મરણ નોંધ

હિન્દુ મરણ

કોળી પટેલ
ખરસાડના બચુભાઇ છબીલદાસ પટેલ (ઉં. વ. ૮૦) ૧૫મીને સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. જશુબેનના પતિ. સંદીપ, મનીષ, નીતાના પિતા. મયૂરી, સંજયના સસરા. નુપુર, રોહનના દાદા. યુગના નાના. પુષ્પાણીની વિધિ ૨૫મીને ગુરુવારે બપોરે ૩થી ૪-૩૦. ઠે. રાજારામ ચાલ, રૂમ. નં. ૩, મકરાની પાડા, લક્ષ્મીનારાયણ મંદિરની પાછળ, મલાડ (પૂ).
ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ
મૂળ વતન ડાકોર હાલ મુંબઇ દહીંસર નિવાસી સ્વ. યતિનકુમાર પ્રદીપકુમાર જોષી (ઉં. વ. ૬૫) તા. ૧૬-૧-૨૪ મંગળવારના કૈલાસવાસી થયા છે. તે ગં. સ્વ. મીનાબહેનના પતિ. કપિલ અને વૈદેહીના પિતા. નીતિન, પરેશ, હરેન, જયેશ, દિપનના મોટાભાઇ. હેમા અને ભાવનાના જેઠ. હાર્દિક, હિમાદ્રી, ધર્મી, કૃષ્ણા, કૃપાલ, મેઘાના કાકા. પ્રાર્થનાસભા તા. ૨૩-૧-૨૪ના મંગળવારે સાંજે ૫થી ૭. ઠે. મુક્તિધામ હોલ, જૈન દેરાસર પાસે, દહીંસર (વેસ્ટ).
લોહાણા
વરસડા નિવાસી હાલ અમદાવાદ ગં. સ્વ. હસુમતીબેન તથા સ્વ. વિનોદરાય લલ્લુભાઇ સેજપાલનાં સુપુત્ર ભાવેશભાઇ (ઉં. વ. ૫૦) તે અનંતરાય પોપટના જમાઇ. તે ભાવિનીબેનના પતિ. તે વંશના પિતાશ્રી. તે કેતનભાઇના ભાઇ ૨૦મી જાન્યુઆરી ૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૨-૧-૨૪ના ૪થી ૫. ઠે. બી-૧૦૦૪, રુશીન ટાવર, સ્ટાર બજારની સામે, સ્કાય બ્લ્યુ સ્ટેશનની પાસે, સેટેલાઇટ-અમદાવાદ-૩૮૦૦૧૫.
ઇડર ઔદિચ્ય પીસ્તાલીસ બ્રાહ્મણ
ગામ બડોલી હાલ કલ્યાણ નિવાસી રજનીકાંત મગનલાલ ભટ્ટ (ઉં.વ. ૭૦) તે રેખાબેનના પતિ. તે કવીતા, સમીર, મનીષના પિતા. તે પ્રમોદ, પ્રકાશ, સ્વ. ભગવતીબેન, સ્વ. શૈલેષના ભાઇ. તે સવિતા દામોદર મહેતાના જમાઇ. તે સંજય જોષીના સસરા તે હેતલ, ધર્મેશ, સ્વાતિના કાકા. તે જિગ્ના, રાકેશના મામા તા. ૨૦-૧-૨૪ના દેવલોક પામ્યા છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ ભાટીયા
ગં. સ્વ. જમનાબેન (જમુબેન) તે સ્વ. વલ્લભદાસ (વૈજાપુર નિવાસી)ના ધર્મપત્ની. સ્વ. શાંતાબેન સોનુલાલ રામૈયા (ભાટીયા)ના પુત્રવધૂ. સ્વ. ગોમતીબેન રણછોડદાસ વેદના પુત્રી. સ્વ. સંતોષ, અનિલ, નયના જગદીશ આશર, સુવર્ણા રાજીવ ભીમાણી, સુરેખા પંકજ વેદના માતા. અનિતા, હેમાના સાસુ. શામલ, નીરવ, નીલના દાદી. ધવલ ઉર્વી, દર્શ, ધ્રુવીના નાની તા. ૨૦-૧-૨૪ શનિવારના સ્વર્ગવાસી થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૨-૧-૨૪ના સોમવાર સાંજે ૪થી ૫. ઠે. ભાટીયા મહાજનવાડી, વૈજાપુર સંભાજીનગર મુકામે રાખેલ છે.
કપોળ
મહુવાવાળા સ્વ. વીમળાબેન મુકુંદરાય ગોરડીયાના પૌત્ર ચી. ભવ્ય (ઉં. વ. ૨૮) તે જયશ્રી અને મનોજભાઇ ગોરડીઆના પુત્ર. તે સ્વ. દ્વારકાદાસ ઓધવજી મહેતા, અમરેલીવાળાના ભાણેજ. ગં. સ્વ. દક્ષાબહેન અનીલકુમાર ગોરડીઆ, તે હંસાદીપ પારેખ, સ્વ. જયોતીબેન વિજયભાઇ પારેખ, પ્રતીમા ભૂપેન્દ્રભાઇ મહેતા, ઇલાબેન ગોરડીયા, કવીતા રાજીવભાઇ પારેખના ભત્રીજા. તે ૧૮-૧-૨૪ ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
ઝાલાવાડી દરજી-સઇ સુતાર જ્ઞાતિ
મુળ લાખેણી નિવાસી હાલ મસ્જિદબંદર મુંબઇ સ્વ. હરજીવન ગીરધર પરમારનાં પુત્ર ધરમશી હરજીવન પરમાર તે મુકેશના પિતા. દિપા મુકેશના સસરા.જાગૃતિ આદિત્ય તૈલંગ અને ગૌરવ પરમારનાં દાદા. સ્વ. કલ્યાણજી પ્રાગજી પાટડિયાનાં જમાઇ. શનિવારે તા. ૨૦-૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તેમની ટેલિફોનિક સાદડી સોમવાર, તા. ૨૨-૧-૨૪ના સાંજે ૪થી ૬. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. ૨૧૮/૨૨૦, નરસી નાથા સ્ટ્રીટ ૪થે માળે, રૂમ. નં. ૩૧, મુંબઇ-૯.
હાલાઇ લોહાણા
કરાચીવાળા (ગામ જોડીયા) હાલે ડોમ્બિવલી સ્વ. વિજયાબેન તથા રણછોડદાસ આડઠક્કરના સુપુત્ર ગિરીશ રણછોડદાસ (ઉં.વ. ૬૯) તે ગીતા ગિરીશ આડઠકકરના પતિ. સ્વ. ધર્મેશ, દિપાલી નિલેશકુમાર જોબનપુત્રાના પિતાશ્રી. સ્વ. પદમાબેન તથા ચિમનલાલ પારેખના જમાઇ. સ્વ. ચંદ્રકાન્તભાઇ, સ્વ. પ્રફુલભાઇ, ગં. સ્વ. ભાનુબેન કકકડ, ગં. સ્વ. ભગવતીબેન કોટેચાના ભાઇ. ભરત, અતુલ, વિરેન, હર્ષાબેન દફતરીના બનેવી તા. ૨૦-૧-૨૪ના શનિવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઔદિચ્ય સહસ્ત્ર બસિયા બ્રાહ્મણ
સરડોઈ નિવાસી હાલ કાંદિવલી મુંબઈ, ગં સ્વ. જશોદાબેન ભક્તિરામ આચાર્ય (ઉ.વ. ૯૬) તા. ૨૦/૦૧/૨૪ ને શનિવારના રોજ દેવલોક પામ્યા છે. તે સ્વ.ભકિતરામ રેવાશંકર આચાર્યના પત્ની. તેઓ ભુપેન્દ્રભાઈ અને દેવયાની બેન જોષી, જગદિશના માતૃશ્રી, પ્રતિમાબેન અને મહેન્દ્રકુમાર જોષીના સાસુ. ડો.નિખિલ, હેતલબેન અને શ્ર્વેતાબેનના દાદીમા. તે મેઢાસણના સ્વ. ભાઈશંકર જેઠાલાલ પંડ્યાના દિકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. (ઉત્તરક્રિયા કાંદિવલી ખાતે રાખવામાં આવી છે.)
કપોળ
ડેડાણવાળા નિવાસી હાલ બોરીવલી ગં. સ્વ. ભાગીરથીબેન માધવજી મહેતાના પુત્ર કિશોરભાઈ મહેતા (ઉ. વ. ૭૧) તે કિર્તીબેનના પતિ, હેતલ કુનાલ પારેખ, ચાંદની પ્રતીક મહેતાના પિતા, સ્વ. નવનીતભાઈ, હિંમતભાઈ, સ્વ. જીતુભાઇ, સ્વ. ચંદુબેન, મંછાબેન, શાંતાબેનના ભાઈ, સ્વ. દામોદરદાસ ત્રિભોવનદાસ પારેખના જમાઈ, મોસળપક્ષ સ્વ. જમનાદાસ કાનજી મહેતા, સ્વ. ત્રિભોવનદાસ કાનજી મહેતાના ભાણેજ. તા. ૨૦-૦૧-૨૪ ના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૨૩-૦૧-૨૪ ના સાંજે ૫ થી ૭. સ્થળ: લોહાણા મહાજન વાડી, ૨જે માળે, શંકર મંદિરની બાજુમાં, એસવી રોડ, કાંદિવલી (વેસ્ટ)
દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
સાણોદર નિવાસી હાલ પાપડી વસઈ સ્વ. લીલાવંતીબેન રમણીકલાલ શાહ (વઘાણી)ના પુત્ર દિલીપભાઈ (ઉં.વ.૬૭) તે ૧૯/૧/૨૪ ના શ્રીજીશરણ પામેલ છે. તે સાધનાબેનના પતિ, હેમાંગ તથા અવની વિરલ મહેતાના પિતા . હર્ષદભાઈ, સ્વ. ભરતભાઈ, સ્વ. પ્રવીણભાઈ, મહેશભાઈ, ભારતીબેન રમેશકુમાર ગોયાણી ના ભાઈ, શ્રેયસ વિરકાંતભાઈ, પ્રતાપ તથા પૂજા દલચંદ્ર પારેખના બનેવી. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૩/૧/૨૪, ના ટા. ૪ થી ૬ કલાકે વિશ્ર્વકર્મા બાગ, આનંદ નગર, સ્ટેશન પાસે વસઈ વેસ્ટ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો