મરણ નોંધ

હિન્દુ મરણ

ગામ ભચાઉના સ્વ. ભુરા ભારા કારીઆના સુપુત્ર સ્વ. હંસરાજ ભુરા કારીયા (ઉં. વ. ૫૯) તા. ૨૩-૫-૨૪ના મુંબઇમાં અવસાન પામ્યા છે. પાર્વતીના પતિ. અંક્તિ, સ્વ. નિમેશ, જીગરના પિતા. કિંજલ, વૃતિકાના સસરા. પહલ, વિહા, રાહીત્ય, જીનાંસના દાદા. સ્વ. વેલજી, સ્વ. જીવરાજ, ભીમશી, મણીબેનના ભાઇ. સ્વ. આણંદા રીણા દેઢીયાના જમાઇ. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૨૭-૫-૨૪ના યોગીસભા ગૃહ, દાદર-ઇસ્ટ, પ્રા. સ. ૩થી૪૩૦. ઠે. ૬૦૧, જયરામ સ્મૃતિ, સોસાયટી રોડ, જોગેશ્ર્વરી (ઇસ્ટ).

ગામ દામનગરવાળા હાલ પાર્લા સ્વ. બાબુભાઇ નાગજીભાઇ કનાડિયા પુત્ર ભરતભાઇ (ઉં. વ. ૬૩) શનિવાર તા. ૨૫-૫-૨૪ના શ્રીરામચરણ પામેલ છે. તે સ્વ. હસમુખભાઇ, હર્ષદભાઇ, સ્વ. નલીનીબેન લલિતકુમાર પંચાલ અને રેખાબેન યોગેશકુમાર ભટ્ટના ભાઇ. નયનભાઇ તથા રિદ્ધિબેન દેવાંગકુમાર જાદવના પિતા. અમીતભાઇ, નિરંજનભાઇ, જગદીશભાઇ, સ્વ. અનુપમાબેન, રીટાબેન, માયાબેન નીમીષાબેનના કાકા. સ્વ. લવજીભાઇ મોહનભાઇ મકવાણા ગામ બાબરા હાલ મુંબઇના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૨૭-૫-૨૪ સોમવારે સાંજે ૫થી ૭. ઠે. મુક્તિ ધામ, જોશી જાગીર હોલ (શાંતિધામ), સહાર રોડ, ચકાલા, પારસીવાડા, અંધેરી (ઇસ્ટ).

હાલાઇ લોહાણા
ખાખડીયા નિવાસી હાલ કાંદિવલી ચારકોપ સ્વ. પુષ્પાબેન ગોકલદાસ તન્નાના પુત્ર વિઠલદાસ (ઉં. વ. ૭૭) તા. ૨૫-૫-૨૪ના શનિવારે શ્રીજીચરણ પામેલ છે. તે પ્રવિણાબેનના પતિ. તે જતીન, પીન્કી કમલેશ કાનાબાર, રીના પિયુષ રાજપોપટના પિતા. તે સ્વ. દેવેન્દ્રભાઇ (ડાબલાભાઇ)ના મોટાભાઇ તથા રંજનબેનના જેઠ. તે પારુલબેનના સસરા. તે કલ્યાણ નિવાસી સ્વ. હીરાબેન પ્રેમજીભાઇ ઠક્કરના જમાઇ. તે દષ્ટિના દાદા. તે દિવ્યેશ, કાવ્ય, પ્રિયમના નાના. પ્રાર્થનાસભા તથા લૌક્કિ વ્યવહાર બંધ છે.

કચ્છી લોહાણા
મૂળ ગામ નલિયા હાલે માધાપર હેમરાજ સુંદરજી સેજપાલ (ઉં. વ. ૮૭) મંગળવાર, તા. ૨૧-૫-૨૪ના રામશરણ પામેલ છે. તે સ્વ. ચાગબાઇ સુંદરજીના મોટા પુત્ર. સ્વ. શાંતાબેનના પતિ. સ્વ. જમનાબાઇ મોનજી પલણના જમાઇ. સ્વ. નાનજીભાઇ સુંદરજી સેજપાલ (ભીવંડીવાલા) મુલુંડના મોટા ભાઇ. વિનોદ, ચેતન, સ્વ. રાજેશના પિતાશ્રી. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૨૭-૫-૨૪ના સાંજે ૫-૩૦થી ૭. ઠે. પવાણી હોલ, કચ્છી લોહાણા મહાજનવાડી, આર. આર. ટી. રોડ, મુલુંડ (વેસ્ટ).

લોહાણા
સ્વ. લક્ષ્મીબેન વલ્લભભાઈ ઠક્કર રાવલિયાના સુપુત્ર લખમશીભાઈ (ઉં.વ.૮૪) ગામ અંજાર હાલે ઘાટકોપર તારીખ ૨૫/૫/૨૦૨૪ના રોજ રામચરણ પામેલ છે તે સ્વ. નિર્મળાબેનના પતિ. તે પરેશભાઈ રીતેશભાઈના પિતા. પ્રીતિબેન નેહલબેનના સસરા. ધર્મીલ સાહિલ સ્તુતિના દાદાજી. તે સ્વ. માણેકબેન માવજીભાઈ ધરમશી કોઠારી શ્રીરામપુર વાળાના જમાઈ તેમની પ્રાર્થના સભા તારીખ ૨૭/૫/૨૦૨૪ સોમવારે લાયન્સ કોમ્યુનિટી હોલ, ગરોડિયા સ્કૂલની બાજુમાં, ઘાટકોપર પૂર્વ સમય સાંજે ૫ થી ૭ રાખેલ છે લૌકિક વ્યવહાર
બંધ છે.

ભટ્ટ મેવાડા બ્રાહ્મણ
જસવંતીબહેન નાથાલાલ જોષી દેશોત્તરના વતની હાલ મુંબઈ (ઉં.વ. ૮૫) તા ૧૯-૫-૨૦૨૪ રવિવારે એકલિંગજીશરણ થયા છે. તે સ્વ. ડૉ. રમણલાલ, સ્વ. પ્રવિણચંદ્ર, સ્વ. ડૉ પદ્માકાન્તને સ્વ. આનંદીબહેનના બહેન. જીતેન્દ્ર, ડૉ. પ્રકાશ, ઇંદ્રજીતને ઉદયના ફોઈ. તેમની પ્રાર્થના ૨૮-૫-૨૦૨૪ મંગળવારે સાંજે ૪-૬ રાખેલ છે. સ્થળ : શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, ચોથા માળે, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ

હાલાઈ લોહાણા
સલાયાવાળા હાલ કાંદિવલી ભારતીબેન (ઉં.વ. ૬૯) તે સ્વ. તારાબેન તથા સ્વ. રામદાસ લાલજી સોમૈયાની પુત્રી. તે નીલાબેન દિપકકુમાર પાવાગઢી, મયુર, જયંત, દિલીપ, દિપકના બેન. તે નીરવ, નિધિ, અનિશ્રી, મિહિરકુમાર પોંદાના માસી. તે તા. ૨૫-૫-૨૦૨૪ના રોજે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

કપોળ
સિહોરવાળા સ્વ. નિર્મળાબેન બાલકૃષ્ણ જગજીવનદાસ મુનીના પુત્ર દિલીપભાઈના પત્ની અ. સૌ. માલિની (ઉં.વ. ૫૯) તે ખુશ્બુ પિયુષ દાવડા, આશિષના માતાશ્રી. તે પ્રફૂલાબેન નિરંજનભાઈ મહેતાના ભાભી. તે સ્વ. પદમાવતી વરજીવનદાસ સંઘવીની દીકરી. તે નિતિનભાઈ, પ્રકાશભાઈ, સ્મિતા દિપકકુમાર, આશા રાજેશકુમાર, મીના બેનીટના બેન. અને મોસાળપક્ષે લોઠપુરવાળા પુરુષોત્તમદાસ તરસીદાસ વોરાની ભાણેજ તા. ૨૪/૦૫/૨૪, શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા સોમવાર, તા.૨૭/૫/૨૪ના રોજ સાંજે ૫ થી ૭ કલાકે બોરીવલી કપોળવાડી, કામનિયા કમ્પાઉન્ડ, એમ જી ક્રોસ રોડ નં ૧, જી.એચ. સ્કૂલની સામે, બોરીવલી ઈસ્ટ.

શ્રી વિસા સોરઠીયા વણિક
ગામ લોઢવા, ગ.સ્વ. ભારતીબેન કાંતિલાલ શાહ (ઉં.વ.૭૬) તા.૨૨/૦૫/૨૦૨૪ને બુધવારના ભાવનગર મુકામે શ્રીજી ચરણ પામેલ છે. તે સ્વ. કાંતિલાલ મુળજી શાહના ધર્મપત્ની.અનિતા, રીટા, તૃપ્તિ, દીપાના માતુશ્રી. સ્વ. દર્પણ, જીતેન્દ્ર, જીજ્ઞેશ તથા રુચિરના સાસુ. કલ્પના ગુણવંતરાયના જેઠાણી. સ્વ.મહેશભાઈ, સવિતાબેન, સરોજબેન, કુસુમબેનના ભાભી. બિપીનભાઈ, વિનુભાઈ, સ્વ.જીતુભાઈ, મનોજ, સરોજબેન, ઇલાના બહેન. પ્રાર્થનાસભા તા.૨૭/૦૫/૨૪ને સોમવારે સાંજે ૫.૩૦થી ૭.૦૦ ઠે. સી/૨૦૮, સમૃદ્ધી બિલ્ડિંગ, વોહરા કોલોની તથા નિર્મલ કોલેજ ની બાજુમાં, કાંદિવલી વિલેજ, કાંદિવલી વેસ્ટ, મુંબઈ ૬૭.

લુહાર સુથાર
ગામ સ્વામિના ગઢડા હાલ કાંદિવલી સૌ. રંજનબેન તથા દશરથભાઈ ભગવાનજીભાઈ સોલંકીના પુત્ર બિમલભાઈ (ઉમર:૫૪) તે ૨૫/૫/૨૪ના અક્ષરધામ પામેલ છે. તે ભાવનાબેનના પતિ. દર્શન-દિશા તથા વીરેનના પિતા. તેજલબેન ચેતનકુમાર તથા હિતેષભાઇ ચેતનાબેનના મોટાભાઈ. સ્વ. પ્રવીણભાઈ છગનભાઇ પરમાર ગામ ચિતલવાળાના જમાઈ. તેમની પ્રાર્થનાસભા ૨૭/૫/૨૪ના ૫ થી ૭ કલાકે લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, અંબા માતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

પરજીયા સોની
ગામ મોટા પાંચદેવડાવાળા હાલ ગોરેગાવ શ્રી મનસુખલાલ દ્વારકાદાસ ઘઘડાના ધર્મપત્ની. અ. સૌ. તારાબેન ઘઘડા (ઉમર:૭૪) તે ૨૪/૫/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સતાપરવાળા સ્વ. મણીબેન તથા સ્વ.જીવનલાલ ભગવાનજીભાઈ ધાણકના દીકરી. સ્વ. જયશ્રીબેન પ્રવીણભાઈ ધકાણ, માનસીબેન કેતનભાઈ સાગર, મમતાબેન અનિલભાઈ કાગદડા, જાગૃતિબેન પરેશભાઈ ધકાણ, અમીષભાઇના માતુશ્રી. હીનાબેનના સાસુ. સાચી. બીજલ જતીનકુમાર પારેખ, વિવેક, હિરલ, યશ, હર્ષ તથા ઈશાનના બા. તેમની પ્રાર્થનાસભા ૨૭/૫/૨૪ના ૪થી ૬ કલાકે આર્ય સમાજ હોલ, જવાહર નગર રોડ નં ૧૫, માઉન્ટ મેરી સ્કૂલની સામે, ગોરેગાવ વેસ્ટ.

કચ્છી લોહાણા
ગં. સ્વ. ગોમતીબાઇ ગાંગજીભાઇ રૂપારેલ ગામ (બચ્છી) કરાચીવાળાના સુપુત્ર સ્વ. સુંદરજીભાઇ ગાંગજીભાઇ રૂપારેલના ધર્મપત્ની. ગં. સ્વ. જશુમતીબેન (ઉં. વ. ૮૫) હાલે વડોદરા સ્વ. લક્ષમીબાઇ રામજીભાઇ ચોથાણી, ગામ ભુજ કચ્છના સુપુત્રી તા. ૨૫-૫-૨૪ના શનિવારના રામશરણ પામેલ છે. તે મહારાજ શ્રી વાલદાસજી મહારાજના ભાભીશ્રી. તે લતાબેન વિલીનભાઇ ઠક્કર, પ્રતિમાબેન રાજેશભાઇ ઝવેરી, ઇંદિરાબેન રાજેન્દ્રભાઇ મલિક, જયંતભાઇ સુંદરજીભાઇ રૂપારેલ, સ્વ. જયશ્રીબેન નવીનભાઇ થોભરાણીના માતુશ્રી. તે અ. સૌ. મીનાબેન જયંતભાઇ રૂપારેલના સાસુમા. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.

મેઘવાળ
વાલપખાડી ડોંગરી મુંબઇના હીરાબેન અને પ્રાગજી માલજી સુમરાની દીકરી ઉષાબેન (ઉં. વ. ૪૭) શનિવાર, તા.૧૮-૫-૨૪ના રામશરણ પામ્યાં છે. તે ગીતાબેન, જયાબેન, હિતેન્દ્ર, રમીલાબેન, લીલાબેન, મનીષાના બેન. મધુકર ઠાકુર, જયંતીલાલ રાઠોડ, સ્વ. ગણેશ ચારણીયા, દિપક હેલિયાના સાળી. મંજુલાબેનના નણંદ. ક્રિષ્ણાના ફુઇ. તેમની બારમાની વિધિ મંગળવાર, તા.૨૮-૫-૨૪ના સાંજે ૫ કલાકે, ઠે. ૧૧૩, સરસ્વતી સદન, રૂમ. નં. ૬૨, કેશવજી નાઇક રોડ, ભાતબજાર, મુંબઇ-૪૦૦૦૦૯.

મોદી
રાજકુમાર (રાધે) સ્વામી પ્રસાદ મોદીનું અવસાન તા. ૨૩-૫-૨૪ના રોજ થયેલ છે. બેસણું તા. ૨૭-૫-૨૪ના સોમવારે ૮થી ૧૦ તેમના નિવાસસ્થાને સી/૨૫૩, જોગેશ્ર્વરી સોસાયટી, હાટકેશ્ર્વર વન્ડર પોઇન્ટ રોડ, અમરાઇવાડી ખાતે રાખવામાં આવેલ છે. પ્રમોદ સ્વામીપ્રસાદ મોદી (ભાઇ). અરવિંદ સ્વામી પ્રસાદ મોદી (ભાઇ). દિપક સ્વામીપ્રસાદ મોદી (ભાઇ). કામતા પ્રસાદસ્વામી પ્રસાદ મોદી (ભાઇ).

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?