મરણ નોંધ

હિન્દુ મરણ

કચ્છી ભાટીયા
રંજના આશર (ઉં. વ. ૬૭) તે સ્વ. કમળાબેન તથા સ્વ. ખીમજી રતનશી આશરના સુપુત્રી. કીર્તિ, નરેન્દ્ર અને અ. સૌ. ભારતી મુકેશ ભાટીયાના બેન. તે અ. સૌ. હર્ષદા તથા અ. સૌ. ભાવનાના નણંદ. અ. સૌ. કુંજલના માસી. રાજેશ્ર્વરી, કાજલના ફૂઇ શુક્રવાર, તા. ૧૯-૧-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
ગામ પાડોદર હાલ મુંબઇ (ચેમ્બુર) સ્વ. સવિતાબેન મોહનલાલ શિરોદરિયાના સુપુત્ર પ્રભુદાસ (ઉં. વ. ૮૫) તે મંજુલાબેનના પતિ. તે ડો. જસ્મીન અનુપ શાહ, ડો. ભૈરવી નિમિષ શુકલ, ડો. અલ્પા ઠક્કર, ડો. મેથલ અનિશ ખખરના પિતાશ્રી. તે સ્વ. જયસુખભાઇ, નવનીતભાઇ, સ્વ. ચંદ્રકાન્તભાઇ, સ્વ. હરેશભાઇ, નિતીનભાઇ તેમ જ જયોતિબેન હસમુખલાલ મણિયારના મોટાભાઇ. તે દિક્ષીતા, હિમાદ્રી, કુશાલ, અર્જુન, પાર્થ, નિખિલને આદિત્યના નાનાજી. તેમ જ જમનાદાસ મકનજી કોટેચાના જમાઇ તા. ૧૯-૧-૨૪, શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
જામનગર મોઢ વણિક
કાંદિવલી સ્થિત ગં. સ્વ. જસુમતી દામોદરદાસ શેઠ તે સ્વ. કાન્તાબેન દ્વારકાદાસ શેઠના પુત્રવધૂ. ભરત, સ્વ. ચંદ્રિકાબેન, માલતીબેન, ચારુબેન, મંજરીના માતુશ્રી. પૌલોમીના સાસુ. કૌશલના દાદી. તૃપ્તિના વડસાસુ, રુદ્રના વડદાદી. તા. ૧૭-૧-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રવિવાર, તા.૨૧-૧-૨૪ના ૪થી ૬. ઠે. પાવનધામ, પાવનધામ માર્ગ, મહાવીર નગર, કાંદિવલી (પશ્ર્ચિમ).
કપોળ
ચિતલવાળા હાલ બોરીવલીના સ્વ. નિરંજનાબેન અનંતરાય ભુવાના પુત્રવધૂ અ.સૌ. મયુરી ભુવા (ઉં.વ. ૫૬) તે તા. ૧૯/૧/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે નિલેશભાઈના ધર્મપત્ની. ચિંતન તથા હિનલના માતુશ્રી. અક્ષતા તથા વિવેકકુમાર પારેખના સાસુ. પિયરપક્ષે અમરેલીવાળા સ્વ. કુસુમબેન ઘનશ્યામલાલ દેસાઈના સુપુત્રી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
ચિત્તલ નિવાસી સ્વ. રૂગનાથ પિતામ્બર નિર્મળના પુત્ર નિરંજનભાઈ નિર્મળ હાલ રાયપુર (ઉં.વ. ૭૮) સોમવાર તા. ૧૫/૧/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ઈંદુબેનના પતિ. તે સ્વ. ચત્રભુજભાઈ, સ્વ. અમૃતલાલભાઈ, સ્વ. પ્રભુદાસભાઈ તથા સ્વ. નવનીતભાઈના નાના ભાઈ. તે કેતન તથા રીનાબેન આશરાના પિતાશ્રી. તે ભૂમીકાના સસરા. તે વિભવના દાદા. બી/૧૫, વોલ ફોરટ, એન્કલેવ નંબર ૧, રામ કૃષ્ણ કેર હોસ્પિટલ પાછળ, રાયપુર ૪૯૨૦૦૧, છત્તીસગઢ.
મેઘવાળ
ગામ માલપર- ભાવનગર, હાલ મુંબઇ અજયભાઈ સોલંકી (ઉં.વ. ૬૪) તા. ૧૩/૧/૨૪ના રામચરણ પામ્યા છે. તેઓ ગં. સ્વ. સોનાબાઈ તથા સ્વ. રામજીભાઈ સોલંકીના પુત્ર. શાંતાબેનના પતિ. દિપેશભાઈ, કવિતાબેનના પિતા. પ્રવિણભાઈ અને વૈશાલીબેનના સસરા. કુમારી યુક્તિ અને પહેલ, કુમારી સમાયરાના દાદા – નાના. ગોવિંદભાઈ, વિજયભાઈ અને મીનાબેનના ભાઈ. તેમના બારમાની વિધિ રવિવાર, તા. ૨૧/૧/૨૪ના ૫.૩૦. અંબિકા નગર સોસાયટી, ખલાઈ વિલેજ,
વિદ્યાવિહાર (પ).
નાઘેર વણિક
ઉના નિવાસી હાલ નવી મુંબઈ વાશી શાહ જગતકાંત વૃજલાલ સુખડિયાના ધર્મપત્ની અ. સૌ. તરુણાબેન શાહ (ઉં.વ. ૬૯) તે નિમેષભાઈ, જસ્મીનભાઈ તથા છાયાબેન સંજય કુમારના માતુશ્રી. અ.સૌ. જસ્મીના, અ.સૌ. પૂર્વી તથા સંજયકુમાર કિશોરભાઇ સગાળિયાના સાસુ અને ગાંગડાવાળા રાયચંદ નારણદાસના સુપુત્રી. તા. ૧૯ જાન્યુઆરી, ૨૦૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૧ જાન્યુઆરી, ૨૦૨૪ના ૪.૩૦ થી ૬.૦૦ : ગુજરાત ભવન, પ્લોટ નં. ૬૧ એ/બી સેક્ટર ૧૫, વાશી નવી મુંબઈ.
કચ્છી લોહાણા
સ્વ. વસંતલાલ લક્ષ્મીદાસ સોમૈયાના ધર્મપત્ની ગં.સ્વ. હરદેવીબેન સોમૈયા (ઉં.વ. ૮૩) ગામ અંજાર હાલે મુલુંડ તા. ૧૮-૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સંગીતા અને જગદિશના માતુશ્રી. તે હીના જગદીશ સોમૈયાના સાસુમા. મિહીરના દાદી. તે સ્વ. કમળાબેન પિતાંબરદાસ આડઠક્કર, ગામ જોડીયાના દિકરી. તે સ્વ. લખુભાઈ, અરવિંદભાઈ, સ્વ. ધનલક્ષ્મીબેન અને સ્વ. હંસાબેનના બહેન. લૌકિક વ્યવહાર બંધ છે. રહેઠાણ- ૪૧, પદ્મશ્રી બિલ્ડીંગ, એમ.જી. રોડ, મુલુંડ-વેસ્ટ.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત