મરણ નોંધ

હિન્દુ મરણ

સ્વ. નરોત્તમ દામજી પલણ (ઉં. વ. 84) તે સ્વ. દામજી મોરારજી પલણ અંજારવાલાના નાનાપુત્ર હાલ મુંબઈ મુકામે 14-1-24ના રામશરણ પામેલ છે. સ્વ. કુસુમબેનના પતિ. પ્રફુલ, કેતન તથા જીગ્નેશના પિતાશ્રી. સ્વ. ચત્રભુજભાઈ, સ્વ. ધરમશીભાઈ, સ્વ. લક્ષ્મીબેન, સ્વ. લીલાવંતીબેન, સ્વ. કાશીબેન, સ્વ. શાંતાબેન, સ્વ. મણીબેન, સ્વ. તુલસીબેન તથા સ્વ. ઝવેરબેનના ભાઈ. સ્વ. દામજી રાઘવજી ઠક્કર વડોદરાવાલાના જમાઈ. સંગીતાબેન, જીજ્ઞાબેન તથા ઉર્વશીબેનના સસરા. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
માધવપુર ગિરિનારા બ્રાહ્મણ
પ્રદીપભાઈ ભાઈશંકર નર્મદા પુરોહિત 12મી જાન્યુઆરીએ અવસાન પામ્યા છે. તે દક્ષાબેનના પતિ. નિમિષના પિતા. દેહુતિના સસરા. યજતના દાદા. લૌ. વ્ય. બંધ છે.
લોહાણા
અ. સૌ. મધુબેન ઠક્કર (સોનૈયા) (ઉં. વ. 80) તે લક્ષ્મીકાંત જમનાદાસ ઠક્કરના ધર્મપત્ની. સવિતાબેન મગનલાલ મગદાણીના પુત્રી. નીના, દેવાંગ, મયુરના માતુશ્રી. પંકજ, મીનુ, કાજલના સાસુ. માનવ, વૈષ્ણવી, ગાયત્રી, ઈશા, માયરાના દાદી રવિવાર, 14-1-24ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા મંગળવાર, 16-1-24ના 4-30 થી 6-30. ઠે: પુષ્ટિકર કલ્યાણ કેન્દ્ર, જોગેશ્વરી (વે.). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. લીલાવતીબાઈ અને સ્વ. તુલસીદાસ નરશી માખીસોતા કચ્છ ગામ લાખાપર હાલ પુનાના પુત્ર ગિરીશભાઈ (ઉં. વ. 67) શનિવાર, 13-1-24ના રામશરણ પામેલ છે. તે બાબુભાઈ નરશી માખીસોતાના ભત્રીજા. સ્વ. ભચીબાઈ મીઠુભાઈ મોહનજી ચંદેના જમાઈ. મનીષાબેનના પતિ. સ્વ. શારદાબેન, સ્વ. શંકરભાઈ તથા સ્વ. રાજુભાઈના મોટાભાઈ. વિજય તથા અ. સૌ. દક્ષા નિમેષ નરમના પિતાશ્રી. બંને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર, 16-1-24ના 5 થી 7. ઠે: ગોપુરમ હોલ, પુરષોત્તમ ખેરાજ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ રોડ, મુલુંડ (વે.). લૌકિક વ્યવહાર
બંધ છે.
નવગામ વિશા દિશાવાળ વણિક
ગોઝારીયા હાલ મલાડ નાથાલાલ જેસીંગલાલ શાહ (ઉં. વ. 91) તે રોહિતભાઈ, ડૉ. કમલેશભાઈ, મનીષાબેનના પિતા રવિવાર, 14-1-24ના શ્રીજીચરણ પામેલ છે. ગં. સ્વ. સુભદ્રાબેનના પતિ. સ્વ. કનૈયાલાલના ભાઈ. સ્વ. જીવણલાલ (અમદાવાદ)ના ભાઈ. અમીતા-સંગીતાના કાકા. ભોગીલાલ ઈશ્વરદાસના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા બુધવાર, 17-1-24ના 5 થી 7. ઠે: એસ. પી. ઓડિટોરિયમ, નૂતન સ્કૂલની બાજુમાં, માર્વે રોડ, મલાડ (વે.).
કચ્છ વાગડ લોહાણા
રાપર (વાગડ)ના મોહનલાલ પંડિત (ઉં. વ. 75) 12-1-24ના ધામમાં ગયેલ છે. તે સ્વ. રંભાબેન અને સ્વ. શિવજીભાઈ સુંદરજીભાઈના પુત્ર. ધનગૌરીબેનના પતિ. જીતેન્દ્ર, હેતલબેન હિતેષભાઈ મજેઠીયા, અલ્પાબેન રાજેશભાઈ કોટક, શિલ્પાબેન પંકજભાઈ સોનેતાના પિતાશ્રી. મંગળજીભાઈ જીવરાજભાઈ કોટક મઢુત્રાના જમાઈ. સ્વ. દયારામ, નરોત્તમ, શાંતિલાલ, દિપક અને રૂક્ષ્મણીબેન નરભેરામ કોટકના ભાઈ. સ્વ. ધારશીભાઈ ચાંપશીભાઈ ઉદેચા જાટાવાળાના દોહિત્રા. પ્રાર્થના મંગળવાર, 16-1-24ના 4-30 થી 6. ઠે: શેઠ એન. કે. ટી. કોલેજ સભાગૃહ, ખારકર આળી, થાણા (વે.). લૌકિક વ્યવહાર રાપર ખાતે રાખેલ છે.
દશા સોરઠિયા વણિક
બગસરા હાલ વિરાર સ્વ. મણીલાલ દેવચંદ માધાણી તથા સ્વ. રૂક્ષ્મણીબેન માધાણીના પુત્ર હિતેશભાઈ (ઉં. વ. 59) તે ઈલાબેનના પતિ. નેહા ચિરાગ મુંજયાસરા તથા રોનકના પિતાશ્રી. કોકિલાબેન પ્રવીણકુમાર સાંગાણી, હંસાબેન અશોકકુમાર માવાણી, રેખાબેન પ્રદીપકુમાર શાહ અને હીનાબેન અશ્વિનકુમાર વિભાકરના ભાઈ. ગં. સ્વ. લીલાવતીબેન મણીલાલ વિઠ્ઠલજી ધ્રુવના જમાઈ તથા સુરેશભાઈ જયંતીલાલ મુંજયાસરાના વેવાઈ 12-1-24, શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. નેત્રદાન કરેલ છે.
25 ગામ ભાટીયા
ગામ મોવૈયા હાલ સાંતાક્રુઝ , ગં.સ્વ. મંજુલા મોહનલાલ ગાંધી, (ઉં. વ.99), તે સ્વ. સામકુંવર લક્ષ્મીદાસ સંપટના સુપુત્રી, તે સ્વ. મણીલાલ, પ્રવીણભાઈ, સ્વ.જસવંતી કનૈયાલાલ આશર, સ્વ. રાધા હરિદાસ ઉદેશીના બેન, તે રાજેન્દ્ર, મધુસુદન, મીનાક્ષી, રવીન્દ્રભાઈ કામથ, મૃદુલા મુલજીભાઈ પટેલ, નીલાના માતુશ્રી, તે ડોના, નીતાના સાસુ, તે અમીષા, નીતા, રાહુલના નાની-દાદી તા. 14-1-24ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
મહુવાવાળા હાલ મલાડના સ્વ. ચંદ્રભાગા ચકુભાઇ પારેખના પુત્રવધૂ. અ.સૌ. ભારતીબેન અશ્વિનભાઇ પારેખ (ઉં. વ. 77) તે 13/1/24 ના શ્રીજીશરણ પામેલ છે. તે સમીર-રૂપલ તથા કેયુર-બીજલના માતુશ્રી. પિયરપક્ષે ભાવનગરવાળા સ્વ. નલિનીબેન કૃષ્ણપ્રસાદ દોશીના પુત્રી. ભદ્રાબેન, વીણાબેન, સુભાષભાઈ, અશોકભાઈ, સૂર્યકાન્ત તથા બિમલના ભાભી. નિવેદિતાબેન, સરોજબેન, હર્ષા તથા બીનાના બહેન. સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઔદિચ્ય સહસ્ત્ર સાઠા
સ્વ. જયપ્રકાશ ગોર સઢા નિવાસી હાલ ટીંટોઈ (ઉં. વ. 77), તા. 10/1/24ના બુધવારે દેવલોક પામેલ છે. તે સ્વ. અમૃતલાલ ગોર અને ગં. સ્વ. શાન્તાબેન ગોરના સુપુત્ર. તે ગં. સ્વ. વીણાબેન ગોરના પતિ. તે સ્વ. દિલીપભાઈ, ગીરીશભાઈ, વર્ષાબેન હસમુખલાલના ભાઈ. તે રૂપાબેન કપિલકુમાર, સોનાબેન ભાવિનકુમાર, નીરવભાઈ જયપ્રકાશના પિતા. તે હસમુખલાલ પ્રાણલાલ ગોરના સાળા. તે કપિલકુમાર ભટ્ટ, ભાવિનકુમાર ઠાકર અને રોહિણી નીરવના સસરા. તેમની પ્રાર્થનાસભા તા. 18/1/24 ના 4 થી 6, ડી-વિંગ, પંચવટી 1, રહેજા ટાઉનશિપ, મલાડ ઈસ્ટ.
કચ્છી રાજગોર બ્રાહ્મણ
સ્વ.કેસરબેન મોહનલાલ દેવજી નાકરના પુત્ર હરેશ, (ઉં. વ. 69) ગામ ભદ્રેશ્વર, કચ્છ, હાલે નાલાસોપારા, 12-1-24ના રામશરણ પામેલ છે. તે, મધુબેનના પતિ. સ્વ. મિતેશ, કરિશ્મા, અનુજા રાજેશ માકાણીના પિતા. કાંતિલાલ, સ્વ. રાજેન્દ્ર, ચેતન, ઝવેરબેન વસંતલાલ, સ્વ. પ્રભાબેન જિતુભાઈ, નયનાબેન કિશોરભાઇના ભાઇ. સ્વ. ભાનુબેન ભાઇલાલ મુલજી મોતા ભિવંડી વાળાના જમાઈ. સતીશ, કિરીટ, અનિલ, નિલેશ તથા દક્ષાબેન મહેન્દ્રભાઈના બનેવી. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-1-24 મંગળવાર ના 3 થી 5. લૌકિક વ્યવહાર બંધ છે. સોખડા સ્વામી નારયણ મંદિર હોલ, શબરી ટાવર પછી, ઈસ્ટ – વેસ્ટ ફ્લાયઓવરની બાજુમાં, અશોક નગર, કાંદિવલી પૂર્વ.
કપોળ
જાફરાબાદવાળા (હાલ પાલઘર) સ્વ. હીરાબહેન અને ધર્મદાસ બાબુભાઇ સંઘવીના પુત્ર નરેન્દ્રભાઇ (ઉં. વ. 73) રવિવાર, તા. 14-1-24ના શ્રીજીચરણ પામેલ છે. તે જયોતિબેનના પતિ. તે નમીતા નીરવ શાહના અને મીતલ પ્રક્ષેશ શાહના પિતાશ્રી. તે મહુવાવાળા ચંપકલાલ માલજીભાઇ પારેખના જમાઇ. તે કબીર, શીવંશના નાના. તે સ્વ. કીર્તિભાઇનાં નાના ભાઇ. પ્રાર્થનાસભા અને સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી ભાટીયા
જયશ્રીબેન ઘીવાલા (બબી બેન) (ઉં.વ. 85) તે સ્વ. જમનાદાસ ગોકલદાસ ઘીવાલાના પત્ની. તે સ્વ. પુરશોતમ મોરારજી આશર (મરોલવાડા)ના પુત્રી. તથા વિજય, મહેન્દ્રની માતોશ્રી. તથા હેમા, રશ્મીના સાસુજી. દીશા નિખિલ, ઉવર્શી ઉદીત, હર્ષના દાદી-સાસુ /દાદી. તા. 15-1-24ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. 17-1-24ના 5થી 6. ઠે. જી. કે. ભાટિયા સેનિટોરિયમ ખજુરિયા રોડ, કાંદિવલી (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button