Dhanshree Verma અને Yuzvendra Chahalએ માંડ્યું શું છે? ચહલે ક્રિપ્ટિક પોસ્ટ શેર કરતાં…
ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) હાલમાં પોતાની પ્રોફેશનલ નહીં પણ પર્સનલ લાઈફને કારણે નહીં પણ પ્રોફેશનલ લાઈફને કારણે ચર્ચામાં આવે છે. એવું કહેવાઈ રહ્યું છે કે ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા વચ્ચે કંઈ ઠીક નથી ચાલી રહ્યું અને બંને જણ મહિનાઓથી અલગ રહે છે. કેટલાક રિપોર્ટ્સમાં તો એવો દાવો પણ કરાઈ રહ્યો છે કે ધનશ્રી અને ચહલ ડિવોર્સ લઈ રહ્યા છે. બંને જણે ઓફિશિયલી કંઈ કહ્યું નથી પરંતુ ઈન્સ્ટાગ્રામ પર બંને જણે જે વાતો કહી છે એના પરથી તો આ વાતને સમર્થન મળી રહ્યું છે. આટલું ઓછું હોય તેમ હાલમા ચહલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જે વાતો કહી છે એ જાણીને લોકો ચોંકી ઉઠ્યા છે, આવો જોઈએ એવું તે શું પોસ્ટ કર્યું છે ચહલે-
આ પણ વાંચો: એક મહિનો પિયર જવાની ચહલને પત્ની ધનશ્રીની `ધમકી’: વિડિયો વાયરલ થયો
ભારતીય ટીમનો ખિલાડી યુઝવેન્દ્ર ચહલ હાલમાં તેની પ્રોફેશનલ લાઈફ કરતાં પણ પર્સન લાઈફને કારણે વધારે ચર્ચામાં આવી રહ્યો છે. ધનશ્રી અને ચહલના ડિવોર્સને લઈને દરરોજ કોઈને કોઈ નવી વાત સામે આવતી રહે છે ત્યારે આ બધા વચ્ચે ચહલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ સાથે તેણે પોતાનો ફોટો પણ શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે હું મારી જાત પર જ વિશ્વાસ કરું છું.
હાલમાં યુઝવેન્દ્ર ટીમ ઈન્ડિયાથી બહાર છે અને તે પોતાની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ, 2023માં ન્યુઝીલેન્ડ સામે રમ્યો હતો. જોકે, ચહલ ટી-20 વર્લ્ડકપ-2024માં ટીમ ઈન્ડિયાનો હિસ્સો હતો, પરંતુ તેને એક પણ મેચ રમવાનો મોકો નહોતો મળ્યો. જ્યારે ધનશ્રીની વાત કરીએ તો ધનશ્રી એક કોરિયોગ્રાફર છે અને તેના ઈન્સ્ટાગ્રામ પર 62 લાખ ફોલોવર્સ છે. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આખરે 22મી ડિસેમ્બર, 2020માં ધનશ્રી અને ચહલે લગ્ન કર્યા હતા.
આ પણ વાંચો: ધનશ્રી અને નતાશાના બચાવમાં કૂદી પડી હવે ઉર્ફી જાવેદ
યુઝવેન્દ્ર ચહલ આઈપીએલ 2025માં પંજાબ કિંગ્સ ઈલેવન માટે રમશે. 18 કરોડ રૂપિયા ખર્ચીને પંજાબની ટીમે તેમને ખરીદ્યો હતો. વાત કરીએ ચહલના ઈન્ટરનેશનલ કરિયરની તો તે અત્યાર સુધીમાં 72 વન-ડે મેચ રમ્યો છે જેમાં તેણે 121 વિકેટ લીધી છે. આ સિવાય 80 ટી-20 મેચ રમીને તેણે 96 વિકેટ લીધી છે.