મરણ નોંધ

હિન્દુ મરણ

કોળી પટેલ
ગામ-વલોટી હાલ મલાડ, મુંબઈનિવાસી સ્વ. રેવાબેન તથા સ્વ. કરસનભાઈ મંગુભાઈ પટેલના પુત્ર રાજેશ (ઉં.વ. ૫૬) સોમવાર,
તા. ૮-૧-૨૪ના દેવલોક પામ્યા છે. તે શીલાબેનના પતિ. તે દિશા, રૂચિના પિતા. તે હસુબેન, વિનોદભાઈ, નીલા, નર્મદાના ભાઈ. તે હેતલબેનના દિયર. તે ક્ધિનરી, હાર્દિકા, નિષ્ઠાના કાકા. તે જ્યોતિ, સંતોષ, દિવ્યેશ, ઉર્વિ, વેદાંત તથા વાણીના મામાનું બેસણું શુક્રવાર,
તા. ૧૨-૧-૨૪ના ૩.૦૦થી ૫.૦૦ તેમજ પુચ્છપાણી ગુરુવાર, તા. ૧૮-૧-૨૪ના રોજ ૪.૦૦થી ૫.૦૦ કલાકે નિવાસસ્થાને રાખેલ છે. નિવાસસ્થાન: રૂમ નં. ૭, જયનારાયણ શુકલા ચાલ, કુરાર વિલેજ, સાંઈબાબા મંદિર નજીક, મલાડ (પૂર્વ), મુંબઈ-૪૦૦૦૯૭. (લૌકિક વ્યવહાર બંધ છે).
ઈડર ઔદિચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ
ગં. સ્વ. સુર્યાબેન જાની (ઉં. વ. ૭૦) ગામ મુડેટી હાલ મુંબઈ તે સ્વ. વિરેન્દ્ર રમણલાલ જાનીના પત્ની. અમુઢ નિવાસી સ્વ. નાનાલાલ શિવલાલ રાવલની દીકરી. હરિઓમ, જીગ્ના અને સોનલ દિલીપ ત્રિવેદીના માતુશ્રી. ભુપેન્દ્રભાઈ, દિલીપભાઈ, સ્વ. ઉર્મિલાબેન ગુણવંતલાલ જાની તથા સ્વ. હંસાબેન બાલમુકુંદ ઠાકરના ભાભી. મીનાબેન ભુપેન્દ્ર જાનીના દેરાણી. પ્રજ્ઞાબેન દિલીપ જાનીના જેઠાણી મંગળવાર, ૯-૧-૨૪ના દેવલોક પામેલ છે. પ્રાર્થનાસભા ૧૧-૧-૨૪, ગુરુવારના ૪ થી ૫-૩૦. ઠે: બીએપીએસ સ્વામીનારાયણ સંસ્કાર ધામ, ડી-૩૦૨, ડાયમંડ ઈન્ડ. એસ્ટેટ બિલ્ડીંગ, લીલા પેટ્રોલ પંપની બાજુમાં, એસ. વી. રોડ, દહિસર (ઈ.).
ઈ. ઔ. પિ. જ્ઞાતિ બ્રાહ્મણ
ગામ મુડેટી હાલ મુંબઈ અ. સૌ. મંજુલા શુક્લ (ઉં. વ. ૬૯) ૭-૧-૨૪, રવિવારના દેવલોક પામ્યા છે. તે મહેશ મહાશંકર શુક્લના ધર્મપત્ની. કોમલ વિશાલ ગીરપ, ભૂમિકા તથા હિરલ સનત દાસના માતુશ્રી. ગામ બ્રહ્મપુરી નિવાસી સ્વ. ડાહીબેન હરગોવિંદ જાનીના દીકરી. યતીન હરગોવિંદ જાની તથા ભાવના પંકજભાઈ શુક્લના બેન. શીલા રજનીકાંત શુક્લ અને દક્ષા અશ્ર્વિન શુક્લના દેરાણી. દેવયાની જતીન શુક્લના જેઠાણી. પ્રાર્થનાસભા ૧૧-૧-૨૪, ગુરુવારના સાંજે ૫ થી ૭. ઠે: ન્યુ દહિસર એપાર્ટમેન્ટ, વિદ્યામંદિર રોડ, અંકુર બ્યુટી પાર્લરની સામે, દહિસર (ઈ.).
કચ્છ ગુર્જર ક્ષત્રિય
ગામ ખંભરા હાલ કલ્યાણ ગં. સ્વ. ગૌરીબેન ગોવિંદભાઈ રાઠોડ (ઉં. વ. ૮૨) મંગળવાર, ૯-૧-૨૪ના રામશરણ પામ્યા છે. તે રાકેશભાઈ, જગદીશભાઈ, ચંદાબેનના માતુશ્રી. દિલીપભાઈ ચાવડા, નિરૂબેન તથા શિલ્પાબેનના સાસુ. જેનીલ, મોનીશ, દેવાંગી તથા હર્ષના દાદી. જિંકલના દાદીસાસુ. નિકુંજ અને ભૂમિકાના નાનીમા. પ્રાર્થનાસભા ગુરુવાર, ૧૧-૧-૨૪ના સાંજે ૪-૩૦ થી ૬. ઠે: સ્વામીનારાયણ હોલ, શંકરરાવ ચૌક, કલ્યાણ (પ.).
નાઘેર દશા શ્રીમાળી વણીક
ગાંગડા હાલ બેંગલોર રતિલાલ જગજીવનદાસ સેઠ (ઉં. વ. ૮૭) સોમવાર, ૮-૧-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે નીતાબેન, સ્વ. દેવેન્દ્ર, હિનાબેન, કિષ્નાબેન, કલ્પેશના પિતાજી. રૂપલબેન, મુકેશકુમાર, કિરીટકુમાર, દિનેશકુમારના સસરા. કુનિકા તથા આદિત્યના દાદા. પ્રિયંકા, મિખિલ, જેનીલ, બંસરી તથા અભિષેકના નાના. સ્વ. બાબુલાલ વનમાળીદાસ બખાઈના જમાઈ. સ્વ. હરીલાલભાઈ, સ્વ. મોહનદાસભાઈ, સ્વ. તારાચંદભાઈ, શાંતિભાઈ, સ્વ. તારાબેન ચુનીલાલ શાહ, સ્વ. હીરાબેન રમણલાલ મહેતાના ભાઈ.
સોરઠીયા બ્રહ્મક્ષત્રીય સમાજ
વિનાબેન છાટબાર (ઉં.વ. ૮૪), તા. ૯-૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે ગોવિંદજી ઓધવજી છાટબારના ધર્મપત્ની. અર્ચના, રાજેશ અને કેતનના માતાજી. જાગૃતિ અને રિચાના સાસુજી. વેદ, ક્રિશ અને રિયાના દાદી. ચંદ્રકાન્ત અને શાન્તાબેન મામતોરાની પુત્રી. બચુભાઈ, મનસુખભાઈ, પ્રેમજીભાઈ, અરવિંદભાઈ, શાન્તાબેન અને પ્રફુલાબેનના ભાભી. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
પોરબંદર નિવાસી હાલ કાંદિવલીના હસમુખરાય આડતિયા (ઉં.વ. ૭૬) તા. ૯/૧/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. જમનાબેન વિઠ્ઠલદાસ આડતિયાના પુત્ર. ઉષાબેનના પતિ. રાજેશ, રૂપા અને ડોલીના પિતા. અ. સૌ. હીરલ, મયૂરભાઈ વિઠલાણી, અંકિતભાઈ તોતલાના સસરા. સ્વ. પરસોતમદાસ, સ્વ. બાબુભાઈ, સ્વ. પુષ્પાબેન પરસોત્તમદાસ ઠક્કર અને સ્વ. સુશીલાબેન હીરાલાલ દ્રોણાના ભાઈ. સ્વ. શાંતાબેન દામોદરદાસ બદિયાણીના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી મોઢ વણીક
ગામ શિહોર હાલ ઘાટકોપર શ્રી નીતીન કિશોરભાઈ મહેતા (ઉં.વ. ૭૧) તા. ૮-૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે દિપીકાના પતિ. ડિમ્પીના પિતા. ગૌતમના સસરા. આરનાના નાના. સ્વ. કુંદનબેન બળવંતરાય દોશીના જમાઈ. નલિની જયેશ કોઠારી, નીતા જયંત વાણી, દીપક, સુનિલના મોટાભાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ગોડ મેડતવાલ બ્રાહ્મણ
સ્વ. નિર્મળાબેન તથા સ્વ. નારાયણજી પ્રાણજીવન જાનીના પુત્ર મનીષ જાની (ઉં.વ. ૫૪) તે ૮/૧/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. દિનેશભાઇ, સ્વ. મુકેશભાઈ, અલ્કાબેનના ભાઈ. માનસી, ખુશ, રાજીવના કાકા. રશ્મિબેન તથા રેણુકાબેનના દિયર. સ્વ. મનસુખલાલ તથા સ્વ. ભીખાલાલ બાલાશંકર દીક્ષિતના ભાણેજ. તેમનું બેસણું તા. ૧૧/૧/૨૪ના ૫ થી ૭ રાધાકૃષ્ણ સોસાયટી, દહિસર પોલીસ સ્ટેશન પાસે, એસ. વી. રોડ, દહિસર ઈસ્ટ.
દેસાઈ સઇ સુથાર જ્ઞાતિ
ગામ દકાના હાલ કાંદિવલી શાંતાબેન વેલજીભાઇ રાઠોડના પુત્ર પ્રવીણભાઈના ધર્મપત્ની મંગળાબેન (ઉં.વ. ૬૨) તે તા. ૯/૧/૨૩ના રામશરણ પામેલ છે. તે સ્વ. પ્રેમજીભાઈ, જીવનભાઈ તથા ભુપતભાઇ રામજીભાઈ રાઠોડના ભત્રીજાવહુ. રાજેશ, વિશાલ, વિક્રમ, હેતલ શાંતિલાલ ગાલા, શોભા ધર્મેશકુમાર ગોહિલના માતુશ્રી. ગામ બોરડા નિવાસી સ્વ. ભીખાભાઇ છગનભાઇ સોલંકી તથા વિજયાબેન મહેશભાઈ રાઠોડના બહેન. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૧/૧/૨૪ના ૩ થી ૫. દેસાઈ સઇ સુથાર વાડી, સ્વયંભુ ગણપતિ મંદિર સામે, અશોક ચક્રવતી રોડ, કાંદિવલી ઈસ્ટ.
લુહાર સુથાર
ગામ કુક્ડ નિવાસી હાલ ભાયંદર સ્વ. લાભુબેન ત્રિભોવનભાઈ કવાના પુત્ર સુરેશભાઈ કવા (ઉં.વ. ૬૮) તે ૯/૧/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે ઉર્મિલાબેનના પતિ. હિતેશ, જીતેન, અંજના તથા મીનાના પિતા. પૂજા, સોની, નિલેશ ડોડીયા, પરેશના સસરા. સાસરાપક્ષે જેતપુરવાળા સ્વ. કાશીબેન બાબુભાઇ પરમારના જમાઈ. તેમની સાદડી ૧૨/૧/૨૪, ૫ થી ૭. લુહાર સુથાર વાડી, કાર્ટર રોડ ૩, અંબા માતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.
સૌરાષ્ટ્ર લેઉવા પટેલ
ગામ ઈગરોડા હાલ મીરારોડ અ.ની. નિર્મળાબેન (ઉં.વ. ૭૦) તે ૯/૧/૨૪ના અક્ષરનિવાસી થયેલ છે. તે અ.ની. ભીખાભાઇ કાનજીભાઈ પટેલના ધર્મપત્ની. જ્યોતિબેન, અલ્કાબેન, આરતીબેન, બિપીનભાઈ તથા જીતુભાઈના માતુશ્રી. નેહા, શીતલ, ઘનશ્યામકુમાર, ચેતનકુમાર તથા જગદીશકુમારના સાસુ. કશ્યપ, સિયા, સાચી, ઋષભ, જાનવી, ઈશા, અદિતિ, દક્ષના બા. સ્વ. રામબા મોહનભાઇ કીકાણી વાઘણીયાના દીકરી પ્રાર્થનાસભા ૧૧/૧/૨૪ના ૫ થી ૭ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, સેક્ટર ૧૦, શાંતિનગર, મીરારોડ ઈસ્ટ.
કચ્છી લોહાણા
ભાયંદર નિવાસી સ્વ. હંસાબેન તથા અશોકભાઈ અમીચંદ ઠક્કર (ગંધા)ના પુત્ર દૈવેશભાઈ (ઉં.વ. ૫૪) તે ૬/૧/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે મનીષાબેનના પતિ. પ્રાચી તથા વંશના પિતા. સ્વ. રંજનબેન તથા માધવદાસ પોપટના જમાઈ. સોનલ કમલેશકુમાર શાહ, રૂપલ કિરીટકુમાર મીરાણી, સોનલ હેમતકુમાર ઠક્કરના ભાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સોરઠીયા બ્રાહ્મક્ષત્રિય
મૂળ જામનગર હાલ કાંદિવલી ભારતીબેન નિર્મળ (ઉં.વ. ૫૧) તે ૭/૧/૨૪ના અક્ષરધામ પામેલ છે. તે યોગેશ પ્રભુદાસ નિર્મળના ધર્મપત્ની. કેશવીના માતુશ્રી. ભાવનાબેન નાથાલાલ નિર્મળના દેરાણી. જયંતીલાલ નાથાલાલ મચ્છરના દીકરી. ગિરધરભાઈ મુળજીભાઈ મર્થકના ભાણેજ. સ્વ. રશ્મિબેન, મીનાબેન, પ્રીતિબેનના ભાભી. પ્રાર્થનાસભા ૧૧/૧/૨૪ના ૪.૩૦ થી ૫.૩૦. પ્રભુદાસ પ્રેમજીભાઈ નિર્મળ, બી ૪૦૪, વિનીત એપાર્ટમેન્ટ, દહાનુકરવાડી, સમીર ચંદાવરકર રોડ, ગોખલે ક્રોસ રોડ, કાંદિવલી વેસ્ટ.
ઘોઘારી દશાદિશાવળ
સ્વ. હશમુખભાઈ મહેતા (ઉં.વ. ૭૮) તે ઉરણવાળા સ્વ. બાભુભાઈ અમૃતભાઈ મહેતા તથા સ્વ. પુષ્પાબેન મહેતાના સુપુત્ર તથા ભાવનાબેનના પતિ તથા ભાગ્યશ્રીના પિતા. સંકેતકુમારના સસરા. સ્વ. વિજયભાઈ, સ્વ. કેતનભાઈ જીતેશભાઈ, નીલાબેન, બીનાબેનના મોટાભાઈ. મહુવાવાળા બાબુલાલ નથુરામ ત્રિવેદીના જમાઈ તા. ૮-૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા તથા ઉત્તરક્રિયા બંધ છે.
સોમપુરા બ્રાહ્મણ
મૂળ ખંભાતના અને હાલ ભાયંદર પ્રસિદ્ધ જ્યોતિષાચાર્ય વસંતલાલ એમ. સોમપુરા (ઉં.વ. ૯૦) દસમી જાન્યુઆરીએ અવસાન પામ્યા છે. તે જીતેન્દ્ર, ઈલા, દિનેશ, ધર્મેન્દ્ર, રાજેશ સોમપુરાના પિતાશ્રી. ગીતા, હિના, પારુલ, કલ્પનાના સસરા. વડનગરવાસી ઘનશ્યામભાઈના સસરા. પ્રાર્થનાસભા ૧૨ જાન્યુઆરીએ સાંજે ૪:૦૦થી ૬:૦૦ ભાયંદર ખાતેના નિવાસસ્થાને છે. તેમના બારમા-તેરમાની ક્રિયા ૨૧ જાન્યુઆરીએ ભાયંદર ખાતે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button