‘મેલ સ્ટાર્સને ઊંચી ફી ચૂકવવાનું બંધ કરો’ ઝોયા અખ્તરે કરણ જોહરને આવું કેમ કહ્યું?
મુંબઈ: ફિલ્મ ઉદ્યોગમાં લીડ મેલ એક્ટરને તગડી ફી ચુકવવામાં આવે છે, ફિલ્મના બજેટનો મોટા ભાગનો હિસ્સો લીડ એક્ટરને ફી ચુકવવામાં વપરાઈ જતો હોય છે. બોલિવૂડના ઘણા મહિલા કલાકારો અને પ્રોડ્યુસરોએ આ અંગે આવારનવાર સવાલો ઉઠાવ્યા છે. એવામાં એક કાર્યક્રમ દરમિયાન ફિલ્મ મેકર ઝોયા અખ્તરે (Zoya Akhtar) મેલ સ્ટાર્સને આપવામાં આવતી મોંઘીદાટ ફી અંગે પુનર્વિચાર કરવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો, અને કરણ જોહર(Karan Johar)ને ખરીખોટી સંભળાવી દીધી હતી.
બોલિવૂડના અક્ષય કુમાર અને અજય દેવગણ જેવા એ-લિસ્ટ સ્ટાર્સની તાજેતરની ફિલ્મોએ ₹3 કરોડ અને ₹4 કરોડ જેટલી ઓછી ઓપનિંગ મેળવી શકી હતી. ધ હોલીવુડ રિપોર્ટર ઈન્ડિયા દ્વારા આયોજિત ડાઈરેક્ટરના રાઉન્ડ ટેબલમાં, ઝોયા અખ્તર અને કરણ જોહરે પણ ભાગ લીધો હતો.
ઝોયા અખ્તરે કરણ જોહરને કહ્યું. “કરણ, તારે પૈસા આપવાનું બંધ કરવું પડશે, બસ.” જેના પર કરણે જવાબ આપ્યો કે તેણે હવે પુરૂષ સ્ટાર્સને ઊંચી ફી ચૂકવવાનું બંધ કરી દીધું છે.
કરણ જોહરે કહ્યું કે, “તમારી છેલ્લી બે ફિલ્મો કઈ છે? તમને કેટલી ઓપનીંગ મળી? તમે આટલી રકમ ક્યા અધિકારથી માંગો છો? આ મહત્વના સવાલો છું. મેં કિલ નામની નાની ફિલ્મ બનાવી. મેં તેમાં પૈસા એટલા માટે ઇન્વેસ્ટ કર્યા કારણ કે તે એક હાઈ-કન્સેપ્ટ ફિલ્મ હતી જેમાં એક નવોદિત ચહેરો હતો. અન્ય કોઈપણ રીતે કિલ બનાવી શક્ય ન હતી. આ ફિલ્મ ટ્રેનમાં હાજર રહેવું જરૂરી હતું, દરેક સ્ટારે મારી પાસે મોટી રકમ માંગી, જે ફિલ્મના બજેટ જેટલી હતી. મેં સ્ટાર્સને પૂછ્યું કે જ્યારે ફિલ્મનું બજેટ ₹40 કરોડ છે, ત્યારે તમે ₹40 કરોડ માગો છો? શું તમે ખાતરી આપો છો કે ફિલ્મ ₹120 કરોડની કમાણી કરશે? કોઈ ગેરંટી નથી, ખરું ને? તેથી આખરે, મેં એક નવા અભિનેતાને ચાન્સ આપ્યો, અને તે એક ‘આઉટસાઇડર’ હતો, મારે આટલું જ કહેવું છે.”
ઝોયાએ કહ્યું કે ટેકનિકલ ક્રૂને વધુ ચૂકવણી કરવી જોઈએ કારણ કે પુરૂષ સ્ટાર હાલમાં ફિલ્મના બજેટના 70% ભાગ લે છે.
કિલ ફિલ્મ જુલાઈમાં રિલીઝ થઈ હતી. તેનું નિર્દેશન નિખિલ નાગેશ ભટ દ્વારા કરવામાં આવ્યું હતું, અને કરણના ધર્મા પ્રોડક્શન્સ અને ગુનીત મોંગાના શીખ્યા એન્ટરટેઈનમેન્ટ દ્વારા કો પ્રોડ્યુસ કરવામાં આવી હતી.
Also Read –