અભિનંદન! આર્ટિકલ 370ની અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ, રાખ્યું સંસ્કૃત નામ
બોલીવુડ અભિનેત્રી Yami Gautam અને ફિલ્મ નિર્દેશક Aditya Dharના ઘરે નાનો મહેમાન આવ્યો છે. યામીએ પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો છે. અભિનેત્રીએ પોતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આ જાણકારી આપી છે. યામીએ જણાવ્યું છે કે તેના ઘરે લડડું ગોપાલનો જન્મ થયો છે. યામીએ પોતાના પુત્રનું નામ પણ જાહેર કર્યું છે. તેમણે પુત્રનું નામ વેદવિદ રાખ્યું છે.
યામીએ ભારતીય પૌરાણિક કથાઓથી પ્રેરિત માતા અને પુત્રની તસ્વીર પણ શેર કરી છે અને લખ્યું છે કે અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે એક નાનો રાજકુમાર અમારા ઘરે આવ્યો છે, જેણે અક્ષય તૃતીયાના શુભ દિવસે જન્મ લઈને અમને ગૌરવ અપાવ્યું છે. કૃપા કરીને અમને તમારા આશીર્વાદ અને પ્રેમ આપો.
વેદવિદ નામનો હિન્દુ ધર્મમાં મહત્વનો અર્થ છે અને દંપતીએ તેમના પુત્રનું આ નામ રાખવા માટે ઘણો વિચાર કર્યો છે. હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર વેદવિદ એટલે વેદોમાં નિપુણ વ્યક્તિ.
ચાહકો અને રણવીર સિંહ, આયુષ્યમાન ખુરાના સહિત ઘણા સેલિબ્રિટીઓ કપલને માતા-પિતા બનવા બદલ અભિનંદન આપી રહ્યા છે.
યામી ગૌતમ અને આદિત્ય ધરની વાત કરીએ તો બંને ફિલ્મ ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈકમાં સાથે કામ કરતા જોવા મળ્યા હતા. આ ફિલ્મની અભિનેત્રી યામી હતી અને આદિત્ય ધર ફિલ્મના દિગ્દર્શક હતા. આ ફિલ્મના પ્રમોશન દરમિયાન જ બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. બંને વચ્ચે પહેલા મિત્રતા અને પછી પ્રેમ થયો. બંનેએ પોતાની લવ સ્ટોરી ગુપ્ત રાખી હતી. તેમના લગ્ન 4 જૂન 2021ના રોજ એક ખાનગી સમારોહમાં થયા હતા, જ્યાં ફક્ત પરિવારના સભ્યો જ હાજર હતા. આ કપલે એકદમ સાદાઈથી લગ્ન કર્યા હતા. બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ હતી. આ કપલ હવે સુખી લગ્ન જીવનનો આનંદ માણી રહ્યું છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો યામી છેલ્લે ફિલ્મ આર્ટિકલ 370માં જોવા મળી હતી. ફિલ્મની પટકથા આદિત્ય ધરે પોતે લખી હતી. આદિત્ય આ ફિલ્મના નિર્માતા પણ હતા.
Also Read –