મરણ નોંધ

હિન્દુ મરણ

કેતુલ આશુતોષ દેસાઇ તા. ૨૧-૧-૨૪ના રોજ અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૫-૧-૨૪ના ગુરુવાર ૪-૩૦થી ૬-૩૦. ઠે. વર્ધમાન સ્થાનક, એલ. ટી. રોડ, ડાયમંડ ટોકિઝ સામે, બોરીવલી (વેસ્ટ).
ગામ-ભડીભંડારીયા -હાલ-તુળશીવાડી મુંબઈના સ્વ. નિલેશભાઈ પડાયા, (ઉં. વ. ૪૧) શનિવાર તા.૧૩-૦૧-૨૪ ના રામચરણ પામ્યા છે. જેઓ ગં.સ્વ. લિલાબેન અને સ્વ. અમરસિહના પુત્ર. ગં.સ્વ. ધર્મિષ્ઠાના પતિ. કુ. વિવેકના પિતા. સ્વ. નવિનભાઈ પડાયા, સ્વ. ગોવિંદભાઈ, લલીતભાઈ, વિરેન્દ્રભાઈ, અરૂણભાઈ, ગં. સ્વ. દિવાળીબેન, ગં.સ્વ. રાણીબેન, દિનાબેન, શાંતાબેન, મધુબેન, ગં. સ્વ. શારદાબેન, ગંગાબેન, ગં.સ્વ. લક્ષ્મીબેનના ભત્રીજા. તેમના બારમા કાર્જની વિધી ગુરુવાર તા.૨૫-૦૧-૨૪ ૫ કલાકે સ્થળ : ડિ. એમ. જી. ૧૭૭, તુલશીવાડી ભાણજીભાઈ રાઠોડ માર્ગ, મુંબઈ – ૪૦૦ ૦૩૪.
કોળી પટેલ
ગામ કાયાતળાવ હાલ અંધેરી મુંબઇ નિવાસી ગં. સ્વ. શાંતાબેન ગોવિંદભાઇ પટેલ (ઉં. વ. ૮૧) બુધવાર, તા. ૧૭-૧-૨૪ના દેવલોક પામ્યા છે. તે સ્વ. ગોવિંદભાઇ મકનજીના પત્ની. તે અરૂણા, સ્વ. પ્રદીપ, જિગ્નેશના માતા. તે હર્ષદ, દિશાના સાસુ. તે રિદ્ધિના દાદી. તે સ્વ. પુરુષોતમ મકનજી, સ્વ. ભગવાનદાસ મકનજી, સ્વ. મણીબેનના ભાતૃપત્ની. બન્ને પક્ષનું બેસણું ગુરુવાર, તા. ૨૫-૧-૨૪ના ૩થી ૫. તેમ જ પુચ્છપાણીની વિધિ રવિવાર, તા. ૨૮-૧-૨૪ના ૪.૦૦ કલાકે નિવાસસ્થાને રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે. નિવાસ સ્થાન: રૂમ. નં.૩, છગન નરશી ચાલ, ગલ્લી નં.૨, સહાર રોડ, કોલ ડુંગરી , અંધેરી (પૂર્વ).
કોળી પટેલ
ગામ ખરસાડ, ઉતારા ફળિયા, હાલ કાંદિવલી નિવાસી સ્વ. વ્રજલાલ રઘુનાથ પટેલ (ઉં. વ. ૮૧) રવિવાર તા. ૧૪-૧-૨૪ના દેવલોક પામ્યા છે. તે સ્વ. વિમળાબેનના પતિ. ઇશ્ર્વર, ગૌતમ, ગીતાના પિતા. જયશ્રી, જાગૃતિ, નરેન્દ્રના સસરા. તેમ જ તેજશ્રી, ખુશ્બુ, કરન, ક્રિષ્ણાના દાદા અને માનસીના નાના. પુષ્પાણી ગુરુવાર તા. ૨૫-૧-૨૪, ૩થી ૫, નિવાસ સ્થાને રાખેલ છે. લૌકિક રિવાજ બંધ છે. ઠે. ડી૧/૭૦૪, બીએમસી કોલોની, એમ.જી.૧ ક્રોસ લેન, ટાટા વાસન મોટર, કાંદિવલી (પ).
પટેલ
ગામ ખરસાડ હાલ સાંતાક્રુઝ નિવાસી જમનાબેન પુરષોત્તમભાઈ પટેલ (ઉં. વ. ૮૩) ૧૪/૧/૨૪ના અવસાન પામ્યા છે. તે જ્યોતીબેન, હેમંતભાઈ, ઠાકોરભાઈ, અશ્ર્વિનભાઈના માતોશ્રી. સ્વ. વસંતભાઈ, સ્વ. પદ્માબેન, સુશીલાબેન, દક્ષાબેનના સાસુ. સરોજબેનના જેઠાણી. સ્વ. ઉર્મિલાબેન, કાંતિલાલભાઈ અને તારાબેનના ભાભી. વિશાલ અને જાગૃતિના કાકી. ઠે.:- રિદ્ધિ સિદ્ધિ ડી-૧ /૧૦૫ લિંક રોડ પાસે, બી.ઈ.એસ.ટી. કોલોની સામે, સાન્તાક્રુઝ પશ્ર્ચિમ, પુચ્છપાણી : તા. ૨૫/૧/૨૪, ગુરુવારના ૩ થી ૫. લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી લોહાણા
ગામ નખત્રાણા (બીટા)ના સ્વ. રણછોડદાસ ઓધવજી ઠક્કર (વકીલ)ના સુપુત્ર સ્વ. નરભેરામ ઠક્કર (મહીધર)ના ધર્મપત્ની ગં.સ્વ. મંગળાગૌરીબહેન, હાલ અમદાવાદ (ઉં.વ. ૮૨) તે સ્વ. ભાગીરથીબેન લક્ષ્મીદાસ રાયમંગીયા, ગામ ખારીરોહર (અંજાર)ના સુપુત્રી. તે જયંત તથા સુનીતાના માતાજી. કામિની તથા દિલીપકુમારના સાસુજી. તે સ્વ. ગૌરીશંકરના નાનાભાઈના ધર્મપત્ની, મણીલાલભાઈ, શાંતિલાલભાઈ, દિલીપકુમાર તથા ગં.સ્વ. નિર્મળાબહેન નવીનચંદ્ર જોબનપુત્રાના ભાભી સોમવાર, તારીખ ૨૨-૧-૨૪ના અમદાવાદ રામશરણ પામ્યા છે. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા બુધવાર, તારીખ ૨૪-૧-૨૪ના ૫થી ૬, હરિઓમ એલિગન્સ, મેન ગાર્ડન, ગોધાવી, અમદાવાદ ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી અંજારીયા ભાટિયા
સ્વ. તુલસીદાસ મોરારજી સંપટના ધર્મપત્ની ગં. સ્વ. સુશીલાબેન (ઉં. વ. ૮૨) તે વાઘજી દેવજી આશરના સુપુત્રી. તે ભાવના તથા ઉર્વશીના મમ્મી. દિનેશ અને અમરના સાસુ. રિદ્ધિ, પ્રણવ, હેતવીના નાની. મિતેશ, તેજલ, ક્ધિનરીના દાદી તા. ૨૨-૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૪-૧-૨૪ના સ્વામિનારાયણ મંદિર, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (પૂર્વ) ૪-૩૦થી ૬. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી દશા શ્રીમાળી વણિક
દીહોર નિવાસી હાલ મલાડ સ્વ. શાંતાબેન મનહરલાલ મહેતાના સુપુત્ર યોગેશભાઇ (ઉં. વ. ૫૨) તે જાગૃતિબેનના પતિ. ધવલ, ઉજવલના પિતાશ્રી. હિમાંશુભાઇ તથા હિનાબેન હેમલકુમાર દોશીના મોટાભાઇ. સ્વ. મૃદુલાબેન મગનલાલ કોઠારીના જમાઇ. સ્વ. બીપીનભાઇ, પ્રદીપભાઇ, મુકેશભાઇ, રાજેશભાઇ તથા મીતા હિતેનભાઇ મહેતાના બનેવી શનિવાર, તા. ૨૦-૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પાટણવાળા પંચાલ
ગામ વસઇ-ફીચાલ, હાલ અમદાવાદ સ્વ. સમુબેન જેઠાલાલ મોરારદાસ પંચાલના સુપુત્ર રજનીકાંતભાઇ (ઉં. વ. ૬૧) તે ઉષાબેનના પતિ. શ્ર્વેતાબેન જૈમિનકુમાર પંચાલના પિતાશ્રી. ભરતભાઇ, નવીનભાઇ, રેખાબેનના ભાઇ. મિત્તલ, પ્રિયંકા, રાહુલ, વિધિ, વૈભવીના મોટા પપ્પા ગુરુવાર તા. ૧૮-૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૫-૧-૨૪ના સાંજે ૪થી ૬. ઠે. સાંઇ મંદિર હોલ, બસ નં.૨૯૭નું છેલ્લેથી બીજું સ્ટોપ, કરવીર નગર બસ સ્ટોપ, એસ. એન. ડૂબે રોડ, રાવલપાડા, દહીસર (પૂર્વ).
કચ્છી બ્રહ્મક્ષત્રિય
મૂળ ગામ મઉ મોટી હાલ મુલુંડ સ્વ. વનિતા રવજીભાઇ રાજાવાઢા (ઉં. વ. ૫૭) તે સ્વ. પ્રભાબેન રવજીભાઇ રાજાવાઢાના સુપુત્રી. તે જગદીશ, મંજુલા રમેશ છાટબાર, દમયંતી મનસુખ છાટબાર, શારદા ભરત વીંછી તથા હસમુખ અને નીતા રાજાવાઢાના બેન તા. ૨૧-૧-૨૪ના રવિવારના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા ૨૪-૧-૨૪ બુધવારના ૪થી ૫. ઠે. પાંજીવાડી કાજુંરમાર્ગ, (ઇસ્ટ) લૌકિક વ્યવહાર તથા દશાવ પ્રથા બંધ છે.
હાલાઇ ભાટીયા
અ. સૌ. ઉમાબેન હરેશભાઇ આશર (ઉં. વ. ૬૪) તે હરેશભાઇ ઠાકશીભાઇ આશરના ધર્મપત્ની. તે અમ્રીતાબેન ખટાઉ અને મીહીરભાઇ હરેશભાઇ આશરના માતા. કુલદીપભાઇ, કિશોરભાઇ ખટાઉના સાસુ. સ્વ. ઠાકસીભાઇ તથા સ્વ. મણીબેનના પુત્રવધૂ. સ્વ. વનરાજભાઇ તથા સ્વ.વીણાબેન ટોપરાણીના પુત્રી તા. ૨૨-૧-૨૪ના શ્રીજીનાચરણ પામ્યા છે. સાદડી તથા લૌકિક વ્યવહાર રાખવામાં આવ્યો નથી.
ઘોઘારી દશા દિશાવળ વણિક
ભાયંદર નિવાસી સ્વ. પ્રકાશભાઈ રમણીકલાલ મહેતાના ધર્મપત્ની ગં. સ્વ. દક્ષાબેન (ઉં. વ. ૬૮) તે ૨૧/૧/૨૪ ના શ્રીજીશરણ પામેલ છે. તે નીરવના માતુશ્રી. હેતલના સાસુ. હર્ષદભાઈ, સ્વ. ચંદ્રિકાબેન જયેશભાઇ દેસાઈ, બીનાબેન હરેશભાઇ મહેતા, નયનાબેન હેમંતભાઈ શાહના ભાભી. પિયરપક્ષે ગં. સ્વ. રમાબેન તથા સ્વ. શાંતિલાલ સવાયલાલ મહેતાના દીકરી. તેમની પ્રાર્થનાસભા ૨૫/૧/૨૪ ના ૪ થી ૬. કપોળવાડી, ગીતાનગર, ફાટક રોડ, ભાયંદર વેસ્ટ.
શ્રી અમદાવાદ દશા પોરવાડ
હાલ પૂના નિવાસી અશોકભાઈ પોપટલાલ શાહ, તે રમાબેનના પતિ. મનીષ પ્રીતિ પારૂના પિતા. તે સ્વ. ધર્મેશભાઈ મહેતા તથા ચેતનભાઈ શાહ અને કેતકીબેન મનીષભાઈના સસરા. તે નિધી, જય, ખીલતી અને પૂજાના દાદા તથા નાના. તે હરગોવનદાસ ભણસાળીના જમાઈ તા. ૨૦/૦૧/૨૦૨૪ ના શનિવારે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી મોઢ વણિક
વિરમગામ નિવાસી હાલ ઘાટકોપર. સ્વ સુધાબેન પરીખ, (ઉં. વ. ૭૨) તે સ્વ બંકિમભાઈ નાથાલાલ પરીખના ધર્મપત્ની તરલીકાબેન કનુભાઈ શાહના ભાભી, શારદાબેન મનસુખલાલ વૉરાના દિકરી, તે રાકેશના માતુશ્રી, ફાલ્ગુની, લજ્જાના સાસુ, શિવાંગી, જુહી અને જશના દાદી. તા. ૨૨.૦૧.૨૦૨૪ ના શ્રીજીશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૨૫.૦૧.૨૦૨૪ ના લાયન્સ કોમ્યુનિટી હોલ, ગરોડિયા નગર ઘાટકોપર, (પૂર્વ) ૪ થી ૬.
પચીસ ગામ ભાટિયા
મગનલાલ લીલાધર પાલેજા (ઉં. વ. ૭૧) તે જૂનાગઢ નિવાસી હાલ અંધેરી, સ્વ. મંજુલાબેનના પતિ. મનીષના પિતા. હેતલના સસરા. રમણીકભાઇ, સ્વ. જયાબેન, સ્વ.છગનભાઇના ભાઈ. સાસરાપક્ષે સ્વ. નવલબેન જેઠાલાલ વેદના જમાઈ. તે ૨૦/૧/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઈ લોહાણા
વનરાવનદાસ હાથી, (ઉં. વ. ૮૯) મૂળ ગામ જામ રાવલ, હાલ કાંદિવલી તેઓ સ્વ. જમનાબેન તથા ગોરધનદાસ લાલજી હાથીના પુત્ર. તે હંસાબેનના પતિ. અમૃતબેન તથા મગનલાલ લાલચેતાના જમાઈ. તે અમરતલાલ, ગોકળદાસ, મણીબેન, હીરાબેન, તથા સંતોકબેનના ભાઈ. ભારતીબેન હર્ષદકુમાર નથવાણી, બિપીન, લલિત, સ્વ. અશોકના પિતા. મનીષાબેન, જ્યોતિબેનના સસરા. મંગળવાર, તા. ૨૩/૦૧/૨૦૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તથા લૌકિક વહેવાર
બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button