મરણ નોંધ

હિન્દુ મરણ

બાલાગામ વાળા હાલ કાંદીવલી અ. સૌ. રેખા ગીરીશ શાહ (ઉં. વ. ૬૨) તા. ૨૮-૯-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે હીરાલક્ષ્મી ગુણવંત શાહના પુત્રવધૂ. માલતી શાંતિલાલ શાહના પુત્રી. ભાવના સુરેશ શાહના દેરાણી. સ્મિતા ધર્મેન્દ્ર શાહના જેઠાણી. દેવેન તથા જીનેશના બહેન. દિપ્તી તથા ભૂમિતાના નણંદ. ઠે. બી. હાઇલેન્ડ ગ્લોરી ચારકોપ વિલેજ, કાંદિવલી (પ). પ્રાર્થનાસભા તા. ૨-૧૦-૨૩ના ૫થી ૭, ખડાયતા હોલ, હનુમાન રોડ,વિલેપાર્લે (પૂ.).

ઘોઘારી લોહાણા
હાલ મુંબઈ નિવાસીના સ્વ. નરેન્દ્રભાઈ સોમૈયાના ધર્મપત્ની ગં. સ્વ. ઇન્દુમતી (ઉં.વ. ૭૨) તે તા. ૨૭/૯/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. રાકેશના માતુશ્રી. સ્વ. મધુબેન તથા સ્વ. હરિદાસ અમૃતલાલ ખંઘડિયાના પુત્રી. સ્વ. પ્રવીણભાઈ, સ્વ. મહેશભાઈ, સ્વ. કમલેશભાઈ, સુહાગબેન ગણાત્રાના બહેન. દક્ષાબેન તથા ગીતાબેનના નણંદ. લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.

કચ્છી સારસ્વત બ્રાહ્મણ
અ. સૌ. જયશ્રીબેન પુરખા (ઉં.વ. ૭૩) ગામ બાંઢીયા હાલે બોરીવલી તા. ૨૮-૯-૨૩ ગુરૂવારનાં રામશરણ પામેલ છે. તેઓ કિશોરકુમાર હરિરામ જોષીના પત્ની. સ્વ. શાંતાબેન, સ્વ. વિમળાબેન રતનેશ્ર્વર, સ્વ. અનિલકુમાર, સ્વ. પ્રફુલચંદ્ર, મધુસૂદન, ચંદ્રકાંત, સ્વ. મનોરમાબેન રાડિયા, સુક્ધયા જોષીના ભાભી. જયંતભાઈ કરસનદાસ દયારામ રત્નેશ્ર્વર તથા જિતેન્દ્રભાઈ નારાયણ સરોવરવાળાનાં બેન. અમિત, સ્વ. ચેતન અને કૌમુદીનાં માતૃશ્રી. અ. સૌ. મિતલ અમિતના સાસુ. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૩૦-૯-૨૩ શનિવાર ૫.૦૦ થી ૭.૦૦ સ્થળ: સારસ્વત વાડી, પહેલે માળે, ઝવેર રોડ, મુલુંડ પશ્ર્ચિમ.

કચ્છી ભાટિયા (શિવજીયાણી)
ભાઈ મયંક વેદ (હિંગવાલા) (ઉં.વ. ૩૭) તે કૃતિના પતિ. વર્ષા રાજેન વેદના પુત્ર. સ્વ. સરલા નારાયણદાસ હેમરાજ વેદના પ્રપોત્ર. હિરેનના ભાઈ. કોમલના દિયર. બીના વિરાટ શાહના જમાઇ ગુરૂવાર, તા. ૨૮/૯/૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧/૧૦/૨૩ના સાંજે ૪.૩૦ થી ૬.૦૦ સ્થળ: લાયન્સ કમ્યુનિટિ હોલ, ગરોડિયા સ્કૂલની પાસે, ગરોડિયા નગર, ઘાટકોપર (પૂર્વ). (લૌકિક વ્યહાર બંધ છે.)

સંબંધિત લેખો

ઝાલાવાડી સઈ સુતાર જ્ઞાતિ
ધણાદ હાલ (મલાડ) સ્વ. હીરાબેન કલ્યાણભાઈ દરજી (ચૌહાણ)ના સુપુત્ર જયંતીભાઈ (ઉં.વ. ૭૬) તા ૨૭-૯-૨૩ બુધવારના પ્રભુચરણ પામ્યા છે. તે નિરંજનાબેનનાં પતિ. સ્વ. રમેશભાઈ, વસંતભાઈ, ગોપાલભાઈ, ગં સ્વ. ગીતાબેન પ્રવિણચંદ્ર રાઠોડનાં ભાઈ. તે હિતેશ, રશ્મિ નિલેશકુમાર પરમાર, મનીષા સુદીપકુમાર મલાડકરનાં પિતાશ્રી. જ્યોતિબેનનાં સસરા. સ્વ. ચંપાબેન કલ્યાણભાઈ રાઠોડના જમાઈ. પ્રાર્થનાસભા શનિવાર, તા ૩૦-૯-૨૩નાં ૪ થી ૬. લૌકિક વ્યવહાર બંધ છે. સ્થળ: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવકસંઘ મોટો ઉપાશ્રય) એસ. વી. રોડ, પારેખ લેન કોર્નર, કાંદિવલી (વેસ્ટ).

ઔદિચ્ય ટોળક બ્રાહ્મણ
ભાલોદ નિવાસી હાલ મુંબઇ કાંદિવલી ધર્મેશ પ્રફૂલચંદ ભટ્ટ (ઉં.વ. ૬૦) સ્વ. ઇંદુબેન પ્રફૂલચંદ ભટ્ટના સુપુત્ર. સ્વ. જયંતીલાલ અને ભાનુબેન ધારેકના જમાઇ. મિનાક્ષીબેનના પતિ. પ્રિયંકાના પપ્પા. પુનિત મહેતાના સસરા. કેતનભાઇના નાનાભાઇ. સ્મિતાબેનના દિયર. નેહા, ધવલ, નંદાના કાકા. તા. ૨૮-૯-૨૩ના કૈલાસવાસી થયા છે. પ્રાર્થનાસભા તા. ૩૦-૯-૨૩ના સમય: ૪થી૬. ઠે. સભા સ્થળ:પી-૨,અશોક સાવંત સભાગૃહ, સરોવા કોમ્પ્લેક્સ, સમતાનગર, કાંદિવલી (ઇસ્ટ).


નાઘેર દશા શ્રીમાળી
નાગેશ્રી, હાલ ઘાટકોપર સ્વ. મનોરદાસ નાથાલાલ મહેતાના ધર્મપત્ની ગં. સ્વ. કાંતાબેન (ઉં. વ. ૭૮) તે સ્વ. રસિકભાઇ, મહેશભાઇ, મધુબેન, ધીરજલાલના ભાભી. સામતેર નિવાસી સ્વ. નાગરદાસ માલજી કામદારના પુત્રી. સ્વ. પ્રભાબેન ભોગીલાલ મહેતા, સ્વ. પુષ્પાબેન અમૃતલાલ શાહ, મનસુખલાલ નાગરદાસ કામદાર, પ્રવિણાબેન હસમુખલાલ શાહ, રેખાબેન, પંકજભાઇ ગાંધીના બહેન. મંગળવાર, તા. ૨૬-૯-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.

હાલાઇ લોહાણા
રાજુભાઇ (રાજેશભાઇ) ગુણવંતરાય ગણાત્રા (ઉં. વ. ૬૫) નું બુધવાર તા. ૨૭-૯-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સુરેશભાઇ ગણાત્રા, કિરીટભાઇ ગણાત્રા, અજીતભાઇ ગણાત્રા તથા મીનાબેન હરીશભાઇ ચગ, ભારતીબેન લલિતભાઇ સવજીયાણી, ભાવનાબેન દિપકભાઇ નાગ્રેચા, સ્મિતાબેન સુનીલભાઇ રાયચુરાના લઘુબંધુ તે નીમિષભાઇ કે. ગણાત્રાના નાના કાકા. તે અ. સૌ. મિનલબેન સુરેશભાઇ ગણાત્રા. સ્વ. શિતલબેન કિરીટભાઇ ગણાત્રા, સ્વ. વીણાબેન અજીતભાઇ ગણાત્રાના દિયર. તે અ. સૌ. કિરણબેન નિમીષભાઇ ગણાત્રા, ધન્વી એન. ગણાત્રા અને માહી એન. ગણાત્રાના નાના-કાકા. પ્રાર્થનાસભા શનિવાર તા. ૩૦-૯-૨૩ના સાંજે ૫થી ૬. ઠે. રાષ્ટ્રીયશાળા હોલ, વિદ્યાનગર, મેન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

માહ્યાવંશી
બદલાપુર નિવાસી જયંતીભાઇ ચુનિલાલ સુરતી (મોરથાણિયા) (ઉં. વ. ૬૯) તા. ૨૦-૯-૨૩ના અવસાન પામેલ છે. તે ભારતીબેનના પતિ. સાગર, વિશાલના પિતાજી. તે મનન, રિવુના દાદા. તે સ્વ. બાલુભાઇ, ગુલાબદાસ, વસંતભાઇ, લીલાબેનના ભાઇ. તે સુષમા, નીતા, વૈશાલી, ધર્મેશ, જીજ્ઞાસા તથા પ્રિયંકાના કાકા. તે કલ્યાણ નિવાસી સ્વ. જગજીવનભાઇ જગતીયા (પ્રજાપતિ)જમાઇ. તેમની ઉત્તર ક્રિયા રવિવાર, તા. ૧-૧૦-૨૩ના ૧૦,વાગે નિવાસ સ્થાને રાખેલ છે. ઠે. ઇતિહાસ સોસાયટી, બેલવલી રોડ, મહાદેવ કાનો પાટીલ માર્ગ, બદલાપુર (પશ્ર્ચિમ).

ઘોઘારી દશા શ્રીમાળી
સોનગઢ હાલ મુંબઇ (પવઇ-ભાંડુપ) સ્વ. ડો.દીનકરરાય મોદીના ધર્મપત્ની કૈલાસબેન મોદી (ઉં.વ. ૮૭) તા. ૨૭-૯-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે કુંવરજી જેઠાલાલ મોદીના પુત્રવધૂ. ડો. ચિરાગ, ડો. અનિતા, મયુરી-ગૌતમભાઇ, ડો. બીના-ડો. હેમંતભાઇ, ડો. કેનલ-મનીષભાઇના મમ્મી. મહુવા નિવાસી ભોગીલાલ પારેખના પુત્રી. મહેક-સોનમ, શૈલી-રોહન, કુંજન-કશ્યપ, મીત-મુગ્ધા, વ્યોમા- ચિંતન, હીર-રોબ અને તીર્થના મોટી મમ્મી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
માંગરોળ હાલ માટુંગા અ. સૌ. મયુરી શાહ (ઉં. વ. ૬૫) તે નરેન્દ્ર ચુનીલાલ શાહના ધર્મપત્ની. તે સ્વ. દમયંતી ચુનીલાલ શાહના પુત્રવધૂ. તે આકાશી શ્રેયાશ પટણી અને રિદ્ધિ કેલવીન કનુગલના માતુશ્રી. તે સ્વ. ધનલક્ષ્મી મણિલાલ પારેખના દીકરી. તા. ૨૯-૯-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧-૧૦-૨૩ના રામવાડી, ચંદાવરકર રોડ, ૧લે માળે, માટુંગા (સે.રે.).

કપોળ
જાફરાબાદવાળા પરસોતમદાસ નારણદાસ પારેખના સ્વ. સુપુત્ર શાંતિલાલની ધર્મપત્ની ગં. સ્વ. લીના પારેખ (ઉ. વ. ૬૯) અમેરિકા મુકામે તા. ૨૭-૯-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. અ. સૌ. હેમલતા ભવાનીદાસ, અ. સૌ. ભાનુબેન પ્રવીણભાઇ, ગં. સ્વ. હેમાબેન, સ્વ. રસિકલાલ , અ. સૌ. કલાવતીબેન અરવિંદકુમાર (સોનાવાલા), સ્વ. જયશ્રી, સ્વ. નવનીતલાલ, સ્વ. પારુલ રાજેન્દ્રકુમારની દેરાણી તથા સ્વ. સુશિલાબેન, યશુમતીબેન, હંસાબેન અને અ. સૌ. રજનીબેન દોશીના ભાભી. તે નિહાર અને રૂપલના માતુશ્રી. જાનવી અને જીતેશની સાસુ. તે સ્વ. વ્રજલાલ હરગોવિંદદાસ મહેતા અને સ્વ. કંચનગૌરીની સુપુત્રી. લૌકિક પ્રથા બંધ
રાખેલ છે.

કચ્છી લોહાણા
સ્વ. કાશીબાઇ તથા સ્વ. ઠા. ચત્રભુજ (નથુભાઇ) લીલાધર ચંદે ગામ મોટા લાયજાવાલાના પુત્રવધૂ અ. સૌ. ભારતીબેન (ઉં. વ. ૭૩) તે ગોપાલજીભાઇના ધર્મપત્ની. સ્વ. શાંતાબેન તથા સ્વ. દેવજી વેલજી કતીરાના સુપુત્રી. સ્વ.જગદીશભાઇ, સ્વ. નરેન્દ્રભાઇ, સ્વ. ભગવાનદાસ ભાઇ, વિજયભાઇ, સ્વ. રમાબેન કિશોરભાઇ, સુશીલાબેન શાંતિલાલ, પુષ્પાબેન કિશોરભાઇ (ઠક્કર)ના ભાભી. ભૂપેન્દ્રભાઇ, ઠાકરશીભાઇ, સ્વ. વિજયભાઇ, જયાબેન છોટાલાલ, વિજયાબેન હર્ષદભાઇ, નયનાબેન દેવજી, ગં. સ્વ. પ્રેમીલાબેન સુભાષભાઇ, સંપૂર્ણાબેન વિજયભાઇ, કૌશલ્યાબેન ભરતભાઇના બહેન. યોગેશ, રાજેશ, છાયા, પૂર્વીના માતાજી-સાસુમા. મંગળવાર, તા. ૨૬-૯-૨૩ના શ્રીરામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર, તા. ૩૦-૯-૨૩ના ૪થી ૬. ઠે. અક્ષરપુરુષોતમ સ્વામિનારાયણ મંદિર, ૯૦ ફૂટ રોડ, લવન્ડર બાગની બાજુમાં, ઘાટકોપર (પૂર્વ). લૌકિક વ્યવહાર બંધ છે.

મચ્છુકાંઠા ચાતુર્વેદી મોઢ બ્રાહ્મણ
મૂળ કચ્છ ભુજ હાલ મુંબઇ થાણા લક્ષ્મીકાંત પ્રભાશંકર ભટ્ટ (ઉં. વ. ૮૩) તે સંજય, કવિતા, મનોજના પપ્પા. અશોક તથા જયોતિના સસરા. સુતેજ, ઉન્નતિ, રુદ્રના દાદા. રાજેન્દ્ર, વિજય, અજયના કાકા. બુધવાર, તા. ૨૭-૯-૨૩નાં કૈલાસવાસી થયા છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button