મરણ નોંધ

હિન્દુ મરણ

ડેડાણ નિવાસી હાલ સાંતાક્રુઝ ગં.સ્વ.નિરાબેન (ઉં. વ. ૮૬) તે સ્વ. જશવંતરાય પ્રાણજીવનદાસ મહેતાના ધર્મપત્ની. તે ધીમંતભાઇ તથા ફાલ્ગુનીબેનના માતુશ્રી. તે દક્ષાબેન તથા જયંતકુમાર મહેતાના સાસુ. તે પિયરપક્ષે સ્વ.ઇચ્છાબેન પરષોત્તમદાસ પારેખના દીકરી. તે સાગર, સંજના, પાર્થ દિશાના દાદી. તે સ્વ. નવનીતલાલ, સ્વ. અજીતભાઈ, પ્રદીપભાઈ, ઈલાબેન ધિરેશભાઈ શ્રોફ વર્ષા હરકિશનદાસ લહેરીના ભાભી. તા. મંગળવાર ૨૦/૦૨/૨૦૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરૂવારે તા. ૨૨/૨/૨૪ ૫ થી ૭ રાહેજા હોલ, રોટરી સર્વિસ સેંટર, જુહુતારા રોડ, સાંતાક્રુઝ (વેસ્ટ).
પરજીયા સોની
અમરેલીવાળા, હાલ કાંદિવલી અશોકભાઈ મનસુખલાલ ગોહિલ (ઉં. વ. ૭૦) તે ૧૯/૨/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે ઇન્દુબેનના પતિ. સમીર તથા ઇશિતાના પિતા. નિધિ તથા હર્ષિલકુમારના સસરા. સ્વ. મહેન્દ્રભાઈ, વિનુભાઈ, સ્વ. અશ્ર્વિનભાઇ, પ્રવિણાબેન, કલ્પનાબેન, હર્ષાબેનના ભાઈ. સાસરાપક્ષે શેઢૂભાર નિવાસી સ્વ. વિઠ્ઠલભાઈ નારાયણભાઈ ધાણકના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
લુહાર સુથાર
જામનગર નિવાસી હાલ દહિસર બચુભાઈ પરસોત્તમભાઈ ડોડીયાના ધર્મપત્ની અ.સૌ. લીલાબેન (લીલીબેન) ડોડીયા (ઉં. વ. ૮૫) તે ૧૭/૨/૨૪ ના રામશરણ પામેલ છે. તે સંજય, જશુબેન, સ્વ. રેખાબેન તથા ભાવનાબેનના માતુશ્રી. કનુભાઈ નારણભાઇ ચુડાસમા, સ્વ. જયસુખભાઇ કાંતિભાઈ વાઘેલા તથા સુનિલભાઈ મોહનભાઇ પરમારના સાસુ. પિયરપક્ષે મહુવાવાળા સ્વ. દિવાળીબેન પ્રેમજીભાઈ ચૌહાણના દીકરી. સ્વ. કુંવરજીભાઇ, સ્વ. લવજીભાઈ, જયંતીભાઈ, સ્વ. અમુબેન, સ્વ. રાધાબેનના બહેન. તેમની પ્રાર્થનાસભા ૨૨/૨/૨૪ ના ૫ થી ૭. લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, અંબામાતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.
સત્તાવીસ સાબરકાંઠા ઔદિચ્ય બ્રાહ્મણ
ગામ આગલોડ, કાંદિવલી શ્રીમતી પદ્મા જોષી (ઉં. વ. ૭૦) તે મહેશ ચુનીલાલ જોષીના ધર્મપત્ની. અવની, કાનન, આશિષના માતુશ્રી. સંજય ભેદા, અતિત પંડ્યા અને શ્રધ્ધા જોષીના સાસુ. સ્વ. ગોમતીબેન રતિલાલ ભટ્ટની દિકરી તા. ૧૮.૨.૨૪ ના દેવલોક પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૨૨.૨.૨૪ના ૫ થી ૭ હાલાઈ લોહાણા મહાજન વાડી, બીજે માળે, શંકર મંદિરની બાજુમા, એસ.વી.રોડ, કાંદિવલી.
કપોળ
રાજુલાના સ્વ. દ્વારકાદાસ સંઘવી અને સ્વ. વિમળાબેનના જ્યેષ્ઠપુત્ર કિરણ સંઘવી સોમવાર તા. ૧૯.૨.૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે જગમોહનદાસ ગોકળદાસ મહેતાના જમાઈ. દુલારીબેનના પતિ. નીપા, નીના, પૂર્વી તથા હર્ષરાજના પિતા. તે જિજ્ઞેશ રાજ, સુનિલ દલાલના સસરા. આકાશ, તનીશા, યશના નાનાજી. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
કપોળ
શિહોર નિવાસી હાલ મલાડ, સ્વ. મંગળાબેન લલ્લુભાઈ કાણકિયાના પુત્ર સૂર્યકાંત (ઉં. વ. ૭૭) તા. ૧૯.૨. ૨૪ના શ્રીજીચરણ પામેલ છે. જે હર્ષાબેનના પતિ. નમ્રતા, એકતા અને અમરના પિતાશ્રી. સ્વ. કિંજલ શાહ, મનીષ સંઘવી અને નમિતાના સસરાજી. ક્રિશ, જશ, ખુશ, અને વિરેન, માયરાના નાનાજી-દાદાજી. નાગેશ્રીવાળા સ્વ. કંચનબેન ગંગાદાસ નથુભાઈ સંઘવીના જમાઈ. તેમની પ્રાર્થનાસભા તા. ૨૨-૨-૨૪ ગુરુવારના રોજ એસ્પી ઓડિટોરિયમ, લક્ષ્મીનારાયણ મંદિર સંકુલ, મારવે રોડ, નૂતન શાળાની બાજુમાં, મલાડ વેસ્ટ.
બ્રહ્મક્ષત્રિય
વનીબેન હરજીવનદાસ સિંધવડ, સ્વ. ધરમશી મોરારજી પડિયાના દીકરી. સ્વ. શાંતિલાલ, સ્વ. જયાબેન, હીરાબેનના મોટાબેન. સ્વ. ચંદ્રકાંત હરજીવનદાસ સિંધવડના માતાશ્રી. મીનાબેન ચંદ્રકાંતના સાસુ. તે કમલ, વિરેન અને રીયંકા મેહુલ મેરના દાદી. હીનાબેન કમલ સિંધવડના દાદી સાસુ ૧૯.૨.૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા લક્ષ્મીનારાયણ મંદીર, કાઠિયાવાડ ચોક, મલાડ-ઈસ્ટ, ૨૨.૨.૨૪ સાંજે ૪થી ૬.
ભાવનગરી મોચી
ગામ હાથબ, હાલ મુંબઈ સ્વ. રંભાબેન અરજણભાઈ ચાવડા (ઉં. વ. ૯૫) શનિવાર, ૧૭-૨-૨૪ના રોજ રામચરણ પામ્યા છે. તે કિશોરભાઈ, વિનોદભાઈ, પ્રભાબેન, ભાનુબેન, તારાબેન, સરલાબેન અને જયશ્રીબેનના માતુશ્રી. પ્રાર્થનાસભા રામમંદિર, ૩જો કુંભારવાડા ૨૨-૨-૨૪, ગુરુવારના સાંજે ૨ થી ૬ રાખેલ છે.
વાયડા વણિક
ગં. સ્વ. જશમણીબેન (ઉં. વ. ૮૪) ૧૯-૨-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. જમનાદાસના ધર્મપત્ની. પ્રદિપ, નીતા, કેતનના માતુશ્રી. અજીત, ભારતી, પલ્લવીના કાકી. પ્રિતી, અક્ષય, જીજ્ઞાના સાસુ. આરતી, વત્સલ, ભૂમિ, ક્ધિનરીના દાદી. વિશાલ, ઋષભ, નૂપુર, નિરાલી, દૃષ્ટિના નાની. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે: જશમણીબેન જે. શાહ, ૭૦૨, ખીમજી ભુવન, ખીમજી લેન, એમ. જી. રોડ, ઘાટકોપર (ઈ.).
ઘોઘારી મોઢ વણિક
રાજસીતાપુર નિવાસી હાલ કાંદિવલીનાં સ્વ. શાંતાબહેન મણિલાલ પરીખના સુપુત્ર અરવિંદભાઈ (ઉં.વ.૮૦) રવિવાર, તા. ૧૮-૦૨-’૨૪ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તે આશિતાબહેનના પતિ. આશિષ, ભાવિશા, દિલ્પાના પિતા. મિતાલી આશિષ પરીખ, ભરત કોયા, ભાવેશ મણિયારના સસરા. સ્વ. શાંતિલાલ ડાહ્યાભાઈ પરીખના જમાઈ. મહેશ, સ્વ. જયાબહેન, સ્વ. મધુબહેન, સ્વ. તરુબહેન, મૃદુલા (ટીવુ)ના ભાઈ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૨૨-૦૨-’૨૪ના સાંજે ૫.૦૦થી ૭. સ્થળ: ઠઠ્ઠાઈ ભાટિયા હોલ નંબર- ૪, બીજા માળે, શંકર ગલી, એસ.વી.રોડ, કાંદિવલી-વેસ્ટ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?