મરણ નોંધ

હિન્દુ મરણ

શિહોર સંપ્રદાય અગિયારસે બ્રાહ્મણ
કમળેજ નિવાસી હાલ અંધેરી ગં.સ્વ. વિજયાબેન મગનલાલ હાવાલાલ પંડ્યા (ઉં.વ. ૯૬) તા. ૨૧/૪/૨૪ના કૈલાશવાસી થયા છે. દયાળ નિવાસી સ્વ. હીરાલાલ મહેતાના પુત્રી. પ્રતાપભાઈ, ચંદ્રકાંતભાઈ, સ્વ. નીરુબેન, સ્વ. ગીતાબેન, સ્વ. વીણાબેન, યેશ્મિતાબેનના માતુશ્રી. સ્વ. હેમલતાગૌરી, રંજનગૌરી, સ્વ. પ્રવીણ જોશી, સ્વ. ભરત જોશી, કમલેશ જાનીના સાસુ. મનીષ, રિતેશ , તુષાર, આરતી આનંદકુમાર, જય, મહેક, વૃંદાના દાદી. રીટા, જ્યોત્સ્ના, પ્રીતિના વડસાસુ. હિતેશ, પ્રિયાંશુ, કશ્યપ, રાજ, નૂપુરના નાની. સંયુકત પ્રાર્થનાસભા તા. ૨૫/૪/૨૪ના ગુરુવારે ૪થી ૬, સાંઈ દત્ત કો ઓપ હા સોસાયટી, કામેશ્ર્વર મહાદેવ મંદિર, એન. એસ, ફડકે માર્ગ, સુબા ગેલેક્સી હોટેલની બાજુમાં, સાંઈવાડી, તેલીગલી, અંધેરી ઈસ્ટ.
કચ્છી લોહાણા
કચ્છ ગામ વાકુ હાલ મુલુંડ ચેકનાકા નિવાસી ગં. સ્વ. સીતાબેન લક્ષ્મીદાસ રૂપારેલ (ઉં. વ. ૭૮) તે કમલેશ, વિજય રૂપારેલ, રેણુકા મોહનલાલ ભગદે, સ્વ. અલ્પાબેનનાં માતુશ્રી. નીતાબેન, સ્વ. રક્ષાબેનનાં સાસુ. મનાલી કનૈયાલાલ ભાનુશાલીનાં દાદી. પ્રિયંકા મેહુલ, વિરલનાં નાનીમા. તે સ્વ. દિલીપ, અરવિંદ, સ્વ. હરેશભાઈ તથા સ્વ. મણીબેન, સ્વ. લક્ષ્મીબેન, સ્વ. ચંદ્રબાળાનાં ભાભી. તે સ્વ. ખેતબાઈ ખીમજી કતીરા (કો. મહાદેવપુરી)નાં સુપુત્રી તા. ૨૩-૪-૨૪ મંગળવારે શ્રી રામશરણ પામેલ છે. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા ગુરૂવાર, તા. ૨૫-૪-૨૪ના ૫:૩૦ થી ૭:૦૦. પ્રાર્થના સ્થળ: સારસ્વત વાડી, ગ્રાઉન્ડ ફલોર, ઝવેર રોડ, મુલુંડ (વે.). લૌકિક વ્યવહાર બંધ છે. બહેનોએ એજ દિવસે આવી જવું.
વૈષ્ણવ દશા પોરવાડ
લુણાવડા નિવાસી હાલ મુંબઈ સ્વ. જશોદાબેન વાડીલાલ મહેતાના સુપુત્ર શ્રી પ્રકાશભાઈ (ઉં. વ. ૭૩) તે રેખાબેનના પતિ તથા કોમલ જયેશ દેસાઈ તથા લજજાબેનના પિતા. તે મંગળવાર તા. ૨૩-૪-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. કનુભાઈ, સ્વ. સનતભાઈ, સ્વ. શીરીષભાઈ, સ્વ. પંકજભાઈ, બાલુભાઈ, દેવેનભાઈ તથા સ્વ. પદમાબેન તલાટી, સ્વ. શારદાબેન શાહના ભાઈ. તેમની પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
કપોળ
જાફરાબાદવાળા હાલ મુંબઈ સ્વ. શાન્તાબેન દ્વારકાદાસ સંઘવીના પુત્ર સતીશભાઈ સંઘવી (ઉં. વ. ૮૦) સોમવાર, તા. ૨૨-૦૪-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે દેવયાનીબેનના પતિ. તેજલ સુનીલ પટેલ તથા પરાગના પિતા. પ્રકાશભાઈ, નીતા વિક્રમ સંઘવીના મોટાભાઈ. આર્યા, પાર્થ, નિવાનના દાદા, સ્વ. જયાલક્ષ્મી શાંતિલાલ કોઠારીના જમાઈ. એમની પ્રાર્થના સભા શુક્રવાર તા. ૨૬-૪-૨૪ના ઈન્ડિયાબુલ સ્કાઈ બિલ્ડિંગ, સેનાપતી બાપટ માર્ગ, લોઅર પરેલ, ૧૪મે માળે, ૫ થી ૭. લૌકિક પ્રથા બંધ છે.
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
ધોરાજી નિવાસી, હાલ મલાડ હરકિશન તારાચંદ મણિયાર (ઉં.વ. ૮૧) તા. ૨૩/૪/૨૪ના મંગળવાર શ્રીજીચરણ પામેલ છે. સ્વ. જસવંતીબેનના પતિ. સ્વ. ડાયાલાલ મકનજી બોસમિયાના જમાઈ. અશોક, નીતિન, છાયા પરેશ નિર્મળ, ડિમ્પલ અમિત નિર્મળના પિતાશ્રી. વીણા પારુલના સસરા. દીવેશ દિશાંત શ્રીયા સાચીના દાદા. સ્વ. દિનેશભાઈ, સ્વ. મનસુખભાઈ, નટુભાઈ, સ્વ. જેસુખભાઈ, સ્વ. ભારતભાઈના ભાઈ પ્રાર્થનાસભા તા. ૨૫/૪/૨૪ ગુરુવારના ૪ થી ૬. લોહાણા મહાજન વાડી, પેહલે માળે, એસ. વી. રોડ, શંકર મંદિર પાસે, કાંદિવલી વેસ્ટ.
ઘોઘારી દશાશ્રીમાળી વૈષ્ણવ વણિક
ગામ ભાવનગર, હાલ વિલેપાર્લે નિવાસી ગં.સ્વ. હસુબેન મોદી (ઉં.વ. ૯૪), સોમવાર, તા. ૨૨-૪-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. સ્વ. ઈશ્ર્વરલાલ વૃજલાલ મોદીનાં ધર્મપત્ની. તુષાર, અજય, પરાગનાં માતૃશ્રી. કલ્પના, પ્રફુલ્લા, માલતીનાં સાસુમા. અફાશિષ, કાનન, નિકીતા, વિરાજ, દેવાંશીનાં દાદીમાં. મહુવા નિવાસી સ્વ. પ્રભુદાસ દુર્લભદાસ સરવૈયા (મહેતા)નાં દીકરી. સ્વ. પદમાબેન બિહારીલાલ, સ્વ. સરલાબેન ગુણવંતરાય, સ્વ. મનહરલાલ પ્રભુદાસનાં બેન. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
દંઢાવ્ય ઔદિચ્ય સહસ્ત્ર છોતેર બ્રાહ્મણ
આખજ નિવાસી હાલ કાંદિવલી શ્રી સુરેશભાઈ સોમનાથભાઈ રાવલ (ઉં.વ. ૭૧) તે ૨૩/૪/૨૪ના કૈલાશવાસી થયેલ છે. તે પારૂલબેનના પતિ. તન્મય તથા સીમાના પિતા. લલિતકુમાર શાહ તથા નેહા રાવલના સસરા. સ્વ. જયાબેન હીરાલાલ શાસ્ત્રીના જમાઈ. અરવિંદભાઈ રાવલના મોટાભાઈ. તેમની પ્રાર્થનાસભા ૨૬/૪/૨૪ના ૫ થી ૭. હાલાઇ લોહાણા મહાજનવાડી, એસ વિ રોડ, કાંદિવલી વેસ્ટ.
કપોળ
અમરેલીવાળા હાલ માટુંગા સ્વ. લક્ષ્મીબેન તથા સ્વ. ચંદુલાલ જેઠાલાલ મહેતાના પુત્રવધૂ. સ્વ. ભરતભાઈ મહેતાના ધર્મપત્ની ગં.સ્વ. ઉષાબેન મહેતા (ઉં.વ. ૭૫) તે ૧૬/૪/૨૪ના અમરેલી મુકામે શ્રીજીશરણ પામેલ છે. તે પિયરપક્ષે સ્વ. ત્રિવેણીબેન નાનાલાલ કોઠારીના દીકરી. પ્રાર્થનાસભા તથા સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે
પરજીયા સોની
મૂળગામ રાજુલા હાલ ભાયંદર સ્વ. મંજુલાબેન તથા સ્વ. પ્રભુદાસ મોહનલાલ જગડા (સોની)ના પુત્ર મુકેશભાઈ જગડા (સોની) (ઉં.વ. ૫૮) તે ૨૧/૪/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
નવગામ વિશા દિશાવાળ
બાલીસણા (હાલ મલાડ) નિવાસી મહેશભાઈ ચંદુલાલ ત્રિકમદાસ શાહ (ઉં.વ. ૬૯) તે કનકબેનના પતિ. રાહુલ તથા હેમાબેનના પિતાશ્રી. ઉષાબેન જીતેન્દ્રકુમાર, વર્ષાબેન નીતીનકુમાર, મુકેશભાઇ, પ્રિયાબેન રાજેશકુમારના ભાઇ. શીતલબેન, કિંજનકુમાર પ્રવિણભાઈના સસરા. મુકેશભાઇ જયંતિલાલ શાહ (કોલવડા)ના જમાઇ રવિવાર, તા. ૨૧/૪/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષનું બેસણુ ગુરૂવાર, તા. ૨૫/૪/૨૪ના ૪ થી ૬. અક્ષરધામ કોમ્પ્લેક્ષ, એસ.વી. રોડ, ગોરસ વાડીની બાજુમાં, મિલાપ સિનેમા પાસે, મલાડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. પ્રભાબેન ધનજી ખટાઉ ભીંડેના સુપુત્ર અશ્ર્વિન ભીંડે (ઉં.વ. ૬૦) કચ્છ ગામ વાગોપધર હાલે મુલુંડ, મંગળવાર, તા. ૨૩-૪ -૨૪ના રામશરણ પામેલ છે, તે મધુરીબેનના પતિ. આશિષ અને સ્વ. નિશીતના પિતાશ્રી. મનસ્વીના સસરાજી. તે હેમાબેન તરુણકુમાર કોટક, અરવિંદ તથા રાજેશના ભાઈ. તે સ્વ. ભાણજી વેલજી પલણ કચ્છ ગામ નખત્રાણાવાળાના જમાઈ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ગુરૂવાર, તા. ૨૫-૪-૨૪ના ૫:૩૦ થી ૭:૦૦. સ્થળ: કવિ કાલિદાસ ઓડિટોરીયમ, પી. કે. રોડ, મુલુન્ડ (પશ્ર્ચિમ). લૌકિક વહેવાર સદંતર બંધ છે.
ગુર્જર સુતાર
મુળ ગામ કલાણા હાલ કાંદિવલી નિવાસી સ્વ. અનીતા સંચાણીયા (ઉં.વ. ૪૭) ગોવિંદભાઈ રામજીભાઈ સંચાણીયાના ધર્મપત્ની. મોનિકા અનુજના માતોશ્રી. ધર્મેશકુમાર સેરશિયાના સાસુ. સતીશ, જયેશ, કુંદનના ભાભી. અ. સ્વ. હર્ષાબેન, કમલેશભાઇ, અલ્પા, જીગ્નેશભાઈના બેન. સ્વ. છોટાલાલ જીવનભાઈ જોલાપરા, સ્વ. કંચનબેન છોટાલાલ જોલાપરાની સુપુત્રી. તા. ૨૨/૪/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૫/૪/૨૪ ગુરુવારના ૪:૩૦ થી ૬:૦૦, શ્રી ગુર્જર સુથાર વિશ્ર્વકર્મા બાગ, ૩૬/૩૭, બજાજ રોડ, પાર્લે (વેસ્ટ), પિયર પક્ષની પ્રાર્થનાસભા સાથે રાખેલ છે.
દશા સોરઠિયા વણિક
મદ્રાસ નિવાસી શશીકાંત જસાપરા (ઉં.વ. ૭૯) ૧૬-૪-૨૪ મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. પ્રભુદાસભાઇ નંદલાલ જસાપરાના પુત્ર. કલ્પનાબેનના પતિ. પ્રજ્ઞેશના પિતા. દીપાબેનના સસરા. સ્વ. નવીનભાઈ, ચંદુભાઈ, દિલીપભાઈ, કિરીટભાઈ, સ્વ. રાજુભાઈ, નરેન્દ્રભાઇના ભાઈ. સ્વ. મનુભાઈ પ્રેમચંદ મલકાણ (ઘાસવાળા)ના જમાઈ. લૌકીક ક્રિયા અને વ્યવહાર બંધ રાખેલ છે.
લુહાર સુતાર
ગામ વલસાડ, હાલ કાંદિવલી ગંગા સ્વરૂપ હસુમતીબેન પંચાલ (ઉં.વ. ૯૦) સ્વ. રતિલાલ છગનલાલ પંચાલના પત્ની. રોહિત, બીનાબેન મિસ્ત્રીના માતા. વંદિતાબેન, પિયુષભાઈ મિસ્ત્રીના સાસુ. પ્રિયાંક, રૂત્વીના દાદી. મીનલ મારુના નાની. કવિતા, દીપક એને ભાર્ગવના વડસાસુ. ૨૪/૪/૨૪ સ્વર્ગવાસ પામ્યા છે. પ્રાર્થનાસભા ૨૮/૪/૨૪ના ૫ થી ૭, કોમ્યુનિટી હોલ, વિશ્ર્વમિલન સી. એચ. એસ., ગોખલે રોડ, કેપ્ટન સમીર ચંદરવાકર લેન, દહાણુકરવાડી, કાંદિવલી વેસ્ટ, લૌકિક વ્યવહાર બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button