મનોરંજન

‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં જોવા મળશે મહિલા ક્રિકેટ ટીમ: શૂટિંગનો વીડિયો થયો લીક

મુંબઈ: ભારતમાં કપીલ શર્માના નામ કોમેડીની વાત કરવી અધૂરી છે. કપીલ શર્માએ પોતાના શો થકી દેશ-વિદેશમાં પોતાની ઓળખ બનાવી છે. જેથી તેના શોમાં અનેક ફિલ્મી હસ્તીઓ પણ પોતાની ફિલ્મોના પ્રમોશન માટે અવારનવાર આવતી રહે છે.

થોડા મહિના પહેલા જ કપીલ શર્માના શોની એક સીઝન નેટફ્લિક્સ પર પૂરી થઈ છે. હવે કપીલ શર્માએ નવી સીઝનની તૈયારી શરૂ કરી દીધી છે. આ નવી સીઝનમાં વર્લ્ડ કપ વિજેતા ટીમ આવશે, એવી વાત સામે આવી છે.

શૂટિંગના સેટના દૃશ્યો થયા લીક

નેટફ્લિક્સ પર ટૂંક સમયમાં “ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો”ની નવી સિઝન શરૂ થશે. જેના પહેલા એપિસોડમાં વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચનારી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ જોવા મળશે. તાજેતરમાં શોના સેટ પરથી વીડિયો સામે આવ્યા હતા, જેમાં વિજેતા ટીમના સભ્યો કેપ્ટન હરમનપ્રીત કૌર, શેફાલી વર્મા અને દીપ્તિ શર્મા સહિત અન્ય ખેલાડીઓ કોમેડિયન કપિલ શર્મા સાથે શૂટિંગ કરતા જોવા મળ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ એપિસોડનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે.

શોના સેટ પરથી લીક થયેલા વીડિયોમાં કપિલ શર્મા સાથે આખી ટીમ સ્ટેજ પર જોરશોરથી નાચતી જોવા મળી રહી છે. આ એપિસોડમાં હાસ્ય, નૃત્ય અને મસ્તીની ભરમાર હશે. આમ, પોતાની શાર્પ કોમેડી માટે જાણીતા કપિલ શર્મા હવે વર્લ્ડ કપ વિજેતા ટીમ સાથે મસ્તી કરતા જોવા મળશે. નવી સિઝન અંગે સત્તાવાર જાહેરાતની અને આ ખાસ એપિસોડ રિલીઝ થવાની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ભારતીય ટીમનો ઐતિહાસિક વિજય

ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામે સતત ત્રણ હારનો સામનો કર્યા બાદ ટીકાનો સામનો કરવા છતાં, ટીમે શાનદાર કમબેક કર્યું. સેમિફાઇનલમાં ટુર્નામેન્ટ ફેવરિટ ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ, ફાઇનલમાં ભારતે 50 ઓવરમાં 298/7 રન બનાવ્યા હતા, જેમાં શેફાલી વર્મા (87) અને દીપ્તિ શર્મા (58)ની અડધી સદીઓનો સમાવેશ થતો હતો. દક્ષિણ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ડટ (101) ની સદી છતાં, દીપ્તિ શર્મા (5/39) અને શેફાલી (2/36)ની રમત બદલનારી બોલિંગે ભારતને વિજય અપાવ્યો હતો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button