Homeએકસ્ટ્રા અફેરમોરબી હોનારતની તપાસમાં હજુય ઠાગાઠૈયા કેમ?

મોરબી હોનારતની તપાસમાં હજુય ઠાગાઠૈયા કેમ?

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

ભારતમાં રાજકારણીઓ લોકોનાં મોત પર પણ રોટલા શેકતાં શરમાતા નથી ને તેનું તાજું ઉદાહરણ મોરબીની ઘટના છે. ગુજરાતમાં મોરબીનો હેગિંગ બ્રિજ તૂટી પડ્યો ને ૧૩૬ લોકોના મોત થયાં એ મુદ્દે રાજકીય દાવપેચ ચાલી રહ્યા છે. કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના વિપક્ષોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાજીનામાની માગ કરી છે તો ભાજપે પોતાના શાસનમાં થયેલી આવી ગંભીર દુર્ઘટના માટે લાજવાના બદલે ભોપાલ ગેસ કાંડ ને ઈન્દિરા ગાંધીની હત્યા બાદ થયેલાં શીખ વિરોધી રમખાણોનો મુદ્દો ઉઠાવીને કૉંગ્રેસને ભાંડવાનો કાર્યક્રમ શરૂ કરી દીધો છે.
અત્યારે ભાજપની ગુજરાતમાં સરકાર છે ત્યારે ભાજપની જવાબદારી વિશેષ છે. ભાજપ પોતાની એ ફરજ ચૂકી રહ્યો છે. આ ઘટના અત્યંત ગંભીર છે ને ખરેખર તો કોઈ પણ પ્રકારના રાજકીય આક્ષેપોના બદલે ભાજપ સરકારે જે લોકો દોષિત હોય તેમને સજા કરાવવી જોઈએ પણ કમનસીબે એવું થયું નથી. ગયા રવિવારે આ ગોઝારી ઘટના બની તેના પાંચ દિવસ પછી પણ જે ખરેખર દોષિત છે તેમને કશું થયું જ નથી.
રવિવારે રાત્રે જ પોલીસે ૯ જવાબદાર લોકો સામે ગુનો નોંધ્યો હતો પણ તેમાં નાના નાના લોકો હતા. એ પછી છેક પાંચ દિવસ પછી ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા શુક્રવારે મોરબી નગરપાલિકા ચીફ ઑફિસર સંદીપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પણ આ પગલું પૂરતું નથી. એક સાથે દોઢસો લોકોનો ભોગ લેનારી હોનારત બની ગયાના પાંચ દિવસ પછી ચીફ ઑફિસરને માત્ર સસ્પેન્ડ જ કરાય એ હાસ્યાસ્પદ કહેવાય.
મોરબીમાં મચ્છુ નદી પરનો આ ઝૂલતો પુલ ઓરેવા કંપની રીનોવેટ કર્યો હતો. રવિવારે સાંજે ૬:૩૦ વાગ્યે ઝૂલતો પુલ તૂટી પડ્યો પછી પોલીસે કોન્ટ્રાક્ટર અને સિક્યોરિટી ગાર્ડ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે પણ જેમણે કોન્ટ્રાક્ટ લીધેલો એ કંપનીના માલિક કે કોન્ટ્રાક્ટ અપાયો પછી બરાબર કામ થયું છે કે નહીં તેનું ધ્યાન રાખવામાં નિષ્ફળ સત્તાધીશો સામે કશું કર્યું નથી.
આ પુલના મેઇન્ટેનન્સની કામગીરીની જવાબદારી ઓરેવા કંપનીના માલિક જયસુખભાઇ પટેલની હતી. મોરબી નગરપાલિકાના ચીફ ઑફિસરે કામ બરાબર થયું કે નહીં તેનું ધ્યાન રાખવાનું હતું. કલેક્ટરે પણ બંને સરખું કામ કરે છે કે નહીં એ જોવાનું હતું. આ સંજોગોમાં ફરિયાદ તેમની સામે નોંધીને તેમની ધરપકડ કરવાની જરૂર છે પણ ભૂપેન્દ્ર પટેલ સરકારે જયસુખ પટેલ, ચીફ ઑફિસર, કલેક્ટર કે બીજા કોઈ અધિકારી સામે ગુનો દાખલ કર્યો નથી. ચીફ ઑફિસર સસ્પેન્ડ થયા પણ પોતાની ગુનાઈત બેદરકારી બદલ તેમને ખરેખર તો જેલમાં મોકલવાની જરૂર છે.
મોરબીની દુર્ઘટના અત્યંત ગંભીર છે અને તેના માટે ગુજરાત સરકારને સીધી જવાબદાર ના ગણી શકાય એ વાત સાચી છે પણ ગુજરાત સરકાર એ પછી તો ન્યાય કરી જ શકે તેમ હતી. અલબત્ત આ દુર્ઘટના પછી ભૂપેન્દ્ર પટેલની સરકાર આઘાતજનક રીતે વર્તી રહી છે. ગુજરાતમાં ભાજપનું શાસન છે ને મોરબી નગરપાલિકામાં પણ ભાજપની સત્તા છે. આ સંજોગોમાં દુર્ઘટનાની નૈતિક જવાબદારી ભાજપ સરકારની જ કહેવાય.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દુર્ઘટના બની ત્યારે જ નિખાલસતાથી સ્વીકારેલું કે, ગુજરાતમાં સરકાર અમારી છે, નગરપાલિકા અમારી છે, કલેક્ટર અમારા છે તેથી દુર્ઘટનાની જવાબદારી બિલકુલ અમારી જ કહેવાય. આ વાત સાચી છે ને ભાજપે એ વાસ્તવિકતા સ્વીકારીને સપાટો બોલાવવાની જરૂર હતી. તેના બદલે ભૂપેન્દ્ર પટેલ સાવ પાણી વિનાના સાબિત થયા છે. મોરબી દુર્ઘટનામાં ૧૩૫ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે પણ આ ઘટના માટે જવાબદારો સામે પટેલ સરકારે ખરેખર કશું કર્યું નથી.
ભૂપેન્દ્ર પટેલ સરકાર માટે હજુ મોડું થયું નથી. આ પુલ દુર્ઘટના અંગે ત્રણ મુખ્ય સવાલો ઊભા થયા છે. પહેલો સવાલ એ કે, મોરબી પુલના પુન:નિર્માણનો કોન્ટ્રાક્ટ ઘડિયાળ કે બલ્બ બનાવતી કંપનીને શા માટે આપવામાં આવ્યો ? આટલા મોટા કામનો કોન્ટ્રાક્ટ ટેન્ડર વગર બારોબાર બિનઅનુભવી કોન્ટ્રાક્ટરોને કેમ આપી દેવામાં આવ્યો? આ કામ ૮ મહિનામાં પૂરું થવાનું હતું પણ દિવાળીમાં કમાણી કરવાની લ્હાયમાં ઉતાવળ કરી પાંચ મહિનામાં પુલ શરૂ કરી દેવાયો તો કોના આદેશથી આ નિર્ણય લેવાયો? ભૂપેન્દ્ર પટેલ સરકાર પાસે આ સવાલોના જવાબ નથી પણ કમ સે કમ દોષિતો સામે હવે તો પગલાં લેવાં જ જોઈએ.
ઝૂલતા પુલનું કોન્ટ્રાક્ટર દ્વારા રિનોવેશન કરવામાં આવ્યું પછી ફરી લોકો માટે ખુલ્લો મૂકતાં પહેલાં ફિટનેસ સર્ટિફિકેટ નહોતું લીધું . આ સંજોગોમાં આ દુર્ઘટના માટે ઓરેવાના માલિક, અધિકારીઓ, કોન્ટ્રાક્ટર દોષિત છે. તેમની સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી થવી જોઇતી હતી પણ પટેલે કશું કર્યું નથી. ખાલી સરકારી રાહે તપાસ સમિતિ રચીને બેસી ગયા છે કે જે મોટાં માથાંને બચાવીને નાના માણસોને ફિટ કરવાનો તખ્તો ઘડી રહી છે.
આઘાત તો એ જોઈને લાગે કે, આ સમિતિ કાચબાની ગતિએ કામ કરી રહી છે. દુર્ઘટના બન્યાના છેક પાંચ દિવસ પછી શુક્રવારે સમિતિએ એફએસએલ પાસે વાયરના નમૂના લેવડાવ્યા. વાસ્તવમાં આ વાયરો જૂના પુલના છે એ વાત પહેલાં જ મીડિયામાં આવી ગયેલી છે પણ સમિતિ છેક હવે એ કાર્યવાહી કરી રહી છે. આ રીતે ગોકળગાયની ગતિએ ચાલી રહેલી તપાસના કારણે ભૂપેન્દ્ર પટેલ સરકારના ઈરાદા વિશે શંકા જાગે છે. સરકાર દોઢસો પરિવારોને ન્યાય અપાવવાના બદલે ચોક્કસ લોકોને બચાવવા મથી રહી હોય એવું ચિત્ર ઊપસે છે.
ભૂપેન્દ્ર પટેલ સરકારે થોડીક સંવેદનશીલતા બતાવવાની જરૂર છે. આ પ્રકારની ઘટનાને નાનકડો અકસ્માત ગણીને દોષિતોને છાવરવાના બદલે સપાટો બોલાવવાની જરૂર છે. ભાજપના મીડિયા સેલે એક જૂનો વીડિયો મૂકીને એવું સાબિત કરવાનો પ્રયત્ન કર્યો કે, પુલ નબળો હતો એટલે નથી તૂટ્યો પણ પુલ પર ગયેલા લોકો મસ્તી કરતા હતા તેમાં તૂટી ગયો છે. પુલ પર છોકરા તારને લાતો મારતા હતા કે કૂદતા હતા એ વારંવાર બતાવીને દોષિતોને છાવરવાની નફ્ફટ હરકત કરાઈ હતી.
ભૂપેન્દ્ર પટેલ સરકાર ઢીલી તપાસ દ્વારા એ જ હરકત કરી રહી છે. ઉ

RELATED ARTICLES

Most Popular