મનોરંજન

યામી ગૌતમે 8 કલાકની શિફ્ટ અને ‘માતા’ તરીકેના અધિકારો વિશે શું કહ્યું? જાણો વિગતવાર

બોલીવુડમાં આજકાલ 8 કલાકની શિફ્ટ અંગે ચર્ચા ચાલી રહી છે. દીપિકા પાદુકોણે નિર્માતાઓ પાસેથી 8 કલાકની શિફ્ટની માંગણી કરી હતી, જેના પછી તેને સ્પિરિટ અને કલ્કી 2 ફિલ્મમાંથી બહાર કરી દેવામાં આવી હતી.

ત્યારથી, 8 કલાકની શિફ્ટ અંગે ઉદ્યોગમાં ભારે ચર્ચા ચાલી રહી છે. દીપિકા પાદુકોણ પછી, કાજોલ અને રાની મુખર્જીએ પણ આ મુદ્દા પર વાત કરી છે. હવે, અભિનેત્રી યામી ગૌતમે આ બાબતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.

યામી ગૌતમ હાલમાં તેની ફિલ્મ ‘હક’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ‘હક’માં ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 7 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. એક મુલાકાતમાં યામીએ પોતાના વિચારો જણાવ્યા હતા.

આપણ વાચો: યામી ગૌતમની ‘ધૂમ ધામ’નું ટ્રેલર રિલીઝ, પ્રતીક ગાંધી સાથે જોવા મળશે

યામી ગૌતમે કહ્યું, “સૌ પ્રથમ, એકવાર તમે માતા બની જાઓ છો, પછી તમે હંમેશા માતા રહો છો. તમે કામ કરતી માતા હો કે ઘરે રહેતી માતા, દરેક માતા ખાસ હોય છે અને તે પોતાના બાળકો માટે શક્ય તેટલું બધું કરે છે.”

યામીએ આગળ કહ્યું, “એક માતા માટે તેના બાળકો કરતાં વધુ મહત્વનું કંઈ નથી. જ્યાં સુધી મારા વ્યવસાયનો સવાલ છે, હું જે રીતે સ્ક્રિપ્ટો પસંદ કરું છું તે મારા અંગત જીવનથી સંપૂર્ણપણે અલગ હોય છે. અન્ય વ્યવસાયોનેની જેમ અમારા વ્યવસાયમાં પણ સમય મર્યાદા હોય, પરંતુ અમારો ઉદ્યોગ અલગ રીતે કાર્ય કરે છે.

તેમાં ઘણા પરિબળો સામેલ છે, જેમ કે સ્થાન, પરવાનગીઓ અને અન્ય કલાકારો અને ટેકનિશિયનો. તેથી, સમય મર્યાદાનો વિચાર વ્યક્તિએ વ્યક્તિએ બદલાઈ શકે છે. તે અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક વચ્ચેની સમજણ અને સહયોગ પર આધાર રાખે છે.”

આપણ વાચો: અજીબોગરીબ બીમારીઓથી પીડિત છે ફિલ્મ જગતના આ સિતારાઓ

થોડા સમય પહેલા રાની મુખર્જીએ પણ 8 કલાકની શિફ્ટના મુદ્દા પર પ્રતિક્રિયા આપી હતી. એક મુલાકાતમાં રાનીએ કહ્યું, “જ્યારે મેં હિચકી કરી ત્યારે આદિરા 14 મહિનાની હતી.

મારે બધું જ કરીને શહેરની એક કોલેજમાં શૂટિંગ માટે જવું પડતું હતું. ટ્રાફિકને કારણે, ઘરેથી સ્થળ સુધી પહોંચવામાં બે કલાક લગતા. તેથી, મેં નક્કી કર્યું કે મારો પહેલો શોટ સવારે 8 વાગ્યે શૂટ કરીશ અને બપોરે 1 વાગ્યા સુધીમાં બધું પૂરું કરીશ. હું 6-7 કલાકમાં શૂટિંગ પૂરું કરતી.”

કાજોલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “મેં મારા ફિલ્મી કરિયરમાં ક્યારેય 20 કલાક કામ કર્યું નથી. મેં હંમેશા એક નિર્ધારિત સમયમર્યાદામાં કામ કર્યું છે અને એક સમયે ફક્ત એક જ ફિલ્મ કરી છે. હું એક ફિલ્મ પૂરી થયા પછી જ બીજી ફિલ્મ કરું છું.”

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button