યામી ગૌતમને આ કોના પર આવ્યો ગુસ્સો? વાઈરલ પોસ્ટને રીતિક રોશને પણ આપ્યું સમર્થન…

બોલીવૂડ એક્ટ્રેસ યામી ગૌતમ હાલમાં તેની ફિલ્મ હકને કારણે લાઈમલાઈટમાં આવી રહી છે. પરંતુ હક ફેમ એક્ટ્રેસ યામી ગૌતમે સોશિયલ મીડિયા પર પેઈડ પ્રમોશન સામે રોષ વ્યક્ કરતી પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે.
યામી ગૌતમે પોતાની પોસ્ટમાં ફિલ્મોના પ્રમોશનમાં ચાલતા ‘પેઇડ સિન્ડિકેટ’ અને બનાવટી રિવ્યૂની પ્રથા સામે સવાલો ઉઠાવ્યા છે. જોવાની વાત એ છે કે યામી ગૌતમની આ પોસ્ટને બોલીવૂડના ગ્રીક ગોડ ગણાતા રીતિક રોશનનો સાથ મળ્યો છે. ચાલો જાણીએ શું છે આખી ઘટના…
આપણ વાચો: યામી ગૌતમે 8 કલાકની શિફ્ટ અને ‘માતા’ તરીકેના અધિકારો વિશે શું કહ્યું? જાણો વિગતવાર
યામી ગૌતમે પોતાનો ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પરથી પોસ્ટ કરતાં જણાવ્યું હતું કે ફિલ્મોના પ્રમોશન માટે ચાલતા સિન્ડિકેટ અને પેઇડ પીઆર ક્રિએટિવિટી પર હાવી થઈ રહી છે. તેણે પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે કેવી રીતે અમુક સિન્ડિકેટ દ્વારા ફિલ્મોના પ્રમોશન અને રિવ્યૂને પ્રભાવિત કરવામાં આવે છે.
એક્ટ્રેસે પોતાની પોસ્ટમાં આગળ એવું પણ જણાવ્યું છે કે જ્યારે કોઈ ફિલ્મ સારી હોય, ત્યારે તે પોતાના દમ પર લોકો સુધી પહોંચવી જોઈએ. પરંતુ આજના પેઈડ પ્રમોશનના જમાનામાં અસલી ક્રિએટિવિટી અને સારી ફિલ્મો ઘણીવાર પાછળ રહી જાય છે, જે સદંતર અયોગ્ય અને ખોટું છે. યામીએ આ પ્રથાને બોગસ ગણાવી અને કહ્યું કે દર્શકો અને ફિલ્મના મેકર્સ બંનેને તેની અસરના પરિણામો ભોગવવાનો વારો આવે છે.
આપણ વાચો: યામી ગૌતમની ફિલ્મ હકની રિલિઝ સામે અવરોધઃ શાહ બાનોના પરિવારે કોર્ટમા કરી અરજી
યામી ગૌતમની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે. યામી ગૌતમની આ વાતને બોલિવૂડના સુપરસ્ટાર રીતિક રોશને પણ તેની વાતનું ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું. રીતિક રોશને યામીની પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે, તારી વાત એકદમ સાચી છે, યામી. ઇન્ડસ્ટ્રીમાં આ બદલાવ લાવવો ખૂબ જ જરૂરી છે. સર્જનાત્મકતાને તેનું યોગ્ય સ્થાન મળવું જ જોઈએ. રીતિકે યામીની હિંમતની પ્રશંસા કરી અને કહ્યું કે તેણે જે સત્ય કહ્યું છે તે આવકાર્ય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે યામી ગૌતમ હાલમાં જ ફિલ્મ હકમાં જોવા મળી હતી અને ફેન્સ તેની એક્ટિંગ માટે તેના વખાણ કરી રહ્યા છે. આ જ કારણ છે કે એક સારી ફિલ્મની પ્રમોશનલ જર્નીમાં આવતા પડકારોથી તે નિરાશ થઈને તેણે આ મુદ્દો ઉઠાવ્યો છે. તેની આ પોસ્ટથી બોલીવૂડની પ્રમોશનલ સિસ્ટમ પર ગંભીર સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે અને કદાચ બાત નીકલી હૈ તો દૂર તલક જાયેગી… એવું પણ થઈ શકે છે.



