હિન્દુ મરણ
ઇડર ચૌદસી તપોધન બ્રાહ્મણ
ગામ બડોલી નિવાસી હાલ થાણે ગં. સ્વ. વીણાબેન રમેશચંદ્ર રાવલ (ઉં. વ. ૭૮) તે સ્વ. રમેશચંદ્ર ડાહ્યાલાલ રાવલના પત્ની. સ્વ. કાંતિલાલ દામોદર રાવલ શાહપુરના સુપુત્રી. તેમ જ હીનાબેન, મનીષભાઇ, ભાવેશભાઇના માતોશ્રી. તે સ્વ. કેતનકુમાર, સૌ. ફાલ્ગુનીબેન, સૌ. પૂર્વીબેનના સાસુમા. તે જયના નાની. યશ, સિદ્ધિના દાદી. તા. ૧૨-૧-૨૪ના શ્રીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
નાઘેર દશા શ્રીમાળી વણિક
ગાંગડા નિવાસી કૌપર ખેરાને સ્વ. માણેકચંદજી માધવજી શાહના સુપુત્ર નવીનચંદ્ર (ઉં. વ ૭૫) તે કાંતાબેનના પતિ. રાકેશ, મિત્તલ, જુલીબેન પંકજકુમારના પિતા. હીના, દર્શના તથા પંકજકુમારના સસરા. ધર્મિલ, વિવાના દાદા. સ્વ. જયસુખલાલ, સ્વ. અશોકભાઇ, સ્વ. મંગળાબેન પ્રવિણચંદ્ર, કુસુમબેન રજનીકાંત, સરોજબેન ભૂપેન્દ્રભાઇના ભાઇ. સામતેર નિવાસી સ્વ. જુગલદાસ આણંદજી ચાવડાના જમાઇ. તા. ૧૨-૧-૨૪ શુક્રવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૪-૧-૨૪ના ૪.૩૦થી ૬. ઠે. સ્વામીનારાયણ મંદિર, સેકટર-૨૯ વાશી, નવી મુંબઇ.
દીંડુ વણિક માહેશ્ર્વરી જ્ઞાતિ
અંધેરી નિવાસી વિનોદચંદ્ર મનસુખલાલ સુક્કાવાલા જેઓ સ્વ. રશ્મિબેનના પતિ. સ્વ. અનુપમના પિતા. રીટાબેનના સસરા. જિમિત અને મૌસમી સુક્કાવાલા તથા મિનિતા અને કલ્પીત શાહના દાદા. સ્વ. અશોકચંદ્રના ભાઇ. પિનાક દલાલ અને સુશ્મીતાબેન મુલ્લાજીના બનેવી તા. ૧૨-૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
માંગરોળ દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
ગં. સ્વ. હેમલતાબેન દરબારી (ઉં. વ. ૮૯) તા. ૧૧-૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ચંદ્રકાંત ત્રિભોવનદાસ દરબારીના ધર્મપત્ની. કિરણ, હેમંત, હર્ષાના માતુશ્રી. અ. સૌ. રાગિની, સ્વ. પ્રકાશભાઇ વખારીયા તથા નિખીલભાઇ દોશીના સાસુ. હેમીના દાદી તથા જયોત, ધારા, ઉષ્મા, વ્યોમા, બ્રિંદ્રાના નાની. અને પોરબંદરવાળા સ્વ. નગીનદાસ ત્રિભોવનદાસ શાહના પુત્રી. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૫-૧-૨૪ના ૫થી ૭. ઠે. એસ.એન.ડી.ટી. મહિલા કોલેજ, આર. જે. સી. બેન્કવેટ, અમુલખ અમીચંદ સ્કૂલની બાજુમાં, આર. એ. કીડવાઇ રોડ, માટુંગા-મુંબઇ-૧૯.
કચ્છ વાગડ લોહાણા
મૂળ ગામ ભચાઉના હાલ નાસિક સ્વ. સરસ્વતીબેન મેઘજીભાઈ ચંદેના પુત્ર રમેશભાઈ (ઉં. વ. ૫૭) ૧૨-૧-૨૪ના શ્રીજીના ધામમાં ગયા છે. તે ગામ ભુજના ત્રિભુવન માનસંગના જમાઈ. અંજનાબેનના પતિ. મીત તથા શ્રદ્ધા તેજસકુમારના ઘટ્ટાના પિતાશ્રી. પ્રવીણભાઈ, વિનોદભાઈ, જગદીશભાઈ, જયેશભાઈ, પરેશભાઈ, સ્વ. ગુણવંતીબેન દિલીપકુમાર મજીઠીયા તથા લતાબેન રાજેશકુમાર કાથરાણીના ભાઈ. ધીરજલાલ તથા અંબાલાલ રામજીભાઈના ભત્રીજા. પ્રાર્થનાસભા ૧૪-૧-૨૪, રવિવારના ૪ થી ૬. ઠે: કચ્છી લોહાણા મહાજન વાડી, ડીંડોરી રોડ, પંચવટી, નાસિક મધ્યે રાખેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા સાથે રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. કિશોર ભીમજી દૈયાના ધર્મપત્ની રાધા કિશોર દૈયા (ઉં. વ. ૭૮) ગામ લાખાપર તા. લખપત તા. ૧૨-૧-૨૪ના શુક્રવારના રામશરણ પામેલ છે. તે સ્વ. ડુંગરશી ચત્રભુજ ચંદેની પુત્રી. તે હેમંત અને મીલી સમીર કોટકના માતુશ્રી. તે નેહાના સાસુમાં. તે હર્ષ અને મીતના દાદીમા. તે પારમીના નાનીમા. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી દશા શ્રીમાળી વણિક
મહુવા નિવાસી હાલ બોરીવલી સ્વ. કાંતિભાઈ પ્રભુદાસ મહેતાના ધર્મપત્ની લીલાવતીબેન (ઉં.વ. ૮૬) તે પરેશ-છાયા, હિના નિમિષ મહેતા, સોનલ નરેન્દ્ર ટીમબડીયા, ભાવિતા નિમેષ ભાયાણીના માતુશ્રી. સ્વ. રસિકભાઈ, સ્વ. જશુમતીબેન મનહરલાલ દાણીના ભાભી. પિયરપક્ષે માઢીયા નિવાસી સ્વ. તારાચંદ ઝવેરચંદ મહેતાના દીકરી. ભરતભાઈ, દિનેશભાઇ, સ્વ. અતુલભાઈ, અમીષભાઇ, વિમળાબેન, નિરંજનાબેન, જયશ્રીબેનના બહેન. તે ૧૩/૧/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૪/૧/૨૪ના ૪ થી ૬. અજમેરા ગ્લોબલ સ્કૂલ, સ્વામિનારાયણ મંદિર પાસે, યોગી નગર, એક્સર રોડ, બોરીવલી વેસ્ટ.
દશા ઝારોડા જ્ઞાતિ
મૂળ ગામ હાલોલ, હાલ મુંબઈ દીનાબેન (ઉં.વ. ૭૫) તા. ૧૨/૧/૨૪ના શુક્રવારે અંધેરી શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. દ્વારકાદાસ ઓછવલાલ શાહના પત્ની. તે હૈદરાબાદ નિવાસી સ્વ. લીલાબેન તથા ભગવાનદાસભાઈ જસાણીની પુત્રી. ઓછવલ તથા જમનાબેન શાહના પુત્રવધૂ. તેજલબહેનના માતુશ્રી. શર્મિષ્ઠા ગોપાલભાઈ શાહના ભાભી. અશોકભાઈ અને બકુલભાઈના કાકી. પ્રાર્થનાસભા તા. ૧૪/૧/૨૪ના સાંજના ૫.૦૦ થી ૬.૩૦, અમૃતબાગ ચેરિટી ટ્રસ્ટ,૧૬/૧૮ બજાજ રોડ, વિલેપાર્લે (પશ્ર્ચિમ), (લૌકિક વ્યવહાર બંધ છે).
કપોળ
મહુવાવાળા હાલ શિવાજી પાર્ક, કિશન અરવિંદભાઈ વામનરાય પારેખ (ઉં.વ. ૫૫), તે જાગૃતિના પતિ. ચિ. મોનિલ અને ચિ. હર્ષના પિતાશ્રી. તે અ.સૌ. ગીતા નિલેશ મહેતાના ભાઈ. તે સાવરકુંડલાવાળા ચંદ્રકાન્ત પ્રાણજીવનદાસ મોદીના જમાઈ. તા. ૧૨-૧-૨૪ શુક્રવારના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે.