હિન્દુ મરણ
દેસાઈ સઈ સુતાર
ગામ સોનગઢ, હાલ નાલાસોપારા સુરેશભાઈ બચુભાઈ ડાભીના ધર્મપત્ની અ. સૌ. રમાબેન (ઉં. વ. ૬૦) ૧૮-૨-૨૪ રવિવારના રામચરણ પામેલ છે. તે ભાવેશ, રાજેશ, હેતલ વિરલકુમાર વાઘેલાના માતુશ્રી. મેઘનાબેનના સાસુ. તે પ્રથમ, રૂદ્ર, હિયાના દાદી. તે જયંતીભાઈ, જગદીશભાઈ, સ્વ. નલીનભાઈ, સ્વ. પ્રફુલભાઈના ભાઈના પત્ની. તે ઈન્દુબેન ભગવાનભાઈ માંડળીયા, મધુબેન બળવંતભાઈ મકવાણા, સ્વ. ઉષાબેન જગદીશભાઈ ગોહિલના ભાભી. તેમની પ્રાર્થનાસભા તા. ૨૨-૨-૨૪ ને ગુરુવારના ૪ થી ૬. ઠે: શ્રી. ક. વી. ઓ. જૈન સ્થાનક, મારૂ આરાધના ભવન, ચાર રસ્તા, તુંળીજ રોડ, નાલાસોપારા (ઈસ્ટ).
લોહાણા
સ્વ. તારામતી અજીત જોબનપુત્રા (તુણા-કચ્છ)નાં પુત્રવધૂ અ.સૌ. સાધના નવનીત (ઉં. વ. ૫૩) રવિવાર, ૧૮.૨.૨૪ના શ્રીજીચરણ પામેલ છે. ચિ. નીલના માતુશ્રી. શ્રીમતિ પુષ્પાબેન તુલસીદાસ ચોથાણી (ભદ્રેશ્ર્વર-કચ્છ)ની સુપુત્રી. દેવાંગ અને રૂપલના બહેન. મુકુન્દભાઈ અને ભાવનાબહેનના ભાભી. અ.સૌ. ભક્તિબેનના દેરાણી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, ૨૨-૨-૨૪ના ૫થી ૭ લાયન્સ કોમ્યુનીટી હોલ, ગારોડીયા નગર, ઘાટકોપર (ઈ). લૌકિક વ્યવહાર બંધ છે.
જનક્ષત્રિય
સાવરકુંડલાવાળા હાલ મીરા રોડ લાલજીભાઈ નરસીદાસ ચૂડગર (ઉં.વ. ૮૪) તે ૧૭/૨/૨૪ના અક્ષરનિવાસી પામેલ છે. તે ગીતાબેનના પતિ. જનક-છાયા, સેજલ કિર્તીકુમાર, સમીર નિશાના પિતા. ક્રિશા તથા ગાર્ગીના દાદા. ભાર્વી તથા અરવિંદના નાના. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી સઇ સુથાર જ્ઞાતિ
સાયલા નિવાસી હાલ સાંતાક્રુઝ જીવણલાલ કસ્તુરભાઈ મકવાણા (ઉં.વ. ૭૮) તે તા. ૧૯/૨/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે ગીતાબેનના પતિ. સ્વ. જીવરાજભાઈ, સ્વ. ધનજીભાઈ, સ્વ. જયંતીભાઈ, હસમુખભાઈ, સ્વ. લાભુબેન, સ્વ. સવિતાબેન, સ્વ. ભાનુબેન, સ્વ. પ્રભાબેન, સ્વ. કાંતાબેનના ભાઈ. હિના, હર્ષ તથા હિમાંશુના પિતા. સંજયકુમાર મલકાણ, હેતલ તથા અર્ચનાના સસરા. સ્વ. પોપટલાલ કાનજીભાઈ ધંધુકિયાના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૨/૨/૨૪ના ૪ થી ૬. શ્રી દયાભાઈ લાલુભાઈ મેમોરિયલ હોલ, ખીરાનગર, ઈ બિલ્ડીંગ, રિલાયન્સ મોલની પાસે, એસ.વી. રોડ સાંતાક્રુઝ વેસ્ટ.
બાલાસિનોર દશાનીમા વણિક
સુધીર ચીમનલાલ ધારીયાના ધર્મપત્ની અ.સૌ. મીના ધારિયા (ઉં.વ. ૭૬) તે શાનુપ, વૈશાલી, પાયલના માતુશ્રી. નિયતિ, સુનિલકુમાર તથા રીપલકુમારના સાસુ. સવ્યના દાદી. શ્રેયા, કેનીલ તથા ફોરમના નાની તા. ૨૦/૨/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૨/૨/૨૪ના ૫.૩૦ થી ૭.૩૦. ખડાયતા ભવન, હનુમાન રોડ, વિલેપાર્લા ઈસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ગુર્જર પુષ્કણા બ્રાહ્મણ
ગામ સાવરકુંડલા હાલ બોરીવલી ગં.સ્વ. રક્ષાબેન બળવંતરાય પંડ્યા (ઉં.વ. ૭૦) તે સ્વ. બળવંતરાયના ધર્મપત્ની. મુકેશ તથા સેજલના માતુશ્રી. સ્વપ્નિલકુમારના સાસુ. લલિતભાઈ વલ્લભભાઈ પંડ્યાના ભાભી. ૨૦/૨/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા. ૨૨/૨/૨૪ના ૫ થી ૬. લુહાર સુથાર વાડી, કાર્ટર રોડ ૩, અંબામાતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.
કપોળ
દેલવાડાવાળા હાલ દહિસર સ્વ. નિર્મળાબેન હરકિશનદાસ શાહ (મોદી)ના પુત્ર સ્વ. નિરંજનભાઈ (ઉં.વ. ૮૬) તે ૨૦/૨/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે નીલાબેન (નિમુબેન)ના પતિ. સ્વ. જ્યોત્સના જયેશ, આરતી અશોક, કોકિલા, મીના, વીણાના મોટાભાઈ. સાસરાપક્ષે બાવીશીવાળા સ્વ. ગંગાબેન તથા સ્વ. અમૃતલાલ રાધવજી પારેખના જમાઈ. પ્રવીણ, અરવિંદ તથા ચંદ્રિકાના બનેવી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
ભેરાઈવાળા સ્વ. વ્રજલાલ ભટૂરદાસ ગાંધી તથા હીરાલક્ષ્મી વ્રજલાલ ગાંધીના પુત્રવધૂ કિરણબેન (ઉં.વ. ૬૭) તા. ૧૯-૨-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. કીર્તિભાઈના ધર્મપત્ની. ગૌરવ, ભૂમિકાના માતુશ્રી. નિર્દેશ પરીખ, સ્નેહાના સાસુ. સ્વ. ધનેશભાઈ, હરેશભાઈ, યોગેશભાઈના ભાભી. પિયર પક્ષે અમરેલીવાળા સ્વ. રમાબેન તથા કનૈયાલાલ ઓધવજી મહેતાની દીકરી. પ્રાર્થનાસભા તા. ૨૩-૨-૨૪ શુક્રવારે સાંજે ૪ થી ૬, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર હોલ, પહેલા માળે, સેક્ટર નં ૧૦, શાંતીનગર , મીરારોડ (ઈસ્ટ).