WWE સ્ટાર જોન સીનાએ ગાયું શાહરુખનું ફેમસ ગીત, યુઝર્સે કર્યો કમેન્ટસનો વરસાદ
બૉલીવુડના ‘કિંગ ખાન’ કહો કે ‘બાદશાહ’, શાહરુખ ખાનના (Shahrukh Khan) ચાહનારા માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સાત સમુંદર પાર વિદેશમાં પણ આટલા જ છે. ઇન્ટરનેશનલ સ્ટાર્સ પણ શાહરુખ પ્રત્યેનો પ્રેમ દર્શાવવા પાછી પાની કરતાં નથી. તેવામાં WWE ફેમ જોન સીના (John Cena) નો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે શાહરુખનું એક પ્રખ્યાત ગીત ગાતો જોવા મળ્યો છે.
એક વીડિયોમાં જોન સીના જીમમાં જોવા મળી રહ્યો છે. તે આ પહેલા પણ ઘણી વખત શાહરૂખ ખાનના વખાણ કરી ચૂક્યો છે. જોન સીના એક મહાન રેસલર છે. આ ઉપરાંત તે હોલીવુડનો મોટો સ્ટાર પણ છે. તેની ફેન ફોલોઈંગ પણ ઓછી નથી. અગાઉ જ્હોન સીનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર રેડ હાર્ટ ઈમોજી અને ફાયર ઈમોજી સાથે ભારતના ધ્વજનો ફોટો શેર કર્યો હતો.
જોન સીનાનો આ વીડિયો બોલિવૂડ બોયઝે શેર કર્યો છે. જેમાં ગુરવ સિહરા જ્હોન સીનાને શાહરૂખ ખાનનું ગીત ‘ભોલી સી સુરત’ શીખવી રહ્યો છે. જ્હોન સીના ગીતને લાઇન બાય લાઇન રિપીટ કરી રહ્યો છે. વીડિયોની કોમેન્ટ્સમાં લોકો શાહરૂખ ખાન અને જોન સીના પર પ્રેમ વરસાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું- “જોન સીના ભોલી સી સુરત ગાઇ રહ્યો છે… હવે મેં બધું જોઈ લીધું.” અન્ય એક યુઝરે તેને ખૂબ સારું ગણાવ્યું.
શાહરુખ ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો વર્ષ 2023 શાહરુખ ખાન માટે ઘણું જ શુકનયાળ સાબિત થયું છે. જો કે આ વર્ષે તેની કોઈ પણ ફિલ્મની જાહેરાત થઈ નથી. પરંતુ કહેવાય છે કે KGF સ્ટાર યશની ફિલ્મ ટોકસિકમાં કેમિયો કરી શકે છે. જો કે હજુ સુધી આના પર કોઈ ઓફિશિયલ જાણકારી બહાર આવી નથી.