હિન્દુ મરણ
સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
ઘાંઘળી નિવાસી હાલ મુંબઈ સ્વ. શાંતાબેન કાંતિલાલ ત્રિવેદીના પુત્ર ડો. શરદભાઈના ધર્મપત્ની ચારુબેન (ઉં.વ. ૭૨) તે હિરેન તથા શિતલના માતુશ્રી. ચંદનકુમાર, મેઘનાના સાસુ. ક્રિષ્નાના નાની. ઉસરડ નિવાસી સ્વ. મંજુલાબેન ભાનુભાઈ બધેકાના પુત્રી તા. ૨૬-૩-૨૪, મંગળવારે કૈલાસવાસી થયા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ગામડીયા દરજી
ગામ વલસાડ હાલ ભાયંદર સ્વ. બિપીનભાઈ ચુનીલાલ બલસારા (ઉં. વ. ૭૭) તે નીતાબેનના પતિ. ભાવેશ, વૈશાલી, સોનલના પિતા. આરતી, ડેની ચીમન ટેલર, ભાવેશ દલપત દમણીયાના સસરા. સ્વ.અશ્ર્વિનભાઇ, વિજયભાઈ, દિલીપભાઈ, સ્વ.ભરતભાઈના ભાઈ. રાહુલ, ડિમ્પલના દાદા. પ્રિન્સ તથા નીજાન્સીના નાના. ૨૪/૩/૨૪ના દેવલોક પામેલ છે. તેમનું બેસણું ૩૧/૩/૨૪ના ૩ થી ૫. કપોળ વાડી, ગીતા નગર, ફાટક રોડ, આકાર ટાવરની નજીક ભાયંદર વેસ્ટ.
ગામડિયા દરજી
વલસાડ (લીલાપુર) નિવાસી હાલ મુંબઈ નાલાસોપારા સ્વ.કાંતિલાલ બલસારા (ઉં. વ. ૮૨) ગં. સ્વ. જયવંતીબેન બલસારાના પતિ. સ્વ. ગોદાવરીબેન છબિલદાસ બલસારાના પુત્ર. અશોક, ધર્મેશ, સ્વ. પરેશ, સ્વ.અજિતના પિતા. સ્વ.ભુલીબેન પ્રભુદાસ ટેલરના જમાઈ. સ્વ.નટવરલાલ, સ્વ. જેન્તીલાલ, સ્વ. અમૃતલાલ, સ્વ.ભગવનદાસના બનેવી. સ્વ. ઈશ્ર્વરભાઈ, સ્વ.મનુભાઈ, સુશીલાબેન, હેમુબેનના ભાઈ. બેસણું તા.૩૦/૩/૨૪ શનિવારના ૪ થી ૬. ગુરુકૃપા હોલ, રેલવે ટિકિટ બારીની પાછળ, નાલાસોપારા (પૂર્વ).
દશા નીમા વણિક
બાલાસિનોર નિવાસી હાલ કાંદિવલી નિરંજનભાઈ મુળજીભાઈ દેસાઈના ધર્મપત્ની અ.સૌ. રશ્મિકાબેન દેસાઈ (ઉં. વ. ૭૮) તે પિયરપક્ષે બાલાસિનોરવાળા સ્વ. શાંતાબેન તથા સ્વ. નટવરલાલ પુરષોત્તમ પરીખ (સુબા)ના દીકરી. સંદીપ તથા કાલિન્દીના માતુશ્રી. મિતુલ તથા જીગ્નેશકુમાર મણિકાંત કડકિયાના સાસુ. કૃશા, સાર્થક, આસ્થા, હરિતા, દાક્ષીના બા, તે ૨૭/૩/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૨૯/૩/૨૪ના ૫ થી ૭. લોહાણા મહાજનવાડી, બીજે માળે, શંકર મંદિર પાસે, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
મૂળ વતન અમરેલી નિવાસી હાલ મલાડ સ્વ. દમયંતીબેન તથા સ્વ. યશવંતરાય પડિયાના પૌત્રી તથા હર્ષાબેન હરેશભાઇ પડિયાંના પુત્રી જાનવી (ઉં. વ. ૨૩) તે ૨૭/૩/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે ચૈતન્ય, નીતા દેવેન્દ્ર કિરી, જયશ્રી સુધીર જોગી, આશા દિલીપ જોગી, ભારતી કિશોર સેતા, ક્રિષ્ના ચૈતન્ય પડિયાના ભત્રીજી. સ્વ.કાંતિભાઈ બોસમીયા, સ્વ.રમેશભાઈ બોસમીયા, સ્વ. દિનેશભાઇ બોસમીયાના ભાણેજ. લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
કચ્છી લોહાણા
કચ્છ ગામ ગોયલા હાલે પિમ્પળગાવ, નાસિક નિવાસી સ્વ. પૂરબાઈ મુળજીભાઈ કતીરાના પુત્રવધૂ સ્વ. પુષ્પાબેન, (ઉં. વ. ૬૭) તે કરશનભાઇના ધર્મપત્ની. તે યોગેશભાઈ, રોહિતભાઈ, સૌ. મમતાબેન જીગ્નેશ કુમાર ચંદન, સૌ.શીતલબેન હિતેશકુમાર ઠક્કરના માતુશ્રી. તે સૌ. આરતીબેન, સૌ. જીનલબેનના સાસુમા. તે હર્ષ, શિવ, ધાની, આદિતિ, તે પિયાંશ, આંયાંશના દાદીમા-નાનીમા. તે સ્વ. ટોકરશીભાઈ, સ્વ. જયરામભાઈ, નારાયણભાઈ, જેઠમલભાઈ, શંકરભાઈના ભાભી ૨૮/૩/૨૪ના શ્રીરામશરણ પામ્યા છે. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, તા.૨૯/૩/૨૪ના ૪.૩૦ થી ૬. આર. પી. વિદ્યાલય, નિમાણી બસ ડેપોની બાજુમાં, પંચવટી, નાસિક.
મેઘવાળ-વણકર
ગામ લાઠી, હાલ મુંબઈ સ્વ. ગોવિંદભાઈ દેસા ગોહિલના ધર્મપત્ની, સ્વ. ખોડીદાસ કેશવ સુમરાના જયેષ્ઠ પુત્રી. ચારણીયાના ભાણેજ, સ્વ. દેવજીભાઈ, મંગળજીભાઈ, સ્વ. રમેશભાઈ, મણીબેનના મોટાબહેન. કંકુબેન, રતનબેન, શામજીભાઈ, દિનેશભાઈના માતૃશ્રી. કુસુમબેન, ભારતીબેન, સ્વ. મનોજભાઈ સોલંકી, દિનેશભાઈ સોલંકીના સાસુ સ્વ. ધુડીબેન ગોવિંદ ગોહિલ (ઉં. વ. ૮૨)નું સોમવાર, તા. ૨૫/ ૦૩/૨૪ના અવસાન થયું છે. તેમના બારમાની વિધિ શનિવાર, તા. ૩૦/૩/૨૪ના ૫.૦૦. બી૧, ૩૦૩, સાંઈ કોમ્પ્લેક્સ, સાંઈ શ્રુષ્ટિ, મીરા રોડ રેલવે સ્ટેશનની પાસે, મીરા રોડ (પૂર્વ).
કચ્છી લોહાણા
સ્વ. લક્ષ્મીબેન (નર્મદા) લક્ષ્મીદાસ પ્રેમજી રૂખાણા ગામ કચ્છ તેરા હાલ મુલુન્ડના જયેષ્ઠ પુત્ર દિનેશભાઇ (ઉં. વ. ૭૩) તે સરલાબેનના પતિ. તે ધર્મેશ, પુનિત તથા એકતા જયેશ તન્નાના પિતાશ્રી. તે સ્વ. સુશીલાબેન ગોકલદાસ માણેકના જમાઇ. તે શેરી, એકતા તથા જયેશ તન્નાના સસરા. તે ત્રિવેણી પ્રવીણભાઇ ઠક્કર, જયશ્રી કિશોરભાઇ મજેઠિયા, દમયંતી રમેશભાઇ અનમ, મનોરમા પ્રવીણભાઇ ઠક્કર, જયોત્સના અશ્ર્વિનભાઇ સેજપાલ તથા દિલિપભાઇના મોટાભાઇ.તે મંગળવાર, તા. ૨૬-૩-૨૪ના શ્રીરામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૨૯-૩-૨૪ના ૪થી ૬. ઠે. પરમેશ્ર્વરી સેન્ટર, પહેલે માળે, મદન મોહન માલવિયા ક્રોસ રોડ, (અચીજા હોટેલની બાજુમાં), મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
પરજીયા સોની
મૂળ ગામ મોટી ખીલોરી હાલ કાંદિવલી સ્વ. હરજીવનદાસ હમીરભાઇ ધાણકના પુત્ર દિનકરભાઇ (ઉં. વ. ૭૯) તે તા. ૨૬-૩-૨૪ મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. પ્રવિણાબેનના પતિ. પંકજભાઇના મોટાભાઇ તથા રાજેન્દ્ર, દિપક, હર્ષાબેન ધર્મેશકુમાર જગડા, વર્ષાબેન ચેતનકુમાર સલ્લા, પ્રતિચિબેન મનોજકુમાર ધકાણના પિતા. રૂપા, જાન્હવીના સસરા. જીતલ, નિકિતા, રિષભ, વ્યોમના દાદાજી. દર્શના હિરેન જોશી, ખુશબુ કાર્તિક વડિયા, રાજવી, ડિમ્પલ, અભિષેક, માલવિક, આરવના નાનાજી. પ્રાર્થનાસભા તા. ૨૯-૩-૨૪ના શુક્રવારના ૪થી ૬. ઠે. સોની વાડી, શિમ્પોલી, બોરીવલી (વેસ્ટ), લૌકિક પ્રથા બંધ છે.
વિશા ખડાયતા વૈષ્ણવ જંબુસર એકડો
મૂળ વતન જંબુસર હાલ મલાડ કપિલાબેન શાહ (ઉં. વ. ૭૨) (પિયર સ્વ. નટવરલાલ છગનલાલ શાહ, ગામ જંત્રાલ) તે જયેશકુમાર શાહના ધર્મપત્ની. વિકાસકુમાર જયેશકુમાર શાહ અને નીલમબેન ચિરાગકુમાર શાહના માતા. તે રાજલબેન વિકાસકુમાર શાહ અને ચિરાગકુમાર પ્રફૂલચંદ્ર શાહના સાસુ. તે કુમારી ધૂન વિકાસકુમાર શાહના દાદી. જોયલ ચિરાગકુમાર શાહ તથા નિસર્ગ ચિરાગકુમાર શાહના નાની તા. ૨૩-૩-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. બેસણું અને તેરમું તા.૪-૪-૨૪ના રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. રામાબાઈ ગોકલદાસ ચાન્નાભાઈ ગણાત્રા, કચ્છ ગામ તેરાવાળાના પુત્ર ભરતભાઈ, (ઉં. વ. ૮૧) (હાલે થાણા નિવાસી) તે સ્વ. દમયંતીબેનના પતિ. તે રાકેશના પિતાજી. કવિતાબેનના સસરા. સ્વ. ભવાનજીભાઈ, સ્વ.મથુરાદાસભાઈ, સ્વ. દેવજીભાઈ, સ્વ.વાસંતીબેન, કમળાબેન, લીલાવંતીબેન, પુષ્પાબેનના ભાઈ. સ્વ.વેલબાઈ શિવજીભાઈ ધીરાવાણી ગઢશીસાવાળાના જમાઈ. તા.૨૬-૩-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તેમની બંને પક્ષની પ્રાર્થના સભા તા. ૨૯-૩-૨૪ શુક્રવારના ૫. થી ૬.૩૦ ઠે . ગોપુરમ હોલ, રાજેન્દ્ર પ્રસાદ રોડ, મુલુન્ડ વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
મહુવાવાળા ગુણવંતરાય ત્રીભોવનદાસ ગાંધીના ધર્મપત્ની જયોતીબેન, (ઉં. વ. ૮૯) તા. ૨૭મી માર્ચ ૨૪ના વડોદરા મુકામે શ્રીજીચરણ પામ્યા છે. તે વ્રજલાલ અંદરજી સંઘવીનાં દીકરી. પ્રતિમા જસ્મીન ગાંધીનાં સાસુ. જસ્મીન, મનીષા પ્રદીપ ગોરડીયા તથા મીતા વિપુલ દોશીના માતુશ્રી. નિર્મલ તથા હર્ષનાં દાદી અને સૌ. રીમાના મોટાસાસુ. સર્વ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.
સોરઠિયા બ્રહ્મક્ષત્રિય
મહુવા નિવાસી હાલ ભીવંડી ગં.સ્વ.દક્ષાબેન (ઉં. વ. ૭૭), તે સ્વ. મનહરલાલ અંબાલાલ તેતરના ધર્મપત્ની બુધવાર તા. ૨૭-૩-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે ભરતભાઈ, જાગૃતિબેન, પ્રિતેશભાઈ તથા બિંદુબેનના માતુશ્રી. તે રાજેશભાઈ ગોવિંદજી છાટબાર અને દિવ્યાબેન પ્રિતેશભાઈ તેતરના સાસુ. તે અકોલાવાળા સ્વ.પોપટલાલ કલ્યાણજી પડીયાના દીકરી. સ્વ. દયાગૌરી કૃષ્ણકાંત તેતરના દેરાણી તથા સ્વ.દમયંતીબેન દિનકરભાઈ માંમતોરાના ભાભી. લૌકિક પ્રથા બંધ છે.
શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગ્યારસે બ્રાહ્મણ
ધાંધળી નિવાસી હાલ ભાયંદર મહેશકુમાર પંડ્યા તા. ૨૮-૩-૨૪ના કૈલાશવાસી થયેલ છે. (ઉં. વ. ૭૯), તે શોભનાબેનના પતિ. સ્વ.અજવાળીબેન ભગવાનજી પંડ્યાના પુત્ર. સ્વ. સરસ્વતીબેન ઈચ્છાશંકર ત્રીવેદી (વલ્લભીપુર)ના જમાઈ. અ.સૌ. માધવી, આદિત્યના પિતા. અ. સૌ. સંસ્કૃતિ અને ભાર્ગવભાઈ ઘનશ્યામભાઈ પંડ્યાના સસરા. ભૂપતભાઈ, સ્વ.ગુલાબભાઈ, સ્વ. છેલશંકરભાઈ, હસમુખભાઈ, સ્વ.પ્રભાબેન, સ્વ.વિજયાબેન, સ્વ.રમાબેન, સ્વ. શાંતાબેન, સ્વ. જશુબેન, સ્વ.ચંપાબેનના ભાઈ. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧-૪-૨૦૨૪, ૪ થી ૭, – રાજસ્થાન હોલ, ૬૦ ફીટ રોડ, કમલાપાર્કની સામે, ભાયંદર-વેસ્ટ.
હિન્દુ મેઘવાળ
ગામ-રાળગોન,ભાવનગર (હાલ મુંબઈ)ના સ્વ.ભાણીબેન અને સ્વ.બધાભાઈ માણંદ મારૂના પુત્ર ટાભજીભાઈ (ઉં. વ. ૮૯) તા.૨૩/૩/૨૪ના દેવલોક પામ્યા છે. તેઓ સ્વ.પૂંજીબાઈના પતિ. વિજયભાઈ, સ્વ.સુરેશભાઈ, જયાબેન, સ્વ.લીલાબેન,અમિતાબેનના પિતા. સ્વ.દાનજીભાઈ, દેસાભાઈ, સ્વ. ધુડીબેન ચૌહાણ, સ્વ.જેઠીબેન વેલારી, સ્વ.મણીબેન વાઘના ભાઈ. મંજુલાબેન, નિર્મળાબેન, રમેશભાઈ વાઘ. વિશ્રામ મકવાણા, મહેશ વાઘના સસરા. બારીયાના જમાઈ. તેમના બારમાની વિધિ ૨૯/૩/૨૪ના શુક્રવારે ૪-૦૦. મેઘનગર પટાંગણ, આર્થરરોડ, ચિંચપોકલી ખાતે રાખવામાં આવી છે.
મિસ્ત્રી
મુળ બિલીમોરા હાલ કાંદિવલીના જગત ગુલાબભાઇ મિસ્ત્રી તે સ્વ. અં. સૌ. ચંદ્રિકાબેનના પતિ. તે સ્વ. કંચનબેનના પુત્ર. સ્વ. દિનેશભાઇ, સ્વ. નાનુભાઇનાં નાના ભાઇ. જીજ્ઞેશ-રીંકુના પિતાશ્રી. માધવી અને આનંદનાં સસરા. વરુણના દાદા તા. ૨૭-૩-૨૪ના બુધવારે દેવલોક થયો છે. સાદડી: ઠે. બી-૫૦૨, બ્લુઓશન બિલ્િંડગ નં.૨, બ્લુ એમ્પાયર કોમ્પલેકસ, મહાવીર નગર, એક્ષટેન્શન, એકતા નગર, કાંદિવલી (પશ્ર્ચિમ), શનિવારે તા.૩૦-૩-૨૪ના ૫થી ૭.
કચ્છી ભાટીયા
મૂળ વતન માંડવી હાલ મુંબઇ શશીકાંત જેસરાણી (ઉં. વ. ૮૩)તે સ્વ. ચત્રભુજભાઇ તથા સ્વ. કસ્તુરબાના પુત્ર. ગં. સ્વ. સાવિત્રીબેનના પતિ. તે આકોલાવાલા સ્વ. પ્રેમજીભાઇ તથા સ્વ. પ્રેમકુંવરબાઇ ભાટીયાના જમાઇ. તે પ્રિતી, પલ્લવી, જયંતના પિતાશ્રી. મેહુલ સંપટના સસરા. તથા રોહનના નાના તા. ૨૬-૩-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા ૨૯-૩-૨૪ના શુક્રવાર સમય ૫થી ૬.૩૦. ઠે. રવજી જીવરાજ ચાંગડીયાવાલા હોલ, એસ.એન.ડી.ટી. કોલેજ હોલ, ૩૩૮ રફી અહેમદ કીડવાઇ રોડ, માટુંગા (ઇસ્ટ), મુંબઇ-૧૯. લૌકિક પ્રથા બંધ છે.