મરણ નોંધ

હિન્દુ મરણ

કપોળ
જાફરાબાદ નિવાસી હાલ બોરીવલી સ્વ. હરગોવિંદદાસ દુર્લભદાસ સંઘવીના સુપુત્ર હસમુખભાઇ (ઉં. વ. ૮૪) તે સ્વ. કાળાબેન વૃજલાલ મહેતા ગં. સ્વ. માધુરીબેન ગુલાબરાય મહેતા, સ્વ. દિલીપભાઇના ભાઇ. ગં. સ્વ. પ્રફુલાબેનના જેઠ. અ. સૌ. ફાલ્ગુની ભાવિન મહેતાના કાકા તા.૨૪-૫-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.

નવગામ ભાટિયા
મોરબી નિવાસી હાલ બોરીવલી સ્વ. દ્વારકાદાસ કલ્યાણજી વેદના સુપુત્ર પ્રતાપભાઇ (ઉં. વ. ૭૭) તે નલિનીબેનના પતિ. અ. સૌ. શ્ર્વેતાબેનના પિતાશ્રી. મિતેષકુમાર અશોકભાઇ મલકાણના સસરા. સ્વ. ગોપાલદાસ રવજી નેગાંધીના જમાઇ. ચેતનભાઇ નેગાંધી તથા હીરાબેન છીછીયાના બનેવી. સ્વ. ભાનુબેન મનસુખલાલ સરૈયાના ભાઇ. ગુરુવાર તા. ૨૩-૫-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨૬-૫-૨૪ના ૫.૩૦થી ૬.૩૦. ઠે. પી-૪, પાર્કિંગ પ્લાઝા, યશ પ્રભા સોસાયટી, સિંપોલી રોડ, ઝૂડીઓની ઉપર, સત્રાપાર્કની સામે, બોરીવલી (વેસ્ટ) લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દેવગઢ બારિયા દશાનીમા ભરૂચી
દેવગઢ બારિયા નિવાસી હાલ બોરીવલી સ્વ. હરેન્દ્રકુમાર મણિલાલ પરીખ (બાબુભાઇ) (ઉં. વ. ૭૬) તા. ૨૧-૫-૨૪ના મંગળવારના શ્રીજીચરણ પામ્યા છે. તે અનિતાબેનના પતિ. સેજલબેન સચિનકુમાર પરીખ તથા નેહાબેન ભાવિનકુમાર ગાંધીના પિતાશ્રી. બન્ને પક્ષનું બેસણું (પ્રાર્થનાસભા) તા. ૨૬-૫-૨૪ના ૫થી ૭. ઠે. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, એલ. ટી. રોડ, ડાયમન્ડ ટોકીઝની સામે, બોરીવલી (વેસ્ટ).

સુરત વિશા ઓશવાલ શ્ર્વેતામ્બર મૂર્તિપૂજક જ્ઞાતિ
હિતેશભાઇ તલકચંદ ઝવેરી (ઉં. વ. ૮૫) તા. ૨૩-૫-૨૪ના ગુરુવારના દેવગત પામ્યા છે. તે સ્વ. મંજુલાબેન તલકચંદ મોતીચંદ ઝવેરીના સુપુત્ર. શોભનાબેનના પતિ. ન્યુરેન, ઉર્વી, સુપર્ણા, સ્વ. જયુપીનના પિતાજી. મીના, ઉમેશભાઇ, સુનીલભાઇ, વંદનાના સસરા. સ્વેની-રેવત, ચાંદની, ઉષ્મા-જીજ્ઞેશભાઇ, પૂજા-હર્ષિલભાઇ, તારક-કૌશાનિ, યશ, ભવ્યના દાદા-નાના. અને પદમાવતી ફતેચંદ પ્રેમચંદના જમાઇ. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૨૫-૫-૨૪ના સાંજે ૪થી ૬. ઠે. વનિતા વિશ્રામ, પ્રાર્થના સમાજ, રિલાયન્સ હોસ્પિટલની બાજુમાં, મુંબઇ-૪.

સંબંધિત લેખો

સોરઠીયા બ્રહ્મક્ષત્રીય
ચન્દ્રિકાબેન રતિલાલ યોગીનું અવસાન ૨૨-૫-૨૪ના થયેલ છે. (ઉં. વ. ૮૯) તે પ્રદીપભાઈ, રમેશભાઈ, નિલેશભાઈ, દુષ્યંતભાઈના માતુશ્રી. સ્વ. કનૈયાલાલ નારાયણદાસ જાજલ પાટણવાળાના નાનાબેન. વિસનગરવાળા કિશોરભાઈ, અરવિંદભાઈ, જગદીશભાઈ, પિયુષભાઈ, દિપકભાઈના કાકી. હંસાબેન ધીરજલાલ લાલજી જોગી મુંબઈવાળાના જેઠાણી. સ્વ. મચ્છાબેન વૃજલાલ છાટબારના ભાભી. બેસણું ૨૬-૫-૨૪ ને રવિવારે ૫ થી ૭. સ્થળ: ધીરજલાલ લાલજી જોગી, બી/૨૨, દુમુબાઈ નગર, રાઈટ ચોઈસ હોટલની પાછળ, દહીંસર (વે).

સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
મૂળ વતન ખરકડી, હાલ ભાવનગર સ્વ. કનાડા હિંમતલાલ પરશોતમદાસના પત્ની જ્યોત્સનાબેન કનાડા (ઉં. વ. ૮૫) તા.૧૯/૫ને રવિવારે સ્વર્ગવાસ થયેલ છે. તે સ્વ. રમણીકલાલ, સ્વ. છોટાલાલ ગં. સ્વ.હીરાબેન રાવલ અને ગં.સ્વ. મંજુલાબેન બધેકાના ભાભી. સ્વ. કમળાબેન, ગં.સ્વ. શારદાબેનના જેઠાણી. જયેશભાઈ, હિતેશભાઈ, જતીનભાઈ, સ્વ.રાજુભાઈ અ.સૌ વંદના, રેખા, સંગીતા, અલ્પાના ભાભુ. તેમની ટેલીફોનીક સાદડી તા.૨૫/૫ને શનિવારે ૪.૩૦ થી ૬.૩૦.

ઘોઘારી દશા શ્રીમાળી
ગં.સ્વ. નિશા દોલતરાય શેઠ, મહુવા નિવાસી હાલ નાલાસોપારા, (ઉં. વ. ૭૯) ભાવેશ શેઠ તથા વૈશાલી મહેશ જુઠાણીના માતુશ્રી. મોસાળપક્ષે ભરત રતનશી સંપટ, રાજેશી ચેતન શાહ તથા પુનીતા બિપીન દમણીયાના માસી. પરીક્ષીત તથા માનસના દાદી. નિયતી, પ્રિયંકા તથા રાજના નાની તા.૨૪-૫-૨૦૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.

મૌક્તિક બ્રાહ્મણ
પ્રજ્ઞાબેન લાભશંકર જોશી (ઉં. વ. ૬૭) મૂળ ગામ મોતા (બારડોલી), હાલ બોરીવલી નિવાસી તે સ્વ. લાભશંકર છોટાલાલ જોશી તથા સ્વ. સુરભીબેન લાભશંકર જોશીના પુત્રી. તે ભક્તિબેન, સ્વ. કમલેશભાઈ તથા સ્વ. સંજયભાઈના બહેન. તે કલ્પનાબેન તથા દક્ષાબેનના નણંદ. તે તેજસ તથા માનસીના માસીનું અવસાન ૨૨-૫-૨૪, બુધવારના થયું છે. લૌકિક રિવાજ બંધ છે.

કપોળ
અમરેલીવાળા હાલ બોરીવલી જીતેન્દ્રભાઈ મનસુખલાલ કેશુરદાસ સંઘવીના ધર્મપત્ની અ.સૌ. દેવયાની (ઉં. વ. ૬૮) તે બંકિમના માતુશ્રી. સ્વ.ઉષાબેન ભુપતરાય પારેખ, સ્વ. જસવંતીબેન મધુસુદન મહેતા, ગં.સ્વ.જ્યોતિ ભરતકુમાર પારેખ, સંધ્યા ધ્રુવકુમાર દોશીના ભાભી. પિયરપક્ષે સાવરકુંડલાવાળા સ્વ.જસવંતીબેન તથા સ્વ.ઈશ્ર્વરદાસ પ્રભુદાસ મોદીના દીકરી. વિપુલ, ભરત, વિજય, હર્ષા યોગેશ પારેખના બહેન તા.૨૧/૫/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

મોડાસા એકડા વિશા ખડાયતા
વડાગામ નિવાસી હાલ મુંબઈ જયંતીલાલ નરસિદાસ શાહ (ઉં. વ. ૮૯) તે ૨૨/૫/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ.યશોમતીબેનના પતિ. સ્વ.વલ્લભદાસ, સ્વ.રસિકલાલ, સ્વ.કપિલાબેન, સ્વ. સવિતાબેનના ભાઈ. જયેશ, સ્વ.સોનલના પિતા. રાજેશ્રી તથા અજયકુમારના સસરા. સાસરાપક્ષે માલપુરવાળા સ્વ.નટવરલાલ પુરષોત્તમદાસ મહેતાના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૬/૫/૨૪ના ૫ થી ૭. ઠે. ૩૨, ખડાયતા ભુવન, હનુમાન રોડ, વિલેપાર્લા ઈસ્ટ.

વાંઝા જ્ઞાતિ
ગામ ચોરવાડ નિવાસી હાલ સાંતાક્રુઝ ભરત ઘેરવડા (ઉં. વ. ૫૦) તે ૨૨/૫/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ.લીલાવતીબેન તથા નગીનભાઈ ભાણજીભાઇ ઘેરવડાના પુત્ર. ઉર્વશીના પતિ. સ્વ જયેશભાઇના મોટાભાઈ. અનિકેત, કૃપા તથા કાવ્યાના પિતા. દક્ષા ભુપેન્દ્રભાઈ ભાનુશાલીના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૫/૫/૨૪ના ૫ થી ૭. સીતા સિંધુ ભવન, વિહાર હોટલની સામે, વિનસુ ફોટો લેબની પાછળ, રોડ નં ૮, પ્રોફેસર રામ પંજવાણી ચોક, નહેરુ રોડ, સાંતાક્રુઝ ઈસ્ટ.

કપોળ
ગ્વાલિયર વાળા મૂળ વતન મહુવા સ્વ.પ્રભાવતી દુર્લભદાસ મોદીના સુપુત્ર અનંતરાય (ઉં. વ. ૯૨).તે સ્વ.હરકિશનદાસ, સ્વ.પ્રફુલચંદ્ર, અ.સૌ.ચંદ્રા નગીનદાસ મેહતા અને સ્વ.મહેન્દ્ર કુમારના ભાઈ. સ્વ.અ.સૌ જ્યોતિ જયંત પારેખ, રાજીવ (હેમંત), સંજીવ, અ.સૌ.સુજાતા સંજીવ ગાંધી, કેતન અને સચિનના કાકા. મહુવાવાળા ભૂપતરાય શામલદાસ મહેતા, પ્રતાપરાય શામલદાસ મહેતાના ભાણેજ બુધવાર ૨૨/૦૫/૨૦૨૪ના ગ્વાલિયર મુકામે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.

કચ્છી ભાટિયા (અંજારિયા)
કુ.આશા (બક્લીબેન) (ઉં. વ.૫૮) તે સ્વ. દ્વારકાદાસ આણંદજી દામોદર સંપટ (કનુભાઈ) અને સ્વ.જયાવંતીની સુપુત્રી. સ્વ.ગિરીશ, ગં. સ્વ. નયના હરીશ આશર, સીમા તથા આનંદની બહેન. સ્વ.જીવન દાસ ગોકળદાસ પોરેચાની ભાણેજ. સૌ. ફોરમ, કૌશીન, હસનેનના માસી. દીક્ષા તથા દાનેશના ફોઈ. તા. ૨૩.૫.૨૦૨૪ના મુંબઈ મધ્યે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવવાર બંધ છે.

લાડ વાણીયા
મુંબઈ વતની હાલ કાંદિવલી સ્વ.ચંદ્રકાંતાબેન બાબુભાઇ જવેરીના પુત્ર કિરીટભાઈ જવેરી (ઉં. વ. ૮૧) તે ૨૩/૫/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે દિવ્યાબેનના પતિ. અ.સૌ.હેતલ ડિનલકુમાર બજરીયાના પિતા. સ્વ.હરિઈચ્છા સવાયલાલ બક્ષીના જમાઈ. ગં.સ્વ.સરોજબેન આનંદીલાલ થાણાવાલા, પન્નાબેન શશીકાંતકુમાર તેજાણી, સ્વ.નૈનાબેન હર્ષદકુમાર ગુંદરીયા, ગં.સ્વ.દક્ષાબેન વિજયકુમાર પારેખ, સ્વ. હિરેનભાઈના ભાઈ. લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.

ગુર્જર સુતાર
રાજેન્દ્રભાઇ વડગામાના ધર્મપત્ની સોનલબેન વડગામા (ઉં. વ.૫૪) તા.૨૩/૫/૨૦૨૪ને ગુરુવારના દેવલોક પામેલ છે. તે સ્વ.ધનજીભાઈ ભવાનભાઈ વડગામા તથા સ્વ.અમૃતબેન વડગામાના પુત્રવધૂ. જીતેન્દ્રભાઈ વડગામાના નાનાભાઈના પત્ની, માયાબેન જીતેન્દ્રભાઈ ના દેરાણી, સમીરના માતુશ્રી. પ્રાથનાસભા તા.૨૫/૫/૨૦૨૪, શનિવારના ૬ થી ૭. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, સેક્ટર ૧૦, શાંતિનગર, મીરારોડ (ઇ). બીએપીએસ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button