મનોરંજન

Yami Gautamની ફિલ્મે આપ્યું સરપ્રાઈઝ, કમાણીમાં આ ફિલ્મની કરી બરાબરી

છેલ્લા ઘણા સમયથી સાઉથની ફિલ્મો અને ત્યારબાદ બોલીવૂડ bollywood ફિલ્મોમાં પણ હીરોઈનોના ભાગે ખાસ કઈ કામ કરવાનું આવતું ન હતું અને 80-90ના દાયકાની જેમ હીરોઈનો માત્ર ગીત ગાવા પૂરતી સિમિત થઈ ગઈ હતી. તેમાં પણ તાજેતરમાં રિલિઝ થયેલી ફિલ્મ એનિમલ Animalમાં હીરોઈનોના થયેલા ચિત્રણે ઘણાને ખફા કર્યા હતા.

ત્યારે બોલીવૂડની એક હીરોઈને આ બધાને પછાડી જબરજસ્ત ઓપનિંગ મેળવ્યું છે. આ ફિલ્મનો વિષય પણ તાજો છે અને હીરોઈનના પર્ફોમન્સના પણ ભરપૂર વખાણ થઈ રહ્યા છે. ફિલ્મ છે Article 370.

આર્ટિકલ 370 એ પહેલા વીકેન્ડમાં શાહિદની ફિલ્મની બરાબરી કરી લીધી છે. જ્યારે ફાઈનલ કલેક્શન જાહેર થશે ત્યારે બંને ફિલ્મોનું ફર્સ્ટ વીકેન્ડ કલેક્શન લગભગ સરખું જ જોવા મળશે. ફાઇટર પછી આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર બોલિવૂડ bollywood માટે જોરદાર વીકેન્ડ લઈને આવી છે.

આર્ટિકલ 370 લગભગ 2000 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મે પહેલા દિવસે લગભગ રૂ. 2-2.5 કરોડની શરૂઆત કરે તેવી અપેક્ષા હતીસ પણ પહેલા દિવસથી જ ફિલ્મ સારી કમાણી કરી રહી છે. યામી Yamiની ફિલ્મ સિનેમા લવર્સ ડે’નો પૂરેપૂરો લાભ લીધો હતો અને ટિકિટની કિંમત 99 રૂપિયા હોવાને કારણે બીજા દિવસે ફિલ્મએ રૂ. 9.50 કરોડનું કલેક્શન કર્યું હતું.

હવે રવિવારના ટ્રેડ રિપોર્ટ્સ કહી રહ્યા છે કે ફરી એકવાર ફિલ્મની કમાણીમાં થોડો ઉછાળો આવ્યો છે. જો અહેવાલોનું માનીએ તો, આર્ટિકલ 370 એ ત્રીજા દિવસે 10.50 થી 11 કરોડ રૂપિયાની કમાણી કરી છે. એટલે કે અંતિમ આંકડા બહાર આવ્યા પછી આર્ટિકલ 370નું કલેક્શન 26 કરોડ રૂપિયાની નજીક પહોંચી જશે.

તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા, જે યામીની ફિલ્મની રિલીઝ પહેલા થિયેટરોમાં ચાલી રહી હતી, તેણે પણ પ્રથમ સપ્તાહના અંતે મજબૂત કલેક્શન કર્યું હતું. શાહિદ કપૂર અને કૃતિ સેનનની ફિલ્મે પહેલા વીકેન્ડમાં 26.52 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

હવે આર્ટિકલ 370 એ પહેલા વીકએન્ડમાં શાહિદની ફિલ્મની બરાબરી કરી લીધી છે. જ્યારે ફાઈનલ કલેક્શન જાહેર થશે ત્યારે બંને ફિલ્મોનું ફર્સ્ટ વીકેન્ડ કલેક્શન લગભગ સરખું જ જોવા મળશે. ફાઇટર પછી આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર બોલિવૂડ માટે જોરદાર વીકેન્ડ લઈને આવી છે.

આદિત્ય જાંભલે દ્વારા નિર્દેશિત, આર્ટિકલ 370નું નિર્માણ યામીના પતિ આદિત્ય ધર દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મના ટ્રેલર લૉંચ વખતે યામી અને આદિત્ય ધરે લોકોને ગૂડ ન્યૂઝ પણ આપ્યા હતા કે તેઓ માતા-પિતા બનવાના છે. આ ફિલ્મમાં એકદમ ગ્લેમરલેસ લૂકમાં યામીએ દમદાર ભૂમિકા ભજવી છે. વિવેચકોના જણાવ્યા અનુસાર એક પણ સિનમાં એમ લાગી રહ્યું નથી કે આ ભૂમિકા કોઈ મેલને એટલે કે હીરોને આપી હોત તો વધારે સારી ફિલ્મ બની હોત.

ઝૂની હસકરના રોલમાં ઈન્ટેલિજન્સ ઓફિસર તરીકે યામી ખૂબ જ પ્રભાવિત થઈ રહી હોવાનું કહેવામા આવી રહ્યું છે ત્યારે જોવાનું એ છે કે આ ફિલ્મ કેટલા અઠવાડિયા સુધી બૉક્સ ઓફિસ પર ટકી રહે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button