મરણ નોંધ

હિન્દુ મરણ

નલીની સી. ઠક્કર (હાલ મુંબઇ) (ઉં. વ. ૭૫) તે ચંદ્રકાન્ત મગનલાલ ઠક્કર અને નિર્મલા સી. ઠક્કરના દીકરી. ઇલાબેન પી. વડેરા અને રણધીર સી. ઠક્કરના બેન. નમ્રતા અને જનકના માસી ૨૦મી મેના રોજ શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

લુહાર સુથાર જ્ઞાતિ
લોઠપુર નિવાસી હાલ સાંતાક્રુઝ અમૃતલાલ વિઠ્ઠલભાઈ નાથાભાઈ વાઘેલા (ઉં. વ. ૭૯), તા.૧૮.૫.૨૪ને શનિવારના શ્રીજીચરણ પામ્યા છે તે લાભુબેનના પતિ. તે રાકેશભાઈ, પ્રીતિબેન, નેહાબેન તથા આરતીબેનનાં પિતાશ્રી. તે સ્વ.ગોરધનભાઈ, સવિતાબેન પ્રાગજીભાઈ, અમિશભાઈ, સંજયભાઈ, હર્ષદભાઈ, મયુરભાઈ તથા અરવિંદભાઈનાં ભાઈ. તે મિત્તલબેન, સ્વ.નરેશભાઈ જીલકા, અમરીશભાઈ કવા તથા પરાગભાઈ મકવાણાનાં સસરા. તે લોઠપુરવાળા છગનભાઈ હંસરાજભાઈ ડોડિયાનાં જમાઈ તેમની પ્રાર્થનાસભા તા.૨૪.૫.૨૪ ને શુક્રવારે સાંજે ૫ થી ૭ લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, દત્તપાડા રોડ, અંબાજી મંદિરની બાજુમાં, બોરીવલી (ઈસ્ટ).

કચ્છી બ્રહ્મક્ષત્રિય
ગામ બાયઠ, હાલે મુલુંડ મુંબઇ ગિરીશ વસંતલાલ નિર્મળ (ઉ. વ. ૪૪) તે તા. ૧૮-૫-૨૪ના મુલુંડ મધ્યે રામશરણ પામ્યા છે. તે પ્રેરણાના પતિ. ગં. સ્વ. સુશીલાબેન વસંતલાલ નિર્મળના સુપુત્ર. ગં.સ્વ. અમૃતબહેન દેવજી ખુડખુડીયા, સૌ. જસુમતી વિઠ્ઠલદાસ નિર્મળ, સૌ. દયાલક્ષ્મી મેઘજી નિર્મળ, સૌ. સેજલ કાનજી નિર્મળ, સૌ. રાધાબેન હંસરાજ વિંછી, સૌ. ભારતી પ્રેમજી નિર્મળના ભત્રીજા. સૌ. ચેતના હિતેન્દ્ર ટાટારિયા, સૌ. સંગીતા કપિલ જોશી તથા અજીતના ભાઇ. ચિ. ક્રિષ્ણાના પિતાશ્રી. સ્વ. કેશવજી રવજી મચ્છરના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૨૨-૫-૨૪ના બુધવારના પાંજીવાડી, કાંજુરમાર્ગ (ઇસ્ટ). પ્રાર્થનાસભા તા. ૨૨-૫-૨૪ને બુધવારના પાંજીવાડી, કાંજુરમાર્ગ (ઇસ્ટ),મુંબઇ મધ્યે રાખવામાં આવેલ છે. સમય સાંજે ૪થી ૫. દશાવ પ્રથા બંધ છે.

કપોળ
ડેડાણવાળા હાલ વસઇ સ્વ. ભાનુમતી મગનલાલ મોદીના પુત્ર વિરેનભાઇ (ઉં. વ. ૬૩) તે ફાલ્ગુનીના પતિ. રોનક અને માનસીના પિતા. તે સ્વ. દિપક અને ચિરાગના ભાઇ. તે કાનન અને જય મુકુંદરાય મહેતાના સસરા.શ્ર્વસુર પક્ષે દિનેશ કાંતિલાલ શાહના જમાઇ. શનિવારે તા. ૧૮-૫-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૩-૫-૨૪ના ૫થી ૭. ઠે. ગુરુકૃપા હોલ, નાલાસોપારા (પૂ.) રેલવે સ્ટેશન પાસે રાખેલ છે.

સંબંધિત લેખો

હાલાઇ ભાટીયા
હાલ ઘાટકોપર અ. સૌ. દીપાબેન પાલીચા (ઉં. વ. ૭૪) અશ્ર્વિન દામોદર સંપટના પત્ની માલતીબેન દામોદરના પુત્રવધૂ. તે કૌશિકના મમ્મી. અ. સૌ. ફાલ્ગુનીના સાસુ. ભવ્યના દાદી. તથા મોતીબેન તુલસીદાસના દીકરી. તા. ૨૦-૫-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા બુધવાર, તા. ૨૨-૫-૨૪ના ૪થી ૬. ઠે. શિવાજી હોલ, કામાલેન, એસ.એન.ડી.ટી. કોલેજની બાજુમાં, ઘાટકોપર (વેસ્ટ).

કપોળ
નાગેશ્રીવાળા હાલ ભાયંદર જગત ધરમશીભાઇ મહેતાના ધર્મપત્ની વર્ષાબેન (ઉં. વ. ૬૪) તે પ્રજ્ઞાબેન આશિષકુમાર મહેતા, કેયુરભાઇ, દીપેનભાઇ, ધારાબેનના માતુશ્રી. કાશ્મીરાબેનના સાસુ. ઉપેન્દ્રભાઇના ભાભી. પિયરપક્ષે અમરેલીવાળા સ્વ. જયંતીલાલ નથુભાઇ મુનીની દીકરી. ક્રીશી, માહીના નાની. સોમવાર તા. ૨૦-૫-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૨૩-૫-૨૪ના સાંજે ૫થી ૭. ઠે. કપોળવાડી, ગીતાનગર, ભાયંદર (વેસ્ટ) ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

લેઉવા પટેલ
અમરેલીવાળા હાલ કાંદિવલી ચારકોપ સ્વ. લલિતાબેન જેરામભાઇ પટેલના પુત્ર અરુણભાઇ પટેલ (ઉં. વ. ૮૦) તા. ૨૦-૫-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે યામિનીબેનના પતિ. નીલ-સૌ. જસ્મીનાબેન, અલ્પા જયકુમાર શાહ તથા ક્ધિનરી અંશુલકમાર ગુપ્તાના પિતા. કિશોરભાઇ, શીલાબેન જયંતીલાલ પટેલ, ગં. સ્વ. ગીતાબેન મકરંદભાઇ વ્યાસ તથા સ્વ. ચારુબેન મનુભાઇ શાહના ભાઇ. તે સાસરા પક્ષે અમરેલીવાળા સ્વ. નિર્મળાબેન ચીમનલાલ સંઘવીના જમાઇ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૩-૫-૨૪ના સાંજે ૫થી ૭. ઠે. શેઠિયા બેન્કવેટ, ગ્રાઉન્ડ ફલોર, રઘુલીલા મોલ, પોયસર બસ ડેપો પાછળ, કાંદિવલી (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કપડવંજ દશા શ્રીમાળી વણિક
નાગેન્દ્ર ચંદ્રકાન્ત દાણી (ઉં. વ. ૬૭) તે દીનાબેનના પતિ. તે સ્વ. મફતલાલ નાથાલાલ શાહના જમાઇ. તે ભૈરવી તથા જીનલના પિતા. ચિન્ટુ અને ઓમકારના સસરા. તે દિનેશચંદ્ર, સ્વ. લીના, સ્વ. હર્ષદ, સ્વ. સંજીવ તથા રાકેશના ભાઇ તા. ૨૦-૫-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૨૪-૫-૨૪ના સાંજે ૫થી ૭. ઠે. શ્રી સ્વામિનારાયણ મંદિર હોલ, રાજાજી પથ, ડોમ્બિવલી (ઇસ્ટ) ખાતે રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button