પાર્ટી પૂરી થતાં જ Zaheer Iqbalએ સાસુ સાથે કર્યું કંઈક એવું કે… વીડિયો થયો વાઈરલ | મુંબઈ સમાચાર
મનોરંજન

પાર્ટી પૂરી થતાં જ Zaheer Iqbalએ સાસુ સાથે કર્યું કંઈક એવું કે… વીડિયો થયો વાઈરલ

બોલીવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) અને ઝહિર ઈકબાલ (Zaheer Iqbaal)ના લગ્નને હાલમાં જ એક વર્ષ પૂરું થયું અને જ્યારે કપલના લગ્ન થયા ત્યારે તેમને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેમ છતાં આજે આ કપલની ગણતરી ઈન્ડસ્ટ્રીના પાવર કપલમાં કરવામાં આવે છે.

23મી જૂનના કપલે ગ્રાન્ડ સ્ટાઈલમાં પોતાની ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી અને આ પાર્ટીમાં ફ્રેન્ડ અને ફેમિલી સહિત સોનાક્ષીની માતા પણ જોવા મળી હતી. પાર્ટીમાંથી જેવા સાસુમા એટલે કે સોનાક્ષીના માતા બહાર નીકળ્યા કે જમાઈ ઝહિરે કંઈક એવું કર્યું હતું કે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ એવું તે શું થયું…

વાત જાણે એમ છે કે સોનાક્ષી સિન્હા અને ઝહિર ઈકબાલની ફર્સ્ટ વેડિંગ એનિવર્સરીમાં ફેમિલીના નજીકના લોકો અને ફ્રેન્ડ્સ જોવા મળ્યા હતા. પાર્ટી પૂરી થયા બાદ જેવા પૂનમ સિન્હા બહાર નીકળ્યા ત્યારે ઝહિર એક આઈડિયલ જમાઈની જેમ તેમને બહાર સુધી મૂકવા આવે છે અને બાદમાં તેમના પગે લાગીને તેમને વિદાય આપે છે.

ઝહિર અને પૂનમ સિન્હાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. ફેન્સ ઝહિરના સંસ્કારોના વખાણ કરતા નથી થાકી રહ્યા. વીડિયોમાં જોવા મળે છે કે ઝહિર સાસુમાને છોડવા માટે ગાડી સુધી સાથે આવે છે. આ સમયે તે એક માની જેમ તેમની કાળજી લેતો જોવા મળે છે. જેવા પૂનમ સિન્હા ગાડીમાં બેસે છે એટલે તે તરત જ તેમના પગે પડે છે.

ઝહિરે જે રીતે પોતાના સાસુનું ધ્યાન રાખ્યું, તેમની કાળજી રાખી એ જોઈને ફેન્સ તેના ભરપેટ વખાણ કરી રહ્યા છે. તેઓ લાઈક્સ અને કમેન્ટ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે સોનાક્ષીએ હીરો પસંદ કર્યો છે. બીજા એક યુઝરે લખ્યું છે કે આને કહેવાય સંસ્કારી અને આદર્શ જમાઈ.

આપણ વાંચો સલમાન બન્યો ક્રિકેટ ટીમનો માલિક: દિલ્હી ISPL ટીમ ખરીદી!

સોનાક્ષી અને ઝહિરના લગ્નને લઈને ઈન્ડસ્ટ્રી જ નહીં પણ પરિવારમાં પણ ફાટફૂટ જોવા મળી હતી. જોકે, બાદમાં લગ્નના દિવસે આખરે ઘીના ઠામમાં ઘી પડી ગયું હતું. પરંતુ એવું કહેવાય છે કે સોનાક્ષીની ઝહિર સાથે લગ્નની કરવાની વાતથી તેના પિતા શત્રુઘ્ન સિન્હા કે બંને ભાઈઓ ખુશ નહોતા. ખેર, સાચું ખોટું તો રામ જાણે. તમે પણ ઝહિર અને પૂનમનો આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જોઈ લો…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button