એકસ્ટ્રા અફેર

બિહારની વસતિ ગણતરી, નીતીશે ડૂબી મરવું જોઈએ

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

બિહારની નિતિશ કુમારની સરકારે જીદે ચડીને કરાવેલી જ્ઞાતિ આધારિત વસતી ગણતરીના આંકડા અંતે જાહેર કરી દીધા. બિહારના ચીફ સેક્રેટરી સચિવ વિવેક કુમાર સિંહે જાહેર કરેલા આંકડા પ્રમાણે બિહારમાં લગભગ 2 કરોડ 83 લાખ પરિવારો છે ને તેમાંથી 27. 12 ટકા પરિવારો પછાત વર્ગમાં આવે છે જ્યારે 36 ટકા પરિવારો અતિ પછાત વર્ગમાં આવે છે. દલિતો એટલે અનુસૂચિત જાતિના પરિવારોનું પ્રમાણ 19.65 ટકા છે જ્યારે આદિવાસી એટલે કે અનુસૂચિત જનજાતિના પરિવારોનું પરિણામ 1.68 ટકા છે.

આ આંકડા પ્રમાણે બિહારમાં સામાન્ય વર્ગ એટલે કે બ્રાહ્મણ, વાણિયા, ક્ષત્રિય વગેરે સવર્ણ કહેવાતી જ્ઞાતિઓના પરિવારોનું પ્રમાણ માત્ર 15.52 ટકા છે. ટૂંકમાં બિહારની વસતીમાંથી 63 ટકાથી વધારે લોકો પછાત કે અતિ પછાત વર્ગમાં આવે છે. જ્ઞાતિ આધારિત વસતીમાં યાદવો 14.26 ટકા વસતી સાથે સૌથી ઉપર છે. બ્રાહ્મણ, ભૂમિહાર, કાયસ્થ, રાજપૂત એ ચાર મુખ્ય સવર્ણા જ્ઞાતિના મળીને કુલ દસેક ટકાની આસપાસ થાય છે.

બિહાર સરકારે આ જ્ઞાતિ આધારિત વસતી ગણતરીના આંકડાનું આખું થોથું બહાર પાડ્યું છે ને તેમાં ઘણી બધી રસપ્રદ વાતો છે. બધી વાતો તો કરી ના શકાય તેથી ઉપલક થોડાક આંકડા પર નજર નાંખી લઈએ. આ આંકડા પ્રમાણે બિહાર રાજ્યની વસ્તી 13 કરોડ 7 લાખની આસપાસ છે ને તેમાં બિહારની બહાર રહેતા 54 હજાર જેટલાં લોકો પણ આવી ગયાં. બિહાર રાજ્યમાં રહેતા લોકોની કુલ વસ્તી 12 કરોડ 53 લાખ છે ને તેમાં આ 54 લાખ ઉમેરો એટલે 13.07 કરોડ પર આંકડો પહોંચે.

આ આંકડા પ્રમાણે બિહારની લગભગ 82 ટકા વસ્તી હિંદુ છે અને 17.7 ટકા વસતી મુસ્લિમ છે. પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ પછી મુસ્લિમ વસતીનું સૌથી વધારે પ્રમાણ બિહારમાં હશે. બિહારમાં ઉત્તર ભારતમાં બીજાં રાજ્યોની જેમ જેમાં પુષોની વસતી વધારે છે. પૂષોની 6 કરોડ 41 લાખની સામે મહિલાઓની વસતી 6 કરોડ 11 લાખની આસપાસ છે. દર 1000 પુષે 953 સ્ત્રીઓ છે એ જોતાં પુષોની વસતી ભલે વધારે છે પણ સેક્સ રેશિયો એટલે કે દર 1000 પુષે સ્ત્રીઓની સંખ્યાનો ગુણોત્તર એટલો ખરાબ નથી.

બિહાર સરકારે જ્ઞાતિ આધારિત વસતી ગણતરીના આંકડા બહાર પાડ્યા પછી નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે ટ્વીટ કર્યું છે કે, આ એક ઐતિહાસિક ક્ષણ છે અને દાયકાઓના સંઘર્ષનું પરિણામ છે. તેજસ્વીની વાત અડધીપડધી સાચી છે કેમ કે જ્ઞાતિ આધારિત વસતી ગણતરી કરાવવા માટે બિહાર સરકારે સંઘર્ષ તો કરવો જ પડ્યો છે. આ સંઘર્ષ દાયકાઓનો નથી પણ થોડાંક વરસોનો છે એ અલગ વાત છે.

નીતિશે જ્ઞાતિ આધારિત વસતી ગણતરી કરાવવાનો ઈરાદો જાહેર કર્યો ત્યારથી તેનો વિરોધ શ થઈ ગયેલો. નીતિશનું ભાજપ સાથે જોડાણ હતું ત્યારે તેમણે જ્ઞાતિ આધારિત વસતી ગણતરી કરાવવાનો ઉપાડો લીધો હતો. એ વખતે ભાજપે વિરોધ કરેલો. નીતિશે કેન્દ્ર સરકાર પાસે જઈને જ્ઞાતિ આધારિત વસતી ગણતરી કરાવવા માટે આજીજી કરેલી પણ મોદી સરકારે કોઠું નહોતું આપ્યું.

આ મુદ્દે જ નીતિશે ભાજપથી છૂટાછેડા લીધા પછી નીતિશ અને તેજસ્વી માટે આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા જેવો ઘાટ થયેલો. તેજસ્વીનું રાજકારણ પણ ઓબીસી મતબેંક આધારિત હોવાથી તેણે નીતિશની વાતને વધાવી લીધેલી. નીતિશ સરકારે તાત્કાલિક જ્ઞાતિ આધારિત વસતી ગણતરી કરાવવાનો નિર્ણય જાહેર કર્યો ને પ્રથમ તબક્કાની મતગણતરી 7 જાન્યુઆરીથી શ કરી દીધી. પહેલા તબક્કામાં મકાનોની ગણતરી કરવામાં આવી હતી. આ તબક્કો 21 જાન્યુઆરી 2023ના રોજ પૂર્ણ થયો હતો.

બીજો તબક્કો 15 એપ્રિલથી શ થયો ને અસલી તબક્કો એ જ હતો કેમ કે તેમાં જ્ઞાતિ આધારિત વસતી ગણતરી કરવાની હતી. આ ગણતરી 15 મેના રોજ પૂર્ણ થવાની હતી. લોકો પાસેથી પરિવારોની સંખ્યા, તેમની રહેણીકરણી, આવક વગેરેનો ડેટા એકઠો કરવાનું શ કરાયું ત્યાં કોર્ટમાં અરજી થઈ ગઈ. અત્યારે હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ ભાજપ સરકારને માફક આવે એવા નિર્ણયો લે છે તેથી નીતિશની જ્ઞાતિ આધારિત વસતી ગણતરી કરાવવાના અભિયાનનો પણ વીંટો વાળી દેવાશે એવો ખતરો હતો.

પટણા હાઈકોર્ટે જ્ઞાતિ આધારિત વસતી ગણતરી કરાવવા પર સ્ટે આપતાં 4 મેથી વસ્તી ગણતરી અટકાવી દેવામાં આવી ત્યારે લાગેલું કે, નીતિશની ઈચ્છા નહીં ફળે. કોર્ટે સ્ટે આપ્યો ત્યાં સુધીમાં જ્ઞાતિ આધારિત વસતી ગણતરીના બીજા તબક્કાનું લગભગ 80 ટકા કામ પૂં થઈ ગયું હતું. તેના કારણે નીતિશ અને તેજસ્વીની મહેનત પર પાણી ફરી વળશે એવું લાગતું હતું પણ બંનેનાં નસીબ પાધરાં કે, 1 ઓગસ્ટના રોજ પટના હાઈકોર્ટે જ્ઞાતિ આધારિત વસતી ગણતરી વિદ્ધની તમામ અરજીઓ ફગાવી દીધી.

હાઈકોર્ટે ચુકાદો આપેલો કે, રાજ્ય સરકાર ઈચ્છે તો વસ્તી ગણતરી કરાવી શકે છે ને તેને રોકી ના શકાય. હાઈકોર્ટના આદેશને પગલે ધમધોકાર કામ શ થયું ને બે મહિનામાં તો બધા આંકડા તૈયાર કરીને બહાર પણ પાડી દેવાયા. નિતિશ અને તેજસ્વી બંને ચાલાક છે કે, આ આંકડા જાહેર કરવા માટે પણ 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જ્યંતિનો દિવસ પસંદ કર્ય છે.

બિહારમાં જ્ઞાતિ આધારિત વસતી ગણતરી થઈ જતાં હવે જ્ઞાતિવાદી રાજકારણનો નવો અધ્યાય શ થશે. નીતીશ કુમારે કહેલું કે, બિહાર સરકાર જ્ઞાતિ આધારિત વસતી ગણતરી કરાવીને લોકોની આર્થિક સ્થિતિ અને તેમની જ્ઞાતિ સાથે જોડાયેલી માહિતી એકઠી કરવા માગે છે કે જેથી તેમના કલ્યાણ માટે યોજનાઓ બનાવી શકાય. હવે કલ્યાણનો કાર્યક્રમ શ થશે ને જ્ઞાતિના નામે લહાણીઓ કરાશે.

નીતિશ કુમાર અને તેજસ્વીની મુરાદ ફળી તેથી બંને ખુશ હશે પણ આ ગણતરીના આંકડા બિહાર માટે શરમજનક કહેવાય. બિહારની વસતીમાંથી 63 ટકાથી વધારે લોકો પછાત કે અતિ પછાત હોય તેનાથી વધારે શરમજનક શું કહેવાય ? નીતિશે તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવં જોઈએ કેમ કે છેક 2005થી તેમની સરકાર હોવા છતાં રાજ્યની 63 ટકા વસતી પછાત કે અતિ પછાત છે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા