મરણ નોંધ

હિન્દુ મરણ

કોળી પટેલ
ગામ વળોટી (હાલ બોરીવલી) રમણભાઈ ડાહ્યાભાઈ પટેલ (ઉં. વ. ૮૮) ૧૯-૫-૨૪, રવિવારે દેવલોક પામ્યા છે. તે સ્વ. લક્ષ્મીબેનના પતિ. મોહનભાઈ, મહેશભાઈ, ભરતભાઈ, ઉષાબેનના પિતા. હીનાબેન, મનીષાબેન, જગદીશભાઈના સસરા. હર્ષિત, શિખા, ધરા, વૃષ્ટિ, ક્રિયાના દાદા. વિધિ, ભૂમિના નાના. ભાવિકા, વિપુલના દાદાસસરા. રુદ્રના પરદાદા. બેસણું ૨૪-૫-૨૪, શુક્રવારે ૩ થી ૫. પુષ્પપાણી ૨૯-૫-૨૪, બુધવારે બપોરે ૩ થી ૫. એડ્રેસ: સાગર નિવાસ, ફલેટ નંબર ૩૩, ત્રીજે માળે, નીલકંઠ મહાદેવ મંદિરની સામે, કાર્ટર રોડ નં. ૫, બોરીવલી (ઈ.)

હાલાઈ લોહાણા
પદ્માબેન નાથાલાલ લાખાણી (ઉં. વ. ૮૮) મુળ ગામ ગોસા (પોરબંદર) હાલ બોરીવલી, સ્વ. નાથાલાલ વલ્લભદાસ લાખાણીના પત્ની. મહેશભાઈ, અમીતભાઈ, ચેતનભાઈ તથા નીતા રમેશકુમાર લાલના માતા. મધુબેન, હેમાબેન, હેતાબેન રમેશકુમાર મથુરાદાસ લાલના સાસુ. સ્વ. હેમરાજભાઈ, સ્વ. કાનજીભાઈ, સ્વ. ડાહ્યાલાલભાઈ, સ્વ. મણિલાલભાઈ, સ્વ. ઝવેરબેન કાલિદાસ ધનેશા, ગં.સ્વ. માણેકબેન રણછોડદાસ નથવાણી, સ્વ. મણીબેન તુલસીદાસ પોપટના ભાઈના પત્ની. પિયરપક્ષ મેંદરડા નિવાસી હાલ બોરીવલી, સ્વ. મણીબેન વલ્લભદાસ સાંગાણી તથા વલ્લભદાસ દામજી સાંગાણીના દીકરી ૨૧-૫-૨૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૩-૫-૨૪ના સાંજે ૫થી ૭. સ્થળ: લોહાણા બાલાશ્રમ હોલ, મથુરાદાસ એક્સટેન્શન રોડ, અતુલ ટાવરની બાજુમાં, કાંદિવલી વેસ્ટ.

કચ્છી લોહાણા
સ્વ. ગોમતીબેન શીંગજી ખેરાજ ચોથાણીના પુત્ર સ્વ. રામજી શીંગજી ચોથાણી (ઉં. વ. ૮૦) રામશરણ પામેલ છે. તે સ્વ. ભારતીબેન રામજી, ઈન્દુબેન રામજીના પતિ. બચ્ચુભાઈ વિશ્રામ દાવડા, મોતીરામ ભવાનજી રૂપારેલના જમાઈ. તુષાર, હેમલના પિતાશ્રી. જીજ્ઞા, કવિતાના સસરાજી. દેવાંશી, નંદિની, હિરલ, પલકના દાદા. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, ૨૩-૫-૨૪, સમય ૫.૩૦થી ૭. સ્થાન: શ્રી મુક્તેશ્ર્વર મહાદેવ મંદિર, ડૉ. આર.પી. રોડ, જગજીવન રામ નગર, હિંદુ શસ્મશાનભૂમિ પાસે, મુલુંડ (પ). લૌકિક વ્યવહાર બંધ. બૈરાઓએ તે જ દિવસે આવી જવું.

સોરઠિયા દરજી
હાલ મીરારોડ સ્વ. કરન કેતનભાઈ ચૌહાણ (ઉં. વ. ૨૭) રવિવાર, ૧૯-૫-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે કેતનભાઈના મોટા દીકરા. તે મુકેશભાઈ તથા વિભાબેનના ભત્રીજા. તે નિત્ય જશ અને દિશાના મોટાભાઈ. તેમની પ્રાર્થનાસભા નિવાસસ્થાને ૨૩-૫-૨૪ના ગુરુવારે સાંજે ૫થી ૬. સ્થળ: બી-૯૨, ફ્લેટ નં. ૫૦૪, શુભાંગન-૩, દીપજ્યોતિ સ્કૂલની સામે, પુનમ સાગર કોમ્પલેક્ષ, મીરા રોડ (ઈસ્ટ).

સંબંધિત લેખો

સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
પ્રદિપભાઈ વનમાળીદાસ પડિયા (ઉં. વ. ૬૩) ગામ અમરેલી હાલ મલાડ ૨૧-૫-૨૪ના મંગળવારના રામશરણ પામેલ છે. તે સ્વ. લીલાવંતીબેન વનમાળીદાસના પુત્ર. પ્રફુલ્લાબેનના પતિ. સ્વ. નટવરલાલ, પ્રવિણાબેન કાંતિલાલ આશરા, કલ્પનાબેન અશોક ગજકંધના ભાઈ. ભાવના દિપક તેતર, જીતેનના પિતાશ્રી. સાદડી પ્રથા અને લૌકિક વ્યવહાર બંધ છે.

હાલાઈ લોહાણા
મોવાણ (હાલ માટુંગા)વાળા સ્વ. ગિરધરદાસ જમનાદાસ દાવડાનાં ધર્મપત્ની નિર્મલાબેન (ઉં. વ. ૮૧) તે સ્વ. વલ્લભદાસ જમનાદાસ દાવડા, સ્વ. ગોવિંદજીભાઈ, સ્વ. વિઠ્ઠલભાઈ, સ્વ. મંગળદાસ, સ્વ. પ્રતાપભાઈ, સ્વ. લક્ષ્મીબેન કાંતિલાલ મોદીના ભાભી. તે જ્યોતિ મનોજ ધનેશા, રીટા તથા જીતેન્દ્રનાં માતુશ્રી. અંકિત- રિદ્ધિ- અને હિતસ્વીનાં નાની. તે દિવાળીબેન કરસનદાસ સોમૈયાનાં સુપુત્રી. તે મુક્તાબેન મોહનલાલ દેવાણી, લાભુબેન ચંદુલાલ સેજપાલ તથા શાંતિલાલ કરસનદાસનાં બેન ૨૧-૫-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વહેવાર બંધ છે.

કચ્છી લોહાણા
કચ્છ ગામ ગઢસીસા હાલ ઘાટકોપર નિવાસી સ્વ. ગોદાવરીબેન નારાયણજી પુરૂષોત્તમ ચોથાણીના સુપુત્ર સુબોધભાઈ (ઉં. વ. ૮૦) રવિવાર, ૧૯-૫-૨૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે સુધાબેનના પતિ. તે સ્વ. ઝવેરબેન જીવરામ ગંગારામ કોઠારી ગામ સુમરી રોહાના જમાઈ. તે હેતલબેન, પુર્વીબેન તથા પરેશભાઈના પિતા. તે ધીરેનભાઈ તથા દિપ્તીબેનના સસરા. તે તીર્થ અને કાવ્યાના દાદા. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, ૨૩-૫-૨૪ના રોજ લાયન્સ ક્લબ ઑફ ઘાટકોપર, ગારોડીયા નગર, ઘાટકોપર (ઈ.) સમય સાંજે ૫.૩૦થી ૭ ક. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.

હાલાઈ લોહાણા
ગં. સ્વ. સ્નેહલતા કરસનદાસ કાપડીયા (ઉં. વ. ૮૭) તે ચંપાબેન અને છગનલાલ ડાહ્યાભાઈ દવાવાળાના દીકરી. સુરભી વિજય સચદે, સ્વાતિ સંજય, કાનન રાજીવના માતુશ્રી. ધારા વિશ્ર્વા ગાલા, રાધા પાર્થ ચૌરસીયા, પ્રિયા સાહીલ શાહના દાદી. હરીશ ભગવાનદાસ, સ્વ. યોગેશ, ભદ્રેશ, વિજય અને આરતીના કાકી. સ્વ. મધુબાલા મધુસુદન તન્ના અને વાસંતી વસંતલાલ ઠક્કરના વેવાણ શનિવાર, ૧૮-૫-૨૪ના મુંબઈમાં શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર, ૨૩-૫-૨૪ના ૪.૩૦ થી ૬. ઈન્ડીયન મર્ચન્ટ ચેમ્બર, (આઈએમસી), ચર્ચગેટ.

કપોળ
ચિતલવાળા હાલ બોરીવલી ભુવા ચીમનલાલ વૃજલાલ (ઉં.વ. ૯૨) તે પ્રવીણાબેનના પતિ. વિજય તથા સ્વ. નયનના પિતા. જયંતીલાલ, નટવરલાલ તથા જયાબેન ગાંધીના ભાઈ. સાસરાપક્ષે સાંગલીવાળા સ્વ. મનુભાઈ જમનાદાસ પારેખના જમાઈ. મંગળવાર તા. ૨૧/૫/૨૪ના રોજ શ્રીજીશરણ પામેલ છે. સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

મોડાસા એ. વિ. ખ
મૂળગામ ધનસુરા નિવાસી હાલ કાંદિવલી ગં.સ્વ. કોકિલાબેન (ઉં.વ. ૭૮) તે ૧૮/૫/૨૪ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. હસમુખલાલ શાહના ધર્મપત્ની. મેહુલ, અલ્પા, અર્ચના, રિંકુ તથા બીનાના માતુશ્રી. હિરલ, ચેતન, જયેશ,અનંત તથા નિમેષ ના સસરા. સ્વ. ચીમનલાલ, સ્વ. પ્રવિણચંદ્ર, કિરીટભાઈ, સ્વ. પ્રેમિલાબેન, સ્વ. મંજુલાબેન, નયનાબેનના ભાભી. પિયરપક્ષે ધનસુરાવાળા સ્વ. મણિલાલ લલ્લુદાસ શાહના દીકરી. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૪/૫/૨૪ના રોજ ૫ થી ૭ કલાકે લોહાણા મહાજનવાડી, બીજે માળે, શંકર મંદિર પાસે, એસ. વિ. રોડ, કાંદિવલી વેસ્ટ.

સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
મહુવા નિવાસી હાલ ભાવનગર ગં. સ્વ. મુક્તાબેન તે સ્વ. ગુણવંતરાય હરગોવિંદદાસ સોપારીયાના ધર્મપત્ની. ભગવાનદાસ જેઠાલાલ પડિયાના દીકરી. હસમુખભાઈ, જગદીશભાઈ, દિનેશભાઇ, ભાવનાબેન, યશોધરાબેન તથા પ્રવિણાબેનના ભાભી. જયશ્રી, હર્ષા તથા દર્શનાના જેઠાણી. વિજય, ખ્યાતિ, નીપા તથા માયાના માતુશ્રી. જય, જીત, જ્યોતિ, નમ્રતા, બીનાના ભાભુ, તે ૨૧/૫/૨૪ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તેમની ટેલિફોનિક બેસણું ૨૩/૫/૨૪ના રોજ ૫ થી ૬ રાખેલ છે.

મોડાસા એકડા વિશા ખડાયતા કોવાડીયા
સ્વ. શ્રી મથુરાદાસ મગનલાલ શાહ (મોડાસા)ના સુપુત્ર કનુભાઈ મથુરાદાસ શાહ, હાલ મુંબઈ (ભાયંદર) તા. ૨૦-૫-૨૪ના રોજ શ્રીજી ચરણ પામ્યા છે, બેસણું શુક્રવાર, તા. ૨૪-૫-૨૪ના રોજ રાખેલ છે સમય: સાંજે ૫ થી ૭, સ્થળ: કપોળ વાડી, ગીતા નગર, ભાયંદર (વેસ્ટ). લી. મથુરાદાસ મગનલાલ શાહ પરિવાર, ગં. સ્વ. હંસાબેનના પતિ. શીતલ, જ્યોતિ, દિપ્તી, ફાલ્ગુનીના પિતા. વિલાસ, મિતેષ, નૈતિક, હિતેશના સસરા. પ્રેમ, નિયતી, સોમિલ, શોભિત, હ્રિતીકાના દાદા. પિયર પક્ષનું બેસણું તેજ સ્થળે અને તેજ દિવસે રાખેલ છે.

નાઘેર દશા શ્રીમાળી વણિક
ગાંગડા નિવાસી હાલ વાશી, શાંતિલાલ જગજીવનદાસ શેઠ (ઉં.વ. ૮૫), તા. ૨૧-૫-૨૪ને મંગળવારે શ્રીજીચરણ પામેલ છે. તે ભાનુબેનના પતિ. રેખાબેન, અલ્પાબેન તથા સંજયના પિતા તથા બિપીનકુમાર, રાજેશકુમાર અને તેજલના સસરા. તે પ્રિયલ તથા જીલના દાદા. પૂજા, પ્રણવ અને વિધિના નાના. સ્વ. પોપટલાલ લક્ષ્મીચંદ બખાઈના જમાઈ તથા સ્વ. હરિલાલભાઈ, સ્વ. મનોરદાસ, સ્વ. તારાચંદભાઈ, સ્વ. રતિલાલભાઈ, સ્વ. તારાબેન ચુનીલાલ શાહ, સ્વ. હીરાબેન રમણીકલાલ મહેતાના ભાઈ. લૌકિક વ્યવહાર બંધ છે. બિલ્ડીંગ નં-બી-૨૧, ફ્લેટ નં-૧૫, ન્યુ સિદ્ધિ વિનાયક સોસાયટી, એમ.જી. કોમ્પલેક્ષ, સેક્ટર નં-૧૪, વાશી, નવી મુંબઈ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button