મનોરંજન

કેટરિના કૈફની ‘હમશકલ’એ કેટરિનાનો ઑટોગ્રાફ લેતા લોકોમાં જાગ્યું કૌતુક!

બોલીવુડમાં એક અભિનેત્રી બીજી અભિનેત્રીના ઑટોગ્રાફ લે એવું ભાગ્યે જ બનતું હોય છે. તાજેતરમાં કેટરિનાની હમશકલ ગણાતી ઝરીન ખાને કેટરિનાનો ઓટોગ્રાફ લઈને લોકોમાં ચર્ચા જગાવી છે, જ્યારે આ બનાવ મુદ્દે લોકોએ અજબગજબ પ્રકારની પ્રતિક્રિયા આપી હતી.

બોલીવુડની ટોચની અભિનેત્રીઓ પૈકીની એક કેટરિના કૈફ છે, જે વર્ષોથી ફિલ્મી જગતમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે, પરંતુ તેની સાથેના બનાવથી ફરી ચર્ચામાં આવી છે.

આપણ વાંચો: જ્યારે કરીનાએ કેટરિનાને ‘ભાભી’ કહી, ત્યારે રણબીર કપૂરની શું પ્રતિક્રિયા!

અભિનેતા વિકી કૌશલની પત્ની કેટરિના કૈફને દરેક વર્ગના લોકો પસંદ કરે છે. કેટરિનાએ 2003માં ‘બૂમ’ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું, જેમાં તેની સાથે જેકી શ્રોફ અને અમિતાભ બચ્ચન જેવા કલાકારો હતા. ત્યાર બાદ તેણે ધીમે ધીમે ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવ્યું અને પછી ઘણા બોલીવુડ સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું છે.

હાલમાં તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે 2005માં રિલીઝ થયેલી ‘રેસ’ના પ્રીમિયરનો છે. કેટરિનાનો આ વીડિયો ઝરીન ખાને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં કેટરિનાની હમશકલ કહેવાતી ઝરીન ખાન કેટરિના પાસેથી ઓટોગ્રાફ લેતી જોવા મળી હતી.

આપણ વાંચો: કેટરિના કૈફ બનશે માલદીવ્સ ટુરિઝમની ગ્લોબલ એમ્બેસેડર: ભારત સાથેના સંબંધો સુધારવાનો પ્રયાસ?

ઝરીને 2010માં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન સાથે ‘વીર’ ફિલ્મમાં ડેબ્યૂ કર્યું હતું અને આ દરમિયાન તેની સરખામણી કેટરિના કૈફ સાથે કરવામાં આવી હતી. તેને જોઈને બધા મૂંઝાઈ જતા હતા.આજે પણ લોકો માને છે કે ઝરીન કેટરીના જેવી જ દેખાય છે.

કેટરિના સાથેનો આ વીડિયો શેર કરતાં ઝરીન ખાને કેપ્શનમાં લખ્યું- ‘હે ભગવાન! આ વીડિયો જોયા પછી મારી જૂની યાદો તાજા થઇ ગઈ. મને આ ક્ષણ ખૂબ સારી રીતે યાદ છે. આ ફિલ્મ રેસના પ્રીમિયરનો છે.

અમારા એક મિત્રનો આભાર કે જેમણે અમને પાસ અપાવ્યા અને અમે આ સુંદર ક્ષણનો અનુભવ કરી શક્યા. હું તેમની ખૂબ મોટી ચાહક હતી, તેમને જોયા પછી ખુશ થઈ ગઈ. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે એક દિવસ હું તેમને મળીશ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button