મરણ નોંધ

હિન્દુ મરણ

કોળી પટેલ
ગામ પનાર, હાલ મલાડ નિવાસી સ્વ. કંચનબેન, સ્વ. રમેશભાઇ લાલજીભાઇ પટેલના પુત્ર હેમંતભાઇ (ઉં. વ. 46) શનિવાર તા. 20-1-24ના દેવલોક પામ્યા છે. તે અમ્રિતાના પતિ. સર્વદીપ, શશાંકના પિતા. પ્રકૃતિના ભાઇ. સંદીપના સાળા. નુપુર, રોહનના મામાનું બેસણું બુધવાર, તા. 24-1-24 3થી 5. પુચ્છપાણી બુધવાર, તા. 31-1-24ના સાંજે 4 કલાકે નિવાસસ્થાન: ત્રીજો માળો, ફલેટ નં. 9, ન્યુ પેરેડાઇઝ, શશીકાંત ડેકોરેટર્સની નજીક, લીબર્ટી ગાર્ડન, મલાડ (પશ્ચિમ), મુંબઇ-64, લૌકિક પ્રથા બંધ છે.
કોળી પટેલ
ગામ ગડત, હાલ ડોમ્બિવલી સ્વ. ગોપાળભાઈ ભીખાભાઈ પટેલના ધર્મપત્ની ગં. સ્વ. લીલાવતીબેન (ઉં. વ. 85) ગુરુવાર, તા. 18-1-24ના શ્રીજીચરણ પામેલ છે. તે કોકિલાબેન, દિલીપભાઈ, અનિલભાઈ, ભાવનાબેનના માતુશ્રી. તે જયવંતીબેન, દિપ્તીબેન, સ્વ. આશિષભાઈ, રણજીતભાઈના સાસુ. તે સ્વ. અમરતભાઈ, સ્વ.કિશનભાઈ, સ્વ. ફુલિયાબેન, જગજીવનભાઇના બેન. દેવ, અંશિતા, ઈશિતાના દાદી. કાર્તિક, શેફાલી, દર્શન, જિનેશના નાની. તેમનુ બેસણું બુધવાર, તા.24-1-24ના બપોરે 2 થી 5 નિવાસસ્થાને ઠે. ઓમ ગંગેશ્વર નગર, એચ-વિંગ, 1લે માળે, ફ્લેટ નં.5, પંડિત દીનદયાળ રોડ, સમ્રાટ હોટલ નજીક, ડોમ્બિવલી (વેસ્ટ) તેમ જ પુચ્છપાણીની ક્રિયા સોમવાર, તા.29-1-24ના રોજ 3 થી 5 (લૌકિક રિવાજ બંધ છે.)
ઘોઘારી દશા શ્રીમાળી
ભાવનગર નિવાસી, હાલ શાંતાક્રુઝ રમેશભાઈ મહેતા (ઉં.વ. 90) તે સ્વ. જયાબેન કાંતિલાલ મહેતા અને સ્વ. કાંતિલાલ ચત્રભુજ મહેતાના સુપુત્ર. તે હંસાબેનના પતિ. તે દર્શના અને કિરણભાઈના પિતાશ્રી. તે જયેશભાઈ ભાયાણીના સસરા. તે સ્વ. ચુનીલાલ અને સ્વ. હીરાબેનના જમાઈ. તે સ્વ. જયંતભાઈ, સ્વ. પુષ્પાબેન, પ્રવિણાબેનના બનેવી. તે તા. 21-1-24ના રવિવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. સાકરબેન દેવકરણ લક્ષ્મીદાસ કતીરા કચ્છ મોટી ધૂફી હાલે ભુજવાલાના પુત્ર લાલજીભાઈ (ઉં.વ. 85) તે વિમળાબેનના પતિ. તે સ્વ. સાકરબાઈ હંસરાજ રતનશી ચંદે (મોજાર) કચ્છ કોઠારાવાલા હાલે મુલુંડના જમાઈ. સ્વ. મોંઘીબાઈ ધનજી ચંદન, સ્વ. રામજીભાઈ તથા અ.સૌ. તારાબેન તુલસીદાસ અનમના ભાઈ. તે અનિલ, ચેતન, કિશોર તથા અ.સૌ. સ્મિતા દિનેશભાઈ નરમના પિતા. તે પ્રતાપ ચંદે, વસંત ચંદે, નિર્મળાબેન, લીલાવંતીબેન, માલતીબેન, રમાબેન તથા સ્વ. ભગવતીબેનનાં બનેવી. શનિવાર, તા. 20-1-24ના ભુજ મધ્યે રામશરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર, તા. 23-1-24 5.30થી 7 શ્રી કચ્છી લોહાણા મહાજનવાડી, ભોંયતળિયે, રામરતન ત્રિવેદી રોડ, મુલુંડ (પશ્ચિમ) બહેનોએ તેજ દિવસે આવી જવું. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. સીતાબેન શિવજી રૂખાણા કેરાવાલા, હાલ મુલુંડની સુપુત્રી કુમારી લત્તાબેન (ઉં.વ. 63) તે સૌ. કલ્પના કિરણભાઈ માણેકની બહેન. સુનિતા, રીતુ તથા ગીતાની પિત્રાઈ બહેન. રીમા તથા સમીરની માસી. તે સ્વ. રતનબાઈ ખીમજી મોતીભાઈ પચાણની દૌહિત્રીનું ર્સ્વગવાસ તા. 19-1-24ના થયેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
ઈન્દિરાબેન જયંતિલાલ ઠકકર (મોદી, માવાણી) (ઉં. વ.83) તે મુંબઈ કાદિવલી નિવાસી, તે સ્વ. જયંતિલાલ ભાણજી ઠકકરના ધર્મપત્ની, તે સ્વ. માણેકબેન ધરમશી અમલણીના દીકરી, તે જસમીનભાઈ તથા રીટાબહેનના માતુશ્રી તે શર્મિલાબહેન તથા ઘનશ્યામભાઈ અગ્રવાલના સાસુ,તે કુશ અને અનુષ્કાના દાદીમાં શનિવાર તા.20-01-2024 ના રોજ શ્રીજીચરણ પામેલ છે. શોકસભા રાખેલ નથી. સર્વ લૌકિક વહેવાર બંધ રાખેલ છે. રહેઠાણ: બી-203, આનંદસરિતા, આનંદનગર એમ.જી.રોડ,કાંદિવલી વેસ્ટ.
ચિંચણ તારાપુર ઘોઘારી દશા પોરવાડ વણિક
ચિંચણ નિવાસી હાલ કાંદિવલી ચંદ્રકાંત શાહ (ઉં. વ. 85) તે સ્વ. સુધાબેનના પતિ. સ્વ. પ્રભાવતી અને સ્વ. ગોપાળદાસ લક્ષ્મીદાસ શાહના પુત્ર. અનીશ-સ્મિતા તથા રાકેશ-રીનાના પિતા. સુમન શાંતિલાલ ધ્રુવ, મહેશ, કિરીટ(પ્રવીણ), શરદના ભાઈ. સ્વ. ધનલક્ષ્મીબેન તથા સ્વ. જગજીવનદાસ નથ્થુભાઈ શાહ (ગોકળપુરી)ના જમાઈ 20/1/24ના શ્રીજીશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા 23/1/24 ના 5 થી 7. લોહાણા મહાજનવાડી, શંકર મંદિર પાસે, એસ. વી. રોડ કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
બાલાસિનોર બારેગગામ મોઢ વણિક
હાલ મુંબઈ નિવાસી યોગીનીબેન તલાટી (ઉં. વ. 78) તે 20/1/24ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. દશરથલાલ ચંદુલાલ તલાટીના પત્ની. સ્વ. નટવરલાલ ચુ કડકિયાના પુત્રી. સ્વ. ચંદુલાલ તલાટીના પુત્રવધૂ. ચિરાગ તથા સમીરના માતુશ્રી. સંગીતા તથા ડિમ્પલના સાસુ. ઇશિતા તથા રૂચિતાના દાદી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી બ્રહ્મક્ષત્રિય
મૂળ નાના લાયજા, હાલે માંડવી-કચ્છ, સ્વ. કિશોર લીયા તે સ્વ. સરસ્વતી શંકરદાસ લીયાના સુપુત્ર. સ્વ. વિમળાબેનના પતિ. વિશનજી નરશી ટાટારીયાના જમાઈ. સ્વ. મણીલાલ, સુરેશ, સ્વ. કીર્તિ, સ્વ. પ્રવિણ, સ્વ. દમયંતીબેન, સ્વ. મોતીબેન, ચંપાબેન, મુકતાબેનના ભાઈ. હંસા, દિપ્તી, કલ્પેશના પિતા. ધર્મેશ ધકાણ, પરેશ પાતાર, જલ્પાબેનના સસરા તા. 19/1/24 ના રામશરણ થયા છે. તેમની પ્રાર્થનાસભા તા. 23/1/24ને મંગળવારના 4.00થી 5.00 પાંજીવાડી, કાંજુરમાર્ગ (ઈ).

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત