હિન્દુ મરણ
ગામ વિંછીયાવાળા હાલ ભાયંદર સ્વ. વિજયાબેન વશરામભાઈ ઝવેરભાઈ ડોડીયાના પુત્ર જયંતીભાઈ તા. ૧૧-૧-૨૪, ગુરુવારના કૈલાસવાસી થયા છે. તે સ્વ. મધુબેનના પતિ. જગદીશભાઈ, સ્વ. ગીરીશભાઈ, માલતીબેન ધીરજલાલ પરમાર, સરલાબેન ભૂપેન્દ્રભાઈ સિદ્ધપુરાના ભાઈ. રચના સંજય કશ્યપ, ક્ધિનલ સિદ્ધાર્થ માહેશ્ર્વરીના પિતાશ્રી. સ્વ. મગનભાઈ લક્ષ્મણભાઈ પરમારના જમાઈ. સાદડી શનિવાર, તા. ૧૩-૧-૨૪ના લુહાર સુતાર જ્ઞાતિ વેલફેર સેન્ટર, કાર્ટર રોડ નં. ૩, અંબાજી મંદિર પાસે, રાય ડોંગરી, બોરીવલી ઈસ્ટ. સમય: સાંજે ૫ થી ૭.
કોળી પટેલ
ગામ વેસ્મા, હાલ ગોરેગામ નિવાસી શાંતાબેન મંગુભાઈ પટેલ (ઉં. વ. ૯૪) બુધવાર તા. ૧૦-૧-૨૪ના રોજ દેવલોક પામ્યાં છે. તે નાનુભાઈ, ગજરાબહેન, અમૃતભાઈ, ઠાકોરભાઈ, ખંડુભાઈનાં માતા. ભાનુબહેન, નીલાબહેન, ઉમાબહેન, મનીષાબહેનનાં સાસુ. નીતા, કીર્તિ, ચેતના, વૈશાલી, પારુલ, સંદીપ, જ્યોતિ, કલ્પના, શર્મિલા, હિતેશ, રાહુલ અને પ્રતીક્ષાનાં દાદી. મનીષાનાં દાદીસાસુ. તેમનું બેસણું શનિવાર તા. ૧૩-૧-૨૪ના રોજ બપોરે ૧૨થી ૩ કલાકે અને પુચ્છપાણી રવિવાર, તા. ૨૧-૧-૨૪ના રોજ બપોરે ૨ વાગ્યે નિવાસસ્થાન ફ્લૅટ નંબર-૧૦૦૨, ૧૦મા માળે, શ્રેયસ કોલોની એસ. આર. એ. બિલ્ડિંગ, રેડિયમ એપાર્ટમેન્ટ નજીક, આરે રોડ, ગોરેગામ-પૂર્વ, મુંબઈ-૬૩ ખાતે રાખેલ છે.
મોઢ વણિક
હાલ મુલુંડ ગં.સ્વ. મંજુલાબેન જીતેન્દ્રભાઈ વરજીવનદાસ પરીખ (ઉં. વ. ૮૪) તે નિમેષ, રૂપા તથા જયેશના માતુશ્રી, તે સ્મિતા, જયેશભાઈ દોશી, નીમાના સાસુ, તે સ્વ. જયશ્રીબેન અડાલજા, સ્વ. ભરતભાઈ તથા સ્વ. રામભાઈના ભાભી. તે સ્વ. દલીચંદભાઈ ધારશી પારેખના સુપુત્રી અને ભાવેશ, મનીષ તથા રિતેશનાં ભાભુ તા. ૮-૦૧-૨૦૨૪ સોમવારે શ્રીજી ચરણ પામેલ છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
કોડીનાર મોઢ વણિક
કોડીનાર નિવાસી હાલ બોરીવલી હરગોવિંદદાસ ધરમશી શાહ (ઉં.વ. ૮૯) તા. ૯-૧-૨૪, મંગળવારે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ઈન્દુમતીના પતિ. સ્વ. રમણીકલાલ શાહ, સ્વ. સુરેશ ગાંધીના ભાઈ. સ્વ. સુશીલા શાહ, નલીની ગાંધીના દેર. નીના, રશ્મી, મનોજ, ઉમેશના પિતા. દેવેન્દ્રકુમાર, કિરણકુમાર, માલતી, કલ્પનાના સસરા. રોશની, હાર્દિક, નીકીતા, મંથનના દાદા. લૌકિક પ્રથા તથા પ્રાર્થનાસભા રાખેલ નથી.
કચ્છી લોહાણા
સ્વ. રૂક્ષમણી વિઠ્ઠલદાસ પલણ ગામ નખત્રાણા (હાલ મુલુંડ કોલોની)ના પુત્રવધૂ ગં. સ્વ. ભાનુમતી ચંદ્રકાંત પલણ (ઉં.વ. ૭૮) બુધવાર, તા. ૧૦-૧-૨૪ના રામશરણ પામ્યા છે. તે સ્વ. પાર્વતીબેન રામજીભાઈ સોમૈયા કલ્યાણપુરવાળાના પુત્રી. સ્વ. ભારતીબેન શંભુભાઈના જેઠાણી. સ્વ. ભગવાનદાસ, સ્વ. દિલીપ, પ્રમોદભાઈ, ગં. સ્વ. સૂર્યાબેન પ્રકાશભાઈ મહેતાના બહેન. સૌ. જયોતી જયંત મેવાણી, સૌ. હેમાલી હિમલ ભીંડે, ઘનશ્યામ ગીરીશના મમ્મી. સૌ. ત્રિશાલા, સૌ. રશ્મીના સાસુ. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૧૨-૧-૨૪ના ૫.૩૦ થી ૭. ઠેકાણું: સારસ્વત વાડી, ગ્રાઉન્ડ ફલોર, ઝવેર રોડ, મુલુંડ વેસ્ટ. (લૌકિક વ્યવહાર બંધ છે.)
મચ્છુ કઠિયા સઈ સુથાર
મૂળ ગામ સરદારગઢ હાલ મુંબઈ ડોંબીવલી જગજીવનભાઈ અમૃતલાલ પરમાર (ઉં.વ. ૮૮) તા. ૭-૧-૨૪, રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. તે નિર્મળાબેનના પતિ. જીતેન્દ્રભાઈ, કિરીટભાઈ, ગીતાબેન મધુસૂદન દેગડા (જેતપુર), હિનાબેન પાર્થિવકુમાર પરમાર (માટુંગા)ના પિતાશ્રી. જયાબેન પોપટલાલ લીમ્બડ (મલાડ)ના મોટા ભાઈ. યોગીનીબેન, જીજ્ઞાબેનના સસરા. તે હર્ષ, પાર્થના દાદા. ધોરાજી નિવાસી સ્વ. કુંવરજીભાઈ પૂંજાભાઈ ધામેચાના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૧૨-૧-૨૪ના ૪ થી ૬ ભાનુશાળી વાડી, નાંદીવલી રોડ, ડોંબીવલી ઈસ્ટ.
૨૫ ગામ ભાટિયા
રમેશકુમાર વલ્લભદાસ આશર (ઉં.વ. ૭૨) મોટા મોળાવાળા તે સ્વ. ભારતીબેનના પતિ. સ્વ. રણજીતભાઈ, હેમલતા, જયપ્રકાશના ભાઈ. સૌ. મેઘના, રાજીવ, કૌશિક, પુનમના પિતા. સૌ. અભિલાષા, નેવિલના સસરા. સ્વ. હીરાલાલ દેવચંદ સંપટના જમાઈ તા. ૮-૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે.
સુરતી દશા લાડ વણિક
અ. સૌ. હેમલતા કાજી (ઉં.વ. ૮૨), બોરીવલી નિવાસી બુધવાર, તા. ૧૦-૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે પ્રદીપ ઈશ્ર્વરલાલ કાજીના પત્ની. મનિષ, દેવાંગ, મેઘાના માતુશ્રી. પારિંદા કાજી, નિરજ દાંતવાલાના સાસુ. દિશાંક, કરણના દાદી. તરૂણીકા, સ્વ. સરોજ, ઉમેશ શાહના બહેન. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. લતાબેન લક્ષ્મીદાસ નારાયણજી દાવડા કચ્છ ગામ નલિયાવાળાની પુત્રી જયોતિ ઠક્કર (ચંદે) (ઉં.વ. ૫૬) (કચ્છ ગામ દેવિસર હાલે મુલુંડ) મંગળવાર, તા. ૯-૧-૨૪ના રામશરણ પામેલ છે. તે ગં. સ્વ. જયાબેન જયંતીલાલ ચંદેના પુત્રવધૂ. દિપકકુમારના ધર્મપત્ની. હર્ષ, નેહાના માતુશ્રી. સ્વ. પરેશભાઈ, નરેશભાઈના બહેનશ્રી. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૧૨-૧-૨૪ના ૫.૩૦ થી ૭. સ્થળ: શ્રી કચ્છી લોહાણા મહાજન વાડી, ગ્રાઉન્ડ ફલોર, આર. આર. ટી. રોડ, મુલુંડ (વે.). લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ ભાટિયા
કુસુમ કાપડીયા તે સ્વ. પદ્મનાભ કરસનદાસના ધર્મપત્ની (ઉં.વ. ૯૩) તે મોંઘીબેન મોરારજીના પુત્રી. જયોતિ, અશ્ર્વિન, જયોત્સનાના માતુશ્રી. અપર્ણાના નાની. ત્રિકમદાસ, માધવસિંહ, રણજીતસિંહ, વિજયસિંહ, સુમતિ (તારાબેન)ના બહેન તા. ૧૦-૧-૨૪, બુધવારે શ્રીજીના ચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૧૩-૧-૨૪ના ૫ થી ૬.૩૦. ઠે. પી-૨, ફલોરા એનકલેવ, કાર્ટર રોડ નં. ૯, બોરીવલી પૂર્વ.
હાલાઇ લોહાણા
ગામ પોરબંદર નિવાસી હાલ કાંદિવલી સ્વ. રેવાબેન જગજીવનદાસ ઠકરારના પુત્ર વિનોદભાઈ (ઉં.વ. ૬૮) તે ૧૦/૧/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે મીનાબેન (વંદના)ના પતિ. સ્વ. ત્રિભોવનભાઈ, નરોત્તમભાઈ, સ્વ. અમૃતભાઈ, સ્વ. પ્રભુદાસ, સરલાબેન, અરુણાબેન તથા ભારતીબેનના ભાઈ. સ્વ. દમયંતીબેન વનરાવન ઉનડકટના જમાઈ. ધ્રુવીના પિતા. પ્રાર્થનાસભા ૧૩/૧/૨૪ના ૪.૩૦ થી ૬. આંગન બેન્કવેટ હોલ, ફેક્ટરી લેન, ટી. પી. એસ, બોરીવલી વેસ્ટ.
વીસા સોરઠીયા વણિક
મોટી ખીલોરીવાળા હાલ કાંદીવલી સ્વ. લીલાવંતીબેન અને સ્વ. મોતીચંદ મહેતાના પુત્ર મહેશભાઈ (ઉં.વ. ૭૨) તે ચંદ્રિકાબેનના પતિ. તે ભાવિની શિવપ્રસાદ આઠવલે, બીજલ આશિષ સંઘવી અને મેઘા સુશાંત શેરીગરના પિતા. તે ગીરીશભાઈ, સ્વ. ધીરુભાઈ, સ્વ. રાજુભાઈ, પરીમલ ભાઈ, ચંદ્રિકાબેન મલકાન અને રશ્મી ઉદય શાહના ભાઈ. તે સ્વ. અમૃતલાલ ઓધવજી શાહના જમાઈ. માહિ, રિયાન, વિયાન અને નીવના નાના, મંગળવાર, તા. ૯/૧/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. સર્વેપક્ષીય પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૧૨/૧/૨૪ના ૫.૩૦ થી ૭.૦૦. આંગન ક્લાસિક હોલ, ફેક્ટરી લેન, બોરીવલી પશ્ર્ચિમ.
કંઢવ્ય ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
કનૈયાલાલ વિ. યાજ્ઞિક (ઉં. વ.૯૨) (રાજપૌર) ૩-૧-૨૪ના શિવલોક પામ્યા છે. તેઓની પ્રાર્થનાસભા ૧૨-૧-૨૪, શુક્રવારના તેઓના નિવાસસ્થાને ૪ થી ૬. રહેઠાણ: વાલચંદ નગર નંબર ૨, રાઈ ક્રિકેટ મેદાનની સામે, રાઈ વિલેજ, ભાયંદર (વે).
વીસા સોરઠીયા વણિક
મોટી ખીલોરીવાળા હાલ કાંદીવલી સ્વ. લીલાવંતીબેન અને સ્વ. મોતીચંદ મહેતાના પુત્ર મહેશભાઈ (ઉં. વ. ૭૨) તે ચંદ્રિકાબહેનના પતિ. તે ભાવિની શિવપ્રસાદ આઠવલે, બીજલ આશિષ સંઘવી અને મેગા સુશાંત શેરીગરના પિતા. તે ગીરીશભાઈ, સ્વ. ધીરુભાઈ, સ્વ. રાજુભાઈ, પરીમલભાઈ, ચંદ્રિકાબેન મલકાણ અને રશ્મી ઉદય શાહના ભાઈ. તે સ્વ. અમૃતલાલ ઓધવજી શાહના જમાઈ. મંગળવાર, ૯-૧-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. સર્વેપક્ષીય પ્રાર્થનાસભા ૧૨-૧-૨૪ના ૫.૩૦ થી ૭. ઠે. આંગણ કલાસિક હોલ, ફેકટરી લેન, બોરીવલી (પ.).
પાવરાઈ ભાટીયા
ગં. સ્વ. દમયંતીબેન (દમુ) રમેશ સરૈયા (ઠક્કર) (ઉં. વ. ૭૮) કોપરખૈરનાર, હંસરાજ ત્રિકમદાસની પુત્રવધૂ. સ્વ. રમેશ હંસરાજની પત્ની. સ્વ. કમલેશ અને સમીરની માતા. સોનલના સાસુ. દમયંતી રમેશ વૈદ તથા અજીત અને ગોપાલદાસ હંસરાજના ભાભી. જવેરબેન ધનજી કપાનીના પુત્રી, ૧૧-૧-૨૪ના સ્વર્ગવાસ થયેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
સુરતી વિશા લાડ વણિક
રક્ષા દલાલ (ઉં. વ. ૭૫) તેઓ સ્વ. કપિલાબેન અને સ્વ. રમણલાલ ગોકળદાસ દલાલના પુત્રી. અશ્ર્વિનભાઈના બેન. સ્વ. રોશનબેનના નણંદ ૧૧-૧-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક ક્રિયાઓ બંધ છે.