મનોરંજન

બોલીવૂડમાં યોગ દિવસ: શિલ્પા શેટ્ટીથી લઈને રાજકુમાર રાવે કર્યા યોગાસન, સોશિયલ મીડિયા પર શેર કર્યા ફોટોસ

21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત રહેતા બોલીવૂડના અભિનેતા અને અભિનેત્રીઓ પણ યોગ દ્વારા શરીરને તંદુરસ્ત રાખે છે. આજના વિશ્વ યોગ દિવસે કેટલાક બોલીવૂડ સ્ટાર્સે પોતાની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

બોલીવૂડમાં યોગની વાત આવે એટલે શિલ્પા શેટ્ટીના નામનો ઉલ્લેખ તો કરવો જ પડે. આજના દિવસે શિલ્પા શેટ્ટીએ વિવિધ યોગાસન કરતો પોતાનો વીડિયો એક્સ પર શેર કરીને લખ્યું છે કે, “સંતુલન એકવાર પામવાની વસ્તુ નથી. તે સતત ચાલતી પ્રક્રિયા છે. જેમ જેમ સંજોગો અને પ્રાથમિકતા બદલતા રહેશે તેમ તેમ આપણે તે પ્રમાણે પોતાની જાતને ઢાળવી પડશે. મન, શરીર અને આત્મા હોય અથવા વાત, પિત્ત કે કફ હોય તેને સંતુલીત કરવા માટે યોગથી શ્રેષ્ઠ કોઈ વસ્તુ નથી. તેથી યોગ કરતા રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો!

અભિનેત્રી નિકિતા દત્તાએ વિવિધ યોગાસન કરતી તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી અને લખ્યું હતું કે, “જો મારે કોઈ એક વસ્તુ તરફ ઇશારો કરવાનો હોય જેણે મારા જીવનને આગળ વધાર્યુ, તો તે યોગ છે. યોગાભ્યાસ કરવામાં હું ક્યારેય મોડું કરતી નથી. યોગ દિવસની શુભેચ્છાઓ.”

નિમૃત કૌરે સર્વાંગાસનથી લઈને શીર્સાસન જેવા યોગાસનના ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી પર શેર કર્યા હતા. જેણે ફોલોઅર્સનું ધ્યાન ખેચ્યું હતું. અભિનેત્રીએ લખ્યું હતું કે, ”योगः कर्मसु कौशलम् – યોગ ક્રિયામાં કૌશલ્ય છે. યોગ માત્ર આસન નથી. તે પદાર્થ પર મનની શક્તિ છે. માત્ર ફ્લેક્સિબલ નહીં, પરંતુ ધ્યાન કેન્દ્રીત કરવું. ભારતનું પ્રાચીન વૈદિક જ્ઞાન સમગ્ર વિશ્વમાં માનવતાને શ્વાસ, શરીર અને અસ્તિત્વને સંતુલનની ભેટ આપતું રહે છે. સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામનાઓ.

રાજકુમાર રાવ ફિટનેસ પ્રેમી છે. યોગ તેમની દિનચર્યાનો એક ભાગ છે. યોગ દિવસ નિમિત્તે રાજકુમાર રાવે મુંબઈના કૌટિલ્ય ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જેની તસ્વીરો અભિનેતાઓ પોતાના ઇન્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરીને લખ્યું હતું કે, “કૃતજ્ઞતા, શિસ્ત અને શાંતિ. યોગ આ ત્રણે વસ્તુ મને આપે છે. આવો આપણે સાથે મળીને આગળ વધીએ. મને આ કાર્યક્રમમાં આમંત્રિત કરવા બદલ મુંબઈનો આભાર.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button