હિન્દુ મરણ
કપોળ
જાફરાબાદવાળા અંધેરી હાલ અમેરિકા સ્વ. ઇન્દુબેન ચંપકલાલ જુઠાલાલ મહેતાના સુપુત્ર સંજય મહેતા (ઉં. વ. ૫૮) તે રજનીબેનના પતિ. તે સતીશભાઇ, નીતાબેન પ્રવીણકુમાર મહેતા અને જલગાવવાળા જયશ્રીબેન રાજેશભાઇ મહેતાના નાનાભાઇ. તે જિજ્ઞાબેનના દિયર. તે એકતા સિદ્ધાર્થ રામટેકેના પિતા. તે સ્વ. પુરુષોતમદાસ અને સ્વ. જયંતીલાલના ભત્રીજા. તા. ૧૮-૨-૨૪ના રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક ક્રિયાઓ બંધ છે.
વઢિયાર ભાવસાર
ગામ મુજપુર હાલ કાંદિવલી પોપટલાલ મોહનલાલ ભાવસાર (ઉં. વ. ૮૮) તે તા. ૨૦/૦૨/૨૪ મંગળવારના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. વિદ્યાબેનના પતિ. મુકેશભાઈ, દિપકભાઈ, રશ્મિબેન, સોનુબેનના પિતાશ્રી. સ્વ. ચિમનભાઈ, સ્વ. ગભરૂચંદભાઈ, સ્વ. જયંતીભાઈ, સ્વ. ગીરીશભાઈ, સ્વ. વસંતભાઈ, ગં. સ્વ. કાંતાબેનના ભાઈ. પ્રજ્ઞાબેન, ફાલ્ગુનીબેન, સ્વ.પરેશકુમાર, આશિષકુમારના સસરા. મિહિર, પૂજા, રાજ, વિવેક, યશ, જેનીત, સપના, નિકિતા, જીયાના, મયાંશ ના દાદાજી. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
દશા સોરઠીયા વણિક
ગં.સ્વ જ્યોત્સ્નાબેન શેઠ (ઉં. વ. ૬૭) તે સ્વ. કનૈયાલાલ શાંતિલાલ શેઠના ધર્મપત્ની, વરધા નિવાસી સ્વ. હિંમતલાલ મોતીચંદ કાટકોરિયાના દીકરી. ગં. સ્વ. હંસાબેન દિનેશચંદ્ર આનંદપરાના ભાભી. પલ્લવી, હેમા તથા દિલીપભાઈના માતુશ્રી. ભાવના, નલિન રાજ્યગુરુ, ચેતન રાજકોટીયાના સાસુ ૨૨/૨/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
સ્વ. ગીરધરલાલ જમનાદાસ અઢિયાના પત્ની ભાનુબહેન (ઉં. વ. ૯૦), તે મણીલાલ ઠક્કરના પુત્રી. હેમંત, દીપ્તી અને સ્વ . મુકુલના માતા. દીગના અને દીશીતાના દાદી તા. ૨૨-૨-૨૪ના ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે.
હાલાઇ ભાટિયા
પ્રતાપ ગોરધનદાસ કાપડિયા (ઉં. વ. ૮૯) તે ગોરધનદાસ વલ્લભદાસ ચત્રભુજ શિવજીના પુત્ર. બિન્દુના પતિ. મિહિરના પિતાશ્રી. સૌ. હીરલના સસરા. સ્વ. કૃષ્ણકુમાર, દિલીપ, રવિન્દ્ર, વિજય, રાજેશ,ભાનુ, કુમુદ, સ્વ. તરલા, આશાના ભાઇ. મથુરાદાસ દ્વારકાદાસના જમાઇ. તા. ૨૨-૨-૨૪ના રોજ પૂના મુકામે શ્રીજીના ચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.