, સવતા માલી નગર, હીરાવાડી રોડ, પંચવટી નાશિક – ૪૨૨૦૦૩.
નાઘેર દશા મોઢ માંડલીયા વણીક
ઉના, હાલ મલાડ કાંતિલાલ વીરજી દામાણી (ઉં. વ. ૭૭) ૩/૧૦/૨૩ના મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. તે ઇંદુબેનના પતિ. સ્વ. રતિભાઈ, સ્વ. પોપટભાઈ, સ્વ. પ્રવિણભાઇ, સ્વ. અરવિંદભાઈના ભાઈ. સ્વ. શાંતિલાલ કીબાભાઈ પટેલના જમાઈ. તે ચિરાગ , કલ્પેશના પિતા, હેતલ અને મિત્તલના સસરા. તે તીશા, રીવા, શોર્ય, મિકીનના દાદા. લૌકિક વ્યવહાર બંધ છે.
સમસ્ત દરજી સમાજ બાબરીયાવાડ
ગામ શાણાવાકિયા, હાલ નાલાસોપારા અરજણભાઈ જીવાભાઈ પરમારના ધર્મપત્ની જાગૃતિબેન (ઉં. વ. ૬૬) તા ૨૧/૧૦/૨૩ ને સોમવારે રામશરણ પામ્યા છે. તે સ્વ. રામજીભાઈ, સ્વ. દામજીભાઇ, સ્વ. ભીમજીભાઈ તથા શામજીભાઈના નાનાભાઈના પત્ની. રાહુલભાઈ, મીતાબેન, રેખાબેનના માતા. તે સોનલબેન પરમાર, યોગેશભાઈ રાઠોડ, જીતેશભાઇ જેઠવાના સાસુ. તે ગામ ડોળીયા હાલ નાલાસોપારા ધીરુભાઈ પ્રેમજીભાઈ વાઘેલા તેમજ લલીતાબેન , સરલાબેન, વસંતબેનના બેન. લૌકિક વ્યવહાર બંધ છે.
મોડાસા એકડા વિશા ખડાયતા કોવડિયા
ડેમાઈ નિવાસી, હાલ બોરીવલી વિનોદચંદ્ર વિઠ્ઠલદાસ શાહ તા. ૪/૧૦/૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે સુધાબેનના પતિ. અમોલ, એમીના પિતા, સેજલ, વિપુલના સસરા. સાસરાપક્ષે નહાલચંદદાસ નરસીદાસ શાહના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા તા: ૮/૧૦/૨૩ ના ૫ થી ૭, આંગન ક્લાસિક હોલ, કેન્ટ ગાર્ડન એપાર્ટમેન્ટ, ટી.પી.એસ. રોડ, બોરીવલી (વેસ્ટ).
દશા સોરઠિયા વણિક
બરડીયા (હાલ મુંબઈ) મુકેશ જેઠાલાલ ગોરસિયા (ઉં. વ. ૬૩) તા. ૪/૧૦/૨૦૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે હેમાબેનના પતિ. તે જયના પિતા, તે સ્વ. પન્નાબેન અરવિંદભાઈ મલકાણ, લતા નરેન્દ્રભાઈ ધોળકીયા તથા મેઘા પરેશ માલવિયા, અનિલના ભાઈ. સ્વ. છગનલાલ, સ્વ. મથુરભાઈ, સ્વ. મગનલાલ, સ્વ. નરોત્તમભાઈ તથા સ્વ. ધીરજલાલના ભત્રીજા. તે પુષ્પાબેન હરકિશનદાસ સેલારકાના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે .
કપોળ
બરવાળા બાવીસીવાળા, હાલ કાંદિવલી સ્વ. પ્રાણલાલ રાઘવજી પારેખના ધર્મપત્ની ગં સ્વ. કાંતાબેન (ઉં. વ. ૮૫) તા ૪/૧૦/૨૩ને બુધવારના શ્રીજીચરણ પામ્યા છે. તે હર્ષદ, દિલીપ, ભરત, સ્વ. પ્રદિપ, સ્વ. ઇન્દુમતી કાંતિલાલ, સ્વ. પુષ્પાબેન હર્ષદભાઈ, ગીતાબેન દિલીપભાઈ, સ્વાતિબેન પંકજભાઈના માતુશ્રી. સ્વ. લીના, નૈના અને અલકાના સાસુ. પિયરપક્ષે મહુવાવાળા સ્વ. અમૃતલાલ વિઠ્ઠલદાસ , ચિતલવાળા સ્વ. ધનજીભાઈ લક્ષ્મીચંદના દીકરી. તેજસ, બીજલ, જીગર- માનસી, યશ, શ્ર્વેતા, હિરલ, જીનલના દાદી. તેમની પ્રાર્થનાસભા તા ૮/૧૦/૨૦૨૩ ના રવિવારે સાંજે ૫ થી ૭ કલાકે રાખેલ છે. સ્થળ : લુહાણા બાળાશ્રમ બેન્કવેટ હોલ, મથુરાદાસ એક્સટેન્શન રોડ, અતુલ ટાવરની બાજુમાં, કાંદિવલી (વેસ્ટ).
ગોડવાડ
શ્રીમતી મધુબેન રાણાવત (ઉં.વ. ૮૪), બિજોવા નિવાસી હાલ ગોરેગાંવ, બુધવાર, ૪-ઓક્ટોબર ૨૦૨૩ના અવસાન થયેલ છે. શ્રી શત્રુંજય ભાવયાત્રા ૬/૧૦/૨૩ શુક્રવારે ૧૧ થી ૧, રાજસ્થાન હોલ, આરે રોડ, ગોરેગાંવ પશ્ર્ચિમ, પતિ-સ્વ. મણિલાલજી થાનમલજી રાણાવત, સુપુત્ર-પુત્રવધૂ સતીશ-મીના, વિનોદ, સુપુત્રી-જમાઈ-રેખા અશોક જી બરલોટા બહેન બહનોઈ, સ્વ. ચંચલબાઈ, સ્વ. નિહાલચંદજી મરર્લેશા, લલિતાબાઈ, સ્વ. સોહનરાજજી ગુગલિયા, કમલાબાઈ, સ્વ. રિખબચંદજી કોઠારી, તારાબાઈ બાબુલાલજી શાહ, સ્વ. જ્યોત્સ્નાબાઈ-સ્વ. પ્રકાશજી કાવેઙીયા પીહર, સ્વ. પોપટલાલજી, સ્વ. ચિમનલાલજી, સ્વ. શાંતિલાલજી પુત્ર સ્વ. હઝારીમલજી જીવાજી ચૌધરી અછચારી ગુજરાત, (બંને પક્ષની ભાવયાત્રા સાથે રાખેલ છે).
કપોળ
મહુવા, શ્રીમતી ક્રિષ્ણાબેન (કાંતાબેન) મહેતા, હાલ મુંબઈ (ઉં.વ. ૭૫), તે રવિન્દ્રભાઈના પત્ની. સેજલ અને પાયલના માતોશ્રી તથા મનીષ અને પ્રશાંતના સાસુ. હાર્દિકના નાનીમા. સ્વ. ભુપેન્દ્રભાઈ, સ્વ. કોકિલાબેન અશોકકુમાર મહેતા, ભારતીબેન રસિકલાલ ગાંધી, સ્વ. દેવયાનીબેન હર્ષદરાય પારેખ, કિરીટભાઈના ભાભી. પિયરપક્ષે ચિતળ હાલ ભાયંદરના વિમળાબેન તથા અંબાવીદાસ મોહનલાલ મહેતાના દીકરી, તા. ૪-૧૦-૨૩, બુધવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગીયારસે બ્રાહ્મણ
કમળેજ, હાલ કાંદિવલી સ્વ. ભીખાલાલ કાશીરામ પંડ્યાના ધર્મપત્ની ગં.સ્વ. રમાગૌરી પંડ્યા ((ઉં.વ. ૯૮), તે મુકેશભાઈ, સ્વ. વિજયભાઈ તથા સ્વ. હિનાબેનના માતુશ્રી. નેસડા નિવાસી સ્વ. ઈચ્છાશંકર કલ્યાણજી રાવળના દીકરી. જે સ્વ. મનસુખરાય, સ્વ. રમેશભાઈ, સ્વ. સુરેશભાઈ, દેવેન્દ્રભાઈના ભાભી. આશિષ, જીગ્ના, વિરલ, યુગ, દિયા, દેવના દાદીમા, તા. ૪-૧૦-૨૩ને બુધવારે કૈલાશવાસી થયેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
ગુર્જર પ્રજાપતિ
કલ્યાણ નિવાસી સ્વ. રાધાબેન તથા સ્વ. દેવકરણભાઈ રાઠોડના સુપુત્ર સુરેશભાઈ રાઠોડ (ઉં.વ. ૬૩) તા. ૫-૧૦-૨૩ ગુરુવારના શ્રી રામશરણ પામેલ છે. તેઓ પ્રીતિબેનના પતિ. મિત તથા તનુજના પિતાશ્રી. બરખાબેનના સસરાજી. મહેશભાઈ, જ્યોત્સનાબેન, સ્વ. રશ્મિબેન અને કેતનભાઇના ભાઈ. તેઓ સ્વ. જાનુબેન અને વિરજીભાઈ વડુકુલના જમાઈ. પ્રાર્થનાસભા (કસુંબો) શનિવાર, તા. ૭-૧૦-૨૩ના ૪ થી ૬ : શ્રી જલારામ હોલ, લોહાણા મહાજનવાડીની પાછળ, ઓલ્ડ આગ્રા રોડ, કલ્યાણ (પશ્ર્ચિમ).
કપોળ
ભાવનગરવાળા, હાલ કાંદિવલી સ્વ. ચંપકલાલ ગંગાદાસ ગાંધીના સુપુત્ર બાલકૃષ્ણ ગાંધી (ઉં.વ. ૭૭) તા. ૬-૧૦-૨૩ને શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. તે કુસુમબેન ગાંધીના પતિ. જયેશ, દેવાંગના પિતા. શીતલબેનના સસરા. ધ્વનિના દાદા. સસુરપક્ષે ચાવંડવાળા દ્વારકાલાલ ધનજી કાણકીયાના જમાઈ. તે મધુસુદન, યોગેશભાઈ તથા પ્રકાશભાઈના બનેવી. પ્રાર્થનાસભા રવિવારે તા. ૮-૧૦-૨૩ના ૫.૦૦ થી ૭.૦૦માં, પાંચમે માળે, શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન બ્રાહ્મણ સંઘ, પારેખ લેન કોર્નર, એસ.વી. રોડ, કાંદિવલી-વેસ્ટ, સર્વ લૌકિક પ્રથા બંધ છે.
વીસા સોરઠીયા વણિક
કાજ કોડિનારવાળા, હાલ કાંદિવલી, સ્વ. નારણદાસ છગનલાલ શાહ (ઉં.વ. ૯૪), સોમવાર, ૨ ઓક્ટોબર ૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. કાંતાલક્ષ્મીબેનના પતિ. હિતેશ, નરેશ, હર્ષા, અલ્પા, જીજ્ઞાના પિતા. ફાલ્ગુની, નીતા, ગિરીશ, વિજય, વિજયના સસરા. મૃણાલિ, બંસીના દાદા. સ્વ. વલ્લભભાઈ, સ્વ. કાંતિભાઈ, જેન્તીભાઇ, હરકિશનભાઇ, સ્વ. તારાબેન, મંજુલાબેન, રસીલાબેન ગાંધીના ભાઈ. સ્વ. શ્રી પાનાચંદ ઝવેરચંદ શાહના જમાઈ. નિરંજનભાઇ શાહ, રસિક, હરિશ, સ્વ. ગુલાબબેન, સ્વ. ઉષાબેનના બનેવી. નિવાસસ્થાન: હિતેશ નારણદાસ શાહ, ઈ-૨૦૦૩, ઓર્ચિડ સુબેર્બિયા, ન્યૂ લિંક રોડ, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર, પ્રાર્થનાસભા નથી.
લોહાણા
કલ્યાણ નિવાસી ગં. સ્વ. હસુમતીબેન તન્ના (ઉં. વ. ૭૯) તે તા. ૬-૧૦-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. પ્રવીણભાઇ હરીલાલ તન્નાના પત્ની. તે સમીર, કીરીટ, જાગૃતિ રજનીકાંત સાતા. છાયા વિશાલકુમાર ગોરખનાં માતુશ્રી. તે સ્વ. જીતુભાઇ, સ્વ. પ્રલ્હાદભાઇ તથા સુરેશભાઇના ભાભી. તે વર્ષા તથા મીનળના સાસુ. તે સંકેત, દીશા, આર્યનના દાદી. તે દિવતનાં પરદાદી. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૭-૧૦-૨૩ના ૫થી ૬-૩૦. ઠે. વાધવા મીડોસ બેન્કવેટ હોલ, વાણી વિદ્યાલયની પાછળ, આર. ટી. ઓ. રોડ, સીનેમેકસની પાછળ, કલ્યાણ (પશ્ર્ચિમ).
દશા મોઢ માંડલિયા વણિક મહાજન
નટુભાઇ નાથાલાલ પારેખ (ઉં. વ. ૮૬) ઊના નિવાસી હાલ મુંબઇ ચંદ્રીકાબેનના પતિ. સ્વ. ધરમશી વિઠ્ઠલદાસ શાહના જમાઇ. પરેશ-દિપ્તી, શૈલેશ-જયોતિ, દિપેશ-દિના, ભારતી પ્રદીપ, કવિતા (રીટા) જયેશના પિતા. પીના-દિપક, દૃષ્ટી-સૌમીલ, હાર્દિક-સુનયના, પ્રતિક-મોનીકા, પ્રાચી-આદિત્યા, ધ્રુવી-મુકેશ, જેની-વિવેક, નિધી અનિરૂદ્ધા, ઇશા સાહિલ, રોનક-પૂજાના દાદા. સ્વ. રતીભાઇ, સ્વ. ત્રિભોવનભાઇ, સ્વ. રસિકભાઇ, સ્વ. વસંતભાઇ, સ્વ. ધીરજબેન, સ્વ. પુષ્પાબેન, સ્વ. કંચનબેન,સ્વ. રમિલાબેન, વસુબેનનાં ભાઇ બુધવાર, તા. ૪-૧૦-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૮-૧૦-૨૩ના ૫થી ૭. ઠે. જલારામ હોલ, એન.એસ. રોડ નં-૬, જે. વી. પી.ડી.સ્કીમ, વિલેપાર્લે, (વેસ્ટ).લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી સઇ સુતાર જ્ઞાતિ
ધંધુકા હાલ મુંબઇ સ્વ. હસમુખલાલ જીવણલાલ હાલારીના ધર્મપત્ની ગં. સ્વ. મિતાબેન (ઉં. વ. ૭૪) તા. ૫-૧૦-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે બિંદી અને નેહાના માતુશ્રી અને બિજલ દમણીયા અને સંજય ઝવેરીના સાસુ. તે વિરજીભાઇ પરમારના દીકરી તથા પ્રવીણભાઇના બેન. બન્ને પક્ષ તરફથી પ્રાર્થનાસભા તા. ૭-૧૦-૨૩ના રિજનસી હાઇટસ, કમ્યુનિટી હોલ, બ્રહ્માંડ ફેઝ૧ની બાજુમાં, આઝાદ નગર, થાણે (વેસ્ટ), ૪થી ૬. લૌકિક વ્યવહાર બંધ છે.
દમણિયા દરજી
ગં. સ્વ. સુશીલાબેન દમણિયા (ઉં. વ. ૮૦) તે સ્વ. ધનસુખભાઇ રામજીભાઇ દમણિયાના ધર્મપત્ની. તે સ્વ. શીવકોરબેન તથા સ્વ. હરજીવનદાસ લક્ષ્મીદાસ દમણિયાના સુપુત્રી. સંગીતાબેન, રૂપલબેન, હિતેશભાઇ તેમ જ સ્વ. ડિમ્પલબેનના માતુશ્રી. સોનલબેનના સાસુ. ચિ. રાહુલ, ચિ, અંકિતના દાદી. તથા ચિ. ધ્રુવ, ચિ. રોનક, ચિ. ફોરમના નાની તે ૨૯ સપ્ટેમ્બર, ૨૩ શુક્રવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૧૦-૧૦-૨૩ના મંગળવાર માધવબાગ હોલ, સી. પી. ટેન્ક ખાતે રાખેલ છે. ૪થી ૬, લૌકિક વ્યવહાર બંધ છે.
મેઘવાળ
ગામ ભાદ્રોડ (મહુવા) હાલ મુંબઇ-ગોવંડીના સ્વર્ગવાસી જયાબેન વાઘ તે લાખાભાઇ જેઠાભાઇ વાઘના ધર્મપત્ની, ધર્મેશ, આરતીના બા. ગીતા અને નિલેશના સાસુ. કુંષાત, નિષ્ઠાના દાદી. લાવણ્યના નાની. દિનેશભાઇ, ધનજીભાઇ, ત્રિભુવનભાઇના મોટા ભાભી. સ્વ. ભગત ગોરાભાઇ ગાંડાભાઇ કોળી અને સ્વ. પાલુબેન-જીવીબેન ગોરાભાઇ કોળીના સુપુત્રી. તેમનું બારમાંનું બેસણું તા. ૮-૧૦-૨૩ના સવારે ૧૦-૦૦ કલાકે. ઠે. દેવનાર મ્યુનિસિપલ કોલોની, એ-૧૬, રૂમ. ૦૩, હનુમાન મંદિર પાસે, ગોવંડી (વેસ્ટ).
કચ્છી રાજગોર
ગામ ભદ્રેશ્ર્વરના સ્વ. નાનજી મયારામ નાકરના ધર્મપત્ની ગં. સ્વ. સાવિત્રીબેન (ઉં. વ. ૯૨) મુંબઇ મધે રામશરણ પામેલ છે. તે સ્વ. મહેન્દ્ર, ચી. દિનેશ, અને સ્વ. પંકજના માતુશ્રી. ગામ હમલા મંજલના સ્વ. રાજબાઇ ભીમજી માકાણીના સુપુત્રી. અંજુ, રાકેશ, બિજલ, નિખિલ, ચિંતલ અને બ્રિજેશના દાદીમા. સ્વ. રૂકસમણીબેન કરસનજી મોતા, ભાઇલાલ ભીમજી માકાણી અને નીના રમેશચંદ્ર ભટ્ટના બહેન. પ્રાર્થના રાખેલ નથી લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
ખાખડીયાવાળા હાલ સાંતાક્રુઝ નિવાસી સ્વ. દેવેનભાઇ (ડાબલાભાઇ) ગોકલદાસ તન્નાના ધર્મપત્ની. રંજનબેન (ઉં. વ. ૭૪) તે કાંતાબેન ગોકલદાસ મજીઠીયાની પુત્રી. તે દર્શ (ચીન્ટુ) બીનીતા તથા પાયલના માતા. તે હેતલના સાસુ. તે પ્રવીણાબેન વીઠ્ઠલદાસ તન્નાના દેરાણી. તે વિજયભાઇ, જશુબેન, શોભાબેન, કેતુબેન તથા મીનાબહેનના બેન. તા. ૫-૧૦-૨૩ના ગુરુવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૭-૧૦-૨૩ના ૪થી ૫. ઠે. રોટરી કલબ, જુહુ તારા રોડ, ગ્રાઉન્ડ ફલોર, સાંતાક્રુઝ (વેસ્ટ).