બર્મિંગહામઃ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજેન્ડ્સ (World Chapionship of Legends) 2024ની એક મેચમાં પાકિસ્તાને ભારતને હરાવી દીધું. પાકિસ્તાન ચેમ્પિયન્સે આ મેચ 68 રનથી જીતી લીધી હતી. રસપ્રદ વાત એ છે કે બોલીવુડના અભિનેતા અજય દેવગન પણ મેચ જોવા પહોંચ્યા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી આ મેચ પૂર્વ અજય દેવગન ભારત અને પાકિસ્તાનના બંને ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. ઈન્ડિયા ચેમ્પિયન્સ આ મેચ કેપ્ટન હરભજનસિંહની આગેવાનીમાં રમ્યું હતું, જેમાં યુવરાજ સિંહ અને સુરેશ રૈના પણ સામેલ હતા.
ઈન્ડિયા ચેમ્પિયન્સ અને પાકિસ્તાની ચેમ્પિયન્સ વચ્ચે બર્મિંગહામમાં મેચ રમાઈ હતી. બોલીવુડના સ્ટાર અજય દેવગન પણ મેચ જોવા પહોંચ્યા હતા. આ મેચ અંગે અજય દેવગને પ્રતિક્રિયા આપી હતી. આ મેચમાં ભારત જીતી શક્યું નહોતું, જેમાં પાકિસ્તાન સામે 68 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ અગાઉ ભારત સતત બે મેચ જીત્યું હતું.
અગાઉ ઈન્ડિયા ચેમ્પિયન્સે ઇંગ્લેન્ડને ત્રણ વિકેટથી હરાવ્યું હતું, જ્યારે વેસ્ટ ઈન્ડિઝના ચેમ્પિયન્સ સામે 27 રનથી જીત મેળવી હતી. પાકિસ્તાન ચેમ્પિયન્સે ભારતની સામે વિસ્ફોટક બેટિંગ કરતા 243 રન બનાવ્યા હતા, જેમાં કામરાન અકમલે 40 બોલમાં 77 રન બનાવ્યા હતા.
બીજી બાજુ શરીજલ ખાને 72 રન ફટકાર્યા હતા. એના જવાબમાં ભારતીય ટીમ 20 ઓવરમાં નવ વિકેટના નુકસાન સાથે 175 રન બનાવ્યા હતા. સુરેશ રૈનાએ બાવન રન બનાવ્યા હતા, જ્યારે યુવરાજ સિંહ 14 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ભારતની આગામી મેચ ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ સામે આવતીકાલે રમાશે, ત્યારબાદ દસમી જુલાઈના દક્ષિણ આફ્રિકા સામે મેચ રમવામાં આવશે.
Taboola Feed