હિન્દુ મરણ
કોળી પટેલ
ગામ ગંધોરના સ્વ. મણીબેન તથા સ્વ. લલ્લુભાઇ લક્ષ્મણભાઇ પટેલનાં પુત્રવધૂ પુષ્પાબેન જીવણભાઇ પટેલ (ઉં. વ. ૬૭) શનિવાર, તા. ૩૦-૩-૨૪ રોજ દેવલોક પામ્યા છે. તે ગૌતમ, રાજેશ્રી (રીના)નાં માતા. લક્ષ્મીબેન, ઠાકોરભાઇ, સ્વ. પ્રવીણભાઇ, નિર્મળાબેન (નીમુબેન)નાં ભાભી. દમયંતીબેન, સ્વ. કાંતાબેનના જેઠાણી. સ્વ. નિર્મળાબેન તથા સ્વ. મગનભાઇ જીવણજી પટેલનાં દીકરી. ભરત, ભાવિક, પ્રિયા, ભાવના, માધુરીના કાકા-કાકી સાસુ. બેસણું તા. ૧-૪-૨૪ના બપોરે ૨થી ૫. ઠે. બારમાની પુષ્પપાણીની ક્રિયા બુધવાર, તા. ૧૦-૪-૨૪ના બપોરે ૩થી ૫. ઠે. જીવણભાઇ લલ્લુભાઇ પટેલ, એ.એન્ડ ઓ. પ્લાઝિયો, ફલેટ નં.૧૦૭, નટવર નગર, રોડ નં.૧, જોગેશ્ર્વરી (પૂર્વ) લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
શિવોળવાળા હાલ વિરાર સ્વ. જશવંતરાય દ્વારકાદાસ મહેતાના પુત્ર જનક (ઉમર:૬૧) તે રીટાબેનના પતિ. સીમાના પતિ. સિમબેન નયનેશભાઈ મહેતા, વિપુલભાઈ ના ભાઈ, અર્ચના વિરલ મહેતા ના પિતા, નટવરલાલ દ્વારકાદાસ મહેતા ના ભાઈ, મહુવાવાળા મોહનલાલ વચ્છરાજ ગાંધી ના જમાઈ, અમરેલીવાળા પ્રતાપરાય જેઠલાલ મહેતા ના જમાઈ. જીતિજ્ઞા ના નાના. ૨૭/૩/૨૪ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ગુર્જર સુતાર
મૂળ ગામ – તરઘરી. હાલ કાંદિવલી (મુંબઈ)નિવાસી મણીભાઈ કરશનભાઈ વડગામા (ઉં. વ. ૭૬) ૨૯- ૩-૨૪, શુકવારના શ્રીજી ચરણ પામ્યા છે. તેઓ સ્વ. જયાબેન તથા સ્વ.કરસનભાઈ પોપટભાઈ વડગામાના પુત્ર. ઈન્દુબેનના પતિ. સ્વ. હરેશભાઈ, ધર્મેન્દ્રભાઈ, ભાવનાબેન ઇતેશકુમાર અઘેરા અને જાગૃતિબેન આશિષકુમાર પંચાસરાના પિતા. ગં.સ્વ. નીતાબેન અને મનીષા બેનના સસરા. કિંજલ, મિતિશા, એન્જલ અને ધાર્મિકના દાદા. બેસણું ૧-૪-૨૪, સોમવારના સમય: સાંજે ૫ થી ૬. લુહાર સુતાર ની વાડી, કાર્ટર રોડ ૩, અંબાજી મંદિર ની બાજુ બોરીવલી ઈસ્ટ.
દશા સોરઠિયા વણિક
શેલણા નિવાસી , હાલ બોરીવલી , દક્ષાબેન રજનીકાન્ત વાલજીભાઈ મહેતા ના સુપુત્ર ધવલભાઈ ( ઉં.વ. ૩૮) તા. ૨૯/૦૩/૨૪ ના શ્રીજી ચરણ પામેલા છે. તે દિશાબેનના પતિ. વેદ-નિત્યા-શ્રવણના પિતા. ધરા-ધ્રુવ ના મોટાભાઈ , દિપ્તીબેન દિપકભાઈ કુભણદાસ શેઠ ના જમાઈ, આશિષ વાલજીભાઈ મહેતા, ગીતા રજનીકાંત માલવીયા, ભાવના મહેન્દ્રકુમાર પારેખ, સ્નેહા જયેશકુમાર પારેખ, જયશ્રી વિજયકુમાર માંડવીયા, પ્રવિણા ઉદયકુમાર પારેખ ના ભત્રીજા, પ્રાર્થનાસભા તથા લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.
વાગડ બે. ચોબીસી સમાજ
મૂળ ગામ રવ (રાપર કચ્છ) હાલે માટુંગા, મુંબઈ સ્વ. વેલુબેન મોહનલાલ પરસોત્તમના સુપુત્ર, ચી. સ્વ.જયસુખલાલ (ઉ.વ.૫૬) તા. ૩૦-૩-૨૪ના શનિવારે અરિહંતશરણ થયેલ છે. તે કિર્તીકુમાર, ભરતકુમાર, સુરેશકુમાર અને સુશીલાબેનના ભાઈ, દિવ્ય અને પ્રિતના પિતાશ્રી, શોભનાબેનના પતિ, મોહનલાલ છગનલાલ દોશીના જમાઈ, સ્વ. દેવશીભાઈ તથા મનસુખલાલ હીરાચંદ મહેતા (રામવાવ વાળાના ) ભાણેજ. ચક્ષુદાન કરેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૧-૪-૨૪ સોમવારના રોજ કરસન લધુ હોલ, દાદર મદ્યે ૧૦.૩૦ થી ૧૨ રાખેલ છે.
ક્ષત્રિય અવસાન
સુરત નિવાસી હાલ મુંબઈ સ્વ.ભદ્રાબેન કાપડીયા (ઉ.વ.૮૩) ગુરૂવાર તા. ૨૮-૩-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ.રમેશચંદ્ર છોટાલાલ કાપડીયાના ધર્મપત્ની, તે શાંતીબેન ભુખણદાસના સુપુત્રી, તે દિપક, બબીતા તથા સ્વ.પાંચાલીના માતુશ્રી, તથા જયેશ, ભાવિનીના સાસુ, ઋષાંક, કુંજલના દાદી તથા સ્વ.સાહિલ, નૌકાના નાની, લોકિક પ્રથા બંધ છે.
કચ્છી ભાટિયા
કૃષ્ણા કેશવજી આશર (ઉં.વ. ૯૭) તા. ૩૧-૩-૨૪નાં શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. મોતીબાઈ રણછોડદાસ ઉદેશીના પુત્રી. મંજુલા પરમાનંદ દુતિયા, ઉપેન્દ્ર, પ્રદીપ તથા મીના દીપક વેદનાં માતૃશ્રી. સ્વ. સરસ્વતીબેન પ્રતાપ, કિશોર, સ્વ. જયા તથા રંજનનાં બહેન. ગીતા તથા રજ્જુનાં સાસુ. પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૨-૪-૨૪ ૫થી ૬.૩૦, સ્થળ: આર્ય સમાજ, ૧૨૦-આરામનગર-૧, ૭ બંગલા, અંધેરી (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૬૧. લૌકિક વ્યવહાર બંધ છે.
મુંબઇગરા દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
લાકડીયા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. જયંતીલાલ મોહનલાલ મહેતાના ધર્મપત્ની રસીલાબેન (ઉં. વ. ૮૮) તા. ૩૧-૩-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે ગં. સ્વ. આરતી મિલન દાણી, તેજલ હિતેશ મડીયા, રચન કલ્પેશ મહેતાના માતુશ્રી. સ્વ. મણીબેન વ્રજલાલ પારેખ (જૂનાગઢ)ના દીકરી. ગં. સ્વ. લતાબેન ભુપતરાય મહેતા, ગં. સ્વ. સરયુબેન રજનીકાંન્ત મહેતા, સ્વ. ચતુરબેન, સ્વ. મધુબેન, સ્વ. હસુબેન, સ્વ. લીલીબેન, સ્વ. જસુમતીબેનના ભાભી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧-૪-૨૪ સાંજે ૪થી ૫.૩૦. ઠે. સ્વામિનારાયણ મંદિર, બીએપીએસ લવંડર બાગની બાજુમાં, ૯૦ ફૂટ રોડ, ઘાટકોપર (ઇસ્ટ).