મનોરંજનસ્પોર્ટસ

It’s Confirm: આ જાણીતા ક્રિકેટરના ડિવોર્સ થયા ફાઈનલ? આજે સાંજે ફેમિલી કોર્ટમાં.

છેલ્લાં કેટલાય સમયથી ઈન્ડિયન ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) અને ધનશ્રી વર્મા (Dhanshree Verma)ના ડિવોર્સના સમાચાર સામે આવી રહ્યા હતો અને હવે ફાઈનલી બંનેના ડિવોર્સ કન્ફર્મ થઈ ગયા છે. ફેન્સને આજે સાંજ સુધીમાં બંને જણનું રિલેશનશિપ સ્ટેટસ કન્ફર્મ થઈ જશે.

સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર જાણીતા ક્રિકેટર, સ્પિનલ યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના ડિવોર્સ લીગલી ફાઈનલ થઈ ગયા છે. આજે સાંજે ચાર વાગ્યે યુઝવેન્દ્ર અને ધનશ્રી બંને જણ ફેમિલી કોર્ટમાં હાજર થશે એવી માહિતી સામે આવી રહી છે. આ સંબંધિત તમામ ઔપચારિક્તા આજે કોર્ટમાં ફાઈનલ થઈ જશે. ચાલો તમે જણાવીએ સ્ટોરી-
સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી કંઈક ઠીક નહોતું ચાલી રહ્યું. બંને જણ એકબીજાથી અલગ અલગ રહી રહ્યા હતા. ત્યારથી જ બંને જણ ડિવોર્સ લઈ રહ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા હતા. હવે એવી માહિતી સામે આવી રહી છે કે આજે યુઝવેન્દ્ર અને ધનશ્રીને મુંબઈની બાંદ્રા સ્થિત ફેમિલી કોર્ટમાં બોલાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: શું ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ છૂટાછેડા પછી ધનશ્રી વર્માને 60 કરોડ રૂપિયા alimony આપશે?

જાણકારી અનુસાર બંને આજે સાંજે ચાર વાગ્યાની આસપાસ જજની સામે ઉપસ્થિત રહેવાનું જણાવવામાં આવ્યું છે અને બંનેને કાયદેસર રીતે અલગ થવાનું લીગલ સર્ટિફિકેટ મળી જશે. બંનેના નજીકના લોકોના જણાવ્યા અનુસાર બંને જણે આપસી સહેમતિથી જ અલગ થવાનો નિર્ણય લીધો છે.

બાંદ્રા ફેમિલી કોર્ટના એક વકીલ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. મુંબઈ સમાચાર આ સમાચારની પુષ્ટિ નથી કરતું. અહીંયા તમારી જાણ માટે કે છેલ્લાં કેટલાય મહિનાઓથી યુઝવેન્દ્ર અને ધનશ્રી સાથે નહોતા જોવા મળી રહ્યા. એટલું જ નહીં પણ યુઝવેન્દ્ર ચહલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લગ્નના અને ધનશ્રી સાથેના તમામ ફોટો ડિલીટ કરી દીધા હતા, ત્યારથી તો બંનેના ડિવોર્સની ચર્ચા જોરશોરથી શરૂ થઈ ગઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button