49 વર્ષની આ બોલ્ડ અભિનેત્રી સાથે કાન ફેસ્ટિવલમાં ‘Oops Moment’ થતાં થતાં રહી ગઇ… | મુંબઈ સમાચાર

49 વર્ષની આ બોલ્ડ અભિનેત્રી સાથે કાન ફેસ્ટિવલમાં ‘Oops Moment’ થતાં થતાં રહી ગઇ…

ન્યૂ યોર્ક: કાન ફેસ્ટિવલ એટલે ફેશન અને સેલિબ્રિટીઓનો દુનિયાનો સૌથી મોટા મેળાવડાઓમાંનો એક અને આ ફેસ્ટિવલમાં કોણ શું પહેરીને આવે છે તેના પર બધાની નજર હોય. જોકે, યુવાન અભિનેત્રીઓને પણ શરમાવે એવી એક એક 49 વર્ષની અભિનેત્રીએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું અને તેની બોલ્ડનેસની આગળ આજના જમાનાની કહેવાય તેવી યુવા અભિનેત્રીઓ પણ ફેઇલ છે એવી ચર્ચા થઇ રહી છે. જોકે, આ ફેસ્ટિવલમાં આ અભિનેત્રી સાથે કંઇક એવું થતા રહી ગયું કે તે ખોટા કારણોસર સમાચારની હેડલાઇન્સ થતાં બચી ગઇ.

આપણે વાત કરી રહ્યા છીએ અભિનેત્રી, સિંગર, ટીવી હોસ્ટ અને મોડેલ વિક્ટોરિયા સિલ્વસ્ટેડની. વિક્ટોરિયાએ કાન ફેસ્ટિવલના કાર્પેટ પર પગ મૂકતાં જ તે બધાના આકર્ષણનું કેન્દ્ર બની ગઇ હતી અને તેની બોલ્ડનેસથી તેણે બધાને જ ક્લીન બોલ્ડ કરી દીધા હતા. વિક્ટોરિયાને જોઇને કોઇ કહી ન શકે કે તે 49 વર્ષની હશે. જોકે, તેણે જે રીતનો ડ્રેસ પહેર્યો હતો તેના કારણે તે ‘Oops Moment’ નો શિકાર બનતા બનતા રહી ગઇ હતી. વિક્ટોરિયાએ તેના ડ્રેસને સમયસર અને સારી રીતે સંભાળી લીધો હતો.

1993માં મિસ વર્લ્ડ સ્વિડનનો ખિતાબ જીતનારી વિક્ટોરિયાએ 77મા કાન ફેસ્ટિવલમાં પહેરવા માટે ડિઝાઇનર ઝિયાદ નકાડનો થાઇ-હાઇ સ્લિટ ગાઉન પસંદ કર્યો હતો. પર્પલ કલરના આ ગાઉનમાં જેટલી નજાકત હતી તેટલી જ નજાકત વિક્ટોરિયામાં પોતાનામાં પણ દેખાતી હતી. ગાઉનમાં શોભી રહેલી વિક્ટોરિયાને સ્ટાઇલિસ્ટ શોહેબ સોહેબીએ સ્ટાઇલ કરી હતી. વિક્ટોરિયાએ પણ ગાઉન અને પોતાના મેક-અપને સારી રીતે કેરી કર્યો હતો.

Back to top button