મરણ નોંધ

હિન્દુ મરણ

સ્વ. મંગળદાસ કુંવરજી કમાણીના ધર્મપત્ની હેમલતા (ઉ. વ. ૭૩) ગામ ગુઇર, હાલ મુલુંડ. તે ઝવેરબેન જાધવજી ભમરિયાના સુપુત્રી. તથા સ્વ. નારાયણજી, સ્વ. પુરુષોતમ, સ્વ. વાગજી, સ્વ. લવજી, સ્વ. વિઠ્ઠલદાસ, ચાપસી, સ્વ. ભાનુમતીના ભાભી. તે સ્વ. હરીશ, સ્વ. સુભાષ, દમયંતી નવીન ભગત, દેવયાની બિપીન સોમૈયા, મીના રાજ પટણીના બહેન. તે નિશા, અમરના મમ્મી. સમીર વિનોદ મજેઠીયાના સાસુ. તા. ૨૪-૧-૨૪ના રામશરણ પામેલ છે. પ્રાર્થના રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
સુરતી દરજી
મુંબઈ નિવાસી (વિરાર) ગં.સ્વ. ધીરાબેન રમેશચંદ્ર લાંબાનો પુત્ર તેમ જ ગં.સ્વ. ઉમીયાબેન ગીરધરલાલ દમણિયાના જમાઈ. અ.સૌ. સ્વ. સુશીલાબેનના પતિ. ભરત રમેશચંદ્ર લાંબા (ઉં.વ. ૬૯) તા. ૨૧-૧-૨૪ના દેવલોક પામ્યા છે. સ્વ. સતીશ અને અ.સૌ. સ્વ. ઉષાના ભાઈ. તેમ જ કવિતા, નિર્મલ, આશિષના પિતા. જીજ્ઞેશ, હેમાંગી, વિમિષાના સસરા. પ્રાર્થનાસભા તા. ૧-૨-૨૪ના ગુરુવારે સાંજે ૪થી ૬ના રાખેલ છે. વિષ્ણુ પ્રતિભા હોલ, એસ.ટી. સ્ટેન્ડની બાજુમાં, પુષ્પાનગર, વિરાર (વેસ્ટ).
ઔદિચ્ય સહસ્ત્ર સાઠા જ્ઞાતિ
ટીંટોઈ નિવાસી હાલ મલાડ દિનેશચંદ્ર કોદરલાલ રાવલ (ઉં.વ. ૯૬) તે સ્વ. મધુકાંતાબેનના પતિ. કેતનભાઈ તથા જિગીષાબેનના પિતા. તે ભાવનાબેન અને મહેન્દ્રકુમાર ચુનીલાલ જવેરીના સસરા. તે દર્શન, રિદ્ધિ સુકેતુકુમાર ઠાકર, ધવલ-મંજરીના દાદા. તે દિપકભાઈ ચુનીલાલ ભટ્ટ, સ્વ. શારદાબેન બલદેવભાઈ ઠાકર, સ્વ. કંચનબેન ભજગોવિંદભાઈ ઠાકર, પરસનબેન ચુનીલાલ ભટ્ટ, ગં.સ્વ. કુંદનબેન પ્રફુલચંદ્ર ઠાકરના બનેવી. તા. ૨૪-૧-૨૪, બુધવારના ટીંટોઈ મુકામે દેવલોક પામેલ છે. પ્રાર્થનાસભા બંને પક્ષ તરફથી રવિવાર, તા. ૨૮-૧-૨૪ના સાંજે ૫થી ૭ ક. સ્થળ: પી.ડી. ખાખર બેન્કવેટ હોલ, લક્ષ્મીનારાયણ કંપાઉન્ડ, નૂતન સ્કૂલની બાજુમાં, માર્વે રોડ, મલાડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી લોહાણા
ચલાલા નિવાસી હાલ મલાડ ચંપાબેન (ઉં.વ. ૯૫) સ્વ. ગોરધનદાસ દુર્લભજી ઉનડકટના ધર્મપત્ની. સ્વ. જેઠાલાલ હીરજી ભૂપતકરના સુપુત્રી. કિરણબેન બકુલભાઈ, યોગિની સુરેશભાઈ, ગીતા સંજયભાઈ, હંસાબેન ત્રિભોવનદાસ નથવાણી, સરોજબેન અશોકકુમાર સૂચકના માતુશ્રી. કિંજલ, ભાવેશ, તેજલ, હિનલ, મેધા, દિશા, યશના દાદી. તા. ૨૬-૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
મુળ-ગામ કરાચીવાળા, હાલ મુલુંડ ગં.સ્વ. પુષ્પાબેન કાંતિલાલ તન્ના (ઉં.વ. ૮૨) તે વેલીબેન જમનાદાસ બાવળીયા સુપુત્રી. તા. ૨૫-૧-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે મનોજ, અશોક અને દક્ષા અતુલ મજીઠિયાના માતુશ્રી. તે સ્વ. રમાબેન ગીરધર તન્ના. જયાબેન કેશવલાલ બુદ્ધદેવ, સ્વ. કિશોરભાઈ, સ્વ. હશુભાઈ, સ્વ. અનસુયાબેનના ભાભી. તે મીનાબેન ઔધવજી મીરાણી અને હશુભાઈ જમનાદાસ બાવળીયાના બેન. તે દર્શન, પુનીતના નાનીમા. શોકસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે. રહેઠાણ: સીટી-૨ ફલેટ નં. ૩૧, અંબિકા એપાર્ટમેન્ટ, સર્વદય નગર, જૈન મંદિર સામે, મુલુંડ (વેસ્ટ).
હાલાઈ ભાટિયા
સ્વ. રણજીતસિંહ આશરના પુત્ર નરેશ આશરનું અવસાન તા. ૨૫-૧-૨૪ના રોજ અમદાવાદમાં થયેલ છે. પરિવાર-જયશ્રી નરેન આશર, સંધ્યા ગૌરાંગ વેદ, આરતી વરુણ શાહ, કરન નરેન આશર, કોમલ કરન આશર.
કચ્છી બ્રહ્મક્ષત્રિય
મુળ ગામ મઉના, હાલે ઘાટકોપર ગં.સ્વ. દેવકુંવરબેન (ઉં.વ. ૮૮) તે મુળજી ભાણજી સોદાગરના પુત્રી. સ્વ. હર્ષદરાય શિવજી સોનેજીના ધર્મપત્ની. સ્વ. શિવજી હરીરામ સોનેજી, સ્વ. દેવકાબેન શિવજી સોનેજીના પુત્રવધૂ. ડૉ. મૃણાલીનીબેન (આનંદીબેન) વિપુલ રોય, નિલયેન્દુના માતુશ્રી. ડૉ. પૂર્ણાનંદમ, અ.સૌ. રાજશ્રીબેન તથા અ.સૌ. મનીષાબેનના સાસુ તથા ચિ. પ્રિયા અને ચિ. નીરવના દાદીમા. ચિ. નૈષધ તથા ડૉ. હરિતાના નાનીમા. તા. ૨૬-૧-૨૪, શુક્રવારના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૮-૧-૨૪, રવિવારના સાંજે ૪.૩૦થી ૫.૩૦ દરમ્યાન સ્વામી નારાયણ મંદિર, ગ્રાઉન્ડ ફ્લોર, ૯૦ ફિટ રોડ, ઘાટકોપર (ઈસ્ટ). લવન્ડર બાગની નજીક, સ્થાને રાખવામાં આવી છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી ભાટિયા
મોહનલાલ મોરારજી સંપટ (અંજારવાલા) હાલ બોરીવલી (ઉં.વ. ૮૫) તે મધુરી મોરારજી સંપટના પુત્ર. તે સ્વ. ધનલક્ષ્મી સંપટના પતિ. તે મથુરાદાસ ખીમજી સંપટ (ખજૂરીયા)ના જમાઈ. તે સ્વ. મંજુલા ભાનુકુમાર રામૈયાના ભાઈ. તે રાજેશ, રશ્મિ મુકેશ જોગી, હીના મુકેશ આશર, મોનાલી સંજય વેદના પિતા. અ.સૌ. હેમાલી સંપટના સસરા. તા. ૨૫-૧-૨૪ને ગુરુવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૮-૧-૨૪ના રોજ સાંજે ૫થી ૬. સ્થળ: સી-૩૦, તેજ પ્રકાશ એસ.વી. રોડ, ગોકુલ શોપિંગ સેન્ટર નજીક, પ્લેટફોર્મ નંબર-૧ની બાજુમાં, બોરીવલી(વેસ્ટ). (ચક્ષુદાન કરેલ છે) (લૌકિક વ્યવહાર બંધ છે.)
કચ્છી લોહાણા
સ્વ. ચંપાબેન ઓધવજી ઠક્કર (ગણાત્રા) કચ્છ ગામ તેરાવાલા હાલ મુલુંડના પુત્ર હરીશ (ઉં. વ. ૬૩) તા. ૨૫-૧-૨૪ના ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. તે અનિલાબેનના પતિ. જિગર અને હીરલ નીકિતના પિતાશ્રી. કાજલ અને નીકિત અશ્ર્વિનભાઇ વીરાના સસરા. કીરીટભાઇ, રમાબેન શંકરભાઇ મજેઠીયા અને હેમાબેન કીર્તિભાઇ ચંદેના ભાઇ. સાનવી તથા માનવના દાદા. સ્વ. શાંતાબેન શામજી, ગામ મથલના જમાઇ. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨૮-૧-૨૪ના સાંજે ૫થી ૭. ઠે. કચ્છી લોહાણા મહાજનવાડી, ગ્રાઉન્ડ ફલોર, મુલુંડ મધ્યે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. બૈરાઓએ એ જ દિવસે આવી જવું.
કચ્છી લોહાણા
અ. સૌ. રમીલા બાવડ (ઉં. વ. ૬૭) (નખત્રાણા) હાલ ઘણસૌલી નવી મુંબઇ તા. ૨૬-૧-૨૪ના રામશરણ પામેલ છે. તે રણજીત ઓધવજી બાવડનાં પત્ની. સ્વ. હરિરામ ડુંગરશી બારુ અને સ્વ. મુલબાઇ બારુની પુત્રી. સ્વ. ઓધવજી અને સ્વ. નર્મદા બાવડના પુત્રવધૂ. તે પુનિત, ધવલ, પ્રતિકના માતુશ્રી. રિંકુ, મિતલ અને પૂર્વીના સાસુમા. રિશિકા અને પાર્થની દાદીમા. બન્ને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨૮-૧-૨૪ના ગ્રાઉન્ડ ફલોર એસી હોલ, સ્વામિનારાયણ મંદિર, સેકટર-૨૯, વાશી, ૪૦૦૭૦૩. સાંજે ૫-૩૦થી ૭. લૌકિક વ્યવહાર બંધ છે.
પરાજીયા સોની
મીનલ મીનાવાલાના પતિ સુરેશભાઇ વ્રજલાલ મીનાવાલા ૨૫ જાન્યુઆરી ૨૪, ના રોજ સ્વર્ગસ્થ થયા છે. પિતા: જય-બિંદુ, અમોલ-સાક્ષી અને ડિમ્પલના દાદા: સિમરન, ક્રિશ, અને ગૌરવ, લૌકિક પ્રથા બંધ છે.
પાલવાડા ઔદિચ્ય
પ્રદીપકુમાર કાંતિલાલ વ્યાસના ધર્મપત્ની. શૈલીના માતોશ્રી અને પ્રદીપભાઇ સોનીનાં સાસુ. તથા યુધવીર અને રેવાના નાની ઇલાબેન વ્યાસનું ૮૦ના જયેષ્ઠ વર્ષે તા. ૨૭-૧-૨૪ના શનિવારના અવસાન થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી ભાટીયા
કલાવતી હરિદાસ જીવરાજ જાવા ગામ ગોંડલ હાલ કાંદિવલી (ઉં. વ. ૮૧) તે મુકેશ, પરીન, અ. સૌ. રીટાબેન જીતેન્દ્ર ઠક્કર અને સ્વ. નીતાબેન વિજયભાઇ આશરના માતોશ્રી. સ્વ. ખટાઉ જેઠમલ ઉદ્દેશીના સુપુત્રી. તે દિપ્તીબેન તથા પિયંકાબેનના સાસુ. તે જશય-જીયાના દાદીમા. તથા રોહન, હર્ષ, જીનિશાના નાનીમા. તા. ૨૫-૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૨૯-૧-૨૪ના સાંજે ૫થી ૬. ઠે. લોહાણા મહાજનવાડી, બીજો માળ, કાંદિવલી (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી લોહાણા
કોટડી નિવાસી હાલ મુંબઇ સ્વ. મગનલાલ જીવણદાસ સોમૈયાના ધર્મપત્ની ગં. સ્વ. રંજનબેન (રજનીબેન) સોમૈયા (ઉં.વ. ૭૯) તે તા. ૨૭-૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. નયના, સ્વ. સુરેશ, બીના, જયોતિ, જયશ્રી તથા સંજયના માતુશ્રી. અનિલભાઇ, રમેશભાઇ જોબનપુત્રા, વિનોદભાઇ ખાખરીયા, રમેશભાઇ દાવડા, મીના તથા શોભાના સાસુ. સ્વ. સમીર તથા રોહનના દાદી. પિયર પક્ષે સ્વ. પ્રભાવતીબેન તથા સ્વ. જયંતીલાલ ત્રિકમજી ઉનડકટના દીકરી. સ્વ. રમેશભાઇ, અજીતભાઇ, સ્વ. ઇન્દુબેન વનરાવનદાસ ગોકાણી, સ્વ. જયાબેન બાબુલાલ ઉનડકટ, ગં. સ્વ. મંજુબેન પ્રફુલભાઇ રૂપારેલ, ગં. સ્વ. ભારતીબેન દિનેશભાઇ ખાખરીયાના બહેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પરજીયા સોની
મહુવા નિવાસી હાલ સુરત સ્વ. દામોદર મોહનલાલ ચોકસી (ધકાણ)ના પુત્રી રીટાબેન દામોદર ચોકસી (ઉં. વ.૫૯) તા. ૨૫-૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
મેઘવાળ
ગામ માલપર-ભાવનગર, હાલ મુંબઈ સ્વ. ડાયબેન ગોવિંદભાઈ સોલંકી (ઉં. વ. ૬૦) ૨૧-૧-૨૪ ના રોજ રામચરણ પામ્યા છે. તેઓ ગં.સ્વ. સોનાબેન તથા સ્વ. રામજીભાઈ સોલંકીના પુત્રવધૂ. ગોવિંદભાઈ સોલંકીના ધર્મપત્ની. સ્વ. નાનુબેન તથા સ્વ. જેરામભાઈ ભોજના દીકરી. સ્વ. અજયભાઈ, વિજયભાઈ, મીનાબેન, સંજયભાઈના ભાભી. સ્વ. જેઠાભાઈ, મુળજીભાઈ, વસંતભાઈ, સ્વ. જયાબેન, સ્વ. દેવુબેનના બહેન. શૈલેશભાઈ, વિનેશભાઈ, નિશાબેનના માતુશ્રી. નિતુબેન, વષાબેન, જીતેન્દ્રભાઈના સાસુમા. તેમના બારમાની વિધી રવિવાર, ૨૮-૧-૨૪ સાંજે ૫ કલાકે રામદેવ પીર મંદિર, વિદ્યાવિહાર (વેસ્ટ)માં રાખવામાં આવેલ છે.
ગુર્જર ક્ષત્રિય કડિયા
સ્વ. કુંવરજીભાઈ વેલજીભાઈ રાઘવાણી (ઉં. વ. ૬૪) ગામ રણજીતપર (વિરપર) હાલ મુલુંડ ૨૫-૧-૨૪ના ગુરુવારે શ્રીજીરામચરણ પામ્યા છે. તેઓ સ્વ. વેલજીભાઈના મોટા પુત્ર. ગં.સ્વ. પ્રભાબેનના પતિ. દક્ષાબેન, જલ્પાબેન, રશ્મિતાબેનના પિતા તથા અમરશીભાઈ, ગોરધનભાઈના મોટાભાઈ. પ્રાર્થનાસભા ૨૯-૧-૨૪, સોમવારે સાંજના ૪.૩૦થી ૬. શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ હોલ, મુલુંડ કોલોની, મુલુંડ (વે.).
અનાવિલ બ્રાહ્મણ
ગામ સુરત, હાલ તારદેવના અરુણાબેન મેહતા (ઉં. વ. ૮૧) ૨૭-૧-૨૪ના સ્વર્ગવાસ થયેલ છે. તે શરદભાઈના પત્ની. અ. સૌ. સ્વ. અર્ચના દેસાઈ તથા જીજ્ઞેશભાઈના માતા. કલ્પેશભાઈ અને જલધિબેનના સાસુ. રિદ્ધિના નાની. આસ્થાના દાદી. પ્રાર્થનાસભા તથા લૌકિક રિવાજ બંધ છે.
કપોળ
લાઠીવાળા હાલ મલાડ સ્વ. હર્ષદરાય વૃજલાલ સંઘવીના ધર્મપત્ની ભારતીબેન (ઉં.વ. ૭૩) તે ૨૫/૧/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે જેસલ-ઉદયના માતુશ્રી. ઉમેશ તથા નમિતાના સાસુ. સ્વ. વસંતભાઈ, સ્વ. ગોપાળભાઈ, સ્વ. વિમળાબેન બાલકૃષ્ણ દેસાઈ, સ્વ. મંજુલાબેન મથુરાદાસ મહેતા, નિર્મળાબેન વસંતરાય મહેતાના ભાભી. ઝામરાળાવાળા સ્વ. કુમુદલક્ષ્મી પરષોત્તમદાસ નાગરદાસ દેસાઈના દીકરી. લૌકિક પ્રથા બંધ છે.
શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા (મોદી)
ગાબટ નિવાસી, હાલ બોરીવલી, શ્રીમતી વિમળાબેન, તે સ્વ. મધુબેનના રસિકલાલ વલ્લભદાસ શાહના બેન તેમ જ સ્વ. આનંદીબેન નટવરલાલ શાહ, સ્વ. મધુકાંતાબેન ચીમનલાલ શાહ અને સ્વ. જ્યોત્સનાબેન રમેશચંદ્ર શાહના નણંદ અને શ્રી હસમુખભાઈ શાહના ધર્મપત્ની . તેમ જ શ્રી નરેન્દ્રભાઇ, શ્રી આશિષભાઈ અને અ.સૌ. જાહ્નવીબેનના માતાજી તેમ જ અ.સૌ. બેલા, અ.સૌ. તન્વી તેમ જ શ્રી મેહુલકુમારના સાસુજી. તા. ૨૪ જાન્યુઆરી, ૨૪ના શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થના સભા રવિવાર, તા. ૨૮-૧-૨૪ના રોજ સર્વોદય હોલ, ડાયમંડ ટૉકીઝ પાસે, એલ. ટી. રોડ, બોરીવલી વેસ્ટ ખાતે સાંજે ૪ થી ૬.
ઘોઘારી લોહાણા
કોટડી નિવાસી હાલ મુંબઈ સ્વ. મગનલાલ જીવણદાસ સોમૈયાના ધર્મપત્ની ગં. સ્વ. રંજનબેન (રજનીબેન) સોમૈયા (ઉં.વ. ૭૯) તે ૨૭/૧/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. સુરેશ, બીના, જ્યોતિ, જયશ્રી તથા સંજયના માતુશ્રી. અનિલભાઈ, રમેશભાઈ જોબનપુત્રા, વિનોદભાઈ ખાખરીયા, રમેશભાઈ દાવડા, મીના તથા શોભાના સાસુ. સ્વ. સમીર તથા રોહનના દાદી. પિયરપક્ષે સ્વ. પ્રભાવતીબેન તથા સ્વ. જયંતીલાલ ત્રિકમજી ઉનડકટના દીકરી. સ્વ. રમેશભાઈ, અજીતભાઈ, સ્વ. ઇન્દુબેન વનરાવનદાસ ગોકાણી, સ્વ. જયાબેન બાબુલાલ ઉનડકટ, ગં.સ્વ. મંજુબેન પ્રફુલભાઇ રૂપારેલ, ગં.સ્વ. ભારતીબેન દિનેશભાઇ ખાખરીયાના બહેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઈ ભાટિયા
શ્રી ગિરીશ જમનાદાસ સંપટ તે મૂળ ગામ વરવાળાનાં સ્વ. જમનાબાઈ જમનાદાસ સંપટના પુત્ર (ઉં.વ. ૭૩) હાલ વિલેપાર્લેનું તા. ૨૬-૧-૨૪નાં સ્વર્ગવાસ થયેલ છે. તે વર્ષાબેનનાં પતિ. ચી. પ્રિયેશ તથા ચી. મિતેષનાં પિતાશ્રી. સૌ શીતલ તથા સૌ. કાજલનાં સસરા. ચી. ખુશાંગ, જશ અને ધનવીરનાં દાદા. સસુર પક્ષે સ્વ. જમનાબાઈ રણજીતસિંહ કાપડિયાનાં જમાઈ. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨૮-૧-૨૪. ૪ થી ૬. વિલેપાર્લે મેડિકલ હોલ, ગ્રાઉંડ ફ્લોર, દેવલે રોડ, જુહુ, નિયર પીવીઆર સિનેમા, મુંબઈ ૪૦૦-૦૪૯.
કપોળ
અમરેલીના સ્વ. અમિદાસ નારણદાસ મહેતાના પુત્ર નરેન્દ્ર અમેરિકા મુકામે શુક્રવાર, તા. ૧૯-૧-૨૪ના શ્રીજી ચરણ પામ્યા છે. મુક્તાબેનના પતિ. પુષ્પાબેનના ભાઈ. સુનિલ-દર્શના અને સીમા દિપકભાઈ મહેતાના પિતા. રોશની નીલના દાદા. દેલવાડાવાળા સ્વ. શાંતાબેન મગનલાલ વોરાના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
મહુવાવાળા હાલ કાંદિવલી સ્વ. મંગળાબેન તથા સ્વ. જગજીવનદાસ હરજીવનદાસ મહેતાના પુત્ર ચંન્દ્રકાંતભાઈ (ઉં.વ. ૮૧) તે ચંદ્રિકાબેનના પતિ. તે અમિતા રાહુલકુમાર શાહ, જલ્પા પરેશકુમાર કાણકીયા, ભાવિનના પિતા. તે ફાલ્ગુનીના સસરા. તે જીતેન્દ્રભાઈ (જીતુભાઈ), સ્વ. મહેશભાઈ, ઉપેન્દ્રભાઈ, દિપકભાઈ, દિનતાબેન કિરીટકુમાર મહેતા, સ્વ. ભાવનાબેન ધીરેનકુમાર મહેતાના મોટાભાઈ. તે કળાબેન, મીનાબેન, ઉષાબેન, જોસ્મીતાબેનના જેઠ. સ્વ. હીરાલાલ જીવરાજ મહેતાના જમાઈ, શુક્રવાર, તા. ૨૬/૧/૨૪ના રોજ શ્રીજી ચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button