
બોલીવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા (Bollywood Actress Sonakshi Sinha) અને ઝહિર ઈકબાલ (Zahir Iqbal)ના લગ્નને હજી તો માંડ 25 દિવસ થયા છે ત્યાં ઝહિર ઈકબાલની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહી છે. આ પોસ્ટમાં ઝહિરે તેની સાથે ચીટિંગ થઈ હોવાની વાત કહી છે. આખરે કઈ છેતરપિંડી કે વિશ્વાસઘાતની વાત કરી રહ્યો છે ઝહિર ઈકબાલ ચાલો જાણીએ…
હાલમાં સોનાક્ષી સિન્હા લગ્ન પછીનો ગોલ્ડન પીરિયડ એન્જોય કરી રહી છે. થોડાક સમય પહેલાં જ કપલે પોતાના ડેટિંગથી લઈને મેરેજ લાઈફ સુધીના ફોટો શેર કર્યા હતા. આ બધા વચ્ચે સોનાક્ષી સિન્હાએ એક વીડિયો શેર કર્યો છ અને આ વીડિયોએ પતિ ઝહિર ઈકબાલનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. આ જ વીડિયો પર કમેન્ટ કરતાં ઝહિરે લખ્યું છે કે તેની સાથે ચીટિંગ થઈ છે. સ્વાભાવિક છે કે ઝહિરે આ વાત મજાકમાં કહી છે.
સોનાક્ષીએ શેર કરેલાં વીડિયોમાં તે મેકઅપ કરતી જોવા મળી રહી છે અને તે લગ્ન પછીની ડેટ નાઈટ માટે તૈયાર થતી જોવા મળી હી છે. વીડિયોમાં સોનાક્ષી ખૂબ જ સુંદર લાગી રહી છે. જેવો સોનાબેબીએ વીડિયો શેર કર્યો એટલે તરત જ તેના પતિ ઝહિરે આ વીડિયો પર એકદમ મજેદાર કમેન્ટ કર્યા છે.

પહેલી કમેન્ટમાં ઝહિરે લખ્યું કે મારી સાથે છેતરપિંડી થઈ છે, માય લોર્ડ…જ્યારે બીજા કમેન્ટમાં તેમણે લખ્યું છે કે એમાં કોઈ જ ચોંકાવનારી વાત નથી કે તમે હંમેશા જ મારી પહેલાં તૈયાર થઈ જાય છે અને આ ચીટિંગ છે. આ સાથે ઝહિરે લાફિંગ ઈમોજી પણ શેર કર્યા છે. ઝહિરની આ કમેન્ટ પર ફેન્સ પણ એકદમ મજેદાર કમેન્ટ્સ કરી રહ્યા છે.