‘યે રિશ્તા ક્યાં કહેલતા હૈ’ થઈ જશે બંધ, પ્રોડ્યુસરે કહ્યું અમને નોટિસ મળી છે…
મુંબઈ: ભારતમાં ટીવી સિરિયલની લોકપ્રિયતાની કોઈ હદ નથી. રોજે અનેક નવા સિરિયલ આવે છે અને એકાદ બે મહિનામાં બંધ પડી જાય છે. જોકે છેલ્લા 16 વર્ષોથી લોકોના દિલોમાં રાજ કરતો ટીવી શો ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ (Yeh Rishta Kya Kehlata Hai) પણ હવે બંધ થવાનો છે, એવી જોરદાર ચર્ચા ચાલી રહી છે. 2009માં સ્ટાર પ્લસ પર ટેલિકાસ્ટ થેયલી ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યાં કહેલતા હૈ’ ટીઆરપીમાં મોખરે હતી, જોકે 16 વર્ષથી લોકોને મનોરંજન પૂરું પાડનારી આ ટીવી સિરિયલ હવે ઓફ એર જવાની છે.
ભારતના સૌથી પ્રખ્યાત ટીવી શોમાં ‘યે રિશ્તા ક્યાં કહેલતા હૈ’નું નામ પણ સામેલ હતું. જોકે આ શોના પ્રોડ્યુસર રંજન શાહીએ શો બંધ થવા બાબતે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘યે રિશ્તા ક્યાં કહેલતા હૈ’ શો મારી માટે મારા બાળક જેવો હતો. છેલ્લા અનેક સમયથી આ શોએ ટોપ-5માં પોતાની જગ્યા બનાવી હતી. આ શો દરમિયાન અમે અનેક અપ્સ અને ડાઉન પણ જોયા. આ શોની ટીઆરપી અનેક વખત ડાઉન પણ આવી હતી અને અમને ટ્રોલ પણ કરવામાં આવ્યા હતા.
રંજન શાહીએ કહ્યું કે ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ની પ્રોગ્રામિંગ ટીમ તરફથી શોને બંધ કરવાની નોટિસ આપવામાં આવી છે. આ શોને બંધ થવાની ચર્ચાથી શોની ટીઆરપીમાં વધારો આવ્યો છે. એવું લાગે છે કે દર્શકો અને ચાહકો આ શો બંધ થાય એવું નથી ઇચ્છતા. છેલ્લા 16 વર્ષોથી ‘યે રિશ્તા ક્યાં કહેલતા હૈ’એ દર્શકોને માત્ર મનોરંજન જ નહીં પણ શોમાં કામ કરનાર અનેક કલાકારોને ઓળખ પણ આપી છે.
‘યે રિશ્તા ક્યાં કહેલતા હૈ’ને ભલે બંધ કરવાની નોટિસ મળી હોય, પણ આ શોના પ્રોડ્યુસર રંજન શાહીએ કહ્યું હતું કે જ્યાં સુધી દર્શકો આ શો સાથે જોડાયેલા છે ત્યાં સુધી પ્રેમ મળતો રહેશે ત્યાં સુધી હું શોને ચાલુ રાખવાના દરેક પ્રયત્નો કરીશ. આ શોમાં હિના ખાન, કરણ મહેરા, શિવાંગી જોશી અને પ્રણાલી રાઠોડ જેવા અનેક ટીવી એક્ટર્સને લોકપ્રિયતા અને ફેમ આપ્યો છે.