21 ફિલ્મોમાં આ અભિનેત્રીએ કામ કર્યું, અચાનક મુસ્લિમ બની અને હવે…

મુંબઈ: બૉલીવૂડના ‘ભાઈજાન’ સલમાન ખાન સાથે અનેક અભિનેત્રીઓએ કામ કર્યું હતું, પણ સલમાન ખાન સાથે ‘વોન્ટેડ’ સહિત અન્ય સુપરહીટ ફિલ્મોમાં કામ કરનારી અભિનેત્રી આયશા ટાકિયાની એક્ટિંગ કરિયર રસપ્રદ રહી હતી. આયશાએ શાહિદ કપૂર, શ્રેયસ તલપડે, અનિલ કપૂર અને અજય દેવગન જેવા અનેક અભિનેતાઓ સામે સ્ક્રીન શેર કરનારી આયશા લગ્ન બાદ ફિલ્મોમાંથી દૂર થઈ ગઈ છે.
21 ફિલ્મમાં કામ કરનારી આયશા ટાકિયાએ વર્ષ 2000માં 14 વર્ષની ઉંમરે સિંગર ફાલ્ગુની પાઠકના ‘મેરી ચુનર ઉડ ઉડ જાએં’ આ મ્યુઝિક વીડિયોથી પોતાનો ડેબ્યૂ કર્યું હતું. આ મ્યુઝિક વીડિયોને આજે પણ લોકોને સાંભળવાનું પસંદ પડે છે. જોકે આયશાને સલમાન ખાનની ‘વોન્ટેડ’ ફિલ્મ બાદ સૌથી વધુ ફેમ મળ્યો હતો. સલમાન અને આયશાની આ ફિલ્મ 2009ની સૌથી વધુ કમાણી કરનારી બની હતી.
પોતાની ફિલ્મી કારકિર્દી પીક પર રહેલી આયશા છેલ્લે ‘મોડ’ નામની ફિલ્મમાં જોવા મળી હતી, અને આ ફિલ્મ પણ બૉક્સ ઓફિસ પર ખરાબ રીતે પિટાઈ હતી. આ ફિલ્મ કયા બાદ આયશાએ ફિલ્મમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું અને પોતાની ફેમિલી અને પર્સનલ લાઈફમાં ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું. ફિલ્મોમાં પોતાની નિષ્ફળતાએ જોઈને આયશાએ સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીના દીકરા અને તેના બોયફ્રેન્ડ ફરહાન આઝમી સાથે લગ્ન કરીને ઇસ્લામ ધર્મ આપવાની લીધો હતો.
થોડા સમય પહેલા આયશા ટાકિયા મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આયશાએ આટલા વર્ષો બાદ અનેક લોકો તેને ઓળખી પણ શક્યા નહોતા. એક અહેવાલ મુજબ આયશા તેના પતિ સાથે ગોવામાં રહીને બિઝનેસ કરે છે.
એવું કહેવાય છે કે આયશાએ લિપ ફિલર્સ, પફી ચિક્સ અને બોટોક્સ કરાવ્યુ હતું, જેની આડ અસર થતાં તેના લૂકમાં એકદમ બદલાવ આવ્યો હતો. આયશાએ 2004ની ‘ટાર્ઝન ધ વંડર કારથી બૉલીવૂડમાં ડેબ્યૂ કર્યું હતું અને ત્યાર પછી તેને ‘સોચા ના ઠ’, ‘સલામે ઈશ્ક’, ‘વોન્ટેડ’ અને ‘પાઠશાલા’ જેવી અનેક હીટ ફિલ્મોમાં જોવા મળી હતી.