મરણ નોંધ

જૈન મરણ

ઝાલાવાડી દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
લીંબડી, હાલ કેન્સાસ સિટી, યુ.એસ.એ. ડૉ. હેમંતભાઈ કાંતિલાલ ત્રિકમલાલ શેઠના ધર્મપત્ની અ. સૌ. પૂર્ણિમાબેન (ઉં. વ. ૬૬) ૧૫-૧૨-૨૩ના યુએસએમાં અરિહંતશરણ પામેલ છે. સમીર અને સૌમ્યા, નિશા અને હર્ષાના માતુશ્રી. ભારતીબેન- હસમુખભાઈ, ઉમેશભાઈ-રેખાબેન અને દીપકભાઈ- હીનાબેનના ભાભી. પિયર પક્ષે ધારસીભાઈ વખતચંદ મહેતાની દીકરી. જ્યોત્સનાબેન, રમેશભાઈ, રેણુકાબેન અને હિતેશભાઈના બેન. વર્ષાબેન તથા ભાવનાબેનના નણંદ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
વડાલ હાલ મુંબઈ- વરલી સ્વ. રતિલાલ પાનાચંદ દોશીના પુત્ર હસમુખલાલ (ઉં. વ. ૮૨) તે રમાબેનના પતિ. સોના અમિન સંઘવી તથા સ્વ. રૂપા વિકાસ શાહના પિતા. નમન અને હિમીતના નાના. હંસાબેન મનહરભાઈ દોશીના દિયર. સ્વ. શીવલાલ જાદવજી પંચમીયાના જમાઈ મંગળવાર, ૧૯-૧૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
નરેડી હાલે ભાંડુપના કસ્તુરબેન વસંત ગાલા (ઉં. વ. ૬૬) તા. ૧૬-૧૨-૨૦૨૩ના અરિહંત શરણ પામેલ છે. સ્વ. વસંતભાઇના ધર્મપત્ની. મા. વેલબાઇ/પુષ્પાબેન નાનજી ગાલા (નરેડી)ના પુત્રવધૂ. મા. હીરબાઇ ભવાનજી હરીયા (શેરડી)ના પુત્રી. નરેન્દ્ર, કીર્તી, ભારતી લખમશી દેઢીયા (હ.મંજલ) ના બહેન. પ્રાર્થના : શ્રી મેવાડ કેસરી ભવન, ૩જે માળે, એલ.બી.એસ. માર્ગ, ભાંડુપ (વે.) ટા. ૩.૦૦ થી ૪.૩૦.
નાની તુંબડીના સ્વ. માતુશ્રી લક્ષ્મીબેન ગાંગજી મોરારજી બૌઆના જમાઇ મુંબઇના મોહન ગોપાલ નાઇક (ઉં. વ. ૮૧) તા. ૧૭-૧૨-૨૩ના અવસાન પામેલા છે. મૃદુલાના પતિ. વિનયના પિતા. મુંબઇના કમલબેન ગોપાલ નાઇકના સુપુત્ર. પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસ : મોહન નાઇક, એ-૫૦૨, લક્ષ્મી ફ્લેટ ઓવનરસ શહાજી રાજે માર્ગ, વિલેપાર્લા (ઇસ્ટ), ઠક્કર બેકરીની બાજુમાં, મુંબઇ.
વિશા શ્રીમાળી ૧૦૮ જૈન
દીપિકા રમણલાલ શાહ (ઉં. વ. ૬૦) તે મૂળ વતન વડસ્મા હાલ ગોરેગાવ ૧૯/૧૨/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે મહેન્દ્રભાઈ શાહના ધર્મપત્ની. કમળાબેન રમણલાલ શાહના પુત્રવધૂ. કોષા અમિત, ઝરણાં હર્નિશ, પલક હેમાંગના માતુશ્રી. લાલભાઈ, સ્વ. અરવિંદભાઈ, રંજનબેનના ભાભી. પિયરપક્ષે ટોકરશીભાઈ વિઠ્ઠલભાઈ શાહ કંથરાવીવાળા હાલ કલકતાના દીકરી. તેમની પ્રાર્થનાસભા ૨૦/૧૨/૨૩ના ૯.૩૦ થી ૧૧.૩૦. રાજસ્થાન હોલ, િંચતામણી દેરાસરની બાજુમાં, આરે રોડ, ગોરેગાવ વેસ્ટ.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
લીંબડી (સુરેન્દ્રનગર) હાલ ભાયંદર કાંતિલાલ ત્રિકમલાલ શાહ (શેઠ) (ઉં. વ. ૯૦), તે સ્વ. કુંદનબેનના પતિ. સ્વ. દિપક, વિપુલના પિતાશ્રી. આરતી, અલકાના સસરાજી. તે છબીલદાસ ટી શેઠ તથા શારદાબેન જયંતીલાલ તલસાણીયાના ભાઈ. તે પીનાંક, ફોરમના દાદા. તે સાયલા નિવાસી સ્વ. કેશવલાલ નાગરદાસ શાહના જમાઈ સોમવાર, તા. ૧૮.૧૨.૨૦૨૩ના અરિહંતશરણ પામેલ છે.લૌકિક વ્યવહાર તેમ જ પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
શ્રી બેતાલીસ વીશા શ્રીમાળી જ્ઞાતિમંડળ જૈન
વિસનગર, હાલ ભાઈંદર, ગં. સ્વ. સુરેખા શાહ, (ઉં. વ. ૭૭) તે સ્વ. બીપીનચંદ્ર છોટાલાલ થાણાવાળાના સુપુત્રી. સ્વ. ફકીરચંદ ભાઈચંદ શાહના પુત્રવધૂ. સ્વ. ઈન્દ્રવદન ફકીરચંદ શાહના પત્ની તા. ૧૭ ડિસેમ્બર, ૨૦૨૩ના અરિહંત શરણ પામ્યા છે. જે ચિત્રાંગ ઈન્દ્રવદન શાહના માતુશ્રી. શિતલ શાહના સાસુ. લૌકિક પ્રથા બંધ રાખેલી છે.
સત્તાવીસ દશા પોરવાડ જૈન
ગામ સોજા હાલ મુંબઇ સ્વ. મહેન્દ્રભાઇ ચંદુલાલ શાહના ધર્મપત્ની વસુમતી શાહ (ઉં. વ. ૮૫) તા. ૧૯-૧૨-૨૩ના મંગળવારે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા સર્વે લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
માંગરોળ જૈન
સાંતાક્રુઝના અ. સૌ. અમીતાબેન (ઉં.વ. ૭૦) તે ભૂપેન્દ્ર કાન્તિલાલ શાહના પત્ની. પ્રેમલ, મીતલના માતા. અનુરાધા, રસેશ શાહના સાસુ. શશીકાન્ત, સ્વ. રમેશ, પ્રદીપ, સ્વ. ઉષા અશોક જરીવાલાના ભાભી. ચંપાબેન પરસોતમદાસ શાહના પુત્રી ૧૮મીએ અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થના તથા લૌ. વ્ય. બંધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા