Aamir Khanની દીકરીએ કરી લીધા ગૂપચૂપ લગ્ન? પણ પતિનો ચહેરો રાખ્યો સિક્રેટ… | મુંબઈ સમાચાર
મનોરંજન

Aamir Khanની દીકરીએ કરી લીધા ગૂપચૂપ લગ્ન? પણ પતિનો ચહેરો રાખ્યો સિક્રેટ…

હેડિંગ વાંચીને તમે વિચારી રહ્યા હોવ કે અહીંયા બોલીવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ ગણાતા આમિર ખાનની દીકરી ઈરા ખાનના લગ્ન તો થઈ ગયા છે, તો હવે ફરી વખત તેના લગ્ન અને પતિના ચહેરાને સિક્રેટ રાખ્યો વગેરે શું માંજરો છે યાર? પરંતુ અહીં વાત આમિર ખાનની રિયલ લાઈફ નહીં પણ રીલ લાઈફ દીકરીની થઈ રહી છે અને એ એટલે ઝાયરા વસીમ. ઝાયરા વસીમે લગ્ન કરી લીધા છે, જેના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.

બોલૂવીડ એક્ટ્રેસ ઝાયરા વસીમ હાલમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર છે, પરંતુ હજી પણ બોક્સ ઓફિસ પર આમિર ખાનની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ દંગલ માટે તેનું નામ લેવામાં આવે છે. 2019માં જ જ્યારે ઝાયરાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવાની જાહેરાત કરીને ફેન્સને ચોંકાવી દીધા હતા. હવે ફરી એક વખત ઝાયરાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નિકાહના ફોટો શેર કરીને ફેન્સને ચોંકાવી દીધા છે.

ઝાયરા વસીને શુક્રવારે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નના ફોટો શેર કર્યા હતા, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે. ઝાયરાએ શેર કરેલાં ફોટોમાં નિકાહની કેટલીક ખાસ પળો જોવા મળી રહી છે, જેમાં તે નિકાહનામા પર સહી કરતી જોવા મળી રહી જ્યારે બીજા ફોટોમાં ઝાયરા અને તેનો પતિ ચાંદને જોઈ રહ્યો છે. આ ફોટો બેક સાઈડથી લેવામાં આવ્યો છે એટલે બંનેમાંથી કોઈને ચહેરો નથી દેખાઈ રહ્યો.

ફોટોમાં નવી નવેલી દુલ્હને લાલ રંગનો સુંદર આઉટફિટ પહેર્યો છે, જેના પર ખૂબ સુંદર ડિટેઈલિંગવાળું ગોલ્ડન વર્ક કરવામાં આવ્યું છે. જ્યારે વરરાજાની વાત કરીએ તો વરરાજાએ ક્રીમ કલરની શેરવાની અને એની સાથે મેચિંગ સ્ટોલ પહેર્યો છે. આ ફોટો શેર કરવાની સાથે ઝાયરાએ તેને કેપ્શન આપી છે કુબૂલ હૈ X3…

સોશિયલ મીડિયા પર ઝાયરાના આ વેડિંગ ફોટો તૂફાન વાઈરલ થઈ રહ્યા છે. ફેન્સ ઝાયરાની આ પોસ્ટ પર કમેન્ટ અને લાઈક કરી રહ્યા છે. ફેન્સ આ કપલ પર શુભેચ્છાનો વરસાદ કરી રહ્યા છે. જોકે, મજાની વાત તો એ છે કે ફોટોમાં ઝાયરા કે તેના લાઈફ પાર્ટનરનો ચહેરો નથી જોવા મળી રહ્યો.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઝાયરા વસીમે 16 વર્ષની ઉંમરમાં આમિર ખાનની ફિલ્મ દંગલથી સફળતા હાંસિલ કરી હતી. આ ફિલ્મમાં તેણે પહેલવાન ગીતા ફોગાટના બાળપણનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં ઝાયરાને તેના જોરદાર પર્ફોર્મન્સ માટે નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. આ સિવાય તેણે ફિલ્મ સિક્રેટ સુપરસ્ટાર (2017)માં પણ કામ કર્યું હતું.

જોકે, બાદમાં 2019માં જ્યારે ઝાયરાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવાની જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે આ ફિલ્ડે મને ખૂબ જ પ્રેમ, સપોર્ટ આપ્યો હતો. પરંતુ તે મને અજ્ઞાનતાના માર્ગ પર લઈ ગયું, કારણ કે હું ચૂપચાપ અને અજાણતામાં જ ઈમાનથી દૂર થઈ ગઈ હતી.

આ પણ વાંચો…જ્યારે Aamir Khan સાથે લગ્ન કરવાની વાત કરી ત્યારે કિરણ રાવના પરિવારને બીક લાગી હતી…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button