હિન્દુ મરણ
સુરતી દશા પોરવાડ વણિક જ્ઞાતિ
જુહુ સ્કીમ, વિલેપાર્લા નિવાસી, હર્ષા મેહતા (ઉં. વ. ૮૪) ૨૪-૩-૨૪ ને રવિવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. સનતબેન તથા સ્વ. મંગલદાસભાઈના પુત્રવધૂ. સ્વ. મયંકભાઈના પત્નિ. હેમાબેન, કમલભાઈ તથા સ્વ. ચિત્તરંજનભાઈના બહેન. ઈલાબેનના ભાભી. કૌશલ, જનક, યયાતિ, નિયતિના માતુશ્રી. અમિતા, પૂર્વી, શાંભવી, પ્રયાગના સાસુ. તેમની પ્રાર્થનાસભા શુક્રવાર, ૨૯-૩-૨૪ના વિશ્ર્વેશ્ર્વર ભવન, પહેલે માળે, સાયન્સ આશ્રમ કમ્પાઉન્ડ, વિલેપાર્લા (વેસ્ટ.),
૫થી ૭.
કચ્છી લોહાણા
સ્વ. જમનાબેન પ્રેમજી અનમ (કચ્છ ગામ કોરીયાણી, હાલ મુલુન્ડ)ના પુત્રવધૂ. તે સ્વ. ભરતભાઈ પ્રેમજી અનમના ધર્મપત્ની ગં.સ્વ. રંજનબેન (ઉં. વ. ૬૨) ૨૦-૩-૨૪, બુધવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. લક્ષ્મીદાસ રણછોડદાસ સોચર (ગામ નારાયણ સરોવર)ના પુત્રી. દિપાલી શૈલેષભાઈ દૈયા, અમિતના માતુશ્રી. હેમ અને મહેકના નાનીમા. વલભજી લાલજી ગામ કોરીયાણીના નાના ભાઈના પુત્રવધૂ. તેમની પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
સૂરતવાળા, હાલ મુંબઈ, શશીકાંત રતિલાલ મહેતા (ઉં. વ. ૯૩) તે સ્વ. સાવિત્રીના પતિ. અ.સૌ. વિભૂતિ હરેન્દ્ર નાયાણી, અ.સૌ. છાયા મુકેશ શાહ, ઉદય-જાગૃતિના પિતા. અ.સૌ. શ્ર્વેતા મયુર ગોરડિયા, ચિ. અદિતી, અ.સૌ. રિધ્ધિ ધ્રુવ ઠક્કર, અ.સૌ. પ્રાચી હાર્દિક દેસાઈ, અ.સૌ. હેમાંશી ધવલ સાંગાણીના દાદા. સ્વ. ચંદ્રભાગાબેન શાંતિલાલ દોશી, સ્વ. પુષ્પાબેન મહેન્દ્ર જવેરીના ભાઈ તથા ડેડાણવાળા સ્વ. જેરામભાઈ વચ્છરાજ મહેતાના જમાઈ ૨૬-૩-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. સર્વે લૌકિક પ્રથા બંધ છે.
ઘોઘારી દશા દિશાવળ વણિક જ્ઞાતિ
હાથબ નિવાસી, હાલ ભાયંદર, સ્વ. રાજારામ શ્રોફના પુત્ર ગુણવંતરાય શ્રોફ (ઉં. વ. ૮૪) તે સ્વ. ગીતાબેનના પતિ. તે સૌ. નીલિમા રાકેશ ગાંધી, સ્વ. આરતી હિતેષ મહેતા, સૌ. બીના રાકેશ પારેખ, સૌ. વિણા પરેશ દામાણીના પિતા તથા સ્વ. લક્ષ્મીદાસ પિતાંબરદાસ પારેખના જમાઈ. સોમવાર, ૨૫-૩-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની સાદડી ગુરુવાર, ૨૮-૩-૨૪ના ૪થી ૬. સ્થળ: દેવ વાટિકા હોલ, ૬૦ ફીટ રોડ, ભાયંદર (વે.)
ઇડર દરજી સમાજ
મૂળ ગામ સદાતપુરા (હાલ મલાડ) સ્વ. ઇશ્ર્વરલાલ કસ્તુરભાઈ પરમારના ધર્મપત્ની ગં. સ્વ. ડાહીબેન ઈશ્ર્વરલાલ પરમાર (ઉં. વ. ૯૦) તા. ૨૨-૩-૨૪ના શુક્રવારના શ્રીજીચરણ પામ્યા છે. તે જયંતિભાઈ, ગુણવંતભાઈ, મીનાબેન, ભાવનાબેનના માતુશ્રી. તે કપિલાબેન, કોકિલાબેન, મનોજકુમાર, જયેશકુમારના સાસુ. તે મિત્તલ, ધર્મેશ, નીલ, શીતલ, રિંકુ, ટીના, પાયલ, રેશમા, પીહુ, ભૂમિકા, યશસ્વી, કુશના દાદી. પિયર પક્ષે ગુલાબચંદ (બરવાવ)ના દિકરી. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૩૧-૩-૨૪ના ૨-૩ કલાકે સ્વામીનારાયણ અક્ષરધામ કોમ્પલેક્સ, નિલગીરી એપાર્ટમેન્ટની બાજુમાં, રિધ્ધિ-સિધ્ધિ ગણપતિ મંદિરની સામે, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).
ક્ષત્રિય દરબાર
ગામ પંચાસર હાલ મુંબઈ નિવાસી અર્જૂનસિંહ ઝાલા (ઉં. વ. ૪૭) તા. ૨૬-૩-૨૪ના સ્વર્ગવાસ પામેલ છે. તે સ્વ. દેવકુંવરબા લખુભા મોડજી ઝાલાના પુત્ર. તે જાગૃતિબાના પતિ. તે આદિત્ય, પ્રિતીકાના પિતાશ્રી. તે કૃષ્ણસિંહ, રઘુવીરસિંહના ભાઈ. તે ખુશ્બુ, હર્ષિતા, દિલીપ, ધ્રીતીના કાકા. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૮-૩-૨૪ના ૫ થી ૭. સ્થળ: મુક્તિ કમલ હોલ, બીજે માળે, જૈન મંદિરની બાજુમાં, દહિસર (વેસ્ટ).
વ્યારા વિશા લાડ વણિક
મુંબઈ નિવાસી સ્વ. કિરીટભાઈ શાહ (ઉં. વ. ૭૮) તા. ૨૬-૩-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. લીલાવતીબેન તથા સ્વ. ઝીણાભાઈ ગીરધરદાસ શાહના સુપુત્ર. તે સ્વ. વીરબાળાબેન તથા સ્વ. ચીમનલાલ નેજાવાલાના જમાઈ. તે સ્વ. રંજનબેનના પતિ. તે ઝરણાં અને કૃણાલના પિતાશ્રી. તે નિરેનના સસરા. તે મિહિરના નાના. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી લોહાણા
પાનસડા નિવાસી હાલ કલ્યાણના સ્વ. રસિકભાઈ કાનજીભાઈ ચોલેરા તથા સ્વ. નલિનીબેન ચોલેરાના પુત્ર સમીર (ઉં. વ. ૪૬) ૨૪-૩-૨૪ના શ્રીચરણ પામ્યા છે. તે વૈશાલીના પતિ. તે ખુશીના પિતા. તે સ્વ. ભગવાનભાઈ, મગનભાઈના ભત્રીજા. તે દિનેશભાઈ ડાહ્યાલાલ મીરાણીના જમાઈ. તે મનીષાબેન પરેશ તન્ના, તે ભૂપતભાઈ, ગિરીશભાઈ, મનોજભાઈના ભાઈ. તેમની પ્રાર્થનાસભા ૨૮-૩-૨૪ના ૪ થી ૬, જલારામ હોલ, મહાજનવાડી, આગરા રોડ, કલ્યાણ-વેસ્ટમાં. લૌકિક પ્રથા બંધ છે.
શ્રીમાળી સોની
જામનગર નિવાસી, હાલ કાંદીવલી દિનેશભાઈ પારેખ (ઉં. વ. ૬૬). તે કલ્પનાબેનના પતિ. તે ગૌ.વા. રૂક્ષ્મણીબેન તથા ગૌ.વા. કાંતિલાલ લાલજીભાઈ પારેખના પુત્ર. તે વલ્લભદાસ પુરુષોત્તમદાસ ગુસાણીના જમાઈ. તે પ્રવિણભાઈ (મનુભાઈ), ભરતભાઈ, અ.સૌ. નયનાબેન પ્રકાશભાઈ સોની તથા અ.સૌ. ઈલાબેન વસંતભાઈ લાઠીગરાના ભાઈ. તે અ.સૌ. દક્ષાબેનના દિયર તથા અ.સૌ. રાધિકાબેનના જેઠ શુક્રવાર, ૨૨-૩-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૨૮-૩-૨૪ ને ગુરુવારે ૫થી ૭. સ્થળ: લોહાણા મહાજન વાડી, પહેલા માળે, સ્વામી વિવેકાનંદ રોડ, શંકર મંદિરની બાજુમાં, કાંદીવલી (પશ્ર્ચિમ).
કપોળ
ભાવનગરવાળા હાલ મુંબઈ નિવાસી સ્વ. લક્ષ્મીદાસ ભાણજી સંઘવીના પુત્ર સ્વ. રામદાસભાઈના ધર્મપત્ની ગં.સ્વ. ધ્રુમનબેન (ભાનુબેન ઉં.વ. ૮૬) તા. ૨૬.૩.૨૪ના મંગળવારના શ્રીજીચરણ પામ્યા છે. પૂર્ણિમા-આશિત પટેલ, બિંદુ, આકાંશા-દિવ્યાંગ શ્રોફના માતુશ્રી. તુલસીદાસ, સ્વ.કુસુમબેન, સ્વ.મધુબેન, કિસનદાસ, ભારતી, ઇંદુ, અરુણા, ગિરીશના બેન. મહુવાવાળા સ્વ. કમળાબેન કેશુરદાસ બાલુભાઇ પારેખના દીકરી. મોસાળપક્ષ સ્વ.જયંતીલાલ, સ્વ.અમરશીભાઇ, સ્વ. વ્રજલાલ દેવીદાસ પારેખના ભાણેજ. પ્રાર્થનાસભા તા. ૨૯.૩.૨૪ના શુક્રવાર ૫ થી ૭. સેવાસદન સોસાયટી, મલબારી હોલ, ગામદેવી પોલીસ સ્ટેશનની બાજુમાં, ગ્રાન્ટ રોડ (વેસ્ટ).
નાથળીયા ઉનેવાળ બ્રાહ્મણ
સ્વ. પુષ્પાબેન પ્રવિણચંદ્ર ભટ્ટ (ઉં.વ. ૭૫) તે ઘૂડિયા આગરીયા હાલ કાંદિવલી સંજય, સચિન, હિના અશોક ઓઝા, વર્ષા પ્રદીપ ઓઝાના માતુશ્રી. રિટા તથા નિશાના સાસુ. શ્રુતિ, જાનકી, સાનવીના દાદી. કાશીબેન કરશનજી દામોદર ઓઝાના દીકરી, ૨૫/૩/૨૪ના કૈલાશવાસી થયેલ છે. પ્રાર્થનાસભા ૨૮/૩/૨૪ના ૫ થી ૭. વર્ધમાન સ્થા જૈન સંઘ, પારેખ લેન કોર્નર, એસ.વી રોડ, કાંદિવલી વેસ્ટ.
ઝાલાવાડી સઇ સુથાર
ચુડા નિવાસી હાલ કાંદિવલી સ્વ. જેઠાલાલ કુંવરજી વાઘેલાના ધર્મપત્ની ગં.સ્વ. લીલાવતી (લીલીબેન) વાઘેલા (ઉં.વ. ૮૨) તે ૨૪/૩/૨૪ના રામશરણ પામેલ છે. તે ભરત, પરેશ, ચેતના, દિપાલીના માતુશ્રી. પારૂલ, મિત્તલ, રાજકુમાર તથા જીગરકુમારના સાસુ. નિષ્ઠા, સમર્થ, મિસરીના બા. કાંતિલાલ જગજીવનદાસ કપૂરીયા, નારાયણભાઈ, જયશ્રી કૃષ્ણકાંત પાટડીયા, પલ્લવી શૈલેષ ગોહિલના બહેન. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૯/૩/૨૪ના ૪ થી ૬. વર્ધમાન સ્થા.જૈન સંઘ, (સર્વોદય હોલ), ડાયમંડ ટોકીઝની સામે, એલ. ટી. રોડ, બોરીવલી વેસ્ટ.
કપોળ
ભાવનગરવાળા (હાલ બોરીવલી) સ્વ. પ્રતાપરાય શાંતિલાલ મહેતાના પુત્ર સ્વ. શૈલેષ મહેતાના ધર્મપત્ની ગં.સ્વ. નીલમ મહેતા (ઉં.વ. ૬૬) તે સ્વ. અમિત-કૃપાલી તથા કુણાલ-ઉન્નતિના માતા. જયશ્રી સંઘવી, સ્વ. રંજનબેન, નયના ભુવા, જ્યોતિ ભુતા તથા રાજેશના ભાભી. ડુંગરવાળા સ્વ. જયંતીલાલ રામજી વોરાના દીકરી. કવિતાના જેઠાણી. તા.૨૬/૦૩/૨૪ના બોરીવલી શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા શુક્રવાર તા.૨૯/૦૩/૨૪ના ૫ થી ૭. લોહાણા મહાજન વાડી, એસ. વી. રોડ, કાંદીવલી (વેસ્ટ).
દશા સોરઠીયા વણિક
જામનગર નિવાસી દિલીપકુમાર પ્રાણલાલ કુરજી સાંગાણી (ઉં.વ. ૭૦) તે સરલાબેનના પતિ. હરેશભાઈ, દિવ્યા, મધુ, બીના, નયનાના મોટાભાઈ. તે સ્વ. નિર્મલાબેન જેચંદભાઈ ગોપાલજી આનંદપરાના જમાઈ. તે સ્વ. સૂર્યકાંત, સ્વ. નવીન, રમેશ, કિશોર, ભરત, સ્વ. રમાબેન કનૈયાલાલ ગાદોયા, રશ્મી મેહુલ શાહ, ચેતના ભરતકુમાર ચુડાસમાના બનેવી. તા ૨૫/૩/૨૪ના સોમવાર શ્રીજીચરણ પામેલ છે. સાદડી તથા લૌકીક પ્રથા બંધ છે
શ્રીમાળી બ્રાહ્મણ
ઉષાબેન ત્રિવેદી (ઉં.વ. ૭૧) તે ૨૨.૩.૨૪ શુક્રવારના હૈદરાબાદ ખાતે કૈલાસવાસી થયા છે. નરેન્દ્રભાઈના ધર્મપત્ની. તે નિલાંગ, દીપેનના માતૃશ્રી. અંજલિ, અંકિતાના સાસુ. ચી. તિવિશાના દાદી. સ્વ. મધુબેન, ગં.સ્વ. માયાબેન, જયશ્રીબેન, ગીતાબેનના મોટાભાભી. પિયરપક્ષે સ્વ.પુષ્પાબેન જનકભાઈના મોટીદીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સોરઠીયા પ્રજાપતિ કુંભાર
કલ્યાણ નિવાસી અ.સૌ. લલીતાબેન (ઉં.વ. ૭૫) તા. ૨૬-૩-૨૪ને મંગળવારના રામશરણ પામ્યા છે. તે જગદીશભાઈ દેવરાજભાઈ ભરડવાનાં ધર્મપત્ની. તે સ્વ. રામજીભાઈ લક્ષ્મણભાઈ ડાભીના દીકરી. તે શૈલેષભાઈ, નયનાબેન રાઠોડ અને મનીષાબેન પનવેલકરના માતોશ્રી. તે દક્ષાબેન ભરડવા, હરેશભાઈ રાઠોડ અને સંજયભાઈ પનવેલકરનાં સાસુ. તે રાણાભાઈ, કિરણભાઈ ભરડવા, મથુરાબેન કંસારા, પ્રેમિલાબેન ચૂઘડિયા, બેબીબેન દીગેના ભાભી. તે પ્રાપ્તિ, યુતિ, પ્રિશ, ક્રિયાંશ, હંશિતનાં દાદી. પ્રાર્થનાસભા તા. ૨૮-૩-૨૪ ગુરૂવારના ૩.૦૦ થી ૫.૦૦. લોહાણા મહાજનવાડી હૉલ, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ, કલ્યાણ પશ્ર્ચિમ.
બાલાસિનોર દશા નિમા વણિક
શ્રીકાન્ત કાંતિલાલ ધારીઆ (ઉં.વ. ૮૯), તે સ્નેહલતાના પતિ. રાહુલ, પ્રેરણા, પ્રશાંતના પિતા. પરેશકકુમાર, બેલા, રૂપલના સસરા. રોહન, અર્પિતના દાદા. અંકિતના નાના. શનાયા, જયવીર, સુધાબેન, અજીતભાઇ, દિનેશભાઇ, નલિનભાઇના ભાઇ ૨૫-૩-૨૪ને સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ૨૯-૩-૨૪ને શુક્રવારના ૫ થી ૭. ખડાયતા ભુવન, વિષ્ણુપ્રસાદ સોસાયટી, ૩૨, હનુમાન રોડ, વિલેપાર્લે ઇસ્ટ. લૌકિક પ્રથા બંધ છે.
સત્તાવીસ સાબરકાંઠા ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
ગામ આગલોડ (હાલ મુંબઈ દહીંસર) શ્રીમતી જાગૃતિ રાકેશ ભટ્ટ (ઉં.વ. ૫૮) તે રાકેશ રતિલાલ ભટ્ટના ધર્મપત્ની. વિરલના માતુશ્રી. અલ્કેશના ભાભી. અમીના જેઠાણી. પૂજા અને શિવાનીના મોટા મમ્મી. વીરબાળા અને લલીતચંંદ દુર્ગાશંકર વ્યાસની દીકરી. તા. ૨૨.૩.૨૪ના રોજ દેવલોક પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૨૮.૩.૨૪ના રોજ રાખેલ છે. ૫.૦૦થી ૭.૦૦. મુક્તિ કમલ હોલ, જૈન દેરાસરની બાજુમાં, એલ. ટી. રોડ, દહીંસર રેલવે સ્ટેશન પાસે, દહીંસર પશ્ર્ચિમ.
હાલાઇ લોહાણા
નરેન્દ્ર તન્ના (ઉં.વ. ૮૮) ૨૬મી માર્ચ ૨૦૨૪ ને મંગળવારના સ્વર્ગવાસ પામેલ છે. તે સ્વ. લક્ષ્મીબેન અને સ્વ. દેવકરણ તન્નાના પુત્ર. નીતાના પતિ. સોનલ અને રાજના પિતાશ્રી. રચનાના સસરા. ઇલિશા અને આર્યનના દાદા. સ્વ. કાંતાબેન વર્મા, સ્વ. ચંદ્રિકાબેન સાયતા, સ્વ. રમણીકભાઈ, ઈન્દિરાબેન કોટક, મીનાબેન ઘેલાણી, સ્વ. ગીરીશભાઈ, દમયંતીબેન માખેચા, નીનાબેન બેંકર, લીનાબેન ઠક્કરના ભાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી.
કચ્છી ભાટીયા
કચ્છ માંડવી, હાલ અમદાવાદ ગં.સ્વ. કમળાબેન ભગવાનદાસ આશર (ઉં.વ. ૮૬) તે સ્વ. કરશનદાસ નારાણદાસ કલવાણી તથા સ્વ. કાંતાબેન ગોંદિયાવાળાની સુપુત્રી. તે સ્વ. વલ્લભદાસ રણછોડદાસ તથા સ્વ. મેનાબેન આશર (કચરાણી) નાગપુરવાળાના પુત્રવધૂ. તે ભાઈ રાજેન્દ્ર, ચિ. મનિષ, અ.સૌ. સંધ્યા, ગં.સ્વ. ભાવનાના માતુશ્રી. અમદાવાદ ખાતે તા. ૨૬-૩-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઔદિચ્ય ગોરવાલ બ્રાહ્મણ
ઝાડોલી નિવાસી, હાલ મુંબઈ ગં.સ્વ. નલિનીબેન વોરા (ઉં.વ. ૬૮) તા. ૨૬-૩-૨૪ના દેવલોક પામ્યા છે. તે સ્વ. કૈલાશબેન શાંતિલાલજી વોરાના પુત્રવધૂ. સ્વ. ભૂપતભાઈ વોરાના ધર્મપત્ની. દેવાંગ, હેમાંગના માતુશ્રી. પ્રીતલ, મીતાના સાસુજી. દેવ અને કહાનના દાદી. ગોળ નિવાસી ભીખીબેન શાંતીલાલજી ત્રિવેદીના પુત્રી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૩૦-૩-૨૪ના ૫.૩૦ થી ૭.૩૦. વિશ્ર્વેશ્ર્વર ભવન, ૧ માળો, સન્યાસ આશ્રમ કમ્પાઉન્ડ, વિલેપાર્લે-વેસ્ટ.