હિન્દુ મરણ
કપોળ
મેવાસાવાળા (હાલ મુંબઇ) ગોકુલદાસ હરજીવનદાસ મહેતા (ઉં. વ. ૯૩) તા. ૨૫-૨-૨૪ના રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે હસુમતીબેનનાં પતિ. નિલેશ, અંજલિ હરેશકુમાર દેસાઇ, ભાવના જનકકુમાર દુબલના પિતા. રૂપલના સસરા. સ્વ. મનસુખભાઇ, સ્વ. જસુભાઇ, રાજેશ, સ્વ. મંજુલાબેન હરીલાલ ભુતા, સ્વ. રૂક્ષ્મણીબેન રતિલાલ પારેખ, ગં. સ્વ. રેણુકાબેન હર્ષદરાય દોશી, જયોત્સના ભુપેન્દ્રકુમાર સંઘવીના ભાઇ. તે દેલવાડાવાળા સ્વ. દ્વારકાદાસ નરોતમદાસ ગોરડીયાના જમાઇ. માનસી વિશાલ કોઠારી તથા કરણના દાદા. પ્રાર્થનાસભા તથા સર્વે લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
હાલાઇ બ્રહ્મક્ષત્રિય
મૂળ જામનગર હાલ મુંબઇ મુલુંડ રમેશભાઇ ઝવેરચંદ ભેડા (ઉં. વ. ૭૮) તા. ૨૪-૨-૨૪ શનિવારના શ્રીજીચરણ પામેલ છે. તે પ્રેમિલાબેનના પતિ. તે સ્વ. જેઠાલાલ, સ્વ. મંગળાબેન શનિશ્ર્વરા અને કનુભાઇના ભાઇ. સ્વ. કાંતિલાલ રસ્પુત્રાના જમાઇ. તે રાકેશ, હિતેશ, નીતા, યોગેશ સોનેજીના પિતા. તે તૃપ્તી અને જાગૃતિના સસરા. પ્રાથી, જીનલ, બંસરી, હેમ હેતના દાદા. પ્રાર્થનાસભા તા. ૨૬-૨-૨૪ના નિવાસ સ્થાને સાંજે ૪થી ૬. ઠે. ૨, આશીર્વાદ, અનિકેત ટાવરની સામે, ૫ જી.વી. સ્કીમ રોડ, મુલુંડ (ઇસ્ટ).
હાલાઇ લોહાણા
જોડિયા નિવાસી, હાલ અંધેરી સ્વ. પ્રફુલ્લભાઈ સત્યદેવ રાજદેવ (ઉં. વ. ૫૮) તા. ૨૩-૨-૨૪ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તે સ્વ. શોભનાબેન સત્યદેવ રાજદેવના સુપુત્ર. તે પ્રતિમાબેનના પતિ. તે કિંજલ ધર્મેશ રૈયારેલા તથા તુષારના પિતાશ્રી. કેતકી પ્રવીણ કક્કડ, ગં.સ્વ. પૂનમ મહેન્દ્ર ટંડન, મમતા પિયુષ રાયચુરાના ભાઈ તથા સાળા. તે સ્વ. લક્ષ્મીબેન દૌલતરામ કોટકના જમાય. તથા પૂર્ણિમા ઉદય મીરાણી, ગં.સ્વ. મીનાક્ષી પ્રવીણ કારિયા, ભક્તિ અશોક રાજાના બનેવી. પ્રાર્થનાસભા તા. ૨૬-૨-૨૪ના રોજ સોમવારે સાંજે સમય ૩.૩૦ થી ૫.૩૦. સ્થળ :- ઘોઘારી લોહાણા મહાજન વાડી, બહ્મકુમારી હોસ્પિટલની બાજુમાં, અંધેરી વેસ્ટ.
વિશા સોરઠીયા વણિક
શીલવાળા, હાલ કાંદિવલી મહેશભાઈ કાંતિલાલ સુંદરજી શાહ (ઉં. વ. ૭૨) તે સ્વ. રંભાબેન કાંતિલાલ શાહના પુત્ર. કોચિનવાળા મનમોહનદાસ હીરાચંદ શાહના જમાઈ. જયશ્રીબેનના પતિ. કિરીટભાઈ, સ્વ. અશ્ર્વિનભાઈ, સ્વ. મુકેશભાઈ, સ્મિતા અજયકુમાર શાહના ભાઈ. નીતા, કવિતા, નેહા, હેમા, શ્યામ (જીગર)ના પિતાશ્રી. દિપાલી, નયન, પાર્થ, પંકજ, સંદીપના સસરા. તે તા. ૨૨-૨-૨૪ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૨૬/૨/૨૪ ના રોજ ૫થી ૭ કલાકે લોહાણા મહાજનવાડી, શંકર મંદિર પાસે, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ.
હાલાઇ લોહાણા
ગામ ચપર હાલ કાંદિવલી ગં. સ્વ. સુશીલાબેન ગોકલદાસ થોભાણી (ઉં. વ. ૯૪) તે સ્વ. ગોકલદાસ મુલજી થોભાણીના ધર્મપત્ની. સ્વ. જમનાદાસ કારાભાઇ બથિયાના દીકરી. સ્વ. લક્ષ્મીદાસ મુલજી થોભાણીના ભાભી. સ્વ. તરૂણાબેન અરવિંદકુમાર દાવડા, સ્વ. મધુબેન અતુલકુમાર માવાણીના માતાશ્રી. હેમલ,પાયલના નાની. રીમા,પંકજના નાની સાસુ.તે કરણ, ધૃતિ, દાનિકા, નીલના પરનાની તા. ૨૪-૨-૨૪ના શનિવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. ૨સી, ૧૨૪ બારમે માળે, કલ્પતરૂ ગાર્ડન, અશોક ચક્રવર્તી રોડ, કાંદિવલી (ઇસ્ટ).
બારોટ બ્રહ્મભટ્ટ
પાલીતાણા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. મનોજભાઇ ઉદેસિંહ બારોટના ધર્મપત્ની દક્ષાબેન મનોજભાઇ બારોટ તા. ૨૪-૨-૨૪ના શનિવારના શ્રીજીચરણ પામેલ છે. તે પ્રતીક તથા નીરવના માતુશ્રી. નરેન્દ્રભાઇ તથા અશોકભાઇ તથા ઉર્મિલાબેન ઇશ્ર્વરલાલના નાના બેન. તે સ્વ. મીનાબેન ચંદ્રકાન્ત બ્રહ્મભટ્ટના મોટા બેન. તેમની સંયુક્ત સાદડી તા. ૨૬-૨-૨૪ના સોમવારના રોજ સાંજે ૪થી ૫-૩૦. ઠે. પરમ કેશવ બાગ, ૧લે માળે, નવરોજી લેન, ઘાટકોપર (વેસ્ટ).
દશા સોરઠીયા વણિક
જસાપર નિવાસી, હાલ કાંદિવલી સ્વ. કડવીબેન તથા સ્વ. અમરશી ધાબલીયાના સુપુત્ર જયંતીલાલ ધાબલીયા (ઉં.વ.૮૪) તે તા. ૨૪-૨-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે રમાબેનના પતિ. દિપક, જીજ્ઞેશ, રૂપલના પિતા. તે જીજ્ઞા, આરતી, જીજ્ઞેશકુમારના સસરા. તે સ્વ. કેશવલાલ, સ્વ. પ્રાણજીવનદાસ, સ્વ. કાંતિલાલ, સ્વ. લીલીબેન, સ્વ. તારાબેન, ગં. સ્વ. ચંપાબેન તથા સ્વ. પુષ્પાબેનના ભાઇ. તે સ્વ. છગનલાલ મહેતાના જમાઇ. તે ઉર્વી, સાગર, જાનવી, માનવ, ધ્રુમીલ, પ્રિયા, સાક્ષીના દાદા-નાના. પ્રાર્થનાસભા તા. ૨૬-૨-૨૪ના સાંજે ૪થી ૬. ઠે. હાલાઇ લોહાણા બાલાશ્રમ, મથુરાદાસ એક્ષટેંશન રોડ, મંગુભાઇ દતાણી માર્ગ, અતુલ ટાવરની બાજુમાં, કાંદિવલી (વેસ્ટ).