મનોરંજન

Kiara Adwani માટે સાઉથના સુપર સ્ટારે કર્યું કંઈક એવું કે…

સાઉથના સુપરસ્ટાર યશ હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ ટોક્સિકને લઈને લાઈમલાઈટમાં છે અને ફેન્સ ખૂબ જ આતુરતાપૂર્વક આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. કેજીએફ ચેપ્ટર-2ને બાદ હવે યશ ફિલ્મ ટોક્સિકમાં જોવા મળશે, જે 2026માં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં બોલીવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી પણ યશ સાથે જોવા મળશે. કિયારા હાલમાં આ ફિલ્મ સિવાય પ્રેગ્નન્સીને કારણે પણ ચર્ચામાં રહે છે. યશે પોતાની પ્રેગ્નન્ટ કો-સ્ટારને લઈને એક એવું પગલું લીધું છે કે જેની ચારે તરફ ચર્ચા થઈ રહી છે. આવો જોઈએ આખરે એવું તે શું કર્યું યશે…

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ ફેબ્રુઆરી, 2025ના જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પ્રેગ્નન્સી એનાઉન્સ કરી હતી. જેવું યશને કિયારાની પ્રેગ્નન્સી વિશે ખબર પડી એટલે તેણે કિયારા માટે ખાસ પગલું લીધું હતું અને હવે જ્યાં જુઓ ત્યાં બસ યશના આ સ્વીટ ગેસ્ચરના વખાણ થઈ રહ્યા છે.

આ પણ વાંચો: મસાલેદાર કિસ્સા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના…

એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર યશે કિયારાની ગર્ભાવસ્થા અને તેની હેલ્થનું ધ્યાન રાખતા ટોક્સિકની શૂટિંગમાં ઘણા ફેરફાર કરાવ્યા હતા અને શૂટિંગનું લોકેશન પણ શિફ્ટ કરાવ્યું હતું. ફિલ્મના ડિરેક્ટરે આ વિશે ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પહેલાં ફિલ્મનું શૂટિંગ બેંગ્લોરમાં થવાની હતી, પણ યશે ફિલ્મનું લોકેશન શિફ્ટ કરાવી દીધું છે જેને કારણે હવે આ શૂટિંગ મુંબઈમાં જ થશે. આ ફેરફાર કિયારાને ધ્યાનમાં લઈને કરવામાં આવ્યા છે.

યશ દ્વારા લેવામાં આવેલા આ પગલાંની હવે ચારેકોર તારીફ થઈ રહી છે અને ફેન્સ તેના કેયરિંગ નેચરના વખાણ કરતા નથી થાકી રહ્યા. હવે કિયારા અને યશ બંને મુંબઈમાં જ ફિલ્મનું શૂટિંગ કરશે. આ પહેલાં કિયારાને સાઉથના સુપર સ્ટાર રામ ચરણ અને તેની પત્ની ઉપાસનાએ મોકલાવેલા ગિફ્ટની પણ સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ હતી. કિયારાને રામ ચરણ અને ઉપાસનાએ કેરીનું અથાણું મોકલાવ્યું હતું અને કિયારાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ વાતની જાણકારી આપી હતી.

આ પણ વાંચો: સાઉથના સુપરસ્ટારે કઈ એક્ટ્રેસને બર્થડે વિશ કરતા લખ્યું સ્વીટ ગર્લ…

અત્રે ઉલ્લેખનીય છે કે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ આ જ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પ્રેગ્નન્સી એનાઉન્સ કરી હતી. જ્યારે એક્ટ્રેસે ગુડ ન્યુઝ શેર કરી હતી ત્યારે તે ટોક્સિકની સાથે સાથે જ વોર ટુની પણ શૂટિંગ કરી રહી હતી. આ જ વર્ષે કિયારાએ મેટ ગાલામાં ડેબ્યુ કર્યું હતું અને ત્યાં તેણે પોતાના લૂકથી લોકોના દિલ જિતી લીધા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button