મરણ નોંધ

હિન્દુ મરણ

હાલાઈ લોહાણા
મેથારી નિવાસી, હાલ આંબીવલી ગં. સ્વ. હંસાબેન (ઉં. વ. 78) સ્વ. ત્રિભોવનદાસ દેવચંદ નથવાણીના ધર્મપત્ની. સ્વ. ગોરધનદાસ દુર્લભજી ઉનડકટના પુત્રી. અજય, હિરેન, રશ્મિ સતીશકુમાર વિચારે, રૂપા હેમંતકુમાર વ્યાસના માતુશ્રી. અલકાબેન, નિશાબેનના સાસુ. હર્ષ, કાજલ જયકુમાર પોંડા, યશ, ધ્રુવના દાદી. વિશાલ, મનાલી, ગૌરાંગ, યશ, હાર્દિકના નાની 19-2-24ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા બંને પક્ષની સાદડી 20-2-24ના 4 થી 6. ઠે: શ્રી હાલાઈ લોહાણા મહાજનવાડી, રામદેવ હોટેલની બાજુમાં, સહજાનંદ ચોક, કલ્યાણ (વે.).
ભાર્ગવ બ્રાહ્મણ
મુંબઈ નિવાસી મયુર વકીલ તે સ્વ. મુગટલાલ તેમ જ સ્વ. ગં. સ્વ. નિવેદીતા વકીલના પુત્ર. ચિત્રા વકીલના પતિ. જય, નીલના પિતાશ્રી. સૌ. જીજ્ઞા, સૌ. વૈશાલીના સસરાજી. ચિ. હેતવી, ચિ. ઓમ, ચિ. શિવાંગના દાદા 18-2-24ના પ્રભુશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા મંગળવાર, 20-2-24ના 5 થી 7. ઠે: મહેશ્વરી ભવન, પ્લોટ નં. આર14/15, એક્ષ્ટે. ન્યુ લિંક રોડ, ઓશીવારા પોલીસ સ્ટેશન પાસે, અંધેરી (વે.).
શ્રીમાળી સોની
ભાવનગર નિવાસી હાલ માટુંગા સ્વ. ફાલ્ગુનીબેન લંગાળીયા (સોની) (ઉં. વ. 49) રવિવાર 18.2.24ના શ્રીજીચરણ પામેલ છે. તે નિખિલ રામકૃષ્ણ લંગાળીયા (સોની)ના પત્ની. ધ્રુવિનના માતાશ્રી. વિદ્યાબેનના પુત્રવધૂ. કેતકીબેન રાજેન્દ્ર ધંધુકિયા તથા સોનલ વીરેન શાહના ભાભી. તે સ્વ. હરકિશનભાઈ હિંમતલાલ કુકડીયાના સુપુત્રી. પ્રાર્થનાસભા મંગળવાર 20.2.24ના 5થી 6.30, રામજી અંદરજી વાડી (રામવાડી), 309 ચંદાવરકાર રોડ, માટુંગા (ઈ), મું-19. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
શિહોર સં. ઔ. અ. બ્રાહ્મણ
ઘાંઘળી નિવાસી હાલ ઘાટકોપર સ્વ. આત્મારામ ઈચ્છાશંકર જાની (યાજ્ઞીક)ના ધર્મપત્ની ગં.સ્વ. પુષ્પાબેન જાની (યાજ્ઞીક) (કંબીબેન તે સ્વ. વલ્લભીપુરના જીવનલાલ દેવશંકરના સુપુત્રી) (ઉં. વ. 94) 17.2.24, શનીવારના કૈલાશવાસી થયેલ છે. રેણુકા સૂર્યકાન્ત જોષી, સ્વ. પંકજ યાજ્ઞીક, અનીલ યાજ્ઞીકના માતુશ્રી. અ.સૌ. અનીલા યાજ્ઞીકના સાસુ. અ.સૌ. ખુશાલી સર્વેશ જોષી અને ચી. અંજલી યાજ્ઞીકના દાદી. ચી. રાધિકા સૂર્યકાન્ત જોષીના નાની. સાદડી અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
નવાગામ ભાટિયા
ગં.સ્વ. કેશરબેન હરિદાસ નેગાંધી (ઉં. વ. 95) ગામ ધ્રોલ હાલ મુંબઈ. દિલીપ, સરયુ (શકુ)ના માતુશ્રી. કિશોરી દિલીપ નેગાંધી અને કિશોર પ્રભુદાસ સરૈયાના સાસુ. પ્રશીલના દાદી. હરિદાસ સુંદરદાસ નેગાંધીના ધર્મપત્ની. તે ટંકરાવાળા કરસનદાસ વિઠ્ઠલદાસ વેદના પુત્રી 18.2.24ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
કપોળ
ડેડાણવાળા ગં.સ્વ. ભાનુમતી તથા સ્વ. નગીનદાસ નાગરદાસ મેહતાની સુપુત્રી દીપ્તિ (ઉં. વ. 70) તે ધીરેન, નિલેશ, હર્ષા નીતિન સંઘવી તથા રોહિણી મુકેશ કાણકિયાના બેન. અલકા તથા નેહાના નણંદ. મહુવાવાળા રમેશભાઈ, ડૉ. અરુણભાઈ, ચંદ્રેશભાઈ-રતિલાલ પ્રભુદાસ મેહતાના ભાણેજ. ધવલ-મિલોની, નીલ-ઝરણા, સલોની-જયના ફઈ, શ્રેયા-કાર્તિક, મનનના માસી 17.2.24 શનિવારના શ્રીજીચરણ પામેલ છે. સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
લોહાણા
ગારિયાધાર નિવાસી હાલ કલ્યાણના ગં.સ્વ. મંજુલાબેન (ઉં. વ. 67) સોમવાર 19.2.24ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. છબીલદાસ (પોપટલાલ) પ્રભુદાસ રેલીયાના પત્ની. તે વિરલભાઈ, સેજલ ચિરાગ રાડીયા તથા પારૂલ રૂપેશ મસરાણીના માતુશ્રી. તે ભીવંડીવાળા મગનલાલ શીવજી રાભેરૂ (ઠક્કર)ના દીકરી. તે સ્તુતીના સાસુમા. તે જીતેન્દ્ર મગનલાલ રાભેરૂ તથા કલાબેન જગદીશભાઈ તન્નાના બેન. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર, 20.2.24ના 4.30 થી 6 દરમ્યાન માતૃશ્રી શ્યામબાઈ લોહાણા મહાજન વાડી, સરદાર પટેલ માર્ગ (આગ્રારોડ) કલ્યાણ (પ).
ભટ્ટ મેવાડા બ્રાહ્મણ
બુઢેલી નિવાસી (હાલ બોરીવલી) વસંતલાલ ગૌરીશંકર ભટ્ટ (ઉં. વ. 83) તેઓ સ્વ. અ.સૌ. કૈલાશબેનના પતિ. તે બિપીનભાઈ, ગિરીશભાઈ, પ્રીતિબેનના પિતાશ્રી. તે બીનાબેન અને લીનાબેનના સસરા, તે અરવિદભાઈના ભાઈ. તે ગલોડિયા નિવાસી સ્વ. શાંતાબેન રાધાકૃષ્ણના જમાઈ તા. 18.02.2024ના રવિવારે એકલિંગજી ચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
મૂળગામ કોડીનાર નિવાસી હાલ કાંદિવલી સ્વ. નિર્મળાબેન તથા સ્વ. શાંતિલાલ હરજીભાઈ ગંગદેવના પુત્ર દિલીપભાઈ ગંગદેવ (ઉં. વ. 67) તે 17/2/24ના શ્રીજીશરણ પામેલ છે. તે મીતાબેનના પતિ. દેવાંગીની, બ્રિજેશ, નીક્કી, આનંદ ના પિતા. પ્રકાશ, પ્રભુદાસ, નીતા, જ્યોતિ તથા સ્વ. નયના રાકેશકુમાર દેવાણીના ભાઈ. તે સાસરાપક્ષે ધોલેરાવાળા સ્વ. સુશીલાબેન રમણીકલાલ મોદીના જમાઈ. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા 22/2/24 ના રોજ 4 થી 6 કલાકે લોહાણા મહાજનવાડી, પહેલે માળે, શંકર મંદિર પાસે, એસ વી રોડ કાંદિવલી વેસ્ટ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા સોરઠીયા વણિક
કાલાવડવાળા હાલ વિલેપાર્લા ગં.સ્વ. નીલાબેન કાંતિલાલ શેઠ ના પુત્રવધૂ અ.સૌ. હર્ષાબેન નિલેશ શેઠ (ઉં. વ. 59) તે નિકિતા અભિષેક શેઠના સાસુ. જાગૃતિ કેતન શેઠ તથા તૃપ્તિ અમિત શેઠના જેઠાણી. પિયરપક્ષે સ્વ. પુષ્પાબેન કાંતિલાલ મલકાણના દીકરી. સ્વ. અરૂણા મુકેશ સાંગાણી તથા સ્વ. દિપક મલકાણના બહેન તે તા. 16/2/24 ના રોજ શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
સિહોરવાળા હાલ કાંદીવલી, સ્વ. નટવરભાઈ વનરાવનદાસ ભુતાના પત્ની ગં. સ્વ. ગુલાબબેન (ઉં. વ. 89) તા 17/02/2024ના શનિવારે શ્રીજી ચરણ પામ્યા છે. તે સ્વ. જીતેન્દ્ર, કિશોરભાઈ, સ્વ. દીપકભાઈ, શરદભાઈ, સ્વ.મયુરભાઈ તથા ભારતીબેન હરેશભાઈ ભુતાના માતુશ્રી. તે જ્યોતિબેન ના સાસુ. તે સ્વ. છોટાલાલભાઈ, સ્વ. રમણીકભાઇ, સ્વ. ચીમનભાઈ, સ્વ. હરકિશનભાઇ, સ્વ. લિલીબેન રતિલાલ મહેતા, સ્વ.વિમળાબેન મનુભાઈ વલીયા, વિજયાબેન મોહનલાલ મહેતાના ભાભી. તે મહુવાવાળા કનૈયાલાલ નંદલાલ પારેખના બેન. તે પિયર પક્ષે મહુવાવાળા સ્વ શાંતાબેન નંદલાલ પારેખના પુત્રી. પ્રાર્થનાસભા તારીખ 22/02/2024 ના ગુરૂવાર સાંજે 4 થી 6 ના સ્થળ કપોળ વાડી, બોરીવલી ઈસ્ટ.
હાલાઈ લોહાણા
મૂળ ગામ જામરાવલ હાલ કાંદિવલી નિવાસી ગં. સ્વ. ભાનુબેન યશવંતરાય જટણીયા, (ઉં. વ. 79) તે સ્વ. ગોરધનદાસ ગોવિંદજી જટણીયાના પુત્રવધૂ. તે ચેતન-અર્ચના, કેતન- મનિષા, જીગ્નેશ-નીલમના માતુશ્રી. તે જાદવજી મૂલજી ભાયાણી (પૂનાવાલા)ના પુત્રી. તે આયુષી રાહીલકુમાર શાહ, રોમીલ-મીરા, રાહીલ, હર્ષ, વત્સલ, ક્રિષના દાદી. તે સ્વ. હરિભાઈ, સ્વ.પ્રતાપભાઈ, સ્વ. હરજીવનભાઈ, સ્વ.હર્ષદભાઈ, રમેશભાઈ, સ્વ. કમળાબેન તથા ગં.સ્વ. ઈંદિરાબેનના ભાઈના વહુ તા. 17-2-2024ને શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. 20-2-2024ને મંગળવારના રોજ સાંજે 4.30 થી 6.30. હાલાઈ લોહાણા બાળાશ્રમ, મથુરાદાસ એક્સટેન્સન રોડ, કાંદિવલી-વેસ્ટ.
કપોળ
કોટડી (રાજુલા) વાળા સ્વ. મનમોહનદાસ જમનાદાસ દોશી ના પુત્ર મુકુંદભાઈના પત્ની ગીતાબેન (ઉં. વ. 72) તે પ્રજ્ઞેશના માતુશ્રી. કરિશ્માના સાસુ. સ્વં પ્રતાપભાઈ, સ્વ. હરકિશનભાઈ, સ્વં જયંતીભાઈ, જસુભાઈ, જીતુભાઇ, સ્વ. કળાબેન સામજી મોદી, ગં.સ્વ. રસીલાબેન શાંતિલાલ મેહતાના ભાભી. તળાજાવાળા સ્વ. ગુણવંતરાઈ હીરાલાલ મુનિની દીકરી. ભારતી જુલેશ રોડરીસ, અને સ્વ. અનિલ ગુણવતરાઈના બેન તા. 19/2/24 ને સોમવારે શ્રીજીચરણ પામેલ છે. સર્વ લૌકિક પ્રથા બંધ છે.

સંબંધિત લેખો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker